Last Update : 21-August-2012, Tuesday

 

હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!

- શહેરના ત્રણ યંગસ્ટર્સે બાઇક પર અમદાવાદથી લેહ લદ્દાખની ૭,૧૪૬ કિ.મી.ની મુસાફરી ૪૧ દિવસમાં પૂરી કરી છે. જો કે, કેટલાંક ઠેકાણે રસ્તા ખરાબ હોવાથી તેઓએ પહેલા ગિયરમાં જ બાઇક ચલાવી હતી.

અમદાવાદમાં બાઇક પ્રેમી યંગસ્ટર્સની કોઇ કમી નથી. પણ સાથો સાથ એવા પણ યંગસ્ટર્સ છે કે જેઓ બાઇક પર જ હજારો કિ.મી.ની મુસાફરી કરીને સાહસ ખેડતા હોય છે. આવી જ એક વાત છે શહેરના યંગસ્ટર્સની કે જેઓએ બાઇક પર કુલ ૪૧ દિવસમાં ૭,૧૪૬ કિ.મી.ની મુસાફરી કરી છે. અમદાવાદથી લેહ લદ્દાખના ખરાબમાં ખરાબ રસ્તાઓની સાહસિક મુસાફરી કરીને સાહસ ખેડ્યું છે. બોપલમાં રહેતો ૨૩ વર્ષીય સની પંચાલ, રામદેવનગરમાં રહેતો ૨૩ વર્ષીય સુદિપ ચક્રવર્તી અને પાટણમાં રહેતો ૨૦ વર્ષીય મૈત્રય મારફતિયાએ સાથે મળીને બાઇક પર આટલી મોટી મુસાફરી કરવાનું નક્કી કર્યું હતું. જો કે, આ ત્રણેય મિત્રો બાઇક પર સમગ્ર ગુજરાત અને રાજસ્થાન પણ ફરી ચૂક્યા છે.
સની પંચાલ કહે છે કે, અમને બાઇક પર મુસાફરી કરવાનો ભારે શોખ છે. અમે બાઇક પર કંઇક અલગ જ પ્રકારનું સાહસ ખેડવા માંગતા હતા. જેથી અમે ત્રણેય ફ્રેન્ડ્‌ઝે સાથે મળીને લેહ લદ્દાખ અને બિકાનેરની કઠણ મુસાફરી કરવાનું નક્કી કર્યું. બસ પછી તૈયારી કરી અને ફેમીલીમાં જાણ કરતા તેઓએ પણ સારો સપોર્ટ કર્યો અને કોઇ જાતની આનાકાની કરી નહીં. પાંચમી જૂનની રાત્રે બાર વાગ્યે અમે ત્રણેય અમારી મુસાફરીની દિશામાં ઉપડી પડ્યા. અમદાવાદથી અમે અજમેર, બિકાનેર, અમૃતસર, પઠાણકોટ, ડેલહાઉસી, સાઝપાસ, કિલ્લડ, કિલોંગ, સારચુ, લેહ, ખરદુંગલા, શ્રીનગર, ચંદિગઢ, શિમલા, રામપુરથી શિમલા, દહેરાદૂન, મસૂરી, નૈનીતાલ, બિનસર,દિલ્હી અને ત્યાંથી અમદાવાદ પરત ફર્યા. દિલ્હીથી અમે સવારે છ વાગે નીકળ્યા અને રાત્રે આઠ વાગ્યે એટલે કે ૧૪ કલાકમાં અમદાવાદ પહોંચ્યા.
પોતાની મુસાફરીના અનુભવો જણાવતા સુદિપ અને મૈત્રય કહે છે કે, અમે બાઇકની સેફ્‌ટી સવારી માટે શૂઝ, પેન્ટ, જેકેટ, હેલમેટ વગેરેની તૈયારી કરી હતી. રસ્તામાં બાઇક બગડે તો કેવી રીતે રીપેર કરવું તેના માટે મુસાફરીના ચાર પાચ દિવસ અગાઉ શહેરના લોકલ મિકેનીકલ પાસે ટ્રેનીંગ પણ લીઘી હતી. વળી બાઇક લોડેડ હતુ જેમાં સામાન, એક્સ્ટ્રા ટુલબોક્સ, સ્પેરપાટ્‌ર્સ, બાઇકમાં જ ચાર્જર, કરીયર, પાણીના અને પેટ્રોલના કેરબા વગેરે સાથે રાખ્યું હતું. વળી બાઇકના વ્હીલ અમે ટબૂબલેસ નખાવ્યા હોવાથી એકવાર પણ પંક્ચર પડ્યુ નહતું. ચંદિગઢનો એક ખરાબ અનુભવ એ હતો કે ત્યાં પેટ્રોલ યોગ્ય ગુણવત્તા મળતુ ના હોવાથી એન્જીન પર તેની અસર પડી હતી. જ્યારે સાઝપાસમાં રસ્તા બહુ ખરાબ હોવાથી ૧૫૦ કિ.મી.ની મુસાફરી તો ફક્ત પહેલા ગીયરમાં જ કરી હતી. રસ્તામાં કેટલીય વાર પડ્યા હતા. પરંતુ એકલાથી આ બાઇક ઉભુ ના કરી શકાતુ હોવાથી ત્રણેયના સહયોગથી ઉભુ કરતા હતા.
સુદિપ જ્યારે ડ્રાઇવીંગ કરતો હતો ત્યારે રાત્રે અચાનક એક ધુવડ હેલમેટ સાથે અથડાતા હેલમેટનો કાચ તૂટી ગયો હતો. તેમ છતાં તેણે સાહસ પૂર્વક આખી મુસાફરી વગર કાચે કરી. જ્યારે બિકાનેરથી અમૃતસરના રોડ પર જતા મૈત્રયના બાઇકની પેટ્રોલની ટાંકીમાં કાંણુ પડી જતા સ્થાનિક દ્વારા મદદ પણ મળી હતી. જો કે, કેટલાંક રસ્તાઓમાં બાઇક ફસાઇ જતા સ્થાનિક લોકો દ્વારા મદદ મળી હતી. ત્યારે કેટલાંક લોકો એવું પણ કહેતા હતા કે તમે ગાંડા છો કે આવી રીતે બાઇક પર આટલી મોટી મુસાફરી કરવા નીકળી પડ્યા છો. તેમ છતાં ત્રણેય મિત્રોએ સાહસ, હિમ્મત અને અડગતા પૂર્વક આ મુસાફરી પાર કરી ત્યારે ફેમીલી પણ ખુશ હતું. જો કે, આ સમગ્ર ૭,૧૪૬ કિ.મી.ની મુસાફરી દરમિયાન એક બાઇકમાં કુલ રૂ.૧૯,૦૦૦નું પેટ્રોલ વપરાયું છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમે ભારતને ટેસ્ટ શ્રેણીમાં દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ છીએ ઃ ટેલર

યોકોવિચને હરાવી ફેડરરે સિનસિનાટી ટાઇટલ જીત્યું
ભારતીય ટીમમાં પુનરાગમન માટે ઇંગ્લીશ કાઉન્ટી ઉપયોગી નીવડશે
પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલમાં
અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ હવે ભારત- ન્યુઝી. વચ્ચે સેમી ફાઇનલ
યુરો ઝોનની કટોકટી મુદ્દે યુરોપના નેતાઓની મિટિંગ પર નજર
સોના-ચાંદીમાં આરંભિક ઉંચા ભાવો અલ્પજીવી નિવડી બજાર સાંજે ફરી તૂટી
રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો સ્થિતિ વધુ વણસશે
ઘણાં બધા ગુંચવાડા બાદ દિવસના પાંચથી વધુ એસએમએસ પર પ્રતિબંધ
સરકાર અને ગૃહ પ્રધાન સમાજ અને દેશના દુશ્મન છે ઃ ઠાકરે

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો વરસાદ-પૂરને લીધે વિખૂટો પડી ગયો

વરસાદમાં રજાની મજા માણવા ગયેલા નવ સહેલાણીનાં મોત
ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ'ની રૃા. સાડાત્રણ કરોડની કમાણી
ગુવારમાં વાયદો ફરી શરૃ કરવા અંગેનો નિર્ણય ખરીફ પાકની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાશે

આકર્ષક રિટર્ન્સ મેળવવા શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરોનું ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ પ્રયાણ

 
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved