Last Update : 21-August-2012, Tuesday

 

શાહરુખ ‘પુસ્તક-પ્રેમી’ થઈ ગયો??

- મન્નુ શેખચલ્લી

 

કહે છે કે શાહરુખ ખાન મુંબઈના એક બુક-સ્ટોરમાં બે માણસને લઈને ગયો અને સ્ટોરમાં જેટલી ચોપડીઓ હોલીવૂડ કે બોલીવૂડને લગતી હતી તે બધી ખરીદીને હાલતો થયો!
યાર, મામલો શું છે?...
* * *
હકીકતમાં તો શાહરુખ એક જ ચોપડી ખરીદવા માગતો હતો ઃ ‘‘હાઉ ટુ ડુ એક્ટીંગ...’’
પણ એ ચોપડીને છુપાવવા માટે જ શાહરુખે બીજી સો ચોપડીઓ લેવી પડી!
* * *
બીજી શક્યતા એ છે કે શાહરુખે એની ઓફીસનું જે નવું ઈન્ટિરીયર કરાવડાવ્યું છે એમાં ડિઝાઈનરે ૪૦ ફૂટ બાય ૧૦ ફૂટનુ કબાટ ‘બુક-જેકેટ્‌સ’ ગોઠવવા માટે રખાવ્યું હશે!
* * *
જોકે શાહરુખનો ઘમંડી સ્વભાવ જોતાં એવું પણ બને કે જે જે બુક્સમાં એનું નામ ના હોય તેનો ઉપયોગ તે પોતાના બંગલાના ટોઈલેટમાં કરશે!
* * *
એક ખાનગી અફવા એવી છે કે મુંબઈની ખ્યાતનામ એશિયાટીક લાયબ્રેરીમાં શાહરુખ ધૂસવા જતો હતો ત્યારે એને એક સિક્યોરીટીવાળાએ અટકાવ્યો હતો! એટલે...
* * *
શાહરુખ ખાન રજનીકાન્તને બતાડી દેવા માગે છે કે હું પણ એક જ નજર ફેરવીને આટલી બધી ચોપડીઓ વાંચી શકું છું... હેહેહેહે...
* * *
બિચારો શાહરુખ હજી પોતાની જાતને ‘રા.વન’નો સુપર-રોબોટ ‘જી-વન’ સમજે છે!
* * *
એકચ્યુલી તો શાહરુખે ફ્‌લીપકાર્ટ.કોમની તમામ ચોપડીઓ ખરીદી લેવાનો ઓર્ડર નોંધાવ્યો હશે. પણ સામેથી જવાબ આવ્યો હશે કે તમારા ‘ગોડાઉન’નું સરનામું લખાવશો, પ્લીઝ? એટલે...
* * *
એ બઘું છોડો, મેઈન કારણ એ છે કે શાહરુખ ઉપર ઊંઘની દવાઓની અસર થતી નથી!
* * *
જો કે ઉપરની વાત ખોટી છે. કારણ કે જો એવું જ હોત તો શાહરુખે આઘુનિક હિન્દી કવિતાઓનાં પુસ્તકો ના ખરીદ્યાં હોત?
* * *
હવે ખબર પડી. શાહરુખ આમિર ખાનને બતાડવા માગે છે કે હું પણ ‘ઈન્ટેલિજન્ટ’ દેખાઈ શકું છું!
* * *
જોકે હકીકત એ છે કે શાહરુખે માત્ર ૧૫-૨૦ હજારના ખર્ચામાં આટલી પબ્લિસીટી લઈ લીધી...

Share |
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved