Last Update : 21-August-2012, Tuesday

 

વિશ્વ ક્ષેત્રના ‘બેઉ બળીયા બાથે વળગ્યા’ જેવી સ્થિત
ઍપલ અને સૅમસંગ વચ્ચે પૅટન્ટ અંગેની લીગલ વૉર

 

- પેટન્ટ, ડીઝાઇન, લોગો વગેરે મુદ્દે બંને કંપનીઓ આમને-સામને

 

ઍપલ અને સેમસંગ વચ્ચેની કોપી રાઇટ સહિતના મુદ્દાની લીગલ ફાઇટ અંતિમ તબક્કામાં છે. આજકાલમાં તેનો ચુકાદો આવે એવી સંભાવના છે. ઍપલ અને સેમસંગ એ ઇન્ટરનેટ તેમજ મોબાઈલ માઘ્યમોમાં છવાઈ ગયેલા નામ છે. ભાગ્યે જ કોઇ એવું હશે કે જેણે તે બંને કંપનીના નામ સાંભળ્યા ના હોય !! વિશ્વના દરેક દેશમાં આ બંને કંપનીઓ લોકજીભે ચઢેલી છે પરંતુ બંને કંપનીઓની તીવ્ર સ્પર્ધા પણ વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
અમેરિકન અને કોરિયન કંપની વચ્ચેની આ લીગલ ફાઇટ વિશ્વભરના પેટન્ટ વિવાદને પણ સપાટી પર લાવી રહી છે.
આ બંને વચ્ચેની વૉર પેટન્ટની વિગતો, આઇકોનની ડિઝાઇન અને સ્ટાન્ડર્સના સેટીંગ અંગે લડાઇ રહી છે. કોનું પલ્લું ભારે છે તે કહેવું અઘરું છે કેમ કે ‘બેઉ બળીયાં બાથે વળગ્યા જેવી સ્થિતિ છે. અમેરિકાની કંપની સામે બહારના દેશની કંપની શંિગડા ભરાવે ત્યારે સૌની નજર ખેંચાય તે સ્વભાવિક છે. ઇન્ટરનેટનો ભાવ વધારવામાં અમેરિકા ટોચનું સહાયક છે. ઍપલ પણ શરૂઆથી જ ટોચની કંપની હતી. સેમસંગ નંબર-ટુ હતી. પરંતુ હવે તે ઍપલને ટકરાઇને આગળ નીકળવા પ્રયાસ કરી રહી છે.
પેટન્ટ ક્ષેત્રે કોપી રાઇટ અંગે ફેસબુક, ટવીટર જેવી અનેક નામાંકિત કંપનીઓ પેટન્ટ વૉરમાં અટવાઈ છે સંખ્યાબંધ કેસોમાં અબજો રૂપિયાની ચૂકવણી થઇ છે. ઘણાં કેસો હજુ પેન્ડીંગ છે. ફેસબુકના આઇપીઓને મળેલા નબળા પ્રતિસાદનું કારણ એ છે કે તેની સામે પેટન્ટ અંગેના ઘણાં કેસો છે અને તે સામે જો તે હારશે તો તેને કરોડો રૂપિયા ચૂકવવા પડશે. માઇક્રો બ્લોગીંગ સાઇટ ટવીટરની પણ આ દશા છે. એટલે તો તેના બીજા બે ભાગીદારો ટવીટર જેવી નવી સાઇટ તૈયાર કરી રહ્યા છે. જેમાં ટવીટરની જેમ ૧૪૦ શબ્દો નહીં પણ વઘુ શબ્દો સમાવી શકાશે.
ઍપલ એવો આક્ષેપ કરે છે કે કોરિયન ઇલેકટ્રોનિક મેન્યુફેકચર - ‘સેમસંગ’ અમારા મહત્વના સોફટવેરની કોપી કરે છે અને પોતાના નામે ચઢાવી દે છે અને વિશ્વમાં એવો દાવો કરે છે કે આ સંશોધન અમે કરેલું છે.
દરેક કંપની આવો દાવો કરે છે. તે પોતાનું સંશોધન કર્યા વગર બીજાનો આઇડીયા વાપરે છે અને પછી જયારે કોઇ પડકારે ત્યારે કયાં તો રોયલ્ટી ચૂકવવા તૈયાર થઇ જાય છે અથવા તો મામલો કોર્ટમાં ખેંચી જાય છે. ભારતીય કંપનીઓ પણ આવી મોટી જાયન્ટ કંપનીઓને પડકારે છે પરંતુ લીગલ વૉર લાંબી ખેંચી શકતી નથી.
જો આવો પ્રતિબંધ મુકાય તો સેમસંગ સ્માર્ટ ફોન અને ગેલેકસી ટેબલેટ વેચી નહીં શકે. સામે છેડે સેમસંગે વળતો દાવો કરતા કહ્યું હતું કે વાયરલેસ કોમ્યુનિકેશન્સ અને ફોટોહેન્ડલીંગ તેમજ મોબાઇલ ડીવાઇસ પર ઇ-મેલ વગેરે માટે અમે ઍપલને રોયલ્ટી પેટે ૪૦૦ મીલીયન ડોલર ચૂકવ્યા છે.૩૦ જુલાઈથી આ બંને કંપનીઓને અમેરિકાની ડીસ્ટ્રીકટ કોર્ટમાં જજ લુસી કોહ સમક્ષ હાજર રહીને રજૂઆત કરવાનું કહ્યું હતું. લીગલ જંગ પહેલાં બંનેને મતભેદો અંગે સમાધાન કરવાનો ચાન્સ પણ અપાયો હતો.
બંને કંપનીઓને કોર્ટે શરૂઆતથી જ ચેતવી હતી કે મેસેજ ડીલીવર માટે બંને કંપનીઓને ઇન્ટેકચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ મળેલા છે. બંને કંપનીઓના સીઇઓને પણ સમાધાનના ચાન્સ અપાયા હતા. ટચ સ્ક્રીન સિસ્ટમ માટે લોગો કેવી રીતે ડિઝાઇન કરવો તે રજૂઆત સેમસંગના ડીઝાઇનર કરવાના છે.
ઈ્‌જીૈં નામના યુરોપીયન સ્ટાન્ડર્ડ ગૃપે નક્કી કરેલા વાયરલેસ કોમ્યુનિકેશનના ડેટા અનુસાર સેમસંગે સ્ટાન્ડર્ડ સેટીંગ પ્રોસેસ અપનાવી હતી એવો આક્ષેપ ઍપલ કરી રહ્યું છે. સામે છેડે ઍપલ જે ઇન્ટેલ બેઝ બેન્ડ ચીપ વાપરે છે તે માટે સેમસંગે ૨.૪ ટકા રોયલ્ટી ફી માગી છે.વિશ્વમાં સૌથી વઘુ વેચાતા અને ભરોસામંદ એવા સ્માર્ટ ફોન, ટેબલેટ, આઇ-પેડ, આઇફોનના પ્રણેતાઓએ તમામ ટેકનોલોજીની એક મુઠ્ઠીમાં સમાવી શકાય તે રીતે તૈયાર કરી છે. તેમની બહુ ઉપયોગી પ્રોડકટ સૌથી વઘુ લોકો વાપરે છે.
કહે છે કે સેમસંગ પોતે ઍપલ પાસેથી કેટલાક કમ્પોનન્ટ મંગાવે છે અને પછી પોતાની સિસ્ટમ પ્રમાણે નવા ઉપકરણો તૈયાર કરે છે. જો લીગલ કેસમાં સેમસંગ હારશે તો તે ઍપલના કોઇ કોમ્પનન્ટ ખરીદે નહીં તેવા પ્રતિબંધ પણ મુકાશે.
ઇન્ટરનેટ અને મોબાઈલ ફોનના ક્ષેત્ર સાથે સંકળાયેલી આ બંને કંપનીઓ ઍપલ અને સેમસંગના વપરાશકારોમાં બંનેની પ્રોડકટ એક સમાન છે. આ બંને કંપનીઓ વચ્ચેની લીગલવોરમાં તેના વપરાશકારોને કોઇ નુકશાન થવાનું નથી. વપરાશકારોને તો કદાચ વઘુ સવલતો મળશે કેમ કે બંને કંપનીઓ ગ્રાહકોને સાચવવાના વઘુ પ્રયાસો કરે છે.
સેમસંગ અને ઍપલ વચ્ચેની આ લીગલ વૉર એ બે કંપનીઓ વચ્ચેની વોર માત્ર નથી પરંતુ બંને કંપનીઓના આઇ ફોન-આઇ પેડ વાપરનારાઓની પણ છે. મોટી કંપનીઓ કેવી રીતે અન્ય કંપનીના માર્કેટીંગ આઇડયા હાઇજેક કરે છે તે તો જોયું હતું પરંતુ અહીં તો મેન્યુફેકચરીંગમાં વપરાતી ડીઝાઇન, લોગો અને કમ્પોનન્ટની ઉઠાંતરીની વાત છે. બંને કંપનીઓનું વેચાણ અબજો રૂપિયામાં છે. આ બંને કંપનીઓ વચ્ચેની તીવ્ર સ્પર્ધામાં બહુ પ્રસિદ્ધ એવી ‘નોકીયા’ પાછળ રહી ગઈ છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમે ભારતને ટેસ્ટ શ્રેણીમાં દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ છીએ ઃ ટેલર

યોકોવિચને હરાવી ફેડરરે સિનસિનાટી ટાઇટલ જીત્યું
ભારતીય ટીમમાં પુનરાગમન માટે ઇંગ્લીશ કાઉન્ટી ઉપયોગી નીવડશે
પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલમાં
અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ હવે ભારત- ન્યુઝી. વચ્ચે સેમી ફાઇનલ
યુરો ઝોનની કટોકટી મુદ્દે યુરોપના નેતાઓની મિટિંગ પર નજર
સોના-ચાંદીમાં આરંભિક ઉંચા ભાવો અલ્પજીવી નિવડી બજાર સાંજે ફરી તૂટી
રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો સ્થિતિ વધુ વણસશે
ઘણાં બધા ગુંચવાડા બાદ દિવસના પાંચથી વધુ એસએમએસ પર પ્રતિબંધ
સરકાર અને ગૃહ પ્રધાન સમાજ અને દેશના દુશ્મન છે ઃ ઠાકરે

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો વરસાદ-પૂરને લીધે વિખૂટો પડી ગયો

વરસાદમાં રજાની મજા માણવા ગયેલા નવ સહેલાણીનાં મોત
ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ'ની રૃા. સાડાત્રણ કરોડની કમાણી
ગુવારમાં વાયદો ફરી શરૃ કરવા અંગેનો નિર્ણય ખરીફ પાકની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાશે

આકર્ષક રિટર્ન્સ મેળવવા શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરોનું ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ પ્રયાણ

 

 

 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved