Last Update : 22-August-2012,Wednesday

 

ખેડૂતો આત્મહત્યા કરે તે તેમના નસીબ:ફળદુ

-આંધ્ર-મહારાષ્ટ્રમાં હજારો મરે છે

 

-10 ખેડૂતોની આત્મહત્યા મામલે ભાજપા અધ્યક્ષનું નિવેદન

 

સૌરાષ્ટ્રના ખેડૂતોને દુષ્કાળની સ્થિતિમાં તો મદદ નથી કરી પણ મૃતકના પરિવારજનોને આ સરકારે સાંત્વના પણ નથી પાઠવી!

ગાંધીનગર, મંગળવાર
સૌરાષ્ટ્રમાં અપુરતા વરસાદના કારણે દુષ્કાળની સ્થિતિ સર્જાતા છેલ્લા એક માસમાં ૧૦ ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે. આ મામલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તો હજારો ખેડૂતો આપઘાત કરે છે. ખેડૂતો આત્મહત્યા કરે તે તેનું નસીબ. પરંતુ ફળદુ ભુલી ગયા છે કે દુષ્કાળ જેવી વિપદામાં જયારે પાક નિષ્ફળ ગયો હોય, પશુચારાની કોઈ વ્યવસ્થા ન હોય ત્યારે સરકારે મા-બાપ બનીને ખેડૂતોની પડખે ઉભું રહેવાનું હોય છે. જે ફરજ સરકાર ચુકી છે એટલે જગતના તાતે મોતનું શરણું લેવું પડે છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં નહીંવત્ વરસાદના કારણે અર્ધા વિસ્તારમાં વાવણી જ નથી થઈ. અને જેટલા વિસ્તારમાં વાવણી થઈ હતી તે ઉભો પાક પાણીના અભાવે બળી ગયો છે. ઘાસચારાની પણ કોઈ વ્યવસ્થા થઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી પોતાના આંગણે બાંધેલા પશુઓની ચિંતામાં અને પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવવું તેની ચિંતામાં છેલ્લા એક માસમાં સૌરાષ્ટ્રના ૧૦ ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે. આવી ગંભીર પરિસ્થિતિ પેદા થઈ હોવા છતાં આ મુખ્યમંત્રી કે તેના અન્ય મંત્રીઓ, ધારાસભ્યોએ તાકીદે અછતગ્રસ્ત વિસ્તારોમાં ઘાસચારા, પીવાના પાણી, પાક સહાય જેવી કોઈ સહાય ખેડૂતો સુધી તો નથી પંહોચાડી પરંતુ મૃતક ખેડૂતોના પરિજનોને સાંત્વનાના બે શબ્દો પણ નથી કહ્યા.
આજે પ્રદેશ ભાજપા અધ્યક્ષ આર.સી.ફળદુએ ખેડૂતોની આત્મહત્યાની ઘટનાને તદ્દન હળવાશથી લેતા જણાવ્યું હતું કે સરકારના સીનીયર મંત્રીઓની સમિતિ બનાવી દેવાઈ છે. આ સમિતિએ સુચવ્યા મુજબના જરૃરી પગલાં ભરવા માટે સરકાર કક્ષાએથી પ્લાનિંગ થઈ જ રહ્યું છે અને જરૃરી ટેન્ડર બહાર પાડી દેવાયા છે. પરંતુ ખરેખર ખેડૂતોના હાથમાં સહાય કયારે પંહોચશે તે અંગે ફળદુએ કોઈ ફોડ પાડયો નહોતો. વધુમાં તેમણે સૌરાષ્ટ્રમાં પાણી, ઘાસચારાની હાલમાં કોઈ તંગી જ ન હોવાનું કહી ઉમેર્યું હતું કે માલધારીઓ સિવાય કોઈને પશુચારાની તકલીફ જ નથી.
તો ખેડૂતો આત્મહત્યા શું કામ કરી રહ્યા છે? તેવા પ્રશ્નનો સ્પષ્ટ ઉત્તર આપવાના બદલે ફળદુએ એવી દલીલો કરી હતી કે આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં હજારો ખેડૂતો મરે છે તે જોવું જોઈએ. ખેડૂતો આત્મહત્યા કરે તે તેના નસીબ.
બાકી ભાજપા સરકારે એવા કોઈ કાળા કામ કર્યા નથી કે ખેડૂતોએ આત્મહત્યા કરવી પડે. પરંતુ ફળદુ ભુલી ગયા કે કોઈ ખેડૂત શોખથી આત્મહત્યા કરતો નથી. દુષ્કાળ જેવી ભયાવહ સ્થિતિમાં ચોમેરથી હિંમત હારી ચુકેલા ખેડૂતના ખભે હાથ મુકી તેના માઈ-બાપ બનીને ઉભા રહેવાની સરકારની ફરજ હોય છે. જે આ મોદી સરકાર ચુકી ગઈ છે.

ભાજપા મત માટે ૧૦૦ કલાકની યાત્રા યોજશે, ખેડૂતો માટે નહીં!
આર.સી.ફળદુએ એવી જાહેરાત કરી હતી કે આગામી તા.રપ ઓગસ્ટથી તા.૧પ સપ્ટેમ્બર સુધી ભાજપા ૮ મહાનગરો અને ૧પ૯ નગરપાલિકાઓમાં સંપર્ક યાત્રા યોજશે. તેમાં ઘરે ઘરે જઈને વડીલો, સેવા વસ્તી, નિવૃત લશ્કરી જવાનો સહિતના નાગરિકોને મળીને ભાજપા સરકારની સિધ્ધિ જણાવાશે. પરંતુ દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ખેડૂતોને સધિયારો આપવા માટે ભાજપાના આગેવાનો, સરકારના મંત્રીઓ કે ધારાસભ્યોને સમય નથી.

એપ્રિલમાં ફળદુએ યોજેલી કિસાન હિત યાત્રાની હવે તાતી જરૃરિયાત
એપ્રિલમાં સમગ્ર ગુજરાતમાં ભાજપા અધ્યક્ષની આગેવાનીમાં કિસાન હિત યાત્રા યોજવામાં આવી હતી. પરંતુ તે સમયે કિસાનોના હિતની ચિંતા કરવા જેવી કોઈ સ્થિતિ પેદા નહોતી થઈ. હવે દુષ્કાળનો સમય છે અને ખેડૂતો આત્મહત્યાઓ કરી રહ્યા છે ત્યારે ભાજપાએ ખરેખર કિસાન હિત યાત્રા યોજીને ખેડૂતોની કથળેલી સ્થિતિની ખેવના કરવી જોઈએ.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
જમીન પચાવવા પુત્રનો માતા ઉપર હૂમલો
'મને મારા હક્કનો પ્લોટ આપો અથવા સ્વેચ્છા મૃત્યુની મંજુરી'

હોમગાર્ડનું હેડકવાર્ટર અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવશે

૧૨ કરોડની જમીન માટે જમીન દલાલ પર હૂમલો કરી લૂંટી લીધો
વિદેશોની સરખામણીએ દેશમાં એજ્યુકેશન લોનનો લાભ ઓછો
નિફ્ટી ૫૫ પોઇન્ટ ઉછળીને ૫૪૨૧, સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ તેજીએ ૧૭૮૮૫ પાંચ મહિનાની ટોચે
ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા ૫૫૦૦૦ને પાર ઃ મક્કમ સોનું
વધુ કૃષિ કોમોડિટીઓને ૨૦૧૩ માટેના કોન્ટ્રેકટસમાંથી બાકાત રખાઈ

દ્રવિડ-લક્ષ્મણની ગેરહાજરીમાં ભારતના મીડલ ઓર્ડરની કસોટી

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગુ્રપ સ્ટેજમાં જ ટક્કર
ઈંગ્લેન્ડની વર્લ્ડ કપ ટ્વેન્ટી-૨૦ ટીમમાં પીટરસનને સ્થાન નહીં
ઈંગ્લેન્ડ અને કેપ્ટન સ્ટ્રાઉસ સામે પુનઃપ્રતિષ્ઠા મેળવવાનો પડકાર
નેહરૃ કપ ફૂટબોલમાં આજે ભારત-સિરિયા વચ્ચે જંગ
ઊંચા વ્યાજના દરો અને ખરાબ ચોમાસાની બીજા ત્રિમાસિકનાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થશે

આંતરરાષ્ટ્રીય બજારોની નરમાઈને પગલે ભારતમાં પણ કોફીના લિલામમાં ઢીલાશ

 
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved