Last Update : 21-August-2012, Tuesday

 

વીજ કરંટથી બે હાથ ગુમાવનાર વાડજમાં રહેતા બાબુભાઇ કહે છે

બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે

 

- શહેરના વાડજ વિસ્તારમાં રહેતા બાબુભાઇ પરમારને બે હાથ ન હોવા છતાં તેઓ મોં વડે લખીને ગરીબ બોળકોને ફ્રી શિક્ષણ આપે છે.

શિક્ષણ આપવાની અનેક રીતો છે પણ આ શિક્ષણકની રીત સૌથી નોખી છે. શહેરના વાડજ વિસ્તારમાં આવેલા રામદેવપીરના ટેકરા પર રહેતા બાબુભાઇ પરમાર છેલ્લા ૪ વર્ષથી ગરીબ બાળકોને ફ્રી શિક્ષણ આપે છે. ૧૯૯૬ની સાલમાં બાબુભાઇને ખેતરમાં વીજ કરંટ લાગવાથી બન્ને હાથ ગુમાવવા પડ્યા હતા આમ છતાં બાબુભાઇએ હંિમત ન હારતાં બાળકોને શિક્ષણ આપવાનું ચાલુ રાખ્યું પણ તેમની સામે એક મોટી મુશ્કેલી એ હતી કે બ્લેક બોર્ડ, સ્લેટ કે નોટબુકમાં લખવું કેવી રીતે? બાબુભાઇ પરમારે આ સમસ્યાને દૂર કરવા માટે વર્ષો સુધી મોં વડે લખવાની પ્રેક્ટિસ શરૂ કરી આખરે તેમની આ મહેનત રંગ લાવી અને આજે તેઓ બાળકોને મોં વડે લખીને શિક્ષણ આપે છે. બાબુભાઇ શહેરના વિવિધ વિસ્તારોમાં કામ ચાલતા હોય એવી સાઇટો પર જઇને મજૂર લોકોના બાળકોને એકઠા કરીને શિક્ષણ આપે છે. તેઓએ પોતાની શિક્ષણ તાલીમ વર્ગને છાયડો સ્કૂલ એવું નામ આપ્યું છે. બાબુભાઇના પરિવારમાં પત્ની, બે દિકરીઓ અને એક દિકરો છે. તેમની નિસ્વાર્થ સેવાભાવથી પ્રભાવિત થઇને કેટલાક લોકો આર્થિક મદદ કરે છે જેનાથી તેમના પરિવારનું ગુજરાન ચાલે છે.
આ અંગે બાબુભાઇ પરમાર કહે છે કે ઘોરણ ૧૦ સુધી અભ્યાસ કર્યા છે. શરૂઆતના સમયમાં હું મારા આસપાસ રહેતા બાળકોેને ટ્યુશન કરાવતો હતો વીજ અકસ્માતના લીધે મારે બન્ને હાથ ગુમાવવા પડ્યા હતા. લખવુ અને વાંચવુ એ શિક્ષણનો પાયો છે, અકસ્માતના લીઘે હું વાંચી તો શકતો પણ લખવું મારા માટે શક્ય ન હતું. બન્ને હાથ ન હોવાથી લખવું એ મારા માટે મોટો પડકાર હતો, ત્યારે મનેં વિચાર આવ્યો કે પોતોની ખામીને જ ખુબી બનાવી લઇએ એટલે મેં મોં વડે લખવાની પ્રેક્ટિસ શરૂ કરી ઘણા લાંબા સમય બાદ મનેં મોં વડે લખતા આવડ્યું આજે હું સરળતાથી બાળકોના લેસન તપાસી શકું છું, સ્લેટ હોય કે નોટબુક હાથથી લખીએ એવા જ અક્ષરોમાં હું મોં દ્વારા લખી શકું છું, અત્યારે હું વેજલપુર તથા એસ.જી હાઇવે પર ચાલતા વિવિધ બાંધકામ સાઇટો પર જઇને ત્યાં કામ કરતા મજૂરોના બાળકોને એકઠા કરીને શિક્ષણ આપું છું. સવારે ૮ વાગે હું બસમાં એસ.જી હાઇવે જઇને ત્યાં ૧૦ વાગ્યા સુધી બાળકોને શિક્ષણ આપું છું. ત્યાર બાદ ત્યાંથી હું વેજલપુર જઇને ત્યા ગરીબ બાળકોને શિક્ષણ આપું છું આ મારો નિત્યક્રમ છે. મારા પરિવારની આર્થિક સ્થિતિની વાત કરુ તો મારે કુલ ત્રણ બાળકો છે પરિવારમાં અમેં પાંચ સભ્યો છીએ અકસ્માત બાદ મારી પરિસ્થિતિ ખુબ જ ખરાબ હતી પહેલા હું ટ્યુશન કરતો હતો પણ હાથ ન હોવાના કારણે હું સારી રીતે શિક્ષણ આપી શકતો ન હતો, આવી પરિસ્થિતિમાં ઘર ચલાવવું મુશ્કલ હતું તેવા સમયે એક દિવસ હું મંદિરમાં દર્શન માટે જતો હતો ત્યારે એક વ્યક્તિએ મારી સ્થિતિ જોઇને પુછ્‌યુ કે ભાઇ તું શું કામ કરે છે ત્યારે મેં મારી તમામ હકીકતો તે ભાઇને જણાવી હતી તેમને મારી વાત સાંભળીને મનેં આર્થિક મદદ કરવાનું શરૂ કર્યું તેઓ નિયમિત મનેં મદદ કરે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમે ભારતને ટેસ્ટ શ્રેણીમાં દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ છીએ ઃ ટેલર

યોકોવિચને હરાવી ફેડરરે સિનસિનાટી ટાઇટલ જીત્યું
ભારતીય ટીમમાં પુનરાગમન માટે ઇંગ્લીશ કાઉન્ટી ઉપયોગી નીવડશે
પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલમાં
અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ હવે ભારત- ન્યુઝી. વચ્ચે સેમી ફાઇનલ
યુરો ઝોનની કટોકટી મુદ્દે યુરોપના નેતાઓની મિટિંગ પર નજર
સોના-ચાંદીમાં આરંભિક ઉંચા ભાવો અલ્પજીવી નિવડી બજાર સાંજે ફરી તૂટી
રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો સ્થિતિ વધુ વણસશે
ઘણાં બધા ગુંચવાડા બાદ દિવસના પાંચથી વધુ એસએમએસ પર પ્રતિબંધ
સરકાર અને ગૃહ પ્રધાન સમાજ અને દેશના દુશ્મન છે ઃ ઠાકરે

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો વરસાદ-પૂરને લીધે વિખૂટો પડી ગયો

વરસાદમાં રજાની મજા માણવા ગયેલા નવ સહેલાણીનાં મોત
ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ'ની રૃા. સાડાત્રણ કરોડની કમાણી
ગુવારમાં વાયદો ફરી શરૃ કરવા અંગેનો નિર્ણય ખરીફ પાકની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાશે

આકર્ષક રિટર્ન્સ મેળવવા શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરોનું ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ પ્રયાણ

 
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved