Last Update : 14-August-2012, Tuesday

 
નિઃસંતાન મહિલાને ‘માતૃત્વ’નું વરદાન બક્ષતી મૉડર્ન ટેકનોલોજી
 

કોઈ પણ નારી માટે માતૃત્વ ધારણ કરવું એ મીઠડું સપનું છે. ‘મા’ બનવામાં ઘરમાં નવા મહેમાનના આગમનની પરિવારમાં ખુશીની સાથે કોઈ પણ નારીને સ્વર્ગનું સઘળું સુખ મળ્યાનો અહેસાસ થાય છે.
વિજ્ઞાનના આ ક્રાંતિકારી યુગમાં વિકસેલી કેટલીય કૃત્રિમ ટેક્‌નોલોજીની મદદથી માતૃત્વ સુખ મેળવી શકાય છે.
દેશમાં અત્યાઘુનિક ટેક્‌નોલોજીમાં ટેસ્ટ ટ્યૂબ બેબીની સફળતાનો દર વધવાની સાથે આ પદ્ધતિની મદદથી બાળક મેળવવાની ઇચ્છા ધરાવનાર દંપતીની સંખ્યામાં ૨૦થી ૪૦ ટકાનો વધારો થયો છે. કેટલાક સમય પહેલાં ટેસ્ટ ટ્યૂબ બેબીની સફળતાનો દર ૨૦ ટકા હતો, જે હવે નવી ટેક્‌નોલોજીના પગલે વધીને આશરે ૪૦થી ૪૮ સુધી પહોંચ્યો છે. મોટી સંખ્યામાં લોકો ટેસ્ટ ટ્યૂબ બેબી પદ્ધતિ દ્વારા સંતાન સુખ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જે શક્ય બન્યું છે આઈ. વી. એફ. અને તેની ટેક્‌નોલોજી દ્વારા, આ ટેક્‌નોલોજીની મદદથી દેશમાં દર વર્ષે ૩૦૦ ટેસ્ટ ટ્યૂબ બેબીનો જન્મ થાય છે.
નિષ્ણાત તબીબોના જણાવ્યા અનુસાર દેશમાં કુલ વિવાહિત જોડામાંથી આશરે ૧૫થી ૪૦ ટકા જોડાં નિઃસંતાન દંપતીની હરોળમાં આવે છે. જેમાં જાણકારીના અભાવે મહિલાને જ દોષી માની લેવાય છે. વાસ્તવિકતા તો એ છે કે ૪૦ ટકા કેસમાં પુરુષો જ નિઃસંતાન બનવા માટે જવાબદાર હોય છે અને ૪૦ ટકા સ્ત્રીઓ જવાબદાર હોય છે, બાકી વધેલાં ૨૦ ટકા જોડાંમાં પતિ-પત્ની બંનેમાં ખામી હોય છે. વિશ્વમાં ટેસ્ટ ટ્યૂબ બેબી પદ્ધતિમાં સફળતા મેળવનારા દેશોમાં ભારત મોખરે છે. વિદેશોમાં સફળતાનો દર માત્ર ૨૦ ટકા છે, જ્યારે ભારતમાં આ દર ૨૫થી ૩૦ ટકા છે.
સંતાનસુખ મેળવવા મેડિકલ ટેક્‌નોલોજીનો સ્વીકાર કરવામાં લોકોને કોઈ વાંધો નથી. સફળતાની શક્યતા ઓછી હોવા છતાં લોકો આ ટેક્‌નોલોજીને સંપૂર્ણ આશા અને વિશ્વાસ સાથે અજમાવે છે. એસિસ્ટેડ લેજર એન્ડ એમ્બ્રિયો લેચંિગ (એએલ એન્ડ એએલ)ઃ જે દંપતીઓમાં આઈ. વી. એફ. ટેક્‌નોલોજી ગર્ભાધારણ કરવાની ક્ષમતા ઘટવા લાગે છે, તેમનામાં આ ટેક્‌નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં અંદાજિત ખર્ચ ૫૦ હજારથી એક લાખ ૨૫ હજાર રૂપિયા જેટલું થાય છે.
રાઉન્ડ સ્પર્મેટિક ન્યુક્લિયર ઇન્જેક્શન (રોશની) ઃ જે પુરુષોમાં શુક્રાણુ સંપૂર્ણ બનતાં નથી અથવા ઓછાં બને છે. તેવા લોકોમાં આ ટેક્‌નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વમાં આ ટેક્‌નોલોજીથી જન્મેલાં એક ડઝન બાળકોમાંથી બે બાળકોનો જનમ જયપુરમાં થયો છે.
ઇન્ટ્રા યુટેરાઇન ઇનસિમિનેશન (આઇયુઆઈ) ઃ આ ટેક્‌નોલોજીમાં શુક્રાણુને નવી ટેક્‌નોલોજીમાંથી પસાર કર્યા પછી ગર્ભાશયમાં મુકાય છે, જેનો અંદાજિત ખર્ચ ૫થી ૧૦ હજાર રૂપિયા સુધી થાય છે.
ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન એમ્બ્રિયોટ્રાન્સફર ઃ આ સૌથી વઘુ સફળ (૪૦થી ૫૦ ટકા) અને સૌથી વઘુ અપનાવાતી ટેક્‌નોલોજી છે. મહિલાની ફેલોપિયન ટ્યૂબમાં અવરોધ અથવા ખરાબી થવાથી રકાબી જેવી ટ્યૂબમાં અંડાણુ અને શુક્રાણુને ફલિત કરાવાય છે. એમ્બ્રિયોને ૪૮ કલાક સુધી તેમાં મૂકવામાં આવે છે. તે પછી તેનું ગર્ભાશયમાં પ્રત્યારોપણ કરવામાં આવે છે, જેનો અંદાજિત ખર્ચ ૫૦ હજારથી ૧ લાખ રૂપિયા સુધીનો થાય છે.
ઇન્ટ્રા સાઇટોપ્લાઝ્‌મિક સ્પર્મ ઇન્જેક્શન (આઇસીએમઆઈ) ઃ પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઓછી હોય ત્યારે આ ટેક્‌નોલોજી ઉપયોગમાં લેવાય છે. જેમાં શુક્રાણુઓને ભેગાં કરી અંડાણું સાથે ફલિત કરવામાં આવે છે. જેનો અંદાજિત ખર્ચ ૬૦ હજારતી ૧ લાખ ૧૦ હજાર રૂપિયા સુધી થાય છે. જેની સફળતાનો દર ૪૮ ટકા છે.
ગેમિટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર (જીઆઈએફટી) ઃ આ ટેક્‌નોલોજીનો ઉપયોગ એવી મહિલાઓમાં થાય છે, જેમની ફેલોપિયન ટ્યૂબ ખુલ્લી હોવાથી કે સામાન્ય હોવા છતાં ગર્ભધારણ કરવા સક્ષમ નથી. જેમાં પુરુષનાં શુક્રાણુને મહિલાના અંડાશયમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જેની સફળતાનો દર ૨૦થી ૩૦ ટકા છે. જયપુરમાં ૧૯૮૯માં ટેસ્ટ ટ્યૂબ બેબીની શરૂઆત કરનાર ડો. એમ. એલ. સ્વર્ણકારના જણાવ્યા અનુસાર, સંશોધનથી પુરવાર થયું છે કે નિઃસંતાન હોવું અભિશાપ નહીં, એક રોગ છે. ટેસ્ટ ટ્યૂબ બેબી ટેક્‌નોલોજીની મદદથી નિઃસંતાન મહિલાઓ માતૃત્વની ઝંખના પૂર્ણ કરે છે. ભારતમાં અત્યાર સુધી હજારો ટેસ્ટ ટ્યૂબ બેબી જન્મ લઈ ચૂકી પણ સફળતાનો દર સૌથી વઘુ જયપુરમાં છે. વિદેશમાં સારવાર કરાવાય તો પાંચ લાખ રૂપિયા અંદાજિત ખર્ચ થાય છે. અહીં ૫૦ હજારથી એક લાખ રૂપાિયનો જ ખર્ચ આવે છે તેથી લોકો યુરોપ, અમેરિકા અને કેટલાય એશિયાઈ દેશોમાંથી ભારતમાં સારવાર માટે આવે છે.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved