Last Update : 14-August-2012, Tuesday

 

યાદગાર પળોને ચિરંજીવ રાખવાની કળા

આજે ડીવીડી, પેન ડ્રાઈવ કે કમ્પ્યુટરમાં ડિજિટલ ફોટા આસાનીથી સંઘરી શકાય છે છતાં પેપર, ફોટા, આલ્બમ અને ફ્રેમનું મહત્ત્વ ઘટ્યું નથી
આજકાલ મોટેભાગે બધાંની પાસે ડિજિટલ કેમેરા હોય છે તેથી ફોટાઓ સાચવવાની બહુ ઝાઝી માથાકૂટ નથી રહેતી. કારણ કે આવા ડિજિટલ ફોટોગ્રાફ્‌સ સહેલાઈથી ડીવીડી, પેન ડ્રાઈવ અથવા કમ્પ્યુટરમાં સંગ્રહ કરી શકાય છે. પરંતુ આવા ફોટા મોબાઈલ કે કમ્પ્યુટરની સ્ક્રીન પર જોઈને એટલો આનંદ નથી આવતો જેટલો જુનો ફોટાના આલ્બમ જોતી વખતે આવે છે. તેથી આવા ફોટાને અત્યંત કાળજીપૂર્વક સાચવવા જોઈએ.
સુનંદા નામની એક ગૃહિણી કહે છે, ‘‘જ્યારે તમે જૂના ફોટા હાથમાં લો છો ત્યારે તમારા મનમાં રહેલી સ્મૃતિઓ તાજી થઈ જાય છે અને આ ફોટા ડિજિટલ ફોટા કરતા વધારે વાસ્તવિક લાગે છે અને આમ પણ મને કમ્પ્યુટર ચલાવતા આવડતું નથી તેથી વારંવાર મારી દીકરીને કહેવું પડે છે.’’
સુનંદાની જેમ ઘણા લોકો આઘુનિક ટેક્નોલોજી વિશે ઓછું જ્ઞાન ધરાવે છે તેથી તેઓ ડિજિટલ ફોટા કરતા ફોટોપેપર વધારે પસંદ કરે છે. એ સિવાય કેટલાક એવા ફોટા પણ હોય છે જેને આપણે ફ્રેમમાં મઢાવીને ઘરની દીવાલ પર પણ લગાડીએ છીએ જે ડિજિટલી કરવું શક્ય નથી. માટે આવા ફોટાઓને વરસોવરસ જાળવી રાખવા માટે શું કરવું જોઈએ એ વિશે થોડી માહિતી અહીં આપી છે.
* પેપર ફોટોગ્રાફ્‌સનું બદલાતા ઉષ્ણતામાનથી રક્ષણ થવું જોઈએ. કારણ કે હવામાં ભેજ, વઘુ પડતો સૂર્યપ્રકાશ અને સતત બદલાતા તાપમાનને લીધે ફોટા પર વિપરીત અસર થાય છે જેને કારણે તે ખરાબ થઈ શકે છે. તેથી જો તમે કોઈ ફોટો ફ્રેમમાં નાખીને મઢાવેલો હોય તો તેને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે એ રીતે દીવાલ પર લગાડો અને જો ફોટાઓ આલ્બમમાં રાખ્યા હોય તો એ આલ્બમને ભેજવાળી જગ્યાએ ન મૂકવો.
* જ્યાં તમે ફોટોગ્રાફ્‌સ મૂકતા હો એ જ જગ્યાએ તેની નેગેટિવ્સ ન મૂકવી. કારણ કે જો ફોટો આલ્બમ કોઈ કારણસર બગડી જાય તો નેગેટિવ દ્વારા તમે ફરી વખત ફોટા બનાવડાવી શકશો.
* ક્યારેય ફોટાની પાછળના ભાગમાં બોલ-પેનથી કે શાહી-પેનથી કંઈ લખવું નહિ. આમ કરવાથી પેનની શાહી ફોટાની પાછળ પ્રસરી જશે અને તેના રંગ ઝાંખા પડવા લાગશે. અને જો તમે ફોટા પાછળ કંઈક લખવા જ માગતા હો તો બજારમાં એસિડ રહિત માર્કંિગ પેન મળે છે. અથવા તો પેન્સિલ વડે હળવે હાથે લખી શકાય.
* ઘણા બધા ફોટા એકસાથે મૂકવા હોય તો તેને રબ્બર-બેન્ડથી ન બાંધો. કેમકે રબ્બર બેન્ડમાં સલ્ફર નામનું રસાયણ હોય છે જે ફોટાની ગુણવત્તા ખરાબ કરી નાખે છે. એ સિવાય પેપર-ક્લિપ્સ લગાડવાથી ફોટાની સપાટી ખરબચડી થઈ જાય છે તેથી ક્લિપ લગાડવી હોય તો ફોટા પર આલ્કલાઈન પેપર મૂકવું.
* તમારા માટે મહત્ત્વના હોય એવા ફોટા દીવાલ પર ફ્રેમમાં ન લગાડો. કારણ કે ફ્રેમનો કાચ લાંબા ગાળે ફોટા પર ચીટકી જવાથી ફોટા ખરાબ થઈ જાય છે અને સૂર્યપ્રકાશને લીધે ફોટાનો રંગ પ્રસરી જાય છે તેથી ફોટાની કૉપી બનાવડાવીને તેને ફ્રેમ કરાવવી. મૂળ ફોટા એમ જ રાખવા.
* આલ્બમમાં ફોટાને ચીટકાડવા માટે ગ્લુ કે સેલોટેપ ન વાપરવી. મોટાભાગના ગ્લુમાં સલ્ફર અને એસિડ હોય છે જે ફોટાને ઝાંખા પાડી દે છે. તેથી ફોટા ચીટકાડવા માટે વિશેષ ગ્લુ અને ટેપ્સ વાપરવી.
* આગ અને પાણી તમારા કંિમતી ફોટાઓને નષ્ટ કરી શકે છે તેથી આવા ફોટાને હિટર કે ડ્રાયરથી દૂર રાખવા. ફોટાને ક્યારેય બેઝમેન્ટમાં કે અંધારાવાળી જગ્યાએ ન રાખવા.
* સસ્તા અને હલકી ગુણવત્તાવાળા આલ્બમ કે ફોટો પેપર ન ખરીદવા તેને બદલે લિગ્નિન ફ્રી, એસિડ ફ્રી પેપર વાપરવા. આલ્બમ માટે માત્ર પીવીસી-ફ્રી એટલે કે પોલિયેસ્ટર, મિલર, પોલીપ્રોપલિન, પોલિયેથેલિન અને તાઈવેક જેવું મટિરિયલ જ વાપરવું.
* તમારા લગ્નના ફોટા, બાળકોના ફોટા કે અન્ય મહત્ત્વના પ્રસંગે પાડેલા ફોટા કોઈ સસ્તા ફોટા સ્ટૂડિયોવાળાને કે ‘વન હાવર’માં ફોટા આપી દે એવા ફોટોગ્રાફરને બનાવવા માટે ન આપવા. કારણ કે ફોટાઓની ફિલ્મ તાજાં કેમિકલ્સમાં ડેવલપ થાય અને નેગેટિવ્સ સારી રીતે ઓછામાં ઓછી એક કલાક સુધી ધોવાય એ જરૂરી છે. આવી સેવા માત્ર પ્રોફેશનલ ફોટોગ્રાફરો જ આપે છે તેથી તમે ફોટા ધોવડાવવા આપો ત્યારે એ વાતની ખાતરી કરી લો કે તમે જેટલા પૈસા ચૂકવો છો એ પ્રમાણે વસ્તુ મળે છે કે નહિ.
રેખા કાનાણી

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved