Last Update : 22-August-2012,Wednesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૨-૦૮-૨૦૧૨, બુધવાર
અધિક ભાદરવા સુદ પાંચમ
સાયન સૂર્ય કન્યામાં/ આજથી શરદ ૠતુનો પ્રારંભ.
તૈલી ચીજવસ્તુઓના ભાવ વધે ?

 

દિવસના ચોઘડિયા ઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા ઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૬ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૨ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૦ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૦૭ મિ. (સૂ) ૭ ક. ૦૯ મિ. (મું) ૭ ક. ૧૦ મિ.
જન્મ રાશિ ઃ આજે જન્મેલ બાળકની કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ ચિત્રા બપોરના ૨ ક. ૩૬ મિ. સુધી પછી સ્વાતિ.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-સંિહ, મંગળ-તુલા, બુધ-કર્ક, ગુરૂ-વૃષભ, શુક્ર-મિથુન, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-કન્યા.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન શરદ ૠતુ રા.દિ. શ્રા. ૩૧
માસ-તિથિ-વાર- અધિક ભાદરવા સુદ પાંચમ
- સાયન સૂર્ય કન્યામાં ૨૨ ક. ૩ મિ. થી આજથી શરદ ૠતુનો પ્રારંભ
- મજીઠ, નારિયેળ, તિલ, તેલ, ઘી, કપાસ મોંઘા ?
મુસલમાની હિજરીસન ૧૪૩૩ શવ્વાલ માસનો ૪ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ફરવરદીન માસનો ૫ રોજ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ શરદ ૠતુના પ્રારંભે આજે આપનું હૃદય-મન વ્યગ્ર રહ્યા કરે. નોકરી-ધંધાના, ઘર પરિવાર, મિત્રવર્ગના પ્રશ્ને ચંિતા રહે.

 

વૃષભ ઃ આજથી શરદ ૠતુનો પ્રારંભ થાય છે, પરંતુ આપ આનંદ-ઉત્સાહથી આજનું કામકાજ કરી શકો, જુના સંબંધો તાજા થાય.

 

મિથુન ઃ નોકરી-ધંધાના કામમાં ફાયદો-લાભ થાય. સંતાનના કામમાં ઘ્યાન આપી શકો. પરદેશના કામ અંગે ચંિતા રહે.

 

કર્ક ઃ હરો ફરો, કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ જણાય નહીં. નાણાંકીય પ્રશ્ને, મકાન, જમીન, વાહનના પ્રશ્ને ચંિતા રહે.

 

સંિહ ઃ શરદ ૠતુના પ્રારંભે આજે નોકરી-ધંધાના કામ અંગે કોઇને મળવાનું થાય. ચર્ચા વિચારણા થાય. વિલંબમાં પડેલ કામ ઉકેલાય.

 

કન્યા ઃ કૌટુંબીક પ્રતિકુળતા, આંખમાં, શરીરમાં દર્દ પીડાના કારણે તમારા રોજીંદા કામમાં તકલીફ અનુભવો. માનસિક તણાવ રહે.

 

તુલા ઃ નોકરી-ધંધાના કામની સફળતા-પ્રગતિથી, સગા સંબંધી મિત્રવર્ગની મુલાકાતથી આનંદમાં રહો. પત્ની-સંતાનનું કામ થાય.

 

વૃશ્ચિક ઃ રસ્તામાં આવતાં જતા, રસ્તો ક્રોસ કરતા, વાહન ચલાવતા સાવધાની, જાગૃતિ રાખવી. બેંકના નાણાંના કામમાં સાવધ રહેવું.

 

ધન ઃ નોકરી-ધંધામાં આવક થાય. ઉઘરાણીના નાણાં આવવાથી, કામ ઉકેલાવાથી હળવાશ રાહત, આનંદમાં રહો. સંતાનનું કામ થાય.

 

મકર ઃ નોકરી-ધંધામાં રાજકીય- સરકારી - ખાતાકીય કામકાજમાં સાનુકુળતા રહે. પરંતુ શરદ ૠતુના પ્રારંભે આજે આરોગ્ય સાચવવું.

 

કુંભ ઃ તમારી ગણત્રી-ધારણા પ્રમાણેનું કામ નોકર, ચાકર, કારીગર, ભાગીદારવર્ગની તકલીફના કારણે સમયસર થઇ શકે નહીં.

 

મીન ઃ આજે શરદ ૠતુના પ્રારંભે આપે તન- મન- ધનથી, વાહનથી સંભાળવું પડે. લપસી પડવાથી, પડવા વાગવાથી તકલીફ થાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૨-૦૮-૨૦૧૨, બુધવાર

 

આજથી શરૂ થતા જન્મ વર્ષના પ્રારંભે આરોગ્યની કાળજી રાખવી. દિવાળી સુધીનો સમય તન- મન-ધનથી, વાહનથી સંભાળવું પડે. સામાન્ય ચંિતા-ખર્ચ વધી જાય નહીં તેની તકેદારી, સાવધાની રાખવી. વર્ષના ઉત્તરાર્ધમાં જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ તમે ચંિતા મુકત થતા જાવ

 

- વિશેષમાં - * વર્ષની શરૂઆતમાં માનસિક તણાવ રહે. બિમારી- આક્ષેપ- અપયશથી સંભાળવું. નોકરી-ધંધાના નાણાંકીય કામમાં, બેંકના ઇન્કમટેક્ષના કામમાં સાવધાની, જાગૃતિ રાખવી.

 

* પેટ, કમર, ગુદાના, પેશાબના ભાગમાં દર્દ પીડાથી સંભાળવું. ચક્કર, માથામાં, દર્દ પીડાથી તકલીફ અનુભવાય. વર્ષના ઉત્તરાર્ધમાં પીડા ઓછી થાય.

 

* સ્ત્રીવર્ગને ગાયનેક તકલીફથી સંભાળવું પડે. પતિ-સંતાનની પ્રગતિ થાય, ધર્મકાર્ય થાય.

 

* વિદ્યાર્થીવર્ગને પરીક્ષા સમયે આરોગ્યની કાળજી રાખવી. વર્ષના ઉત્તરાર્ધમં સ્થળાંતર થાય.

 

 

સુપ્રભાતમ્

- સંિહના તીણા નખના પંજાથી છૂટી ગયેલાં અને લોહીથી રાતાં થઈ ગયેલાં મોતીને પાકાં બોર જાણીને ભીલડીએ લઈ લીધા પછી તેને સરોવરમાં ધોતાં સફેદ મોતી જાણી લીધાં પછી (ખાવા માટે નકામા જાણીને) જંગલમાં જ ફેંકી દીધાં !
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગને પુત્ર લલ્લુને એક દિવસ કહ્યું, ‘‘તને ખબર છે ને કે દરરોજ ચા પીવાથી બાળકોનો રંગ કાળો થઈ જાય ? એટલે તું રોજ દૂધ પીશ તો ગોરો ગોરો થઈશ.’’
‘‘પણ પપ્પા,’’ લલ્લુ બોલ્યો, ‘‘હું રોજ કોફી પીઉં તો ?’’

[Top]
 

આજ ની રેસીપી

મન મોંહી લે તેવી દહીંની વાનગીઓ

બકાલા રાઈસ (કન્નડ ડિશ)

 

સામગ્રી ઃ ૫૦૦ ગ્રામ ચોખા, ૧ મોટી કાકડી, ૮-૧૦ નંગ લીલી સીડલેસ (બી વગરની), દ્રાક્ષ, એક ઈંચ આદુનો ટુકડો, એક નંગ કાચી કેરી, એક ચપટી સાકર, અડધો કિલો દહીં, ૧૦૦ ગ્રામ મેંદાની ઝીણી સેવ (વર્મીસેલી), મીઠું સ્વાદ પ્રમાણે.

 

રીત ઃ સૌ પ્રથમ ભાત બનાવી લેવા પાણી જરા વધારે નાખવું. તેથી ભાત જરા નરમ રહે. છૂટા ન કરવા. મેંદાની સેવ પણ બાફી લેવી. ત્યાર પછી કાકડી કેરીના ઝીણા ટુકડા કરી ભાતમાં નાખી ખૂબ મિક્સ કરવા. ઉપરથી દહીં નાખી ભાતને ખૂબ જ મિક્સ કરવા. ભાતનો દાણો દેખાય નહીં તેમ મિક્સ કરવા. તેમાં જોઈતા પ્રમાણમાં મીઠું તથા ચપટી સાકર નાખવી. તેની ઉપર બાફેલી સેવ તથા કોથમીર અને જોઈએ તો લીલા મરચાંના ટુકડા પાથરો. શણગારવું તેમ જ ઉપરથી ઘીમાં જીરાનો વધારો કરવો. (વઘાર જરૂરી નથી.) આ વાનગી ગરમીની સીઝનમાં ખૂબ જ ઠંડક આપે છે તેમ જ થાક ઉતારી નાખે છે.

 

[Top]
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved