Last Update : 21-August-2012, Tuesday

 
ભ્રષ્ટાચાર ! ભ્રષ્ટાચાર ! ભ્રષ્ટાચાર !
- આપણા દેશના ભ્રષ્ટાચારના મૂળ આપણા બંધારણમાં અને ચૂંટણી પઘ્ધતિમાં જ પડ્યા છે
- ઈમાનદાર હોય એને પણ ભ્રષ્ટાચારીઓ ભ્રષ્ટાચારની છાપ મારે છે !
- ભ્રષ્ટાચારી જાતે ઈમાનદાર હોવાનો દેખાવ કરતાં આંદોલનો કરે છે
- દંભ, દંભ, દંભ !
- જૂઠાણું, જૂઠાણું, જૂઠાણું !

ગણ્યા ગણાય નહીં એટલા નાણા, એટલી મિલકતો હરિદ્વારથી માંડી ઈંગ્લાડ, આટલાંટિકના ટાપુઓ સુધી ફક્ત દસજ વર્ષમાં ઊભી કરનાર કાં તો ભ્રષ્ટાચારી હોય અને કાં તો લૂંટારો હોય અને કાં તો દેવતા હોય ! છેલ્લા બે હોવાની શક્યતા નથી એટલે ત્રીજા હોવાની છાપ એને લાગે છે.
એ ભગવાધારી ભ્રષ્ટાચારી ભ્રષ્ટાચાર વિરૂઘ્ધનું આંદોલન ચલાવે !
ભ્રષ્ટાચાર કેટલો વ્યાપક અને ઊંડો ઉતરેલો છે એનો આ એક નમૂનો છે. ચોર જ ‘‘ચોર ચોર’’ ની બૂમ મારતો નીકળી પડે એવી સ્થિતિ છે.
ભ્રષ્ટાચારનો મોટો કાળો ધબ્બો રાજકીય પક્ષો ઉપર, એના એકએક નેતા પર, કેન્દ્ર સરકાર પર, રાજ્યોની સરકારો પર અને ભગવાધારી બાબાઓ ઉપર લાગેલો છે.
જેના માટે આપણા દેશનો એક વર્ગ ગૌરવ લે છે એ ભારતના બંધારણમાં જ આપણા ભ્રષ્ટાચારના બી વાવેલા છે જેનું વટવૃક્ષ આપણી ચૂંટણી પઘ્ધતિમાં વિકસેલું છે. દા.ત. ચૂંટણીમાં કરવો પડતો ખર્ચ આજે એવી ટોચ ઉપર પહોંચ્યો છે કે ભલભલાને ભ્રષ્ટાચાર આચર્યા વિના છૂટકો નહીં !
બીજો નિયમ રાજકીય પક્ષોને કોર્પોરેટ જગત એટલે કે કંપનીઓ ઉદ્યોગપતિઓએ ફંડ આપવાની છૂટ જેનો હિસાબ કીતાબ પૂછવામાં ન આવે ! આ છડેચોક ભ્રષ્ટાચાર છે. આ કેવી રીતે અને કોણ અટકાવી શકવાનું હતું ?
જયપ્રકાશ નારાયણનું જે આંદોલન હતું એમાં એક મુદ્દો આ પણ હતો કે... ચૂંટણી પઘ્ધતિમાં સુધારા કરવા અને ચૂંટણીના ખર્ચાઓ પર અંકુશ રાખવો. જયપ્રકાશ નારાયણે ત્યારે કહેલું પણ ખરું કે, ‘‘ભ્રષ્ટાચારની ગંગોત્રી બંધારણમાંથી જ નીકળે છે.’’
એ જ રીતે ચૂંટણી પંચના માજી વડા એ.વાય. કુરેશીએ પણ કહેલું કે, ‘‘ચૂંટણી ભ્રષ્ટાચારનો સૌથી મોટો સ્રોત બની ગઈ છે.’’
એ તો ઠીક, મહાન ઉદ્યોગપતિ અદિ ગોદરેજ જેવાએ પણ કહ્યું છે કે, ઉદ્યોગ જગત સરકારને ચૂંટણી ખર્ચ માટે અમુક ટકા ખર્ચ આપવા તૈયાર છે કારણ કે ચૂંટણી જ ભ્રષ્ટાચારનો મુખ્ય સ્રોત છે.
જો કે સંપૂર્ણ રાજકારણ જ આજે ભ્રષ્ટ થઈ ગયેલું છે અને ભ્રષ્ટાચાર ઉપર ઊભું છે... પછી એ કોંગ્રેસ હોય, ભાજપ હોય, તૃણમૂલ હોય, શિવસેના હોય, કોઈ પણ હોય... અડધાથી એક ટકો જેટલા નેતાઓ ડાઘ વિનાના હશે, જ્યારે નોકરશાહો કે અમલદારો તો એટલા ટકા શોધવા પણ મુશ્કેલ છે. એ બધા જ ભ્રષ્ટાચારીનો સિક્કો લગાવેલા છે તો પટાવાળા પણ ક્યાં પાછળ રહે તેવા છે ? વેપારીને વેપાર કરવો હોય તો એણે પણ ભ્રષ્ટાચારને પંપાળવો પડે જ !
ભ્રષ્ટાચારીઓના કેટલાક દ્રશ્યો તો, ભ્રષ્ટાચાર શબ્દ બોલવાની સાથે જ આંખો સામે તરવા લાગે છે.
જેમ કે, નોટોની થપ્પીઓ પોતાના ટેબલના ખાનામાં સરકાવતા ભાજપના નેતા બંગારું લક્ષ્મણ, જેમ કે, મનમોહન સંિહની સરકારને વિશ્વાસનો મત અપાવવા નોટોના થોકડા સંસદ ભવનમાં ઉછાળ્યા... આ દ્રશ્યો આપણા દેશના રાજકીય ભ્રષ્ટાચારના પ્રતીક થઈ ગયા છે.
જર્મનીની ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ નામની સંસ્થાની મોજણી મુજબ ૨૦૧૧માં ભ્રષ્ટાચારની બાબતમાં આપણો દેશ ૧૭૮ દેશોમાં ૯૫માં સ્થાને હતો. એટલે કે પાછળ હોવા છતાં ઘણો આગળ હતો.
બીજી બાજુ એ હકીકતની પણ નોંધ લેવી જોઈએ કે, દેશની ૮૦ ટકા વસતિ દરરોજ ૧૦૦ રૂપિયા કરતાં પણ ઓછાં રૂપિયામાં પોતાનું ગુજરાન ચલાવે છે.
જ્યારે આ જનતાના પ્રતિનિધિ એટલે કે લોકસભાના સભ્યોની સરેરાશ સંપતિ ૬ કરોડ કરતાં ઓછી આંકવામાં નથી આવતી. દા.ત. આગળની લોકસભામાં કરોડપતિ સભ્યોની સંખ્યા ૧૫૪ હતી જે પછીથી અત્યારની લોકસભામાં ૩૦૦ જેટલી છે.
દા.ત. ૨૦૦૯માં કેન્દ્રના પ્રધાનોની સંપતિનું મુલ્ય ૭.૩ કરોડ રૂપિયા હતું તો ૨૦૧૧માં એ વધીને ૧૦.૬ થઈ ગયું છે. કેટલાકની સંપત્તિમાં આ ગાળામાં જ ૧૦૭ ટકાથી ૨૯૪ ટકા સુધીનો વધારો થયો છે.
એ માટે તેઓ નથી વેપાર કરવા ગયા કે નથી નોકરી કરવા ગયા. એનો સીધો અને ચોખ્ખો અર્થ છે કે તેઓ ભ્રષ્ટાચાર કરીને જ આટલી સંપતિ વધારી શક્યા છે. એ કમાણી એવી હોય છે કે ભલભલા વેપારી કે સટ્ટોડીયા પણ પાછળ રહી જાય.
રાજ્યોનો દાખલો લઈએ તો, ‘‘એસોસિએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ્સ’’ નામની સંસ્થાના જણાવ્યા પ્રમાણે, ઉત્તર પ્રદેશમાં પાછલી ચૂંટણી લડનારા ૨૮૫ ધારાસભ્યોની અંગત આવક ૨૦૦૭માં સરેરાશ જો ૧.૭૧ કરોડ રૂપિયા હતી તો ૨૦૧૨માં એ વધીને સરેરાશ ૩.૫૬ કરોડ થઈ ગયેલી.
આની સરખામણીમાં સામાન્ય જનતાની આવકના આંકડા ઘણા દૂર છે કારણ કે એ ભ્રષ્ટાચાર કરી શકતો નથી. ઉલટાનું એ ભ્રષ્ટાચારનો ભોગ બને છે... પેલા માલેતુજારો એને લૂંટીને પોતાની સમૃઘ્ધિના ડુંગરા ઊભા કરે છે.
ભ્રષ્ટાચાર જો કે આપણા દેશમાં કે દુનિયાના બીજા દેશોમાં નવો નથી. અંગ્રેજોના વખતમાં પણ ભ્રષ્ટાચાર થતો હતો. દા.ત. છેક ૧૯૩૭માં સરકારમાં ભ્રષ્ટાચાર જોઈને મહાત્મા ગાંધી એવા વ્યથિત થઈ ગયેલા કે એમણે કહેલું કે, ‘‘ભષ્ટાચાર એટલો બધો વધી ગયો છે કે હું કોંગ્રેસ પાર્ટીને આબરૂભેર દફન કરવામાં શ્રેય જોઉં છું.’’
કોંગ્રેસ તો દફન ન થઈ પણ આઝાદી મળ્યા પછી કોંગ્રેસે આખા દેશનું સંચાલન સંભાળ્યું. (ત્યારે ભાજપનું નામો નિશાન નહોતું એના જન્મદાતા આરએસએસ એ આઝાદીની ૧૦૦ વર્ષની લડતમાં પરસેવાનું ટીપું પણ નહીં પાડેલું !
જો કે એની શાખાઓમાં સ્વયં સેવકોની ઉપસ્થિતિ સો સો દેઢસો દોઢસો દરરોજ રહેતી. પણ ત્યાં આઝાદી, સત્યાગ્રહ, ગાંધીજી, સાવરકર કોઈનું પણ નામ પણ લઈ શકાતું નહીં. આર એસ એસ એ હિસાબે એકદમ દંભી અને તકવાદી રહ્યા છે. દા.ત. હમણાં એણે પહેલાં અણ્ણાને ટેકો આપ્યો અને પછી રામદેવને ટેકો આપ્યો.
એ બન્ને ઠેકાણેથી એને લપડાક જ ખાવા મળી !) એ વખતે તરત જ એક ભ્રષ્ટાચારી કૌભાંડ પ્રકાશમાં આવ્યું ૧૯૪૮માં હજી આપણું લશ્કર સક્ષમ નહોતું. લશ્કરમાં જરૂરી ગણાય એવી જીપો પણ નહોતી એટલે બ્રિટન લંડનમાં ભારતના એલચી હતા એ છૂપા સામ્યવાદી પણ વડાપ્રધાન નહેરૂના ખાસ દોસ્ત કૃષ્ણ મેનન હતા.
એમણે જીપ ખરીદવામાં ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ મૂકાયો. એ કૌભાંડ મેનને કરેલું છતાં નેહરૂએ એમને એ પછી કેન્દ્ર સરકારમાં સરંક્ષણ પ્રધાન જ બનાવ્યા !
સામ્યવાદી ચીને આપણા દેશ ઉપર હુમલો કરેલો ત્યારે મેનન સંરક્ષણ પ્રધાન હતા એમણે આપણા લશ્કરને સજ્જ થવા દીધેલું જ નહીં. ચીન એ કારણે આપણા દેશમાં પૂર્વમાં અંદર સુધી ધુસી શકેલું એ વખતે અમેરિકાએ પોતાના લશ્કરી જહાજોને બંગાળના ઉપસાગર તરફ વાળ્યા એટલે ચીન પાછું હઠી ગયું.
એ પછી એ કારણે મેનનને પ્રધાન તરીકે છૂટા કરવાનું નેહરૂ ઉપર દબાણ વધી ગયું. ત્યારના રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન્‌ હતા એમણે પણ નેહરૂ ઉપર દબાણ કર્યું એટલે છેવટે નેહરૂએ મેનનને છૂટા કરવા પડ્યા.
લાંચ લઈને સંસદમાં સવાલ પૂછવા બદલ હમણાં ભાજપના ત્રણ સભ્યો જેમ પકડાયેલા એમ ૧૯૫૧માં મુંબઈમાં એક કોંગ્રેસી સંસદસભ્ય એચ.જી. મુદ્‌ગલને મુંબઈના એક વ્યાપારી સંઘના લાભમાં સવાલ પૂછવા માટે ૨૦૦૦ રૂપિયા લાંચમાં લેવાના કારણે સભ્યપદ ગુમાવવું પડેલું.
૧૯૫૭માં વળી એક મોટા ભ્રષ્ટાચારનો પડદો ખુલેલો જે મુંદડા કૌભાંડ તરીકે જાણીતો છે.
એમાં એલઆઈસીને કલકત્તાના હરિદાસ મુંદડા નામના એક વેપારીની ખોટી કંપનીના સવા કરોડ રૂપિયાના શેર ખરીદવાનું એ ભ્રષ્ટાચારી કૌભાંડ હતું. એ કૌભાંડની તપાસ થતા ત્યારના નાણા પ્રધાન ટી.ટી. કૃષ્ણમાયારીએ રાજીનામું આપવું પડેલું.
એ પછી ૧૯૬૩માં પંજાબના મુખ્યપ્રધાન પ્રતાપસંિહ કૈરાએ પોતાના હોદ્દાનો ગેર ઉપયોગ કરીને પોતાના પુત્રો અને કુટુંબીઓને લાભ કરવાના આરોપસર પોતાનું મુખ્ય પ્રધાન પદ છોડવું પડેલું. (આજે એક બે કંપનીઓને અબજો ખર્વો રૂપિયાનો લાભ કરી આપવા રાજ્યની તિજોરી લુંટાવનાર મુખ્ય પ્રધાનને કંઈજ થતું નથી !)
આમ ૬૦ના દસકા સુધી ભ્રષ્ટાચાર સામે કંઈકેય શરમ રહી હતી પણ પછીના દસકામાં અને ખાસ કરીને ઈંદિરા ગાંધીના સમયમાં ભ્રષ્ટાચાર તો શું પણ ગમે તેમ કરીને સત્તામાં રહેવાની કૌભાંડી નીતિ અમલમાં આવી. દા.ત. ૧૯૭૪માં મારૂતિ કૌભાંડમાં ઈંદિરા ગાંધીનું નામ આવ્યું કે જેમાં એમણે પોતાના દિકરા સંજય ગાંધીને મારૂતિ કાર બનાવવાનું લાયસન્સ આપેલું.
ઈંદિરાના સમયમાં જ નગરવાલા કૌભાંડ બનેલું જેમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં મુખ્ય કેશિયર નગરવાલાએ ટેલિફોનમાં કહેવાથી ૬૦ લાખ રૂપિયા ચુકવાયા હતા.
૯૦ના દસકામાં પી.વી.નરસિહરાવની કોંગ્રેસની સરકાર હતી એ દરમ્યાન તો ભ્રષ્ટાચારના જાણે વિશાળ દરવાજા જ ખુલ્લી ગયા. દા.ત. હર્ષદ મહેતા સુટકેસથી માંડી સેન્ટ કીટ્‌સના કૌભાંડો, ઝામુમો લાંચ કૌભાંડ, ખાંડની આયાતનો ભ્રષ્ટાચાર, યુરિયા આયાત કૌભાંડ, હવાલા કૌભાંડ વગેરે આ જ ગાળામાં થયા.
આનો અર્થ એવો નહીં કે ભાજપ પક્ષ તરીકે કે સરકાર તરીકે દૂધનો ધોયેલો હતો. એની કેન્દ્રની સરકારમાં અને રાજ્યોની સરકારમાં જે ભ્રષ્ટાચારો થયા છે એ કોંગ્રેસ જેવા જ છે... પછી એ સરકાર બાજપેયીની હોય કે નરેન્દ્ર મોદીની હોય કે યેદુરપ્પાની હોય કે શિવરાજ સંિહની હોય કે પોખરિવાલની હોય કે રમણસંિહની હોય.
આવા ભ્રષ્ટાચારીને ભગાડવાનો એક જ માર્ગ છે... કડક કાયદો અને જાહેરમાં ફટકા. માનવઅધિકારના તૂતથી ભ્રષ્ટાચાર વઘુ ફાલે છે.
બાકી આપણા બંધારણમાં અને ચૂંટણી પઘ્ધતિમાં ધરમૂળથી ફેરફાર નહીં થાય ત્યાં સુધી ગમે તેટલા લોકાયુક્ત આવશે તો પણ ભ્રષ્ટાચાર આપણા દેશમાંથી દૂર નહીં થાય.
ગુણવંત છો. શાહ

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમે ભારતને ટેસ્ટ શ્રેણીમાં દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ છીએ ઃ ટેલર

યોકોવિચને હરાવી ફેડરરે સિનસિનાટી ટાઇટલ જીત્યું
ભારતીય ટીમમાં પુનરાગમન માટે ઇંગ્લીશ કાઉન્ટી ઉપયોગી નીવડશે
પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલમાં
અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ હવે ભારત- ન્યુઝી. વચ્ચે સેમી ફાઇનલ
યુરો ઝોનની કટોકટી મુદ્દે યુરોપના નેતાઓની મિટિંગ પર નજર
સોના-ચાંદીમાં આરંભિક ઉંચા ભાવો અલ્પજીવી નિવડી બજાર સાંજે ફરી તૂટી
રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો સ્થિતિ વધુ વણસશે
ઘણાં બધા ગુંચવાડા બાદ દિવસના પાંચથી વધુ એસએમએસ પર પ્રતિબંધ
સરકાર અને ગૃહ પ્રધાન સમાજ અને દેશના દુશ્મન છે ઃ ઠાકરે

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો વરસાદ-પૂરને લીધે વિખૂટો પડી ગયો

વરસાદમાં રજાની મજા માણવા ગયેલા નવ સહેલાણીનાં મોત
ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ'ની રૃા. સાડાત્રણ કરોડની કમાણી
ગુવારમાં વાયદો ફરી શરૃ કરવા અંગેનો નિર્ણય ખરીફ પાકની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાશે

આકર્ષક રિટર્ન્સ મેળવવા શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરોનું ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ પ્રયાણ

 
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved