Last Update : 14-August-2012, Tuesday

 
ચોમાસામાં ઘરની સાજસજ્જા બદલી બનાવો રોમાન્ટિક મૂડ
 

જેમ આપણે મોસમ મુજબ આપણા વસ્ત્ર-પરિધાનમાં બદલાવ લાવીએ છીએ એમ જો ઘરની સાજસજ્જામાં પણ પરિવર્તન કરીએ તો મૂડ ખિલી ઊઠે. ચોમાસાના વાદળછાયા વાતાવરણમાં ઘરનો માહોલ પણ જાણે કે સુસ્ત-ઉદાસ બની જાય છે. આવી સ્થિતિમાં હોમ ડેકોરેશનમાં કરેલો ફેરફાર આપણા મૂડને ઉદાસ બનાવવાને બદલે રોમાન્ટિક બનાવે છે. આમેય વર્ષા ૠતુ તો રોમાન્સ કરવાની સિઝન જ ગણાય છે ને. ઇન્ટિરિયર ડિઝાઈનરો વરસાદની મોસમમાં ઘરની સાજસજ્જા શી રીતે કરવી તેની માહિતી આપતાં કહે છે કે ડેકોરેશનને ફલાવરી ટચ આપો. એટલે કે સેન્ટર ટેબલને રંગબેરંગી ફૂલોથી સજાવો, ફૂલોની ડિઝાઈનવાળી બેડશીટ પાથરો અથવા ફલાવર પ્રિન્ટના પડદા પણ લગાવી શકાય.
આ સિઝનને વઘુ રોમાન્ટિક બનાવવા ઘરમાં મઘ્યમ રોશનીની વ્યવસ્થા કરો. મઘ્યમ રોશનીમાં કલરફુલ સોફા, પડદા અને કુશન વાતાવરણને રંગીન બનાવી દે છે. સોફા અને કુશન દર વર્ષે નવા ન ખરીદી શકાય તે સ્વાભાવિક છે, પણ નવા કુશન કવર જરૂર ખરીદી શકાય. તેવી જ રીતે પુરાણા કુશન કવરને લેસ કે મિરર લગાવીને નવો લુક આપી શકાય.
ડાઇનંિગ ટેબલ પર રાતા, ઘેરા ગુલાબી, લીલા રંગના મેટનો ઉપયોગ કરી શકાય. આવા ંરંગોની ડિઝાઈનવાળા મેટ પણ વાતાવરણને જીવંત બનાવે છે.
જો તમારો બેઠક ખંડ મોટો હોય તો ચારેય ખૂણે અથવા બે ખૂણામાં હેગંિગ લેમ્પ લગાવો. આ ઓરડામાં શક્ય હોય ત્યાં સુધી ટ્યુબલાઈટ ચાલુ ન કરવી. તેવી જ રીતે ડ્રોઇંગરૂમની બે બારીઓ વચ્ચે વઘુ અંતર હોય તો ખાલી દિવાલ પર સરસ મઝાનું પેઇન્ટંિગ લગાવો. ઓરડો ખિલી ઉઠશે. આ રૂમના ખૂણે કાચની નાની શેલ્ફ લગાવી તેમાં નાના નાના કુંડા ગોઠવો. પારદર્શક કાચના નાના કુંડા પણ ખૂબ સુંદર લાગશે. તેમાં રહેલા બોનસાઈ જેવાં નાના છોડ ઘરના વાતાવરણને હર્યુંભર્યું બનાવે છે.
ચોમાસામાં કોટનને બદલે પોલિએસ્ટરના પડદા લગાવો જેથી બારીમાંથી આવતી વાછંટથી તે ભીંજાય તોય ઝટ સુકાઈ જાય, હા, ડાઈનંિગ હોલના પડદા આઈવરી કે યેલો જેવા હળવા રંગના રાખો.
મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ટ્રિપલ મેટ રાખો જેથી બહારની ગંદકી અંદર ન આવે.
ઘરને આકર્ષક બનાવવા બજારમાં મળતી કલરફુલ જેલ ખરીદી લાવો. પારદર્શક ગ્લાસમાં આ જેલ મૂકીને રૂમને કલરફુલ લુક આપો. આ સિઝનમાં શક્યતઃ પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરો.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved