Last Update : 14-August-2012, Tuesday

 
પ્રિય ખંજન
 

પ્રિય ખંજન,
ભૂલો કરવી એ મનુષ્યનો સ્વભાવ છે અને એ ભૂલોના પરિણામમાં અટવાઈ પડવું એ એની જીદ છે. હું દ્રઢ પણે માનું છું કે ભૂલો હમેશાં સુધારી શકાય છે. ક્યારેક એવી ગંભીર ભૂલો કે જે કેટલાક અંશે ગુનાની સરહદ સુધી પહોંચી ગઈ છે. ધારીએ તો તેને ય સુધારી શકાય છે પણ આપણે સુધારવી નથી. પોતાની અંગત માન્યતાઓ, અહમ અને મિથ્યાભિમાનથી વિટળાયેલા આપણે ભૂલ કરી છે એમ જાણવા છતાં ય એના વિષે ફરી વિચારવા રાજી નથી. ખરેખર તો આપણે આપણા નક્કી કરેલા કોચલામાંથી બહાર નીકળવા તૈયાર જ નથી હોતા.
કોઈ એક વ્યક્તિ, એક ઘટના કે એક સ્થિતિ વિષે જેમ આપણે વિચારીએ છીએ એ જ સાચું છે એમ માનવું એ આપણી ભૂલોના મૂળમાં છે. વળી આપણે કોઈને એની ભૂલ બદલ માફ કરવા ય રાજી નથી. આપણું વ્હેંત લાબું નાક એમાં આડે આવે છે. વરસો પહેલા જો કોઈએ આપણને દુઃખ પહોચાડ્યું હોય અથવા તો જેને આપણે ભૂલ માનીએ છીએ એવું કોઈ કામ કર્યું હોય તો તેનો ભાર ઉપાડીને ફરવામાં આપણો ખભો દુઃખતો નથી. વળી ક્યારેક તો એમાં આપણને આનંદ આવે છે. પોતાની જાતને બિચારા બનાવવાનો આનંદ, પોતાની જાતને પીડવાનો આનંદ, કોઈને બતાવી આપવાની લાગણીમાં રાચવાનો આનંદ.... આપણા સ્વજન કે આપણા મિત્રને દુઃખ પહોંચાડવાના કેફમાં આપણે એ ભૂલી જ જઈએ છીએ કે મૂળે તો સ્વજન કરતા આપણે આપણી જાતને વધારે દુઃખ પહોંચાડીએ છીએ. કોઈ એક વ્યક્તિએ અમુક સંજોગો અથવા તો પરિસ્થિતિમાં જે નિર્ણયો લીધા હોય તે નિર્ણયોને સામેની ખુરશી પર બેસીને મુલવા તો સાવ સહેલું છે. કોઈએ કરેલી ભૂલોનું લીસ્ટ બનાવીને તેની નીચે લાલ લાલ લીટીઓ દોરવી એ તો વળી એનાથી ય સહેલું છે. અઘરું છે એના એ નિર્ણયોનો સાચા દિલે સ્વીકાર, એના એ નિર્ણયોને આવકાર અને અઘરું છે એ વ્યક્તિનું એ પરિસ્થિતિથી બહાર નીકળવાની ક્ષમતાનું સન્માન...
બેટા, તું જેમ જેમ મોટો થઈશ તને ધીમે ધીમે સમજાશે કે જીવન ઘણું નાનું છે અને એમાંથી અડઘું આપણે ફરિયાદો કરવામાં, એક બીજાને દુઃખી કરવામાં અને પોતાની જાતે પોતે ખોદેલા ખાડામાં વારંવાર પડવામાં જ વિતાવી દઈએ છીએ. આપણા અભિમાનનું ઊંચકેલું પોટલું ક્ષણ માત્ર માટે નીચે મુકવું આપણને પસંદ નથી. જે પ્રમાણે આપણે નક્કી કરીએ છીએ તે મુજબ જ આપણા સ્વજનોએ, મિત્રોએ અને આસપાસના લોકોએ પણ વર્તવું, આપણી જીદ આગળ બધાએ નમતું જોખવું, આપણી માન્યતાને બધાએ ટેકો આપવો એ આપણા પ્રેમની પહેલી શરત છે. જે કોઈ એ શરત ના પાળે તેને સ્વજનની યાદીમાંથી બાકાત કરતા આપણે સહેજે ય અચકાતા નથી. અને છેલ્લે એમ થાય છે કે આપણે જ બધા સ્વજનોની યાદીમાંથી બાકાત થઈ જઈએ છીએ. મનુષ્ય સ્વભાવ પણ અજબ ચીજ છે. દરેકની અંદર ક્યાંક એક માનસિક્તા છુપાયેલી છે કે જે પોતાની જાતને ગરીબડા બનાવવામાં અને મિથ્યાભિમાનથી ગ્રસ્ત થઈને આભાસી દુઃખી થવામાં અજાબ શાંતિ અનુભવે છે. જે વ્યક્તિ આ માનસિક્તાને જીતી લે છે તે સુખી થાય છે અને જે વ્યક્તિ આ માનસિક્તાના ગુલામ બનીને જીવે છે એની સ્થિતિ છેલ્લે દૂર ટેકરી પર ઘર બાંધીને એકલા રહેતા મનુષ્ય જેવી થઈ જાય છે. પ્રશ્ન એ છે કે આવું શા માટે થાય છે? તને એનું કારણ કહું. તું જાણે છે કે વૃક્ષને જ્યારે ફળ આવે છે ત્યારે એ ભારથી લચી પડે છે. વળી જ્યારે જ્યારે તોફાન કે વાવાઝોડું આવે ત્યારે ય લાંબા વૃક્ષો ઝૂકી જ જાય છે. પરંતુ માનવીની તો વાત જ જુદી... તેનું વૃક્ષ તો જેમ જેમ ભારે થાય છે તેમ તેમ વધારે ને વધારે ઊંચે જવાનો પ્રયત્ન કરે છે. આપણા અંગત વાવાઝોડા કે તોફાન પણ આપણને ઝુકાવી શકતા નથી. આપણું અભિમાન આપણી જ નમ્રતાને ખાઈ જાય છે. આપણાથી નાના કે નીચા માણસને આપણે માણસ ગણતા જ નથી. પરિણામે ભારથી લદાયેલું વૃક્ષ તૂટી પડે છે. આપણું શ્રીમંત હોવાનું અભિમાન, સારી તંદુરસ્તીનું અભિમાન, સુંદરતાનું અભિમાન, શિક્ષણનું અભિમાન, સફળતાનું અભિમાન, સામાજિક સ્તરનું અભિમાન... કેટકેટલાં છદ્મ અભિમાનોથી ગ્રસ્ત આપણે... ક્યારે આપણા સ્વજનો કે મિત્રો સાથે દુર્વ્યવહાર કરી બેસીએ છીએ. આપણે ય નથી જાણતા. પરિણામે સ્વજનો અને સંબંધો ઘવાય છે.
બેટા, જીવન એ તો ખુલ્લા આકાશનું નામ છે. હાથ પહોળા કરીને સ્વજનને ભેટવાનું નામ છે, અજાણી કેડી પર કોઈ અદીઠ વિશ્વાસના આધારે ચાલી નીકળવાનું નામ છે. જીવન નામ છે પ્રેમનું, શ્રઘ્ધાનું, દયા અને ત્યાગનું... જીવન આપણી બહાર ક્યાંય બીજે નથી વસતું... એ તો આપણી અંદર ધબકે છે... આ અમુલ્ય જીવન નાની નાની ફાલતુ બાબતો પાછળ વેડફવાનું નથી. એને તો ભરપુર જીવવાનું છે. અને જો નાની મોટી ભૂલો માટે આપણે આપણી જાતને તેમજ આપણા સ્વજનો તેમજ મિત્રોને માફ સુઘ્ધા ના કરી શકીએ તો એ જીવન એ માત્ર પૃથ્વી પરના ભારથી વિશેષ કાંઈ નથી. અને એ ભાર આખું ય જીવન આપણે જ ઉપાડીને ફરીએ છીએ. હું જાણું છું, રોજેરોજ નવા નવા સંજોગોમાં મુકાતો તું... તને ઘણાં પ્રશ્નો છે અને આશા કરું છું કે તારા ઘણાં પ્રશ્નોનાં ઉત્તર પણ તને આ મારા પત્રથી મળી ગયા હશે. તે છતાં ય કોઈ દ્વિધા છે? જો છે તો મને ચોક્કસ કહેજે.
તારી વહાલી મમ્મી
-ડૉ રેણુકા પટેલ

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved