Last Update : 14-August-2012, Tuesday

 
જાણો તમારા ‘ગ્રાહક અધિકારો’
 

રોજંિદી સમસ્યાથી હેરાન થવાને બદલે કન્ઝ્‌યુમર ફોરમમાં ફરિયાદ કરીને ન્યાય મેળવો
વેચાણ અને ખરીદી પર સમગ્ર દુનિયાનો વ્યવહાર ચાલે છે. આપણે જયારે ગ્રાહક તરીકે ખરીદી કરીએર્ ીએ ત્યારે જે કંિમત ચૂકવીએ છીએ તેની સમકક્ષ મૂલ્ય ધરાવતી વસ્તુ મેળવવાનો આપણને હક છે. ગ્રાહક તરીકે કેટલાક હક આપણને આપોઆપ મળે છે. પરંતુ જાણકારીને અભાવે આપણે તેનો ઉપયોગ કરતાં નથી અને છેતરાઇએ છીએ. જયારે આપણને સત્યની જાણ થાય છે ત્યાં સુધીનાં તો ઘણું મોડું થઇ ગયું હોય છે.
રોજીંદા જીવનમાં એવી ઘણી નાની નાની સમસ્યા હોય છે જેના કારણે ગ્રાહક નારાજ હોય છે. પોતાની સાથે થયેલી છેતરપંિડીનો બદલો લેવા તે ઇચ્છે છે પણ જાણકારીને અભાવે તે એમ કરી શકતો નથી.ઘણી એવી સ્થિતિ હોય છે જેમાં ગ્રાહક કાયદાકીય પગલા લઇ શકે છે. આ લેખમાં કેટલીક સામાન્ય છતાં મહત્ત્વની બાબતોની જાણકારી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આપણે હોટલ કે કલબમાં જઇએ ત્યારે ત્યાં ઠંડા પીણાં કે પેકેટમાં મળતી વસ્તુઓ પર એમઆરપી (મેકસીમમ રીટેલ પ્રાઇઝ) કરતાં વઘુ પૈસા આપવા પડે છે. આ કારણે કેટલીક વખત વ્યવસ્થાપકો સાથે બોલવાનું પણ થઇ જાય છે. પરંતુ આ રીતે વઘુ પૈસા લેવાનો તેમને હક છે. દિલ્હી જીમખાના કલબ લિમિટેડ વિરુઘ્ધ થયેલા એક કેસમાં ચૂકાદો આપતી વેળા દિલ્હી હાઇકોર્ટે જણાવ્યું હતું કે, ગ્રાહક હોટલ કે કલબના વાતાવરણ માટે પૈસા ચૂકવે છે ન કે ખાવા પીવાની વસ્તુઓ માટે. આથી તેણે હોટલ કે કલબ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી કંિમત જ ચૂકવવાની રહે છે.
કયારેક ડોકટરની લાપરવાહીને કારણે દરદીએ હેરાન થવું પડે છે. આને કારણે ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરી શકે છે. ગ્રાહક રક્ષા અધિનિયમ ,૧૯૮૬ ,કલમ ૨ (ડી) (૨) હેઠળ જો સેવા આપતાં ડોકટર કે હોસ્પિટલ સેવા આપવામાં લાપરવાહી કરે અને તેનાથી ગ્રાહક (દરદી)ને નુકસાન થાય તો ડોકટર વિરુઘ્ધ જિલ્લા ગ્રાહક અદાલતમાં અરજી કરી શકાય છે. આ અંતર્ગત ગ્રાહક શારીરિક રીતે થયેલા નુકસાનનું વળતર ,માનસિક રીતે થયેલી પરેશાનીનું વળતર અને કેસની ફી મેળવવાનો હકદાર છે. આ માટે દરદીએ પુરાવાઓ સાથે જિલ્લા ઉપભોકતા કાર્યાલયમાં અરજી આપવી જોઇએ. બાદમાં જિલ્લા ઉપભોકતા અદાલતમાં સુનાવણી થાય છે.
જો વીજળીનું જોડાણ મેળવવા માટે અરજી કરી હોય અને જોડાણ ન મળે તો તે માટે ગ્રાહક અદાલતમાં જઇ શકે ખરા? આવો પ્રશ્ન એક નિષ્ણાતને પૂછતાં તેમણે કહ્યું હતું કે, ના ,વીજળીઆપવાનું કામ સર્વિસ સેકટરમાં આવે છે. જો કે જયાં સુધી વીજળી બોર્ડ માન્યતા ન આપે ત્યાં સુધી ગ્રાહકને જોડાણ મળતું નથી. જો મંજૂરી આપી હોય અને જોડાણ ન થયું હોય તો વિલંબ બદલ જિલ્લા ઉપભોકતા કાર્યાલયમાં અરજી આપી શકાય છે. આ અંતર્ગત ગ્રાહક તાત્કાલિક વીજળીનું જોડાણ લગાડવાનો, તેમાં થયેલા વિલંબનું કારણ જાણવાનો તથા થયેલી માનસિક હેરાનગતિનું વળતર મેળવવાનો હક ધરાવે છે.
કાર અકસ્માત થાય અને ચાલક પાસે લાયસન્સ ન હોય તો વીમા કંપની આ કારણે દાવો નકારે છે. આ કારણે વીમા કંપની વિરુઘ્ધ ગ્રાહક અદાલતમાં જઇ શકાતું નથી. ભારતીય કાયદા અનુસાર પ્રત્યેક વાહન ચાલક પાસે લાયસન્સ હોવું જરૂરી છે. આથી ચાલકને કામ પર રાખતી વખતે તે બાબતની તપાસ કરવાની જવાબદારી કાર માલિકની છે કંપનીની નહિ. આવા સંજોગોમાં જિલ્લા કાર્યાલયમાં કરેલી અરજી નામંજૂર થઇ શકે છે. ગ્રાહકને ઉપભોકતા અદાલતમાંથી કોઇ પ્રકારની મદદ મળી ન શકે.
જો કોઇ સમસ્યા ત્રણ વર્ષ અગાઉની હોય તો પણ તે માટે ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરવાનો અર્થ રહેતો નથી. ગ્રાહક રક્ષા અધિનિયમ ,૧૯૮૬ ,કલમ ૨૪ (અ) અનુસાર સમસ્યા થવાના બે વર્ષ અંદર અરજી આપવી જોઇએ. બે વર્ષ વીતી ગયા પછી અરજી માન્ય થતી નથી. જો કે વિલંબ કોઇ કુદરતી કારણોસર કે અનિવાર્ય કારણથી થયો હોય તો તે કારણ વિશે જણાવવા માટે જિલ્લા ઉપભોકતા કાર્યાલયમાં અરજી આપી શકાય છે. આ અરજી મંજૂર થયા બાદ સમસ્યાની અરજી આપી શકાય છે.
કયારેક કોઇ રજીસ્ટર્ડ લેટર ખોવાઇ જાય છે અને જેને મળવો જોઇએ તેને મળતો નથી. આવા સંજોગોમાં ઘણા લોકો પોસ્ટ ઓફિસ વિરુઘ્ધ પગલાં લેવા ગ્રાહક અદાલતના દરવાજા ખખડાવે છે. પરંતુ પોસ્ટ ઓફિસ એકટ ૧૮૭૮ ની કલમ છ અનુસાર પોસ્ટ ખોવાઇ જાય ,ખોટા સરનામે પહોચે કે મોડી પહોંચે તો તેની જવાબદારી સરકારની નહિ હોય .પરંતુ જો આવું જાણી જોઇને કરવામાં આવ્યું હોય તો જીલ્લા ઉપભોકતા કાર્યાલયમાં તેની અરજી કરી શકાય છે. આ અંતર્ગત છેતરપંિડીનો કેસ બને છે. આમાં ગ્રાહક પત્ર ન પહોંચ્યાને કારણે થયેલા નુકસાન ,માનસિક હેરાનગતિ તથા કેસની ફી મેળવવાનો હકદાર હોય છે. તે સાથે જ દોષી વ્યક્તિને જેલની સજા પણ થઇ શકે છે.
કયારેક ખોટા આધારે મેડિકલેમ પોલિસીને નકારવામાં આવે છે. ત્યારે તેની વિરુઘ્ધ ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરી શકાય છે. આ અંતર્ગત ગ્રાહક પૂરેપૂરું મેડિકલ બિલ ,તેમાં થયેલા વિલંબ સુધીનું વ્યાજ અને કેસની ફી મેળવવાનો હકદાર છે.
આપણે સામાન્ય રીતે સમય બચાવવા માટે સુપરફાસ્ટ ટ્રેનમાં પ્રવાસ કરવાનું પસંદ કરીએ છીએ. પરંતુ જો કોઇ કારણસર આ ટ્રેન મોટી પડે તો ેરેલવે વિરુઘ્ધ અરજી કરી શકાય છે. રેલવે સુપરફાસ્ટ ટ્રેનનું ભાડું વધારે લે છે. જો દેખીતા કોઇ કારણ વગર આ ટ્રેન મોડી પડે તો તે તેની સેવામાં ઉણપ ગણાય છે. આથી ગ્રાહક લેવામાં આવેલું વધારાનું ભાડું પાછુંમાગી શકે છે.
ટેલિફોનનું બિલ ભર્યું હોય તો પણ વગર નોટિસે ટેલિફોેનની લાઇન કાપી નાખવામાં આવે તો ટેલિકોમ વિભાને ફરિયાદ કરી શકાય છે. નોટિસ આપ્યા વગર ટેલિકોમ વિભાગ ફોનની લાઇન ન કાપી શકે. આથી જીલ્લા ઉપભોકતા કાર્યાલયમાં ફરિયાદ કરી શકાય .આ અંતર્ગત ગ્રાહક કનેકશન કાપવાનું કારણ જાણવાનો હકદાર છે. કારણ ઉચિત ન હોય તો ગ્રાહક તરત જ કનેકશન પરત મેળવવા ,કાપવામાં આવેલા સમય સુધીનું ભાડું ન ભરવા, માનસિક પરેશાનીનું વળતર મેળવવા તથા કેસની ફી મેળવવાનો હકદાર છે. બજારમાંથી પેક વસ્તુ લીધા બાદ તેમાંથી ઓછા વજનની વસ્તુ મળે તો તે કંપની દ્વારા કરવામાં આવેલી છેતરપંિડી છે. આની વિરુઘ્ધ ઉપભોકતા કાર્યાલયમાં અરજી કરી શકાય છે. આ અંતર્ગત ગ્રાહક વધારાના પૈસા પાછા મેળવવાનો ,તે પૈસા પર તે સમય સુધીનું વ્યાજ મેળવવાનો અને કેસની ફી મેળવવાનો હકદાર છે. ગ્રાહકઅધિકારોની વ્યાખ્યા કરવામાંઆવે તો ,કોઇ પણ વસ્તુ કે સેવાની ગુણવત્તા ,શુઘ્ધતા ,તેનું સ્તર અને ભાવની યોગ્ય જાણકારી પ્રાપ્ત કરવાનો હક ગ્રાહકને છે. ભારતમાં ગ્રાહકને મળેલા કેટલાક વિશેષ અધિકાર નીચે પ્રમાણે છેઃ
*રક્ષાનો અધિકાર -જો કોઇ વસ્તુ કે સેવા ગ્રાહકના સ્વાસ્થ્ય કે જીવ માટે જોખમી હોય તો તેનું માર્કેટંિગ ન થવું જોઇએ અને એવી વસ્તુઓથી ગ્રાહકનો બચાવ થવો જોઇએ.
*પસંદગીનો અધિકાર-ગ્રાહકને પોતાની જરૂરિયાત પ્રમાણે સારી વસ્તુ અને સેવા ઉચિત ભાવ પર મેળવવાનો હક છે.
*જાણકારનો અધિકાર -તમામ વસ્તુ અને સેવાના ગુણ ,ઉપયોગ ,ક્ષમતા ,ભાવ ,શુઘ્ધતા વિશે પૂરેપૂરી જાણકારી મેળવવાનો હક ગ્રાહકને છે. જેથી ખોટા લેબલીંગ કે માર્કેટંિગથી તે દોરવાઇ ન જાય .
*ગ્રાહકને સાંભળવામાં આવે-ગ્રાહક સંબંધિત તમામ મામલા અને મહત્તવપૂર્ણ નિર્ણયો પર સરકાર અને કાનૂન ગંભીરતાથી વિચાર કરે અને સાંભળે.
*જયારે ગ્રાહક કાયદાનું ઉલંઘન થાય તો ગ્રાહકને ક્ષતિપૂર્તિ તથા વળતરનો હક છે.
*ગ્રાહક શિક્ષણનો પૂરો હક છે.
ઉપર જણાવેલા તમામ મામલામાં સૌથી પહેલાં જીલ્લા ગ્રાહક કાર્યાલય (ડિસ્ટ્રીકટ કન્ઝયુમર ફોરમ) માં અરજી કરવામાં આવે છે. જો અરજીકર્તા ચુકાદાથી સંતુષ્ટ નહિ હોય તો રાજય ઉપભોકતા કાર્યાલયમાં અરજી આપવામાં આવે છે. તેની ઉપર રાષ્ટ્રીય ઉપભોકતા કાર્યાલય છે . જોઅહીં પણ સંતોષ ન થાય તો ગ્રાહક સુપ્રીમ કોર્ટમાં જઇ શકે છે.
ભાવિકા

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved