Last Update : 14-August-2012, Tuesday

 

વરસાદમાં આંખોની દરકાર

 

ગરમીની મોસમ હતી. પ્રિયંકા સ્કૂલેથી પાછી આવી હતી. તેને બહુ ગરમી લાગતી હતી. ઘરે આવીને તે સૂઈ ગઈ હતી. થોડીવાર પછી તે જ્યારે સૂઇને ઊઠી અને જોયું તોે તેની આંખો લાલ થઈ ગઈ હતી. તેને આંખોેમાં ખૂંચતું પણ હતું. અને પીડા પણ થતી હતી. પ્રિયંકાની માતાએ વિચાર્યું કે સવાર સુધીમાં આ બીમારી આપોઆપ દૂર થઈ જશે. સવારે જ્યારે પ્રિયંકા ઉઠી તો તેની આંખો એવીને એવી જ હતી. પીડાને લીધે તે સ્કૂલે પણ જવા તૈયાર ના થઈ. પ્રિયંકા સાંજે આંખોના ડોક્ટર પાસે ગઈ ત્યારે ખબર પડી કે તેની આંખોમાં એલર્જી થઈ ગઈ છે.
જાણીતા આંખના નિષ્ણાત ડોક્ટર ચંદ્રા કહે છે કે વર્ષા ૠતુની આ મોસમ આંખો માટે બધા પ્રકારની બીમારીઓ લઈને આવે છે. તડકો, ઘૂળ અને ગંદકી આંખોને બહુ નુકસાન કરી શકે છે. એટલે વર્ષા ૠતુની મોસમમાં આંખોનું વઘુ ઘ્યાન રાખવાની જરૂર પડે છે. આંખોની આ બીમારી ચેપ અને એલર્જીના કારણે થતી હોય છે, જે આ મોસમમાં સામાન્ય છે.
વર્ષાૠતુની મોસમમાં આંખોેની બીમારીનું સૌથી મોટું કારણ ચેપ અને એલર્જી હોય છે. ડોક્ટર કહે છે , ‘‘બેક્ટેરીયલ અને વાયરલ બે કારણોથી ચેપ થાય છે. બેક્ટીરયલ ચેપ જુદાં જુદાં કારણોથી થાય છે. તે એક દર્દીથી બીજા દર્દી સુધી પહોેંચે છે. સ્વચ્છતા ન રાખવાથી આ થાય છે. સ્પર્શથી પણ આ ઘણું ખરું ફેલાવા લાગે છે. આંખોની બીમારીનું બીજું કારણ વાયરલ હોય છે. તેના કારણે આંખોમાં કન્જક્ટિવાઈટીસ બીમારી થઈ જાય છે.
વર્ષાૠતુની મોસમમાં બધા પેશન્ટ આ રોગથી હેરાન થઈને ડોક્ટરની પાસે જાય છે. વર્ષાૠતુમાં એલર્જી પણ આંખોની બીમારીનું મોટું કારણ બને છે. આ એલર્જી હવા દ્વારા આંખો સુધી પહોંચે છે. આ મોસમમાં જુદાં જુદાં પ્રકારનાં ઝાડ છોેડમાં એલર્જી ફેલાવનારી ચીજો હોય છે. ઝડપી પવન ફૂંકાવાથી તે સમગ્ર વાતાવરણમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાઈ જાય છે. આ સિવાય વરસાદમાં જીવજંતુ પણ બહુ સંખ્યામાં હોય છે. તે જ્યારે આંખોેના સંપર્કમાં આવે છે ત્યારે આંખોેની બીમારી થઈ જાય છે.’
૦ ચેપથી થતી બીમારીઓમાં આંખોમાં પરુ જેવી ગંદકી થવા લાગે છે. તેનાથી આંખોેમાં ચીકાશ થાય છે.
૦ રાત્રે સૂઇને જ્યારે સવારે ઊઠીએ ત્યારે આંખોની પાંપણ પરુ જેવી ચીકાશને કારણે ચોેંટીને બંધ થઈ જાય છે.
૦ વાયરલથી થતી બીમારીમાં આંખોે ખરાબ રીતે લાલ થઈ જાય છે.
૦ આંખોેમાંથી સતત પાણી આવવા લાગે છે.
૦ આંખોેમાં ખૂંચતું હોય છે, જેથી આંખમાં પીડા થાય છે.
૦ પ્રકાશ પણ આંખોમાં ખૂંચવા લાગે છે.
૦ આંખોમાં એલર્જી થવાને કારણે ખંજવાળ આવે છે. આંખમાં આંજણી પણ થઈ જાય છે.ડોક્ટર કહે છે કે આંખોની કેટલીક બીમારીઓ ૧-૨ દિવસમાં આપોઆપ સારી થવા લાગે છે. જો પીડા વધારે હોય અથવા પછી આંખ વધારે લાલ હોય તો ડોક્ટરને જરૂર બતાવી દેવું જોઈએ. ક્યારેક ક્યારેક બીમારીની અવગણના કરવાથી આંખોેની રોશની જવાનો ભય રહે છે. વર્ષાૠતુમાં ઘૂળ, તડકો અને ગરમીથી દૂર રહીને આંખોેની બીમારીથી દૂર રહી શકાય છે.
૦ આ મોસમમાં આંખોની બીમારીઓથી બચવા માટે સાધારણ ગરમ પાણીથી દિવસમાં બે વખત આંખોને ધોવી જોઈએ. ઠંડા પાણીથી આંખો ધોવાથી આંખોને આરામ જરૂર મળે છે. પણ બીમારીથી નથી બચાવી શકાતી.
૦ આંખોને તડકા અને ઘૂળથી દૂર રાખવા માટે આંખ પર ગોગલ્સ પહેરો એ વઘુ સારું રહેશે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવતાં ચશ્માનો ઉપયોગ કરો.
૦ ગોેગલ્સ સારા કાચના હોવાં જોઈએ. ખરાબ કાચના ચશ્મા આંખોની રોશનીને નુકસાન પહોંચાડી શકે છે.
૦ જે લોકો કોઈ પણ પ્રકારનાં લેન્સ પહેરે છે. તેમણે ખાસ સાવચેતી રાખવાની જરૂર હોય છે. વર્ષાૠતુમાં ચેપ વઘુ લાગે છે એટલે લેન્સ અને લેન્સ રાખવાના કેસ (કવર)ની પાણી અને સાબુથી રોજેરોજ સફાઈ કરવી જોઈએ.
૦ એલર્જી થવાની સ્થિતિમાં એ તપાસ કરવી જોઈએ કે એલર્જી કઈ વસ્તુથી થઈ છે. તેનાથી દૂર રહેવું તે સારો ઉપાય છે. જો આ રીતે વર્ષાૠતુમાં આંખોને સાચવવામાં આવે તો બીમારીથી બચી શકાય છે. આંખોે શરીરનો સૌથી મહત્ત્વનો ભાગ છે. તેની દેખરેખ પણ સારી રીતે કરવી જોઈએ. આંખોેની બાબતમાં ઈલાજ કરતાં બચાવ જ એક સારામાં સારો રસ્તોે છે.
ભૂમિકા

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved