Last Update : 21-August-2012, Tuesday

 
દિલ્હીની વાત
 

સરકારના બેજવાબદાર પ્રધાનો
નવી દિલ્હી, તા.૨૦
યુપીએ કેન્દ્ર સરકાર રોજ કોઈ નવા વિવાદનો સામનો કરતી નજરે પડે છે. આજે કેન્દ્રીય બેનીપ્રસાદ વર્મા નામનું ભૂત ધૂણ્યું છે. તેમણે કહ્યું છે કે ખાદ્ય ચીજોમાં ભાવ વધારાથી હું ખુશ થયો છું. તેમનું ગણિત એવું છે કે ખાદ્ય ચીજોના ભાવ વધે તો તે કિસાનોના લાભમાં છે!! બેનીપ્રસાદનો આ વાણીવિલાસ જોકે કોંગ્રેસને ભારે પડયો છે કેમ કે ભાજપે તેને ગરીબોની મશ્કરી સમાન ગણાવ્યો છે. આશ્ચર્યની વાતતો એ છે કે કિસાનો પણ ખાતરના ભાવ વધારા અને વીજળીની સમસ્યાથી પીડાતા હોઈ ઠેરના ઠેર રહ્યા છે. જેડી(યુ)ના નેતાએ પણ બેનીપ્રસાદના નિવેદનનો વિરોધ કર્યો છે. બેનીપ્રસાદ જવાબદાર કેન્દ્રીય પ્રધાન છે. તેમના નિવેદનો કોઈનાય ગળે ઉતરે એવા નથી.
મુલાયમનો ચંચુપાત
આજનો દિવસ બેનીપ્રસાદ વર્માનો હતો. ઉત્તરપ્રદેશના બારાબંકીમાં તેમણે કોંગ્રેસના કેન્દ્રમાં સમર્થક એવા મુલાયમસિંહ યાદવની પણ ટીકા કરી હતી. તેમણે એવી કોમેન્ટ કરી હતી કે મુલાયમસિંહ યાદવના ચંચુપાતના કારણે ઉત્તરપ્રદેશની સરકાર બરાબર કામ કરી શકતી નથી. જોકે અખિલેશ તો મારા મારા છોકરા જેવો છે. તેના ઉપર કોઈ આક્ષેપ હું કરતો નથી. બેનીપ્રસાદને એ ખબર નથી લાગતી કે યુપીએ કેન્દ્ર સરકાર માટે મુલાયમસિંહ સંકટ સમયની સાંકળ સમાન છે.
ત્રીજો મોરચો શક્ય નથી
બેનીપ્રસાદનો ત્રીજો રાજકીય ટોર્પિડો જુઓ. સમાજવાદી પક્ષના નેતા મુલાયમસિંહે ગઈકાલે એમ કહ્યું હતું કે મેં ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પક્ષ ૬૦ બેઠકો જીતશે તો કેન્દ્રમાં ત્રીજા મોરચાની સરકાર રચાશે. આ અંગે બેનીપ્રસાદે કહ્યું કે મુલાયમસિંહે વડાપ્રધાન બનવા માગે છે, પરંતુ તે ક્યારેય શક્ય બનવાનું નથી.
આસામમાં શાંતિ, કેન્દ્રને હાશકારો
આજે ઈદ નિમિત્તે આસામના તોફાનગ્રસ્ત વિસ્તારોમાં સલામતીનો સખત જાપ્તો ગોઠવાયો હતો. તોફાનગ્રસ્ત એવા કોકટામ્ર, ચિરંત્ર અને ધુબ્રી વિસ્તારોમાં શાંતિ પ્રવર્તી રહી છે. આસામમાં શાંતિ એ કેન્દ્રને હાશકારાનો અનુભવ કરાવ્યો હતો.
સોનિયા ગાંધી મોરચા પર
યુપીએ સરકાર અને વિરોધપક્ષોને આશ્ચર્ય એ વાતનું છે કે સોનિયા ગાંધી સળગતા પ્રશ્નો અંગે બોલતા થયા છે. આસામ હિંસાચારના મુદ્દે લોકસભામાં તેમણે એલ. કે. અડવાણીના નિવેદનનો ગુસ્સાભેર વિરોધ કરીને 'સોરી' કહેવડાવ્યું હતું. એવી જ રીતે આસામ હિંસાચાર અંગે અફવા ફેલાવતા તત્ત્વો સામે તેમણે કડક પગલાં લેવા કહ્યું છે. લાગે છે કે સોનિયા ગાંધી ફ્રન્ટ લેવલે મોરચો સંભાળી રહ્યા છે.

Share |
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved