Last Update : 22-August-2012,Wednesday

 

મોદી સરકારની છબી ન બગડે તે માટે
ખેડૂતો આત્મહત્યા કરે તો પાકનું કારણ FIRમાં ન નોંધવા આદેશ

જુદી જ દુનિયામાં રાચતા કૃષિ મંત્રી કહે છે ખેડૂતો કદી આપઘાત ન કરે ઘાસ ખરીદી કે પાણીની વ્યવસ્થા બધું જ કાગળ ઉપર ચાલી રહ્યું છે

ગાંધીનગર, મંગળવાર
સૌરાષ્ટ્રમાં નબળા વરસના કારણે છેલ્લા એક માસમાં ૧૦ ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે. આવા બનાવોને કારણે મોદી સરકારની રાષ્ટ્રીય કક્ષાએ છબી ખરડાતી અટકાવવા ગૃહ વિભાગે એવો મૌખિક ફતવો બહાર પાડયો છે કે હવે કોઈ ખેડૂત આત્મહત્યા કરે તો મોતના કારણમાં પાક નિષ્ફળ જવાનું કારણ ન લખવું.
સૌરાષ્ટ્રમાં ચોમાસું નબળું રહ્યું છે. વરસાદના અભાવે ખેતર-વાડીઓમાં ઉભેલી મોલાત સુકાઈ ગઈ છે. પોતાની આજીવિકા છીનવાતી જોઈ ધરતીપુત્ર હામ હારવા માંડયો છે. અને તેના કારણે છેલ્લા એક માસમાં ૧૦ ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે. આ ૧૦ આત્મહત્યામાં પોલીસ ચોપડે એફઆઈઆરમાં એવું સ્પષ્ટ નોંધવામાં આવ્યું છે કે પાક નિષ્ફળ જતાં હતાશામાં આ ખેડૂતોએ જીવ દઈ દીધો છે. ૧૦ ખેડૂતોની આત્મહત્યા જેવી ગંભીર ઘટના આજે અખબારોના માધ્યમથી સામે આવતાં મોદી સરકારની છબી ખરડાઈ છે. હવે વધુ છબી ન ખરડાય તે માટે ગૃહ વિભાગે તમામ પોલીસ સ્ટેશનોને એવો મૌખિક આદેશ કર્યો છે કે પાક નિષ્ફળ જવાથી હવે કોઈ ખેડૂત આત્મહત્યા કરે તો તેની ફરિયાદમાં કયાંય પાક નિષ્ફળ જવાથી આ પગલું ભર્યું હોવાની હકિકત ન દર્શાવવી. જેથી આવી ઘટનાઓ ઉજાગર ન થાય. આ ઉપરાંત કૃષિ મંત્રી દિલીપ સંઘાણીએ આજે કેટલિક ચેનલોને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ખેડૂતો કદી આત્મહત્યા કરે જ નહીં. આ તો રાજકીય કારણોસર આખું પ્રકરણ ચલાવવામાં આવ્યું છે. અછતની સ્થિતિમાં ઘાસચારા માટે ટેન્ડર બહાર પાડયાનું કૃષિમંત્રીએ છેલ્લા એક માસથી ગવાતું ગાણું આજે ફરી વખત ગાયું હતું. પરંતુ ખેડૂતો હવે એવો પોકાર કરી રહ્યા છે કે સરકાર છેલ્લા એક માસથી પ્લાનિંગ જ કરી રહી છે હવે આ પ્લાનિંગને કાગળ પર ચલાવવાના બદલે ખરેખર ઘાસ, પાણી અને સહાય ખેડૂતના હાથમાં પંહોચાડો.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
જમીન પચાવવા પુત્રનો માતા ઉપર હૂમલો
'મને મારા હક્કનો પ્લોટ આપો અથવા સ્વેચ્છા મૃત્યુની મંજુરી'

હોમગાર્ડનું હેડકવાર્ટર અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવશે

૧૨ કરોડની જમીન માટે જમીન દલાલ પર હૂમલો કરી લૂંટી લીધો
વિદેશોની સરખામણીએ દેશમાં એજ્યુકેશન લોનનો લાભ ઓછો
નિફ્ટી ૫૫ પોઇન્ટ ઉછળીને ૫૪૨૧, સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ તેજીએ ૧૭૮૮૫ પાંચ મહિનાની ટોચે
ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા ૫૫૦૦૦ને પાર ઃ મક્કમ સોનું
વધુ કૃષિ કોમોડિટીઓને ૨૦૧૩ માટેના કોન્ટ્રેકટસમાંથી બાકાત રખાઈ

દ્રવિડ-લક્ષ્મણની ગેરહાજરીમાં ભારતના મીડલ ઓર્ડરની કસોટી

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગુ્રપ સ્ટેજમાં જ ટક્કર
ઈંગ્લેન્ડની વર્લ્ડ કપ ટ્વેન્ટી-૨૦ ટીમમાં પીટરસનને સ્થાન નહીં
ઈંગ્લેન્ડ અને કેપ્ટન સ્ટ્રાઉસ સામે પુનઃપ્રતિષ્ઠા મેળવવાનો પડકાર
નેહરૃ કપ ફૂટબોલમાં આજે ભારત-સિરિયા વચ્ચે જંગ
ઊંચા વ્યાજના દરો અને ખરાબ ચોમાસાની બીજા ત્રિમાસિકનાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થશે

આંતરરાષ્ટ્રીય બજારોની નરમાઈને પગલે ભારતમાં પણ કોફીના લિલામમાં ઢીલાશ

 
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved