Last Update : 14-August-2012, Tuesday

 

કુકંિગ ઓઇલના ફાયદા-ગેરફાયદા

 

રસોઇ બનાવવામાં ઉપયોગી તથા મહત્વની ખાદ્યસામગ્રીમાં કુકંિગ ઓઇલનું સ્થાન અગ્રેસરનું છે. રસોઇ યોગ્ય અને હેલ્ધી તેલમાં બનાવી હોય તો તેના ગુણ તથા ફાયદા વધી જાય છે. અનહેલ્ધી કુકુંગ ઓઇલમાં રંધાયેલ હેલ્ધી ખોરાક શરીરને નુકસાનકારક સાબિત થાય છે.
અહીં વિવિધ પ્રકારના તેલના ઉપયોગ તથા ફાયાદા વિશે જણાવામાં આવ્યું છે.
સરસવનું તેલ- તેના એન્ટિસેપ્ટિક ગુણના કારણે ગળાની તકલીફ, દમ, બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયા જેવા રોગમાં રક્ષક તરીકે કામ કરે છે. તેની સ્ટ્રોન્ગ ફ્‌લેવરના કારણે પાચક રસના નિર્માણને તેજ કરીને પાચન શક્તિ વધારીને ભૂખ વધારે છે.
સરસવ તેલ વાપરતી વખતે ચોક્કસ બાબતોનું ઘ્યાન રાખવું જરૂરી છે જેમ કે સરસવના તેલમાં યૂરિક એસિડ વઘુ પ્રમાણમાં સમાયેલું હોવાથી સ્વાસ્થ્યનેહાનિ પહોંચે છે.
સરસવના તેલને વઘુ ગરમ કર્યા પછી જ તેને ઉપયોગમાં લેવાતું હોય છે. પરંતુ વઘુ પડતું ગરમ કરવાથી તેનામાં સમાયેલ ઓમેગા ૩ નષ્ટ થઇ શકે છે અને તેના પોષક તત્વો ઓછા થઇ શકે છે.
સનફ્‌લાવર તેલ- સૂરજમુખી ફૂલ પ્રત્યે બેઘ્યાન આપનારા લોકો હવે સૂરજમુખીના તેલનો ઉપયોગ વઘુને વઘુ કરવા લાગ્યા છે.તેના હળવા સ્વાદને કારણે શેફ ઉપયોગમાં લેવા લાગ્યા છે. સનફ્‌લાવર તેલ ડીપફ્રાય માટે પણ વાપરવામાં આવે છે. મોટા ભાગના લોકો સ્વાસ્થ્યના ફાયદાને ઘ્યાનમાં રાખીને તેનો વઘુ ઉપયોગ કરે છે. સનફ્‌લાવર ઓઇલમાં વિટામિન ઇ પ્રચૂર માત્રામાં હોય છે. જે કેન્સર, ઇન્ફેકશન અને વિવિધ બીમારીઓથી રક્ષણ આપે છે. સનફ્‌લાવર તેલમાં કેલરી કન્ટેટ વઘુ પ્રમાણમાં હોય છે. વિટામિન કે અને વિટામિન ઇ ઉપરાંત તેમાં અન્ય કોઇ પણ પોષક તત્વ વઘુ માત્રામાં નથી હોતા.
સોયાબીન તેલ- સોયાબીનમાંથી પ્રાપ્ત થાય છે. તેમાં ઓમેગા૩ પ્રચૂર માત્રામાં સમાયેલું છે. વિટામિન ઇનો સારો સ્ત્રોત છે. પોલી એનસેચ્યુરેટેડ ફેટી એસિડની માત્રા પુષ્કળ હોય છે.
એક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે, સોાયાબિન તેલનેડીપ ફ્રાય કરવાથી અથવા તો તેજ તાપમાન પર ઉપયોગમાં લેવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડે છે.
સોયાબીન તેલનો ઉપયોગ કરતી વખતે તાપ ધીમો રાખવો. શાકને હળવા સાંતળવા માટે જ વાપરવું. સલાડ ડ્રેસંિગ માટે તેના કરતા અન્ય કોઇ સારો વિકલ્પ નથી.
કોપરેલ - દક્ષિણ ભારતીય લોકો કોપરેલનો ઝાઝો ઉપયોગ કરે છે. રિસર્ચ જણાવે છે કે કોકોનટ ઓઇલથી પાચન તંત્ર અને રોગ પ્રતિરોધક ક્ષમતા મજબૂત થાય છે.કોપરેલ તો ત્વચા માટે પણ ફાયદાકારક છે. તેના એન્ટિએજંિગ પ્રભાવથી સહુ કોઇ પરિચિત છે.
કોપરેલમાં સેચ્યુરેટેડ ફેટ વઘુ પ્રમાણમાં હોવાથી બ્લડ કોલોસ્ટ્રોલ વધી શકે છે અને તેનું વઘુ તથા સતત સેવન‘ બેડ’ કોલોસ્ટ્રોલને વધારે છે.
ઓલિવ ઓઇલ- ઓલિવ ઓઇલ દુનિયાભરમાં પ્રખ્યાત થઇ ગયું છે અન ેદેશ-વિદેશમાં તેનો વપરાશ વઘુ થઇ ગયો છે. ઓલિવ ઓઇલના ઉપયોગથી ડાયટમાં પોષણ જાળવી શકાય છે તેમજ કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ અને કેન્સર જેવી ગંભીર બીમારીનો ભોગ ન બનાય તેના સામે રક્ષણ આપે છે.
મોનોઅનસેચ્યુરેટેડ ફેટ્‌સથી ભરપૂર હોય છે. તેમાં સમાયેલા ફાઇટોકેમિકલ્સ કોલેસ્ટ્રોલને ઓછું કરેે છે અને કેન્સર જેવી ગંભીર બીમારીનો ભોગના ભયને ઓછો કરવામાં મદદગાર છે.
એન્ટી ઓક્સીડન્ટસ્થી ભરપૂર હોય છે. અન્ય તેલની સરખાણણીમાં તેની સ્ટોરેજ લાઇફ અધિક હોય છે.આ તેલને ફ્રિજ પણ કરી શકાય છે જેથી તેના પોષકતત્વો સચવાઇ રહે છે.
ઓલિવ ઓઇલની ફ્‌લેવર વઘુ પડતી સ્ટ્રોન્ગ હોવાથી તેન ેદરેક વાનગીઓમાં ઉપયોગ કરવામાં નથી આવતો.
ઓલિવ ઓઇલમાં વઘુ પડતી કેલરી સમાયેલી હોવાથી કેલરીના આંક પર ચાંપતી નજર રાખનારાઓએ તેનો ઉપયોગ નહીંવત માત્રામાં કરવો.
ગરમ કરવાથી તેને ફ્‌લેવર આપનાર તત્વો નષ્ટ પામતા હોવાથી તેની ફ્‌લેવર બદલાઇ જાય છે.
વઘુ પડતા તેજ તાપમાને ગરમ કરવાથી તેલમાં જે પરિવર્તન આવે છે તેનાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે.
ઓલિવ ઓઇલનો ઉપયોગ કાચો કરવાથી જ તેનામાં રહેલા પોષણ તત્વોનો લાભ લઇ શકાય છે. તેથી બહેતર એ જ છે કે તેને સલાડની ડ્રેસંિગમાં અથવા ડિપ્સ માટે ઉપયોગમાં લેવું.
કુકંિગમાં ઉપયોગ કરવો હોય તો ધીમા તાપે કરવો.
ઘ્યાન રહે કે કુકંિગ માટે પણ શુદ્ધ તેલ વાપરવું નહીં કે વર્જિન,બિનરાંધેલા ફૂડ માટે વધારે પ્રમાણ ધરાવતું વર્જિન ઓલિવ ઓઇલનો ઉપયોગ કરવો.
તેની રિચ ફ્‌લેવરને કારણે ડ્રેસંિગ્સ માટે ઉપયોગમાં લઇ શકાય.
સુરેખા

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved