Last Update : 22-August-2012,Wednesday

 

રીટેલ ફુગાવો ઘટીને ૯.૮૬% ઃ આઇટી, પાવર, બેંકિંગ, રીયાલ્ટી શેરોમાં તેજી
નિફ્ટી ૫૫ પોઇન્ટ ઉછળીને ૫૪૨૧, સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ તેજીએ ૧૭૮૮૫ પાંચ મહિનાની ટોચે

એફઆઇઆઇ અવિરત લેવાલ ઃ અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજી


(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, મંગળવાર
મુંબઇ શેરબજારોમાં આજે ટ્રેડીંગની શરૃઆત ઇન્ફોસીસની તરફેણમાં યુ.એસ.ના પજવણી કેસમાં ચૂકાદાને પગલે આઇટી શેરોમાં ફંડોની લેવાલીની આગેવાનીએ અને એફએમસીજી જાયન્ટ હિન્દુસ્તાન યુનીલીવર સાથે પાવર શેરોમાં રિલાયન્સ પાવર દ્વારા કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ(કેગ)ના કોલસાની ખાણો મામલે રીપોર્ટ મુદ્દે સ્પષ્ટતા પાછળ પાવર- કેપિટલ ગુડઝ શેરો અને મ્યુચ્યુઅલ ફંડોના વિકાસ માટે સેબી દ્વારા તાજેતરમાં ધારાધોરણોમાં ફેરફારની પોઝિટીવ અસરે એચડીએફસીની અગ્રેસરતામાં ફાઇનાન્શિયલ સર્વિસિઝ શેરોમાં આકર્ષણે પોઝિટીવ થયો હતો. સેન્સેક્ષ આગલા બંધ ૧૭૬૯૧.૦૮ સામે ૧૭૭૦૫.૧૪ મથાળે ખુલીને આરંભમાં ૬૦થી ૭૦ પોઇન્ટનો સુધારો બતાવતો હતો. જે જુલાઇ મહિનાનો રીટેલ ફુગાવો મોંઘવારીનો આંક જૂનના ૯.૯૩ ટકાની તુલનાએ ઘટીને ૯.૮૬ ટકા જાહેર થતાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ૧૭, સપ્ટેમ્બરના ધિરાણ નીતિની થનારી સમીક્ષા સમયે અથવા એ પૂર્વે વ્યાજ દરોમાં ઘટાડાની અપેક્ષા વધતા અને નાણા પ્રધાન પી. ચિદમ્બરમે પણ બેંકોને લોનો સસ્તી કરવા કરેલી તાકીદની પોઝિટીવ અસરે છેલ્લા કલાકમાં બેંકિંગ, ઓટો શેરોમાં લેવાલી વધતા સેન્સેક્ષ તેજીની ઝડપી ચાલે ૧૮૦૦૦ તરફ કૂચ કરી એક સમયે ૨૦૭.૨૭ પોઇન્ટના ઉછાળે ઉપરમાં ૧૭૮૯૧.૩૫ની પાંચ મહિનાની નવી ઉંચાઇ બનાવી અંતે ૧૯૪.૧૮ પોઇન્ટના ઉછાળે ૧૭૮૮૫.૨૬ બંધ રહ્યો હતો.
ફુગાવો ઘટીને ૯.૮૩ ટકા ઃ કેગના રીપોર્ટ બાદ રિલાયન્સ પાવરની સ્પષ્ટતા, યુરોપ પાછળ શેરોમાં તેજી
કોલસાના માઇનીંગ કૌભાંડમાં લિલામથી ફાળવણી નહીં કરીને યુપીએ સરકારે સરકારની તિજોરીને રૃા. ૧.૮૬ લાખ કરોડની નુકસાની કરાવી હોવાના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના (કેગ)ના ગત સપ્તાહના અંતે રીપોર્ટ અને અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટોની ફાળવણીમાં પણ અમુક કંપનીઓની તરફેણ કરાઇ હોવાના આક્ષેપો બાદ સીબીઆઇ તપાસના અહેવાલ અને વિરોધ પક્ષોના વિરોધ વચ્ચે સંસદના બન્ને ગૃહોની કાર્યવાહી આજે પણ ખોરવાયા છતાં પાવર કંપની રિલાયન્સ પાવરની સ્પષ્ટતાની પોઝિટીવ અસરે પાવર શેરોમાં તેજીનો કરંટ જોવાયો હતો. ફુગાવાનો રીટેલ આંક જૂનના ૯.૯૩ ટકાની તુલનાએ જુલાઇમાં ઘટીને ૯.૮૬ ટકા આવતા અને યુરોપના બજારો પણ પોઝિટીવ ખુલતા છેલ્લા કલાકમાં શેરોમાં તેજીની તીવ્રતા વધી હતી.
નિફ્ટી સ્પોટ આઇટી, પાવર, સિમેન્ટ, બેંકિંગ, લીવર શેરોની તેજીએ ૫૪૦૦ કુદાવી ૫૪૨૫ની પાંચ મહિનાની ટોચે
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૩૬૬.૩૦ સામે ૫૩૬૮.૭૦ મથાળે ખુલીને શરૃઆતથી ઇન્ફોસીસ, ટીસીએસ, એનટીપીસી, એચડીએફસી, ટાટા મોટર્સ, હિન્દુસ્તાન યુનીલીવરની તેજી સાથે સ્ટરલાઇટ, સેસાગોવા, એસીસી, અંબુજા સિમેન્ટ બાદ આઇડીએફસી, ગેઇલ બાદ ડીએલએફ, આઇસીઆઇસીઆઇ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિતના બેંકિંગ શેરોમાં છેલ્લા કલાકમાં આક્રમક તેજીએ ૫૪૦૦ની સપાટી કુદાવી જઇ ઉપરમાં ૫૪૨૫.૧૫ સુધી પહોંચી જઇ અંતે ૫૪.૭૦ પોઇન્ટના ઉછાળે ૫૪૨૧ બંધ રહ્યો હતો.
ટેક્નીકલી નિફ્ટી ૫૩૫૦ના સપોર્ટ નજીકનો ટ્રેન્ડ પોઝિટીવ ઃ ઓગસ્ટ ફ્યુચર ૫૪૪૭ બોલાયો
ટેક્નીકલી નિફ્ટી બેઝડ નજીકનો ટ્રેન્ડ હજુ પોઝિટીવ બતાવાઇ રહ્યો છે. ટેક્નીકલી નિફ્ટી સ્પોટ ૫૩૫૦ નીચે બંધ આવ્યા બાદ જ નજીકનો ટ્રેન્ડ બદલાશે. નિફ્ટી ઓગસ્ટ ફ્યુચર ૨,૦૦,૬૬૩ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૫૪૩૬.૨૫ કરોડના ટર્નઓવરે ૫૩૮૨.૨૫ સામે ૫૩૮૫ ખુલી ૫૩૭૩.૦૫ થઇ ઉપરમાં ૫૪૪૭.૦૫ સુધી જઇ અંતે ૫૪૪૨.૩૦ હતો.
નિફ્ટીના કોલ વેચનારા પુટ ખરીદનારા નામી દિગ્ગજો ટ્રેપમાં! ૫૫૦૦નો કોલ ૧૦.૬૦થી ઉછળીને ૧૮.૧૦
નિફ્ટીની વન સાઇડ તેજીમાં હવે ૫૩૮૫ની મહત્વની સપાટી પાર કરી જતાં નિફ્ટીમાં કોલ વેચીને પુટ મોટાપાયે ખરીદનારા ખેલંદાઓ- નામી દિગ્ગજો ટ્રેપમાં આવી ગયાની ચર્ચા હતી. નિફ્ટી ૫૪૦૦નો કોલ ૪,૫૪,૦૩૯ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૨૩૭૭.૮૨ કરોડના ટર્નઓવરે ૪૦.૧૫ સામે ૪૦.૩૦ ખુલી ૩૮.૭૦ થઇ ઉપરમાં ૬૯.૬૦ સુધી જઇ અંતે ૬૬ હતો. જ્યારે નિફ્ટી ૫૫૦૦નો કોલ ૩,૬૦,૬૯૨ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૯૯૪૫.૫૦ કરોડના ટર્નઓવરે ૧૦.૬૦ સામે ૧૧.૩૦ ખુલી નીચામાં ૯.૩૦થી ઉપરમાં ૧૯.૯૫ સુધી જઇ અંતે ૧૮.૧૦ હતો.
નિફ્ટી ૫૪૦૦ના પુટ ૪૦ની એવરેજમાં ૨૯ લાખ વેચાયા ઃ ૫૩૦૦નો પુટ ૨૨થી તૂટીને ૮
નિફ્ટી ૫૩૦૦નો પુટ ૩,૯૯,૪૫૧ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૦૬૧૧.૦૭ કરોડના ટર્નઓવરે ૨૨.૦૫ સામે ૧૯.૧૦ ખુલી ૨૦.૭૦ થઇ નીચામાં ૮ સુધી પટકાઇ અંતે ૮.૩૦ હતો. નિફ્ટી ૫૨૦૦નો પુટ ૧,૯૦,૬૦૭ કોન્ટ્રેક્ટસમાં ૭.૯૦ સામે ૬.૫૦ ખુલી ૬.૮૦ થઇ નીચામાં ૩.૨૦ સુધી ગબડીને અંતે ૩.૪૦ હતો. નિફ્ટી ૫૪૦૦ના પુટ આજે ૪૦ની એવરેજમાં ૨૯ લાખ વેચાયા હતા. ૫૪૦૦નો પુટ ૪,૪૮,૮૮૧ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૨૨૦૩.૯૫ કરોડના ટર્નઓવરે ૫૭.૭૦ સામે ૫૨ ખુલી ૫૫.૯૦ થઇ નીચામાં ૨૪.૩૫ સુધી ગબડી જઇ અંતે ૨૫.૮૦ હતો.
ઇન્ફોસીસ યુ.એસ.માં કંપની વિરુદ્ધ કર્મચારીના કેસમાં જીતતા શેર રૃા. ૫૬ ઉછળીને રૃા. ૨૪૦૭
ઇન્ફોસીસ ટેક્નોલોજીસ વિરુદ્ધ યુ.એસ.માં કર્મચારી જેક પાલમેર દ્વારા પજવણી હેરાનગતિના આરોપસર કરાયેલા કેસમાં યુ.એસ.ડીસ્ટ્રીક્ટ માયરોન એચ. થોમ્પસને અલ્બામા સ્ટેટ લો હેઠળ જેક પાલમેર કર્મચારી દ્વારા કરાયેલા પજવણીના કેસમાં આરોપો પાયા વિહોણા હોવાનું જણાવી કંપનીની તરફેણમાં ચૂકાદો આપતા શેરમાં આરંભથી જ ફંડોની લેવાલીએ રૃા. ૫૫.૬૫ ઉછળીને રૃા. ૨૪૦૭.૦૫, ટીસીએસ રૃા. ૨૦.૯૫ વધીને રૃા. ૧૨૯૮.૪૦, વિપ્રો રૃા. ૧.૭૫ વધીને રૃા. ૩૫૫.૪૦, ટેક મહિન્દ્રા રૃા. ૨૧.૪૫ વધીને રૃા. ૮૬૯.૧૫, ફાઇનાન્શિયલ ટેક્નોલોજી રૃા. ૧૮.૪૫ વધીને રૃા. ૮૫૦, એમ્ફેસીસ રૃા. ૬.૭૫ વધીને રૃા. ૩૮૭.૨૦, હેકઝાવેર રૃા. ૧.૧૫ વધીને રૃા. ૧૨૦.૭૦, ઓરકેલ ફીનસર્વ રૃા. ૧૭.૯૫ વધીને રૃા. ૨૯૩૦ રહ્યા હતાં.
ભારતી એરટેલને મોર્ગન સ્ટેનલીએ ડાઉનગ્રેડ કર્યો ઃ શેર લક્ષ્યાંક ઘટાડી રૃા. ૨૮૦ ઃ શેર ઘટીને રૃા. ૨૫૯
ટેલીકોમ જાયન્ટ ભારતી એરટેલને મોર્ગન સ્ટેનલી દ્વારા કંપનીના ઓપરેટીંગ માર્જીનના ભોગે ખર્ચે ટ્રાફિક બિઝનેસ વૃદ્ધિ થઇ રહી હોવાનું અને ત્રિમાસિક ધોરણે- સિકન્શીયલ ગત ચોથા ત્રિમાસિકની તુલનાએ આવક વૃદ્ધિમાં ઘટાડો અને ટેરીફ યુદ્ધથી વોઇસ કોલ્સ માટેની મીનિટ દીઠ સરેરાશ આવક ઘટી રહ્યાના નેગેટીવ પરિબળોએ શેરને ઓવર વેઇટથી ડાઉનગ્રેડ ઇકવલ વેઇટમાં મૂકી શેરનો લક્ષ્યાંક રૃા. ૩૬૬થી ઘટાડી રૃા. ૨૮૦ કરતા ફંડો-ઇન્વેસ્ટરોની વેચવાલીએ રૃા. ૩.૪૫ ઘટીને રૃા. ૨૫૮.૬૫ રહ્યો હતો.
રિલાયન્સ પાવરની સ્પષ્ટતાએ પાવર શેરોમાં તેજીનો કરંટ ઃ ટાટા પાવર, એનટીપીસીમાં આકર્ષણ
અલ્ટ્રા-મેગા પાવર પ્રોજેક્ટોની ફાળવણીમાં અમુક કંપનીઓની તરફેણ કરાઇ હોવાના અને કોલસાની ખાણોની ફાળવણીમાં પણ લિલામ નહીં યોજી સાથે ફાળવાયેલ પ્રોજેક્ટચોને બદલે કોલસો અન્ય પાવર પ્રોજેક્ટો માટે ઉપયોગમાં લેવાયાના કેગના રીપોર્ટ બાદ રિલાયન્સ પાવરે કરેલી સ્પષ્ટતામાં તેને વર્ષ ૨૦૦૮માં ૪૦૦૦ મેગાવોટના સાસન અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટ માટે ફાળવાયેલી ત્રણ ખાણોમાંથી વધારાના કોલસાના ઉપયોગની મંજૂરીનો નિર્ણય એમ્પાવર્ડ ગુ્રપ ઓફ મીનીસ્ટર્સ દ્વારા વર્ષ ૨૦૦૮ અને ફરી વર્ષ ૨૦૧૨માં લેવાયાનું સ્પષ્ટ કરતા પાવર શેરોમાં આકર્ષણે રિલાયન્સ પાવર રૃા. ૧.૨૫ વધીને રૃા. ૮૮.૯૫, ટાટા પાવર રૃા. ૨.૪૫ વધીને રૃા. ૯૯.૮૦, એનટીપીસી રૃા. ૫.૨૫ વધીને રૃા. ૧૭૩.૫૦, રિલાયન્સ ઇન્ફ્રા. રૃા. ૩.૭૫ વધીને રૃા. ૫૧૪.૭૦, જેએસડબલ્યુ એનર્જી રૃા. ૪૯.૮૫ રહ્યા હતાં.
મ્યુચ્યુઅલ ફંડોને પ્રોત્સાહનોએ રિલાયન્સ કેપિટલ, એચડીએફસી, આઇડીએફસી ઉંચકાયા
મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના વિકાસ માટે તાજેતરમાં મૂડી બજાર નિયામક તંત્ર સેબીએ ધારાધોરણોમાં ફેરફારો કરીને વધારાના ખર્ચની વસૂલાતની મંજૂરી સાથે ગ્રામીણ ક્ષેત્રોમાં મ્યુ. ફંડોની પહોંચ વધારવા પ્રોત્સાહનો આપતા અને મ્યુ. ફંડોના ફંડ મેનેજરોને ફંડોની સ્કીમની કામગીરી- પરફોર્મન્સ બેન્ચમાર્ક ઇન્ડેક્ષ સાથે સાંકળી લેવાના કરેલા ફેરફારથી મોટા મ્યુચ્યુઅલ ફંડોને કાયદો થવાના આકર્ષણે ફાઇનાન્શિયલ શેરોમાં આકર્ષણ હતું. રિલાયન્સ કેપિટલ રૃા. ૧૯.૧૫ વધીને રૃા. ૩૭૧.૨૫, એચડીએફસી રૃા. ૨૦.૮૦ ઉછળીને રૃા. ૭૩૨.૯૦, સ્ટેટ બેંક રૃા. ૧૭.૫૫ વધીને રૃા. ૧૯૧૩.૮૫, આઇડીએફસી રૃા. ૩.૬૦ વધીને રૃા. ૧૪૪.૨૫, આઇસીઆઇસીઆઇ બેંક રૃા. ૧૨.૩૦ વધીને રૃા. ૯૭૪, આદિત્ય બિરલા નુવો રૃા. ૧૮.૪૦ વધીને રૃા. ૮૦૭.૧૫ રહ્યા હતાં.
સિમેન્ટ શેરોમાં નવેસરથી તેજીનું ચણતર ઃ અંબુજા સિમેન્ટ, એસીસી, સેન્ચુરી ટેક્સટાઇલ વધ્યા
સિમેન્ટ કંપનીઓના શેરોમાં પણ નવેસરથી તેજીના ચણતરે અંબુજા સિમેન્ટ રૃા. ૫.૭૫ ઉછળીને રૃા. ૧૯૪.૯૦, એસીસી રૃા. ૩૨.૩૦ વધીને રૃા. ૧૩૬૦, જય પ્રકાશ એસોસીયેટસ રૃા. ૧.૬૫ વધીને રૃા. ૭૭.૨૫, સેન્ચુરી ટેક્સટાઇલ્સ રૃા. ૩.૪૦ વધીને રૃા. ૩૨૫.૧૦, હેડલબર્ગ સિમેન્ટ રૃા. ૨.૮૦ ઉછળીને રૃા. ૪૩.૪૦, મદ્રાસ સિમેન્ટ રૃા. ૩.૮૦ વધીને રૃા. ૧૮૦.૫૦, પ્રિઝમ સિમેન્ટ રૃા. ૫૧.૬૦ ઇન્ડિયા સિમેન્ટ રૃા. ૨.૧૫ વધીને રૃા. ૮૬.૯૦ રહ્યા હતાં.
રબરના ભાવ રેકોર્ડ ઊંચાઇથી ૫૯ ટકા ઘટી ગયા ઃ ટાયર શેરો સીઆટ, એમઆરએફ, જેકે, અપોલો ઉછળ્યા
ટાયર કંપનીઓને કાચામાલ રબ્બરના ભાવોમાં તીવ્ર ઘટાડાનો ફાયદો થતાં નફાશક્તિ વધવાના અંદાજોએ શેરોમાં લેવાલી હતી. ચીનમાં મંદ આર્થિક વૃદ્ધિથી ટોક્યોમાં રબર ફ્યુચરના ભાવ ફેબુ્રઆરી ૨૦૧૧ની રેકોર્ડ ઉંચાઇથી હવે ૫૯ ટકા ગબડી આવ્યા હોઇ રબરની પડતર ટાયર કંપનીઓ માટે ઘટતા ટાયર કંપનીઓને ફાયદા પાછળ શેરોમાં લેવાલી સીએટ રૃા. ૧૦.૩૫ ઉછળીને રૃા. ૧૨૦.૦૫, એમઆરએફ રૃા. ૨૬૮.૭૦ વધીને રૃા. ૧૧૦૭૫.૧૫, જેકે ટાયર રૃા. ૭.૬૦ વધીને રૃા. ૧૧૫.૬૦, અપોલો ટાયર્સ રૃા. ૩.૮૫ વધીને રૃા. ૯૫.૧૦ રહ્યા હતાં.
હિન્દુસ્તાન યુનીલીવર રૃા. ૫૧૪ રેકોર્ડ નવી ઉંચાઇએ ઃ ગેઇલ, ટાટા મોટર્સ, ઓએનજીસીમાં તેજી
એફએમસીજી જાયન્ટ હિન્દુસ્તાન યુનીલીવરમાં એફઆઇઆઇ હાઇ નેટવર્થ ઇન્વેસ્ટરોની અવિરત ખરીદીએ શેર રૃા. ૧૧.૪૦ ઉછળીને રૃા. ૫૧૩.૫૦, ગેઇલ ઇન્ડિયા રૃા. ૯.૩૦ વધીને રૃા. ૩૬૯.૮૫, ટાટા મોટર્સ રૃા. ૫.૭૦ વધીને રૃા. ૨૪૬.૧૫, ઓએનજીસી રૃા. ૪.૯૦ વધીને રૃા. ૨૮૬.૮૦, સિપ્લા રૃા. ૫.૦૫ વધીને રૃા. ૩૫૯.૯૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃા. ૧૬.૯૫ વધીને રૃા. ૭૮૪.૦૫, લાર્સન એન્ડ ટુબ્રો કન્સ્ટ્રક્શન માટે રૃા. ૨૦૦૦ કરોડના નવા ઓર્ડરો મળતા રૃા. ૧૪.૧૦ વધીને રૃા. ૧૪૬૬.૭૫, બજાજ ઓટો રૃા. ૧૫.૬૦ વધીને રૃા. ૧૭૧૨.૧૦, ભેલ રૃા. ૨.૬૦ વધીને રૃા. ૨૩૧.૬૫ રહ્યા હતાં.
'બી' ગુ્રપના ૧૧૧ શેરોમાં તેજીની સર્કિટ ઃ ૧૫૦૪ શેરો ઉંચકાયા ઃ સ્મોલ-મિડ કેપ શેરોમાં વધતું આકર્ષણ
સ્મોલ-મિડ કેપ, 'બી' ગુ્રપના પસંદગીના શેરોમાં પણ ફંડો, ઇન્વેસ્ટરોની લેવાલીના આકર્ષણે માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. કુલ ૨૯૯૪ સ્ક્રીપમાં થયેલા ટ્રેડીંગમાંથી વધનાર સંખ્યા ૧૫૦૪ અને ઘટનારની ૧૩૫૫ રહી હતી. 'બી' ગુ્રપના ૧૧૧ શેરોમાં તેજીની સર્કિટ સામે ૭૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ હતી.
એફઆઇઆઇની રૃા. ૧૪૧ કરોડની ચોખ્ખી ખરીદી ઃ ડીઆઇઆઇની રૃા. ૧૪૨ કરોડની વેચવાલી
એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે - મંગળવારે કેશ સેગ્મેન્ટમાં રૃા. ૧૪૧.૩૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃા. ૨૨૨૦.૯૧ કરોડના શ ેરોની ખરીદી સામે કુલ રૃા. ૨૦૭૯.૫૪ કરોડના શેરોની વેચવાલી હતી. જ્યારે ડીઆઇઆઇ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃા. ૧૪૧.૬૫ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃા. ૧૦૨૨.૭૩ કરોડના શ ેરોની ખરીદી સામે કુલ રૃા. ૧૧૬૪.૩૭ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.
યુરોપમાં ૧૦થી ૩૦ પોઇન્ટનો સુધારો ઃ સાંઘાઇ, તાઇવાન વધ્યા ઃ નિક્કી, હેંગસેંગ ઘટયા
એશીયાના અન્ય દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ઇન્ડેક્ષ ૧૪.૨૪ પોઇન્ટ ઘટીને ૯૧૫૬.૯૨, હોંગકોંગનો હેંગસેંગ ૪.૧૮ પોઇન્ટ ઘટીને ૨૦૧૦૦, ચીનનો સાંઘાઇ કોમ્પોઝિટ ઇન્ડેક્ષ ૧૧.૩૧ પોઇન્ટ વધીને ૨૧૧૮.૨૭, તાઇવાન વેઇટેજ ૭૪.૯૦ પોઇન્ટ વધીને ૭૫૦૬.૮૧ રહ્યા હતા. યુરોપના દેશોના બજારોમાં સાંજે ચાલુ બજારે ૧૦થી ૩૦ પોઇન્ટનો સુધારો હતો.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
જમીન પચાવવા પુત્રનો માતા ઉપર હૂમલો
'મને મારા હક્કનો પ્લોટ આપો અથવા સ્વેચ્છા મૃત્યુની મંજુરી'

હોમગાર્ડનું હેડકવાર્ટર અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવશે

૧૨ કરોડની જમીન માટે જમીન દલાલ પર હૂમલો કરી લૂંટી લીધો
વિદેશોની સરખામણીએ દેશમાં એજ્યુકેશન લોનનો લાભ ઓછો
નિફ્ટી ૫૫ પોઇન્ટ ઉછળીને ૫૪૨૧, સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ તેજીએ ૧૭૮૮૫ પાંચ મહિનાની ટોચે
ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા ૫૫૦૦૦ને પાર ઃ મક્કમ સોનું
વધુ કૃષિ કોમોડિટીઓને ૨૦૧૩ માટેના કોન્ટ્રેકટસમાંથી બાકાત રખાઈ

દ્રવિડ-લક્ષ્મણની ગેરહાજરીમાં ભારતના મીડલ ઓર્ડરની કસોટી

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગુ્રપ સ્ટેજમાં જ ટક્કર
ઈંગ્લેન્ડની વર્લ્ડ કપ ટ્વેન્ટી-૨૦ ટીમમાં પીટરસનને સ્થાન નહીં
ઈંગ્લેન્ડ અને કેપ્ટન સ્ટ્રાઉસ સામે પુનઃપ્રતિષ્ઠા મેળવવાનો પડકાર
નેહરૃ કપ ફૂટબોલમાં આજે ભારત-સિરિયા વચ્ચે જંગ
ઊંચા વ્યાજના દરો અને ખરાબ ચોમાસાની બીજા ત્રિમાસિકનાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થશે

આંતરરાષ્ટ્રીય બજારોની નરમાઈને પગલે ભારતમાં પણ કોફીના લિલામમાં ઢીલાશ

 
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved