Last Update : 22-August-2012,Wednesday

 
'ગૌવંશ રક્ષા ધારા'સામે વિવાદી CDફરતી થઈ

-લાખો સીડી ફરતી કરવાની વાતે ચકચાર

 

 

-ગૌવંશની હત્યા રોકવામાં સરકારની નિષ્ફળતા દર્શાવતી CD ફરતી થઇ

 

-સીડીનું પગેરું શોધવા પોલીસ તંત્રની દોડધામ ઃ રાજકીય દોરી સંચારથી CD તૈયાર થયાની શંકાએ તપાસ

અમદાવાદ, મંગળવાર
ગૌવંશની ચોરી અને કતલ સામે ગઈ ૧૭ ઓગષ્ટ-૨૦૧૧ના રોજ શેરથામાં માલધારીઓએ મહાસંમેલન કર્યું હતુ. આ પછી વિધાનસભામાં ' ગૌવંશ રક્ષા ધારો' પસાર કરાયો હતો. કાયદાની યોગ્ય અમલવારી ન થતાં છેલ્લા ત્રણ મહિનાથી માલધારીઓમાં પુનઃ રોષ ભભૂકી ઉઠયો છે.બીજી બાજુ સ્ટેટ આઈ.બી ને એવી ચોંકાવનારી માહિતી મળી છે કે,' ગૌવંશ રક્ષા ધારા 'સામે વિવાદી સીડી ફરતી થઈ છે. આઈ.બી સુત્રોમાથી મળતી માહિતી મુજબ સીડીમાં ગૌવંશની રક્ષામાં નિષ્ક્રિય હિન્દુત્વવાદી ભાજપના મોદી સરકારના રાજમાં ગૌચર ઉદ્યોગોને વેચી દેવાયા, દિપેશ-અભિષેકની બાળ હત્યા, હરેન પંડયાની બ્રહ્મ હત્યા, કૌશરબીની સ્ત્રી હત્યા, અમિત જેઠવા-નદીમ સૈયદની જન હત્યા થઈ આ પછી હવે ગૌહત્યા થઈ હોવાનુ બતાવાયુ છે. આ તમામ મુદ્દાઓ ઉઠાવી મોદી સરકાર વિરુધ્ધ પ્રચારાત્મક સીડી ગુજરાતના ઘરેઘરમાંં પહોંચાડવાની તૈયારીઓ ચાલી રહી હોવાની આઈ.બીને મળેલી માહિતીને પગલે સીડી શોધવા પોલીસતંત્રમાં દોડધામ મચી છે.
આવનારા દિવસોમાં અતિ સ્ફોટક બની રહે તેવી વિવાદી સીડી માત્ર પાંચ થી સાત મિનિટની છે. જેમાં ગૌવંશની કતલથી માંડી, ભાજપ અને મોદી સરકારના પ્રચારના ફંડા, મતોનું રાજકારણ, બાળ હત્યા, બ્રહ્મ હત્યા, સ્ત્રી હત્યા અને હવે ગૌવંશ હત્યાના કિલીંપીગ્સ બતાવાયા છે.ઉપરાંત માલધારી સમાજના મહંતનું સરકારને પડકારતું પ્રવચન પણ સીડીમા દર્શાવાયુ છે. મોદીનું નામ સીધેસીધું સીડીમાં કયાંય દર્શાવાયુ નથી. પણ તેમના ચહેરા અને તેમની ઓળખ છતી થાય તેવા કેરીકેચરનો ઉપયોગ થયો છે. જયારે હિન્દુત્વવાદી ભાજપ અને ગુજરાત સરકારની કાર્યપધ્ધતિ સીધેસીધી દર્શાવવામાં આવી છે.પ્રોફેશનલ રીતે તૈયાર કરાયેલી આ વિવાદી સીડીની કવોલીટી સ્પષ્ટ રીતે દેખી શકાય તેવી છે. માલધારી સમાજ સહિત સમાજના જુદા જુદા વર્ગમાં વિવાદી સીડી ફરતી થઈ હોવાની આઈ.બી.ને મળેલી માહિતીને પગેલ પોલીસતંત્ર એલર્ટ બની દોડધામ કરી રહ્યું છે.
આઈ.બી.સુત્રોમાથી મળેલી માહિતી અનુસાર, સીડી બહાર પાડનારા તત્વોને પોલીસ શોધી રહી છે અને તેમની સામે ગુના નોંધવાની તજવીજ થઈ રહી હોવાની ચહલપહલ પણ જોવા મળી છે. દોઢ થી બે લાખની જંગી માત્રામાં તૈયાર થયેલી વિવાદી સીડી રાજયમાં ફરતી કરવાનું આયોજન હોવાનું પણ આઈ.બીને જાણવા મળ્યું છે.આખા રાજયમાં ૫૫ લાખ માલધારીઓ છે. તેમના દરેક ઘરમાં આ વિવાદી સીડી પહોંચાડવાની કામગીરી ચાલી રહી હોવાની વિગતો પણ આઈ.બીને જાણવા મળી છે.
વિવાદી સીડી કેવી રીતે તૈયાર થઈ છે તે શોધવા પોલીસની કવાયત ચાલી રહી છે. સીડી તૈયાર કરવામાં કોઈ રાજકીય દોરીસંચાર છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી હોવાનું સુત્રોમાથી જાણવા મળ્યું છે.

'મુખમે રામ ને મોદીની બગલમાં છુરી'
અતિ સ્ફોટક વિવાદી સીડીમાં ગૌવંશની કતલના કિલીંપીગ્સ રજૂ કરાયા છે. જેની સાથોસાથ સીડીમાં એવુ પ્રસ્થાપિત કરાયું છે કે, 'મુખમે રામ ને મોદીની બગલમાં છુરી '.આ પ્રસ્થાપિત કરવા માટે મોદીનો ચહેરો દર્શાવાયો નથી. પરંતુ મોદી છે તેવી ઓળખ થાય તે માટે ખાસ કેસરી રંગના ઝભ્ભા પહેરેલા વ્યકિતની બગલમાં મોટો છરો બતાવાયો છે.ઉપરાંત નરેન્દ્ર મોદીનો અન્ય એક ફોટોગ્રાફ બતાવ્યો છે જેમાં તેઓ આંખો બંધ કરીને ચાલતા હોવાનું દ્રશ્ય બતાવ્યું છે. અડવાણી સહિતના નેતાઓ ચૂંટણી પ્રચાર કરતા હોય તેવા કિલીપીંગ્સ બતાવવામાં આવ્યા છે એમ સૂત્રી કહી રહ્યાં છે.

સંજય જોષી સીડીકાંડ પછી નવી સીડીનો વિવાદ
મોદી સરકાર અને સીડી વિવાદ પીછો છોડતો નથી
સીડી જોઈને ભડકી જવાય કે સંવેદના ઉભી થાય તેવાં દ્રશ્યો
અમદાવાદ, મંગળવાર
નરેન્દ્ર મોદી, ભાજપ અને સીડીને પહેલેથી જ વિવાદનો નાતો રહ્યો છે. આ વિવાદને આગળ ધપાવતી વિવાદી સીડીને પગલે સરકાર ભડકશે કે ડરશે તે ચર્ચાનો મુદ્દો બન્યો છે.
સંજય જોષી સીડીકાંડ બાદ ફરતી થયેલી વિવાદી સીડીએ રાજકારણમાં ગરમાવો લાવી દીધો હોવાની ચર્ચા છે. વિવાદી સીડી જોનારો વ્યકિત કાં તો ભડકી જાય કાં તો તેની સંવેદના બહાર આવે તેવા દ્રશ્યો સીડીમાં બતાવાયા છે. ગુજરાતી ભાષામાં તૈયાર થયેલી સીડીમાં નરેન્દ્ર મોદીનું નામ કયાંય ઉચ્ચારાતુ નથી પણ તેમનો ફોટો બતાવાયો છે. સીડી કયાં તૈયાર થઈ છે તે શોધવું પણ પોલીસ માટે અઘરું બની શકે તેમ જોવાઈ રહ્યું છે. કેમ કે, સીડીમાં નિર્માતા કે પ્રસ્તુત કર્તાની કોઈ જ ઓળખ આપવામાં આવી નથી.રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે, સરકારને નુકસાન થાય તેવી આ સીડી વિપક્ષે તૈયાર કરી હોય શકે, અથવા તો પરિવર્તન પાર્ટીએ તૈયાર કરી હોય શકે, કાં તો નરેન્દ્ર મોદીના કહેવાતા શુભેચ્છકો પણ હોય શકે ? પ્રોફેશનલ ઉપયોગથી સ્પષ્ટ કવોલીટી સાથે તૈયાર થયેલી વિવાદી સીડી મોટા પ્રમાણમાં તૈયાર કરી આપે તેવુ ગુજરાત કે ગુજરાત બહાર કોણ હોય શકે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વિપક્ષ નરેન્દ્ર મોદીની સેકસ સીડી તૈયાર કરી રહી હોવાનું મહારાષ્ટ્રના એક અખબારમાં અહેવાલ પ્રકાશિત થયો હતો.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
જમીન પચાવવા પુત્રનો માતા ઉપર હૂમલો
'મને મારા હક્કનો પ્લોટ આપો અથવા સ્વેચ્છા મૃત્યુની મંજુરી'

હોમગાર્ડનું હેડકવાર્ટર અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવશે

૧૨ કરોડની જમીન માટે જમીન દલાલ પર હૂમલો કરી લૂંટી લીધો
વિદેશોની સરખામણીએ દેશમાં એજ્યુકેશન લોનનો લાભ ઓછો
નિફ્ટી ૫૫ પોઇન્ટ ઉછળીને ૫૪૨૧, સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ તેજીએ ૧૭૮૮૫ પાંચ મહિનાની ટોચે
ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા ૫૫૦૦૦ને પાર ઃ મક્કમ સોનું
વધુ કૃષિ કોમોડિટીઓને ૨૦૧૩ માટેના કોન્ટ્રેકટસમાંથી બાકાત રખાઈ

દ્રવિડ-લક્ષ્મણની ગેરહાજરીમાં ભારતના મીડલ ઓર્ડરની કસોટી

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગુ્રપ સ્ટેજમાં જ ટક્કર
ઈંગ્લેન્ડની વર્લ્ડ કપ ટ્વેન્ટી-૨૦ ટીમમાં પીટરસનને સ્થાન નહીં
ઈંગ્લેન્ડ અને કેપ્ટન સ્ટ્રાઉસ સામે પુનઃપ્રતિષ્ઠા મેળવવાનો પડકાર
નેહરૃ કપ ફૂટબોલમાં આજે ભારત-સિરિયા વચ્ચે જંગ
ઊંચા વ્યાજના દરો અને ખરાબ ચોમાસાની બીજા ત્રિમાસિકનાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થશે

આંતરરાષ્ટ્રીય બજારોની નરમાઈને પગલે ભારતમાં પણ કોફીના લિલામમાં ઢીલાશ

 
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved