Last Update : 22-August-2012,Wednesday

 

ઊંચા વ્યાજના દરો અને ખરાબ ચોમાસાની બીજા ત્રિમાસિકનાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થશે

કૃષી, વિજ ઉત્પાદન અને રીયલ એસ્ટેટ સહિત અનેક ઉદ્યોગોનાં વિકાસ પર અસર થશે

નવી દિલ્હી,તા.૨૧
વર્તમાન નાણાકીય વર્ષનાં પ્રથમ ત્રિમાસિકમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે ત્યારે ૨૦૧૨-૧૩નાં બીજા ત્રિમાસિકમાં પણ ઔદ્યોગિક ઉત્પાદનનાં સંયોગો ધૂંઘળા હોવાનું એક સર્વેમાં જાણવા મળ્યું છે. ઊંચા વ્યાજના દરો, ખરાબ ચોમાસું અને ફુગાવો આ માટે કારણભૂત હોવાનું સર્વેમાં જણાવાયું છે. આમ જુલાઈથી સપ્ટેમ્બર ૨૦૧૨નાં ૩ માસમાં ઔદ્યોગિક ઉત્પાદન પર વિપરિત અસર થવાની વકી છે.
કુલ ૧૦૩ સેકટરોને આ સર્વેમાં આવરીા લેવાયા હતા. આમાંના ૨૦ ટકાથી વધુ ઉત્પાદન વૃદ્ધિ માટે આશાવાદી લોકોનું પ્રમાણ ગત ત્રિમાસિકમાં ૨૩.૮ ટકા પરથી ઘટી ૩.૮ ટકા થઈ ગયું હતું.
સામે પક્ષે ૧૦ ટકા સુધીનો ઓછો ગ્રોથ થવાની અપેક્ષા રાખનારાઓનું પ્રમાણ વધીને ૪૪.૭ ટકાનાં ગત વર્ષનાં બીજા ત્રિમાસિકનાં પ્રમાણ સાથે ૫૧.૪ ટકાની ધારણા આ સર્વેમાં કરાઈ છે.
તે જ રીતે નેગેટીવ ગ્રોથની ધારણા વાળા સેકટર્સનું પ્રમાણ ગત વર્ષનાં તે જ ત્રિમાસિકનાં ૧૦.૬ ટકાની સાથે વધીને ૧૫.૬ ટકા થઈ જવાની ધારણા આ સર્વેમાં જોવા મળે છે.
જે ક્ષેત્રોમાં નીચો અથવા નેગેટીવ આઉટલુક દેખાવાની ધારણા છે. તેમાં કેપીટલ ગુડસનાં અર્થ મુવિંગ એન્ડ કન્સ્ટ્રકશન ઈક્વીપમેન્ટસ, ઈલેક્ટ્રીક મોટર્સ, ટ્રાન્સમીશન લાઈન ટાવર્સ, મલ્ટી પરપઝ વ્હેકલ્સ (વાન), ટ્રાન્સફોર્મર્સ, હાઈડ્રો ઈલેક્ટ્રિસીટી અન ે ટ્રેકટર્સનો સમાવેશ થાય છે. ઉપરાંત કૃષી, રીયલ એસ્ટેટ અને વીજળી ક્ષેત્રો પર પણ અસર થવાની સંભાવના આ સર્વેક્ષણમાં વ્યકત કરાઈ છે.
સત્તાવાર માહિતી મુજબ કેપીટલ ગુડસનું ઉત્પાદન જૂનમાં ૨૭ ટકા અને પ્રથમ કવાર્ટરમાં ૧૯ ટકા જેટલું ઘટયું છે. હવે વર્તમાન ત્રિમાસિક ગાળામાં કન્ઝયુમર ગુડસ જેવાં કે સૂર્યમુખીનું તેલ, રાયડાનું તેલ, સોયાતેલ, એર કંડીશનરો, ટીવી, પેસેન્જર કાર પર પણ અસર થવાની સંભાવના આ સર્વેક્ષણમાં બહાર આવી છે.
શનિવારે નાણાંપ્રધાન પી.ચીદમ્બરમે બેંકોને અપીલ કરી હતી કે કન્ઝયુમર ડયુરેબલ્સનાં ઈમઆઈ ઘટાડે જેથી આર્થિક પ્રગતિને વેગ મળે. સી.આઈ.આઈ.નાં ડીરેકટર જનરલ ચંદ્રજીત બેનર્જીએ પણ ઔદ્યોગિક ઉત્પાદનને વધુ ઘટતું અટકાવવા સરકાર અને આરબીઆઈને તાત્કાલિક અસરકારક પગલાં લેવાની અપીલ કરી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
જમીન પચાવવા પુત્રનો માતા ઉપર હૂમલો
'મને મારા હક્કનો પ્લોટ આપો અથવા સ્વેચ્છા મૃત્યુની મંજુરી'

હોમગાર્ડનું હેડકવાર્ટર અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવશે

૧૨ કરોડની જમીન માટે જમીન દલાલ પર હૂમલો કરી લૂંટી લીધો
વિદેશોની સરખામણીએ દેશમાં એજ્યુકેશન લોનનો લાભ ઓછો
નિફ્ટી ૫૫ પોઇન્ટ ઉછળીને ૫૪૨૧, સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ તેજીએ ૧૭૮૮૫ પાંચ મહિનાની ટોચે
ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા ૫૫૦૦૦ને પાર ઃ મક્કમ સોનું
વધુ કૃષિ કોમોડિટીઓને ૨૦૧૩ માટેના કોન્ટ્રેકટસમાંથી બાકાત રખાઈ

દ્રવિડ-લક્ષ્મણની ગેરહાજરીમાં ભારતના મીડલ ઓર્ડરની કસોટી

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગુ્રપ સ્ટેજમાં જ ટક્કર
ઈંગ્લેન્ડની વર્લ્ડ કપ ટ્વેન્ટી-૨૦ ટીમમાં પીટરસનને સ્થાન નહીં
ઈંગ્લેન્ડ અને કેપ્ટન સ્ટ્રાઉસ સામે પુનઃપ્રતિષ્ઠા મેળવવાનો પડકાર
નેહરૃ કપ ફૂટબોલમાં આજે ભારત-સિરિયા વચ્ચે જંગ
ઊંચા વ્યાજના દરો અને ખરાબ ચોમાસાની બીજા ત્રિમાસિકનાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થશે

આંતરરાષ્ટ્રીય બજારોની નરમાઈને પગલે ભારતમાં પણ કોફીના લિલામમાં ઢીલાશ

 
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved