Last Update : 21-August-2012, Tuesday

 

કુશળ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણ 'રિટાયર્ડ હર્ટ' ?

ઓપનરથી માંડી પૂંછડિયા બેટ્સમેન સાથે આગવી રીતે બેટિંગ કરવાની ક્ષમતા ધરાવનારા વીવીએસ લક્ષ્મણે અચાનક જાહેર કરેલી નિવૃત્તિથી રહસ્ય ગુંથાયું છે

સમગ્ર વિશ્વમાં સાચા અને ખોટા કારણોસર ઘણી ચર્ચાસ્પદ રહેલી ડિરેક્ટર-પ્રોડયુસર ક્રિસ્ટોફર નોલાનની બેટમેન સિરીઝની ચાર વર્ષ પહેલાં રિલીઝ થયેલી બીજી ફિલ્મ 'ધ ડાર્ક નાઇટ'ના અંતમાં બેટમેન વિશે એક ડાયલોગ બોલવામાં આવે છે ઃ તે કોઈ સામાન્ય માણસ નથી...તે તો એક મૂક રક્ષક છે, રિયલ હીરો છે અને આપણો ડાર્ક નાઇટ છે. જો ભારતીય ક્રિકેટમાં આ બિરૃદ મેળવવા માટે કોઈને પૂરેપરો હક હોય તો એ સર્વાનુમતે વીવીએસ લક્ષ્મણ હશે એ ચોક્કસ છે.
કોઈ પણ વાહવાહી કે ચોતરફી પ્રશંસાની આશા રાખ્યા વગર અને હરહંમેશ પોતાના કામ પર 'મણ'નો 'લક્ષ' રાખનારા ખિલાડી તરીકે હૈદરાબાદના જાદુગર વીવીએસ લક્ષ્મણે ભારતીય ક્રિકેટ અને એમાં પણ ખાસ કરીને ટેસ્ટક્રિકેટના ઇતિહાસમાં એક અનન્ય સ્થાન બનાવીને ક્રિકેટવિશ્વને અલવિદા કહ્યું છે.
ક્રિકેટવિશ્વની તવારીખમાં સૌથી અલગ તરી આવતા કોમેન્ટેટર તરીકે નામના પ્રસ્થાપિત કરી ચૂકેલા નવજોત સિંહ સિદ્ધુએ વળી-વળીને એક વાત કહી છે ઃ જો મારે સેંકડો કિલોમીટર સુધી પાણી કે ખોરાક વગરનો રહી ચાલતા-ચાલતા કોઈ સ્ટેડિયમ પર એક ખિલાડીને રમતો જોવા જવું હોય તો એ વીવીએસ લક્ષ્મણ સિવાયનો કોઈ પ્લેયર નહીં હોય. ખરેખર વેરી વેરી સ્પેશ્યલ તરીકે ગણાતા લક્ષ્મણને ફુલ ફોર્મમાં જોવો એ એક આજીવન સાચવી લેવા જેવો અનુભવ હતો. ક્રિકેટમાં બેટિંગની ટેક્નિકને દૂરથી જ પ્રણામ કરનારા લોકોને પણ લક્ષ્મણના અમુક શોટ્સ જોઈને 'વાહ!'નો ઉદ્ગાર સહજપણે જ કાઢવો પડે.
એક ઉત્તમ બેટ્સમેન તરીકે સાબિત થવા જેટલા પણ શોટ્સ ક્રિકેટના 'ફટકા'કોશમાં હશે એ તમામ માટે વીવીએસ લક્ષ્મણની સહજતા જ એનો સૌથી મોટો પૂરાવો છે. કાંડાના ઉપયોગથી લેગ સાઇડના શોટ્સ, કવર કે સ્ક્વેર ડ્રાઇવ, લેટ કટ, સ્પિનર સામે ફુટવર્કનો ઉપયોગ કરીને કાલ્પનિક 'વી'માં મારવામાં આવતા શોટ્સ એ તમામ પર વીવીએસ લક્ષ્મણનો ટ્રેડમાર્કનો આગવો સિક્કો જડેલો જોઈ શકાય. ઘણા લોકોના મત મુજબ ભારતીયો શોર્ટ-પિચ બોલનો સામનો કરવામાં ઘણા ટૂંકા પડે છે, પણ સચિન તેન્ડુલકર પછી જો પુલ કે હૂક શોટમાં કોઈએ પોતાની મહત્તા બતાવી હોય અને બોલરોને તેમના જ પ્રયોગમાં ધૂળ ચાટતા કર્યા હોય તો એ વીવીએસ લક્ષ્મણ હતો. આ કારણે જ તો ઓસ્ટ્રેલિયાના બોલર બ્રેટ લીએ અમરત્વ મેળવી ચૂકેલા એક વાક્યને કહ્યંુ છે ઃ જો તમે દ્રવિડની વિકેટ મેળવી લો તો સરસ, સચિનની મેળવો તો જબરદસ્ત, પણ જો લક્ષ્મણની વિકેટ મેળવી લો તો એ એક ચમત્કાર ગણી શકાય.
ભલે તેની અચાનક નિવૃત્તિએ ઘણા વાદ-વિવાદોના વમળોનું સર્જન કર્યું હોય અને નવી નવી અટકળો મૂકાતી હોય, પણ અમુક લોકો કોઈ પણ પ્રકારના ઢોલ-નગારાંના અવાજથી સુશોભિત ગણાતા પ્રવેશ વગર આવે અને એ જ રીતે અલવિદા પણ કરી નાખે અને વીવીએસ લક્ષ્મણ ખરેખર એવી જ એક લાક્ષણિકતાને સાબિત કરનારો ખિલાડી છે.
૧૯૯૬માં અમદાવાદ ખાતે સાઉથ આફ્રિકા સામે ૫૧ રનની ઇનિંગ્સ રમ્યા પછી પહેલી વખત લોકોનું ધ્યાન ખેંચનારા આ ખિલાડીને શરૃઆતથી જ કપરાં ચઢાણ હતા એ દેખાઈ આવતું હતું. દરેક સિરીઝ તેના માટે 'કરો યા મરો'ના નિયમ સાથે આવતી હતી. ભારતીય ક્રિકેટ ટીમ ત્યારે ઓપનરની મુશ્કેલીઓ સામે લૂલો બચાવ કરી રહ્યું હતું અને એ કારણે જ લક્ષ્મણને થોડા સમય સુધી નાછૂટકે એ રોલ ભજવવો પડયો હતો. જોકે ધીમે-ધીમે સ્થાન મજબૂત બનાવી લક્ષ્મણ ટેસ્ટ ટીમનો અભિન્ન અંગ બની ગયો હતો અને એમાં ફક્ત ઓસ્ટ્રેલિયા જ નહીં, પણ લગભગ તમામ દેશ સામેના તેના દેખાવને ધ્યાનમાં લઈ શકાય.
અને ઓહ, ઓસ્ટ્રેલિયા! ૧૮ ઓગસ્ટ તેમના માટે એક નવા સ્વાતંત્ર્ય દિવસ તરીકે ગણવામાં આવે તો પણ નવાઈ ન ગણતા. ૨૦૦૦માં ઓસ્ટ્રેલિયા સામે સિડની ટેસ્ટમાં ૧૬૭ની યાદગાર ઇનિંગ્સ રમી તેણે ઓસ્ટ્રેલિયનો સામે અને ભારતીય ક્રિકેટ ટીમમાં પોતાનું આગવું સ્થાન મેળવ્યંુ હતું. એક વખત કાંગારૃનું લોહી ચાખી લીધા બાદ આ ઇન્ડિયન ટાઇગરે અવાર-નવાર કાંગારૃઓનો શિકાર કર્યો હતો. ૨૦૦૧માં એ ૨૮૧ની ઇનિંગ્સ કદાચ ભારત માટે આવનારા આખા દાયકાને બદલનારી સાબિત થઈ એમ કહી શકાય. ત્યાર પછી કોઈ પણ ટીમને પછડાટ આપી શકવાનો અભિગમ એ ટીમે મેળવ્યો હતો અને એના ઘણા પરિણામો ક્રિકેટના આંકડાશાસ્ત્રીઓના ચોપડામાં નોધેલા જોવા મળશે. લક્ષ્મણે ઓસ્ટ્રેલિયા સામે રમેલી લગભગ દરેક સિરીઝમાં ઓછામાં ઓછી એક ઇનિંગ તો હશે જ કે જે મેચિવિનિંગ નહીં તો મેચ બચાવનારી તો હોય જ. વન-ડેમાં પણ લક્ષ્મણની યાદગાર ઇનિંગ્સ ઓસ્ટ્રેલિયા સામે તેમના જ ઘરઆંગણે છે.
ઘણા નિષ્ણાતો લક્ષ્મણને ભારતના તારણહાર તરીકે ગણાવે છે. પૂંછડિયા બેટ્સમેન સાથે લાંબી પાર્ટનરશિપ કરીને મેચ બચાવવા કે જીતાવવા સુધીના ઉદાહરણો લક્ષ્મણે છેલ્લા ત્રણ વર્ષમાં ઘણા આપ્યા છે.
પોતાની ઇનિંગ્સને મજબૂત બનાવવાની સાથે જ તે પૂંછડિયા બેટ્સમેનને પણ સાથે રાખતો અને મેચ જીતાડયા બાદ ઉજવણી પણ તેમના ભાગે જ રાખતો (મોહાલીમાં ૨૦૧૦માં રમાયેલી ઓસ્ટ્રેલિયા સામે જીતેલી પહેલી ટેસ્ટમેચમાં પ્રજ્ઞાાન ઓઝાનું સેલિબ્રેશન એનું જ ઉદાહરણ છે).
પ્રતિભા અને પ્રસિદ્ધિ વચ્ચેનો સંબંધ એવો અળવીતરો છે કે કદાચ સાસુ-વહુ પણ એને જોઈને પોરસાતાં હશે. લક્ષ્મણની કરીઅર પરથી એ ઘણી સારી રીતે સમજી શકાય. ટેસ્ટમેચમાં ફેમસ ફોર તરીકે ગણાતા સચિન તેન્ડુલકર, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણમાં લક્ષ્મણ જ એક એવો ખિલાડી છે જેને તેની પ્રતિભા જેટલી પ્રસિદ્ધિ નથી મળી. કોઈ પણ સિરિઝમાં ભારતની નાલેશીભરી હાર હોય અને એમાં પહેલાં ત્રણમાંથી કોઈનો પણ ખરાબ પર્ફોર્મન્સ હોય તો તેમને બે ટેસ્ટનું અલ્ટીમેટમ નહોતું આપી દેવામાં આવ્યંુ. જોકે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની અનુક્રમે ૦-૩ અને ૦-૪ હારેલી સિરીઝમાં લક્ષ્મણના ખરાબ પર્ફોર્મન્સને સૌથી વધુ વગોવવામાં આવ્યો હતો અને તેના પર દબાણ કરીને જ નિવૃત્તિ અપાવવામાં આવી હોય એવા સૌરવ ગાંગુલીના મતને ઘણો સાચો માની શકાય. કહેવામાં આવી રહ્યું છે કે ગુરુવારથી શરૃ થતી ન્યુ ઝીલેન્ડ સામેની સિરીઝ માટે લક્ષ્મણને આખરી તક આપવામાં આવી હતી અને એ સહન ન થતાં જ તેણે યુવાનોને તક આપવાની વાત કહી અચાનક નિવૃત્તિ જાહેર કરી છે. આ કારણે જ ઘણા મોરચાઓ શરૃ થઈ ગયા હોય એવું કહી શકાય. પહેલાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને ચીફ સિલેક્ટર શ્રીકાંત પર સૌરવ ગાંગુલીએ પૂરતો સહયોગ ન આપવાનો આક્ષેપ મૂક્યો હતો.
જોકે પછી ગાંગુલીએ પોતાની કોમેન્ટનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે એ જણાવ્યું છે. મહેન્દ્રસિંહ ધોનીએ ૩૬ કલાક પછી પોતાના 'લછુભાઈ'ને સંબોધીને તેને મિસ કરશે એ ટ્વીટ કરી હતી અને એને પણ ઘણી મોડી ગણવામાં આવી રહી છે.
એમ કહી શકાય કે ભારત માટેના કપરાં ચઢાણ હવે જ શરૃ થશે. ૨૦૦થી પણ ઓછા રનમાં છ વિકેટ પડી ગઈ હોય અને સન્માનજનક સ્કોરની આશા રાખવી હશે ત્યારે એક વખત તો તમામ લોકોના મનમાં વિચાર આવશે જ કે ક્યાં ગયો એ વેરી વેરી સ્પેશ્યલ અને હરહંમેશ આધારભૂત ગણાતો આપણી ટીમના રામાયણનો લક્ષ્મણ?

Share |
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved