Last Update : 14-August-2012, Tuesday

 

ત્વચા-સુરક્ષાની તકેદારીઓ

 

વાતાવરણમાં પ્રદૂષણના કુપ્રભાવથી ત્વચા કાંતિહીન થઇ જવાની સમસ્યા સામાન્ય બની ગઇ છે. ફ્રેશ, ખીલેલી ત્વચા મેળવવા માનુનીઓ જાતજાતના ગતકડા કરે છે.પરંતુ જો સમજી-વિચારીને યોગ્ય ઉપચાર કરે તો ચપટીમાં ત્વચા કાંતિમય થાય છે. એક મોટા ચમચા દહીંને બરાબર ફીણી ચહેરો સાફ કરી ૨૦ મિમિટ ચહેરા પર લગાડી રાખવું. ઠંડા પાણીથી ચહેરો ધોઇ નાખવો.
એક મોટા ચમચા દહીમાં અડધો ચમચો ચણાનો લોટ અને ચપટી હળદર ભેળવી ગરદન પર લગાડવું. સુકાઇ જાય બાદ પાણીથી ધોઇ નાખવું. તડકાથી બળેલી ત્વચાની રંગત ધીરે-ધીરે સામાન્ય થઇ જાય છે.
એલોવીરાના તાજા પલ્પને સ્વચ્છ ચહેરા પર લગાડવો અને ૧૫ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો.
સ્વચ્છ ચહેરા પર નાળિયેર પાણી લગાડીને થોડી વાર રહેવા દેવું અને ફરી થોડી વાર રહીને ચંદન તથા ગુલાબજળ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડી ૧૫ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો. મસૂરની દાળની પેસ્ટ બનાવી તેમાં દહીં અને બે ટીપા મધ ભેળવી ચહેરા પર લગાડવું અને ૨૦ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો. લૂ અને તડકાથી પ્રભાવિત થયેલી ત્વચા ફરી સામાન્ય બની જશે.
ફ્રેશ ફ્રુટમાસ્ક-
પાકા પપૈયાની એક ચીરને છૂંદી સ્વચ્છ ચહેરાપર લગાડવી . અને ૨૦ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો. પપૈયામાં સમાયેલા એન્જાઇમ મૃત કોેશિકાઓને ચહેરા પરથી દૂર કરે છે. શુષ્ક ત્વચા માટે પ્રભાવકારી પેક છે.
ખરબૂજાની ચીરીને ચહેરા પર રગડવી ૨૦ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો. આ ઉપરાંત સંતરા, સફરજન અને કેળાના ગર મિક્સ કરી ચહેરા પર લગાડવું. ૧૫ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો. ત્વચા ઓઇલી હોય તો આ પેકમાં બે ટીપાં લીંબુનો રસ પણ નાખી શકાય.
દ્રાક્ષ અને સંતરાના રસ સપ્રમાણ માત્રામાં લઇ સ્વચ્છ ચહેરા પર લગાડવું અને સુકાઇ જાય બાદ ચહેરો ધોઇ નાખવો. ગુલાબજળ ચહેરાપર લગાડી થપથપાવી રહેવા દેવું.
સ્કિન લાઇટિનંગ પેક
બટાકાનો રસ સ્વચ્છ ચહેરા પર લગાડવો અને અડધો કલાક બાદ ચહેરો ધોઇ નાખવો.
ખીરા અને પપૈયાના ગરમાં થોડા ટીપાં મધ, દહીં અને લીંબુનો રસ ભેળવો. ૨૦ મિનિટ બાદ ચહેરો ધોવો. ત્વચા સાફ-સુથરી થશે. કાચા દૂધમાં ચપટી હળદર ભરી ચહેરો સાફ કરવો. ખીરાના રસમાં થોડા ટીપા લીંબૂનો રસ ભેળવી ચહેરા પર લગાડવુ અને ૧૫ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો.
એક નાના ચમચા ચંદન પાવડરમાં ત્રણ-ચાર પાંખડી તાજા લાલ ગુલાબની નાખવી, તેમજ ત્રણ-ચાર બદામની પેસ્ટ ભેળવી પેક બનાવવો. ક્લિન્ઝિગ મિલ્કથી ચહેરો સાફ કરવો. તૈયાર પેક ૨૦ મિનિટ સુધી ચહેરા પર લગાડવો અને ઠંડા પાણીથી ચહેરો ધોઇ નાખવો. અઠવાડિયામાં બેથી ત્રણ વાર કરવું.
મિશ્ર ત્વચા માટેના પેક-
મુલતાની માટીમાં એક ચમચો દહીં ભેળવી ચહેરા પર લગાડવું. સુકાઇજાય બાદ ચહેરો ધોઇ નાખવો. એક મોટો ચમચા સંતરાની છાલનો પાવડર, ચપટી હળદર અને બે મોટા ચમચા દહીં ભેળવી ચહેરા પર લગાડવું. સુકાઇ જાય બાદ ધોઈ નાખવું.
- મીનાક્ષી

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved