Last Update : 14-August-2012, Tuesday

 

ઓછી કેલરીવાળો ખોરાક સ્વાદિષ્ટ બનાવવાની ટીપ્સ

 

આપણે સહુ જાણીએ છીએ કે રસોઈ બનાવવી, તેને યોગ્ય રીતે પીરસવી અને કોઈને પ્રેમથી જમાડવું એ એક કાળા છે. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે ભોજન સ્વાદ ખાતર લેવાય છે કે સારા સ્વાસ્થ્ય માટે? ખાવાના શોખીનો તો એમ જ કહે છે કે જ્યાં સુધી વાનગી ચટપટી , મસાલેદાર ન હોય ત્યાં સુધી ખાવાની મજા નથી આવતી. શાકમાં તેલ ઓછું અને પાણી વધારે હોય તો તેઓ કહે છે કે દરદીઓ માટે બનાવેલું બાફેલું શાક અમને નહીં ભાવે, આવા ભોજનથી પેટ તો ભરાઈ જાય છે પણ મનને સંતોષ નથી થતો. જે લોકો ડાયેટંિગ કરવાના ચક્કરમાં આવો ખોરાક ખાય છે તેઓ પણ થોડા દિવસોમાં કંટાળી જાય છે તો પછી કંઈક એવું કરવામાં આવે જેનાથી ખોરાક સ્વાદિષ્ટ બનવાની સાથે સ્વાસ્થ્યવર્ધક પણ બને. અહીં આ વિશે કેટલીક ઉપયોગી ટિપ્સ આપી છે જેનાથી ઓછી કેલરીવાળો ખોરાક પણ ટેસ્ટી લાગશે.
* રસોઈ બનાવતી વખતે વાનગીમાં આદું-લસણની તાજી પેસ્ટનો ઉપયોગ કરશો તો તે સ્વાદિષ્ટ બનવાની સાથે જ તેની સુગંધથી જ મોંમાં પાણી આવશે.
* લીંબું,સંતરા અને મોસંબીના રસથી ભોજન ચટપટું બને છે અને જલ્દી પચી પણ જાય છે સાથે જ વિટામીન ‘સી’ પણ મળે છે.
* ટામેટાં, કાંદા, ફુદીનો, આમલી અને દહીં. આ પાંચ વસ્તુઓ એવી છે જે કોઈ પણ મસાલેદાર વાનગી સાથે મિશ્ર કરી પીરસવામાં આવે તો તેનો સ્વાદ અને રંગત બદલાઈ જશે.
* ઓછા તેલ અથવા ઘીમાં ખોરાક રાંધવા માટે નોનસ્ટિક ફ્રાઇંગ પેન, ઓવન કે માઇક્રોવેવ યોગ્ય વિકલ્પ છે. આજકાલ તેલના સ્પ્રે પણ મળે છે જેનો ઉપયોગ કટલેટ બનાવવા માટે કરી શકાય છે.
* મસાલેદાર દાલ-ફ્રાય બનાવવા માટે લસણ, ટામેટાં અને આદુંને દાળની સાથે જ કૂકરમાં બાફી લો અને છેલ્લે નામ માત્રનું તેલ લઈ તેમાં રાઈ, જીરું, હંિગ અને સૂકાં લાલ મરચાંનો વઘાર કરી દાળમાં નાખવું. તેના પર કોથમીર ઝીણી સમારીને ભભરાવવી.
* ગ્રેવી તૈયાર કરતી વખતે પણ કાંદા, શીંગદાણા અથવા નારિયેળનો ઉપયોગ કરવાને બદલે શકેલો ચણાનો લોટ વાપરો કારણ કે નારિયેળમાં સેચ્યુરેટેડ ફેટ (ચરબી) વઘુ પ્રમાણમાં હોય છે.
* રસોઈ હંમેશાં ધીમી આંચ પર બનાવો. તેનાથી ખોરાકના પોષકતત્ત્વો જળવાઈ રહેશે અને ઇંધણની બચત પણ થશે તે નફામાં.
* મોટાભાગે શાક ગ્રેવીવાળું જ બનાવવું જેથી તેલ ઓછું વપરાય અને પોષકતત્ત્વો પણ નષ્ટ ન થાય.
* જો સૂકું શાક ખાવું હોય તો વઘાર કર્યા બાદ માત્ર અડધો કપ પાણી નાખી શાકને કૂકરમાં મૂકી એક સીટી વગાડવી.
* શાક સમાર્યા બાદ તેને ધોવું નહીં. આમ કરવાથી તેમાં રહેલા વિટામીન્સ જળવાઈ રહેશે.
* શાકભાજી સમારતી વખતે બહુ મોટા ટુકડા ન કરવા અને સમાર્યા બાદ તરત જ ઉપયોગમાં લેવું. કારણ કે વઘુ સમય સુધી હવામાં પડ્યા રહેવાથી તેમાંના વિટામીન્સ અને મિનરલ્સનું ઓક્સિડેશન થવા માંડે છે.
* ચોખાને તપેલીમાં થોડું વધારે પાણી નાખીને રાંધો અને ભાત બની ગયા બાદ વધેલું ઓસામણ ફેકી દો તેનાથી ભાતની કેલરી ઓછી થાય છે.* લોટને ચાળ્યા વગર જ ઉપયોગમાં લેવો જેથી તેમાંનાં બધાં જ પોષકતત્ત્વો શરીરને મળે.
* ખોરાકને વારંવાર ગરમ ન કરવો કારણ કે આમ કરવાથી તેનું પોષણ મૂલ્ય નષ્ટ થાય છે.
* જો પૂરી કે ભજિયા તળવા હોય તો જરૂર પૂરતું જ તેલ લેવું કારણ કે તળ્યા બાદ વધેલું તેલ વારંવાર વાપરવાથી તે ઘાટું થતું જાય છે અને તેનાથી કોલેસ્ટ્રોલ વધે છે.
* જમવામાં દરરોજ વેરાયટી બનાવો. તમે ભોજનમાં જેટલી વધારે શાકભાજી અને કઠોળનો ઉપયોગ કરશો તેટલા જ વઘુ પોષકતત્ત્વો તમને મળશે. રોજ એક જ પ્રકારનો ખોરાક ખાઈને કંટાળો આવે છે અને જમવા પ્રત્યે નીરસતા ઉત્પન્ન થાય છે.
* બને તો એકાંતરે મિક્સ વેજિટેબલ અથવા મિક્સ દાળ બનાવવી જેથી શરીરને ઉપયોગી પ્રોટીન અને વિટામીન્સ મળી શકે.
* રસોઈ બનાવતી વખતે પનીરને બદલે સોયાબીન વડીનો ઉપયોગ કરવાથી ખોરાક ઓછી કેલરીવાળો બનશે.
* શીંગદાણા કે પાપડ જેવા પદાર્થો તળીને ખાવાને બદલે શેકીને ખાવા જેથી તે વઘુ પડતી કેલરી ન આપે.
* બને તેટલું વઘુ પાણી પીવાથી અકારણ ભૂખ નહીં લાગે અને આચરકૂચર કંઈ પણ મોંમાં નાખવાથી બચી શકાશે.
* કેટલીક પારંપારિક વાનગીઓને નવી રીતે બનાવીને પીરસવામાં આવે તો નવા સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ સચવાશે.
રેખા કાનાણી

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved