Last Update : 14-August-2012, Tuesday

 
આડેધડ કસરતની આફત
 

ચુસ્તી-સ્ફૂર્તિ વધારવા માટે વ્યાયામના અતિરેકથી ઘણીવાર તંદુરસ્તી જોખમાય છે
જોતમે રોજ થોડી કસરત કરો તો એ તમારી તંદુરસ્તી માટે સારું છે. તો પછી વઘુ કસરત વધારે ફાયદો કરે, બરાબર? વેલ, આનો જવાબ હા પણ છે અને ના પણ. ક્યારેક વઘુ કસરત ફાયદો કરે છે તો ક્યારેક નુકસાન.
જો તમે વઘુ ને વઘુ કસરત કરતા જાઓ તો એક તબક્કે પોઇન્ટ ઓફ ડિમિનિશંિગ રિર્ટનનો સમય આવી જાય છે અને તમારું શરીર પોકારી ઊઠે છે કે બસ, હવે નહીં. જોકે કસરતનો હાઇએસ્ટ પોઇન્ટ દરેકને જુદા-જુદા સમયે આવે છે. વિવિધ સ્પોર્ટ્‌સમાં ભાગ લેતા એથ્લીટો કલાકો સુધી વિવિધ પ્રકારની કસરત કરતા રહે પછી તેમનું શરીર થાકે છે તો સામાન્ય માણસ વીસ, ત્રીસ કે પચાસ મિનિટની કસરત બાદ અંદરથી થાકી જાય છે. ઘણી વાર ચુસ્તી અને તંદુરસ્તી વધારવા માટે માણસમાં એટલો બધો ઉત્સાહ જાગે છે કે કસરતનું પ્રમાણભાન રાખવાનું તેના માટે મુશ્કેલ બની જાય છે. પણ જો તમે વઘુ પડતી કસરત કરવા માંડો અને કસરતથી તમને ફાયદો થવાને બદલે નુકસાન થવા માંડે તો તમે ઓવરટ્રેઇનંિગની સમસ્યાનો શિકાર બની જાઓ છો. ઓવરટ્રેઇનંિગ તમારા માટે એક કાયમી સમસ્યા બની જાય એ પહેલાં ચેતી જાઓ અને એનાં ચિહ્‌નો પારખી લો. ઓવરટ્રેનંિગનાં શારીરિક ચિહ્‌નો આ રહ્યાઃ
૦ કાર્યક્ષમતામાં ઘટાડો થવો.
૦ સંકલન ગુમાવી બેસવું.
૦ કોઈ ઈજામાંથી સાજા થતાં
વઘુ લાંબો સમય લાગવો.
૦ સવારે હૃદયના ધબકારાનો દર વધી જવો.
૦ માથાનો દુખાવો.
૦ સ્નાયુઓનો સોજો.
૦ પાચનને લગતી સમસ્યા.
૦ ઇન્ફેક્શન સામે લડવાની ક્ષમતા ઓછી થવી.
એટલું યાદ રાખો કે ઓવરટ્રેઇનંિગનાં બધાં ચિહ્‌નો શારીરિક નથી હોતા. જેમ નિયમિત કસરતની શુભ અસર તમારા મૂડ તથા સ્ટ્રેસ સામે લડવાની તમારી ક્ષમતા પર પડતી હોય છે એમ વઘુ પડતી કસરતની અશુભ અસર તમારા મૂડ પર પડતી હોય છે. આવી તકલીફનો ભોગ બનનાર માણસ ચીડિયો અને ડિપ્રેસ્ડ બની જાય છે.
ઓવરટ્રેઇનંિગનાં અન્ય ઇમોશનલ તથા માનસિક ચિહ્‌નોમાં ડિપ્રેશન, બેદરકારી, ઘ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અનુભવવી, વઘુપડતા સંવેદનશીલ બની જવું અને આત્મગૌરવના અભાવનો સમાવેશ થાય છે. એક વાર તમે ઓવરટ્રેઇનંિગનાં ચિહ્‌નો પારખો પછી તમારે પ્રામાણિકપણે એનું મૂળ કારણ શોધવાની કોશિશ કરવી જોઈએ. કોઈ સ્પર્ધામાં અમુક લોકોને સ્પર્ધાનો સમય નજીક આવે ત્યારે આ અનુભવ થાય છે. સ્પર્ધામાં સારો દેખાવ કરવા માટે થોડી ઓવરટ્રેઇનંિગ થઈ જાય તો એ સારી વાત છે, પરંતુ જો એ તમારા આરોગ્યને નુકસાન પહોંચાડે તો એ વિશે ફરી વિચાર કરવો જોઈએ. આનો ઇલાજ સરળ છે. ટ્રેઇનંિગની ઝડપ ઘટાડી દો અને જરા ધીમા પડો. તમે તમારા શરીર પર જે વધારાનો પરિશ્રમ લાદો છો એમાં એડ્‌જસ્ટ થતાં શરીરને થોડો સમય લાગે છે. મોટા-મોટા એથ્લીટો પણ ક્યારેક ૧૦ માઇલ ચાલવાનું, ૧૦૦ માઇલ સાઇક્લંિગ કે ૧,૦૦૦ મીટર સ્વિમંિગ એકસાથે નથી કરતા. એ લોકો પણ ધીમે-ધીમે આ તબક્કા પર પહોંચે છે જેથી તેમનું શરીર એનાથી ટેવાતું જાય. આ તો એથ્લીટો કે ખેલાડીઓની વાત થઈ બાકીના લોકો મોટે ભાગે ઇમોશનલ કે માનસિક કારણસર આ પ્રકારની ઓવરટ્રેઇનંિગ લેતા હોય છે.
જેમ વઘુપડતું ખાવાની કે આડેધડ ખાવાની સમસ્યાને ડોક્ટરો એક ગંભીર સમસ્યા ગણે છે એમ હવે વઘુપડતી કસરત કરવાનું વળગણ પણ એક ગંભીર પ્રકારની સમસ્યા ગણાય છે. થાકી જવાય ત્યાં સુધી કસરત કરવી, શરીર ઈજા થઈ હોય તો પણ કસરત કરવી અને જીવનની બીજી બધી બાબતોને બાજુ પર રાખીને કસરત કરતા રહેવું એ બધી કસરતના વળગમની નિશાની છે.
આપણી આજની સંસ્કૃતિમાં શિસ્ત અને આત્મસંયમને અહોભાવથી જોવામાં આવે છે એટલે આ સંજોગોમાં કોઈને કસરતનું વળગણ થઈ ગયું હોય તો એ પારખવાનું મુશ્કેલ બને છે.
જે લોકો વઘુપડતી કસરત કરતા રહે છે તેઓ પોતાની કાર્યક્ષમતાને જ નહીં, તંદુરસ્તીને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે.
વઘુપડતી કસરત કરવાથી શરીરને મોટી ઈજા પહોંચવાનો ખતરો રહે જ છે, પરંતુ કસરત માટે અન્ય લોકોથી અળગા રહેવાનું વલણ માણસને ઇમોશનલ રીતે પણ નુકસાન પહોંચાડે છે. જો તમને તમારામાં કે તમારા કોઈ મિત્રમાં વઘુપડતી કસરત કરવાના વળગણનાં કોઈ ચિહ્‌નો જણાય તો જરાય સંકોચ રાખ્યા વિના ડોક્ટરની સલાહ લોહ અને આ સમસ્યાનો ઉકેલ લાવો. તંદુરસ્તી જાળવી રાખવા માટે દરેક વસ્તુનું પ્રમાણભાન રાખવું એ જ શ્રેષ્ઠ રસ્તો છે. તમારો મિત્ર રોજ એક કલાક કસરત કરે છે ફક્ત એ જ કારણસર તમે પણ એક કલાક કસરત કરવાનું ન વિચારો. નવી કોઈ પણ બાબત સાથે એડ્‌જસ્ટ થતાં શરીરને સમય લાગે છે. વઘુપડતી કસરત કરવી તંદુરસ્તીની દિશામાં એક પગલું આગળ અને બે પગલાં પાછળ ભરવા સમાન છે.
જયવંતી

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved