Last Update : 14-August-2012, Tuesday

 

સૌંદર્યની માવજત હરતાં ફરતાં

 

 

ઘડિયાળના કાંટાને તાલે નાચતા આજની પેઢીના લોકો પાસે સમયનો અભાવ છે. તેમને દરેક વસ્તુનું ઝડપી પરિણામ જોઈએ છીએ. તેમની પાસે સમય સાથે સાથે ધીરજનો પણ અભાવ છે. સૌંદર્યની માવજત માટે થોડા સમય અને થોડી ધીરજ જરૂરી છે, એમ લોકો કહે છે. પરંતુ આ સમય લાવવો ક્યાંથી? વેલ, હવે આ ફરિયાદનું પણ નિરાકરણ જડી ગયું છે. તમે તમારું રોજનું કામ કરતી વખતે તમારા સૌંદર્યની માવજત કરી શકો છો.
આ માટે તમારે તમારા વ્યસ્ત સમય પત્રકમાંથી ઝાઝો બધો સમય ફાળવવાની જરૂર નથી.
રસોડામાં
* રસોડામાં રોટલી કરતી વખતે એક રોટલી બાજુમાં રાખો. ગેસ બંધ કર્યાં પછી એ રોટલીનો ભૂકો કરી ઠંડા દૂધમાં ભેળવી દો. હા, આ દૂધમાં એક ચમચી ખાંડ નાખવાનું ભૂલાય નહીં. આ મિશ્રણ તમારા ચહેરા પર લગાડો. પાંચ મિનિટ પછી ઠંડા પાણીની છાલક મારી ચહેરો ધોઈ નાખો.
* શાક ઉકળે છે. હાથમાં બીજું કામ નથી. વેલ, ફ્રીજમાં મૂકેલા ટામેટાંમાંથી એક ટામેટું બહાર કાઢો. ચપ્પુ વડે એક ટુકડો કાપો. આ ટુકડો તમારા ચહેરા પર ઘસો. ટામેટાંમાં રહેલું એસિડ ત્વચા પરથી તેલ દૂર કરશે તેમજ પૂરાઈ ગયેલા છિદ્રો ખુલ્લાં કરશે. આ માટે તમારે માત્ર એકાદ મિનિટ જ ફાળવવી પડશે.
* શાક સમારતા પૂર્વે એક ઈંડુ તોડી તેમાં રહેલું સફેદ પ્રવાહી ચહેરા પર લગાડો. સૂકાઈ ગયા પછી સૌ પ્રથમ દૂધ વડે અને ત્યાર પછી ઠંડા બરફના પાણી વડે ચહેરો ધોઈ નાખો. આ પ્રયોગથી તમારા ચહેરાની ત્વચા ટાઈટ થશે. તેમજ આંખ નીચે પડેલી કરચલીની સમસ્યાથી મુક્તિ મળશે.
* હાથ ભીનો કરો. હાથમાં એક ચમચી ખાંડ લો. દાણા ઓગળી જાય નહીં ત્યાં સુધી બંને હાથ ઘસતા રહો. ત્યાર પછી ઠંડા પાણીથી હાથ ધોઈ નાખો. આમ કરવાથી તમારા કર કમળ જેવા સુંદર બની જશે.
સ્નાન કરતી વખતે
* બાથરૂમના સેલ્ફમાં મીઠાંની બાટલી તેમજ ખાવાનું તેલ રાખવાની સલાહ પ્રખ્યાત બ્યુટિશિયન આપે છે. તેલ અને મીઠાનાં મિશ્રણથી શરીર પર માલિશ કરો. આ એક આદર્શ સ્ક્રબની ગરજ સારશે.
* બાથરૂમમાં બીયરની એક બોટલ રાખો. વેલ, શેમ્પુ કર્યાં પછી વાળને બીયરથી ઘૂઓ. હા, આ બીયરમાં એક લીંબુનો રસ ભેળવી શકાય છે. આમ કરવાથી નિસ્તેજ વાળમાં જાન આવી જશે અને વાળ ચમકીલા બનશે.
* આ ઉપરાંત બાથરૂમમાં બદામનો ભૂકો, સંતરાની છાલનો ભૂકો અથવા ઓટમીલ રાખો. સવારે ઉઠીને બ્રશ કરતા પૂર્વે આ ત્રણમાંથી કોઈ પણ એક પાવડર લઈ દૂધમાં ભેળવી પેસ્ટ બનાવો. તેમાં લીંબુનો રસ ભેળવો. આ મિશ્રણ ચહેરા પર લગાડો. આમ કરવાથી ત્વચા પરના મૃત કોશો દૂર થશે.
* દિવેલ, અન્ય કોઈ પણ એક તેલ, કંડીશનર, શેમ્પુ, વિનિગર અને ગ્લિસરીનની એક-એક ચમચી એક કપમાં નાખો. આ મિશ્રણ વડે વાળમાં મસાજ કરો. દિવેલથી ખોપરીની ત્વચાને પોષણ મળશે, ગ્લિસરીન મોઈશ્ચરાઈઝરની ગરજ સારશે, વિનેગર વાળને જોઈતા એસિડોનું પ્રમાણ જાળવી રાખશે અને શેમ્પુ આ બધાને એક સાથે બ્લેન્ડ કરશે.
સવારે ઉઠતાની સાથે
* સવારે પથારીમાંથી ઊભા થાવ એ પૂર્વે થોડી સ્ટ્રેચંિગ એક્સરસાઈઝ કરવાની આદત પાડો.
* ઉઠતાની સાથે નયણા કોઠે મધ ભેળવેલું હુંફાળું પાણી પીઓ. મધ ખલાસ થઈ ગયું હોય તો માત્ર હુંફાળુ પાણી પીવાનું રાખો. હુંફાળું પાણી પીવાથી શરીરમાં જમા થયેલા ઝેરી તત્વોનો નિકાલ થશે.
દિવસ દરમિયાન
* જિન્મેશિયમમાં જઈ વ્યાયામ કરવાનું સૌને પરવડતું નથી, પરંતુ વ્યાયામ કર્યાં વિના પણ પાલવે તેમ નથી આથી દિવસ દરમિયાન સમય મળે ત્યારે કેટલાક નાનકડા વ્યાયામ કરી લેવાની સલાહ નિષ્ણાતો આપે છે.
* ટેબલ અથવા ખુરશીની પીઠનો ભાગ પકડી તેને ખેંચો. આમ કરવાથી તમારા પેટના સ્નાયુઓ સુદ્રઢ બનશે.
* તમારું પેટ અંદરની તરફ ખેંચો. પેટના સ્નાયુઓમાં કંપન થાય ત્યાં સુધી પેટ સખત રાખો. મૂળ પરિસ્થિતિઓ પાછા ફરો.
* તાણ દૂર કરવા હળવાશથી ખભા ઉલાળો.
સૂતા પૂર્વે
* ગરમ પાણીમાં પેપરમિન્ટ અથવા યુકેલિપ્ટસ તેલના બે ચમચા ભેળવી એમાં પગ ડુબાડી રાખો. હા, આ પાણીમાં કેટલીક કાચની લખોટીઓ પણ ડુબાડો. આ લખોટીઓ પર તમારા પગના તળિયા ફેરવો. આમ કરવાથી પગનો દુઃખાવો દૂર થશે. પાણીમાં પગ બોળતા પૂર્વે ચહેરા પર ફ્રુટ માસ્ક લગાડી હળવું સંગીત શરૂ કરી, મંદ પ્રકાશમાં થોડી આરામદાયક પળો માણો. આ દરમિયાન ગરમ પાણી તમારા પગની માવજત કરશે. પાણીમાંથી પગ બહાર કાઢ્‌યા પછી તરત જ તેને ફ્રીજના ઠંડાગાર પાણીથી ધોઈ નાખો.
ઓફિસમાં
* ઓફિસમાં ચા-કોફી પીધા પછી કે નાસ્તો કર્યાં પછી કોગળાં કરવાની આદત પાડો. આમ કરવાથી તમારા મોંમાંથી દુર્ગંધ નહીં આવે અને દાંત પણ સ્વસ્થ બનશે.
* ઓફિસમાં ચા-કોફી કે નાસ્તાનું પ્રમાણ વઘુ હોય તો ઘટાડી દો.
* તમારી પર્સમાં ગુલાબ જળનું સ્પ્રે રાખો. કામમાંથી થોડી ફુરસદ મેળવી તમારા ચહેરા પર ગુલાબ જળનો છંટકાવ કરી લો. આમ કરવાથી મેકઅપ બગડી જશે એ ચંિતા કરો નહીં.
* પર્સમાં હાથ પર ચોપડવાનું ક્રીમ રાખો. આ ઉપરાંત મોઈશ્ચરાઈઝર પણ રાખો. દિવસ દરમિયાન બે વાર ચહેરા અને ગરદન પર મોઈશ્ચરાઈઝર લગાડો.
ઘરમાં આટલી વસ્તુઓ અવશ્ય રાખો
* તડબૂચ, પપૈયા અને કેળા. ત્રણમાંથી કોઈ પણ એક ફળનો છૂંદો કરી તેમાં એક ચમચી દૂધનો પાવડર ભેળવી ચહેરા પર માલિશ કરો. પાંચ મિનિટ પછી ચહેરો ધોઈ નાખો. ચહેરાની રોનક વધી જશે.
* એક કઢાઈમાં એક મિણબત્તી ઓગાળો. તેમાં ચાર ચમચી તલનું તેલ નાખો. એક પહોળા બ્રશથી હુંફાળું મિશ્રણ પગની એડીઓ પર લગાવી સૂઈ જાવ. આ પ્રયોગ કરવાથી તમારા પગની એડીમાં પડેલા ચીરાની સમસ્યા દૂર થઈ જશે.
* ગુલાબજળ અને કપૂરનો ભૂકો ભેળવી આઈસ ટ્રેમાં ફ્રીઝ કરવા મૂકી દો. છિદ્રો વઘુ પડતા ખૂલી જાય ત્યારે આ ત્વચા પર આ ચોસલું ઘસો. ગુલાબ જળથી ત્વચા સુદ્રઢ બનશે અને કપૂર એક પ્રાકૃતિક એન્ટિસેપ્ટિકની ગરજ સારશે. આ કારણે રક્તભ્રમણ પણ સુધરશે અને ત્વચા ફુલગુલાબી બનશે.
* સપ્તાહમાં એક વખત ત્વચા પર તેમજ બગલમાં ફટકડીનો ભૂકો ઘસો. ફટકડી એક નૈસર્ગિક ડિઓડરન્ટની ગરજ સારે છે તેમજ શરીર પર જામેલી ચરબી દૂર કરે છે.
સવિતા

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved