Last Update : 14-August-2012, Tuesday

 

બાળકને ‘દોસ્તી’થી વશ કરો, ‘દાદાગીરી’થી નહિ

 

વાલીનું આક્રમક વર્તન સંતાનને ક્રોધી બનાવે છે
મોટા ભાગના ઘરોમાં જોવા મળે છે કે કયારેક સંતાનોને શિસ્ત શીખવવાના નામે તો કયારેક તેમની ભૂલોને સુધારવાના બહાને વાલી એકદમ આક્રમક વર્તન કરે છ.તેઓ બાળકોને મારતા કે વઢતાં હોય છે. તેઓ બાળકો સાથે સખતાઇથી વર્તે છે. પરંતુ આ સખતાઇની બાળકોના માનસ પર ખરાબ અસર પડે છે. તેમનું આત્મ સમ્માન અને આત્મ વિશ્વ્વાસ ઘવાય છે. તેમના મનમાં એવું ઠસી જાય છે કે મમ્મી પપ્પા તેને પ્રેમ કરતાં નથી. આવા બાળકો જયારે મમ્મી પપ્પાની અપેક્ષા પૂરી કરી શકતા નથી ત્યારે તેઓ આક્રમક બની જાય છે. બાળક પર માતાપિતા ગુસ્સો કરે છે ત્યારે શરૂઆતમાં તો તે કશું બોલશે નહિ પણ જો તેઓ રોજ આવું જ વર્તન કરશે ત્યારે બાળક સુઘ્ધાં તેમને સામે જવાબ આપતું થઇ જશે. પોતાના સંતાનની આ વર્તણૂંકને સાંખી નશકતા વાલી વઘુ ઉગ્ર બને છે.
જો પતિ પત્નીના સંબંધો કડવા હોય તો તેની સૌથી ખરાબ અસર બાળકો પર પડે છે. ઝઘડા દરમિયાન જયારે વાલી એકબીજા પર આરોપ પ્રત્યારોપ મૂકતા હોય કે એકબીજાને સારુંનરસું કહેતા હોય છે ત્યારે કોને સાચા માનવા તેવી મુંઝવણ બાળક અનુભવે છે. એક સમયે તેને જે વાત સાચી લાગી હોય તે બાદમાં ખોટી હોવાનું જણાવવામાં આવે છે. મુંઝવણને કારણે બાળક ટેન્શનમાં રહે છે અને માતાપિતાને માન આપવાનું છોડી દે છે. સમય વિતતા આવા બાળકો સ્વાર્થી બની જાય છે.
પોતાના સંતાનને અનુશાસનમાં રાખવાની ઇચ્છા બધા જ વાલી ધરાવતાં હોય છે. આ માટે નાનપણથી જ તેમને સંસ્કાર આપવામાં આવે છે. શિસ્તબઘ્ધ જીવન જીવવાની આદત પડતાં સમય લાગે છે. આથી નાનપણથી જ આવી ટેવ પાડવી જોઇએ. પરંતુ આ માટે બાળકને વઢવાની કે ફટકારવાની જરૂર નથી. તે જ પ્રમાણે તેના પર બૂમાબૂમ કરવી પણ જરૂરી નથી. બાળ મનોચિકિત્સકો કહે છે કે વાલીને જોઇને જ બાળક તેમના જેવું વર્તન કરતાં શીખે છે. જો તમે તેને વઢશો તો તે પણ ગુસ્સો કરીને સામે જવાબ આપશે અને ધીમેધીમે તેને આવી આદત પડી જશે. તેને એમ લાગશે કે આ રીતે જ વર્તન કરવું જોઇએ. જયારે તે પોતાના વાલીને નાની નાની વાતે ગુસ્સે થતાં જુએ છે ત્યારે તેને લાગે છે કે આ જ રીતે વર્તન કરી શકાય . આવામાં જયારે માતા પિતાને સમજાય કે બાળકને શિસ્તબઘ્ધ કરવાની ચાહમાં ખોટું વર્તન થઇ ગયું ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઇ ગયું હોય છે. ત્યારે તો તમારું બાળક જ તમારા માટે સમસ્યારૂપ બની ગયું હોય છે.
બાળકને શિસ્ત શીખવવા માટે તેને ડરાવવું ,ધમકાવવું કે તેના પર ગુસ્સે થવું ખોટું છે. વાસ્તવમાં તો બાળકમાં શિસ્તના સંસ્કારનું સંિચન કરવા તેની સામે ઉચિત વર્તન કરવું જોઇએ. પોતાના વ્યવહાર દ્વારા તેને આ સમજ આપવી જોઇએ. જો બાળકને માર મારવામાં આવશે તો તેની અંદર વિદ્રોહની ભાવના જાગૃત થશે. અને એક દિવસ તે જવાળામુખી ફાટશે. તે જ પ્રમાણે અવ્યવહારિક માપદંડો અપનાવી તેમની પાસેથી વઘુ પડતી અપેક્ષા રાખવાથી પણ તેમનામાં ઉગ્રતા આવે છે. વાલીએ સકારાત્મક અનુશાસન નો ઉપયોગ કરીને પોતાના વર્તન દ્વારા બાળક સામે દાખલો બેસાડવો જોઇએ. બાળકને સમજ આપો કે તેના ખાટા વર્તનને સાંખી લેવાશે નહિ. જો કે આ માટે તેની ભૂલોનો ઉલ્લેખ કર્યા વગર જ પોતાના વિચારો જણાવો. તેના વર્તન પર ઘ્યાન આપો, નહિ કે તેના વ્યક્તિત્વ પર .તેને એમ ન કહો કે, તું કેટલો ક્રૂર છે કે તારા મિત્રને મારે છે .પરંતુ તેના બદલે એમ કહો કે ,સારા માણસો કોઇને મારતાં નથી.
સૌથી પહેલાં તો એ શોધી કાઢવું જોઇએ કે બાળક ખરાબ વર્તન શા માટે કરે છે. બની શકે કે વાલીના આક્રમક વલણને કારણે તે આવું વર્તન કરતું થયું હોય .બાળકને મારવાથી કે વઢવાથી તેના વર્તનમાં બદલાવ લાવી શકાતો નથી. તેના માટે તેા તમારે તમારો પોતાનો દાખલો બેસાડવો જોઇએ. આ વર્તનમાં ગુસ્સાની જગ્યાએ પ્રેમ હોવો જરૂરી છે.
જો બાળક તમારી વાત ન સાંભળે તો તેને અંકુશમાં રાખવાનો પ્રયાસ કરવો નહિ. પહેલાં તો પોતાની જાતને શાંત કરવી અને પછી તેને શાંત કરવાનો પ્રયૈાસ કરવો જોઇએ. જો આમ નથાય તો તે તમારી પાસેથી માત્ર ગુસ્સો કરવાનું અને નાની નાની વાતે નકારાત્મક વર્તન કરવાનું જ શીખશે.
વાસ્તવમાં બાળક સાથે એ રીતે વર્તવું જોેઇએ કે તેને એમ થાય કે ત ેને પણ મોટાઓ જેટલું જ માન આપવામાં આવે છે. પ્રેમ ,સમ્માન તથા ઉપેક્ષિત ન હોવાની ભાવના સાથે બાળક પોતાને સારી રીતે સંભાળી શકશે. તેને અન્યોને આદર આપતાં શીખવો અને સંસ્કારોનું સંિચન કરો.
વાલીએ યાદ રાખવું કે બાળકનો વિશ્વાસ પ્રેમથી જ જીતી શકાય છે. તેના મિત્ર બનીને તેનો વિશ્વાસ જીતી શકાય છે. તેની દુનિયામાં પ્રવેશીને તેની સાથે અતૂટ સંબંધ બાંધી શકાય છે. આ રીતે એક કાયમી પ્રેમાળ સંબંધ બંધાઇ જશે . બાળકને વિશ્વાસ આપો કે તેના પર મુસીબત આવશે કે તેને તકલીફ હશે તો તમે તેની સાથે હશો.
બાળક સાથે ઉદાર અને નિખાલસતાથી વર્તન કરવું .બાળકને એમ લાગવું જોઇએ કે તેની ભાવનાને સમજનાર કોઇ છે .તેને અધવચ્ચે ટોકવું નહિ. તે જપ્રમાણે ગુસ્સો
કરીને તેને ચૂપ કરવું નહિ. બાળક જે કહે તેની ઉપેક્ષા કરવી નહિ. તેને એમ ન લાગવું જોઇએ કે તેના વિચાર અને અભિવ્યક્તિમાં તમને રસ નથી. મનોચિકિત્સકો કહે છે કે જે માતા પિતા આક્રમક સ્વભાવના હોય છે તેમના સંતાન પોતાની એક અલગ દુનિયા બનાવી લે છે. તે દુનિયામાં તે આસપાસની વસ્તુથી પોતાને અલગ કરી દે છે અને માત્ર પોતાના વિશે વિચારવાથી સ્વાર્થી બની જાય છે. તે પોતાનાપણું અને સંબંધોની કદર કરવાનું પણ શીખતાં નથી. આ કારણે મોટા થઇને તેણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વાલીના આકર્મક વર્તનને કારણે બાળક પર એટલી ખરાબ અસર થાય છે કે તે કોઇના પર વિશ્વાસ કરી શકતા નથી. તે જયારે પોતાના માતા પિતા સાથે જ પોતાના મનની વાત કરી શકતા નથી તો અન્યો સાથે કઇ રીતે કરી શકે. આથી વાલીએ બાળકના મિત્ર બનવાનું છે તાનાશાહ નહિ.
ભાવના જોશી

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved