Last Update : 14-August-2012, Tuesday

 

મોન્સૂન ફેશન ફંડા

 

કુદરતે રચેલી મોસમ સાથે ફેશનની મોસમ પણ બદલાય છે. આપણો પહેરવેશ અને એક્સેસરી ૠતુ પ્રમાણે હોવા જરૂરી છે. હમણાં વર્ષા ૠતુ ચાલી રહી છે ત્યારે ફેશન ડિઝાઇનરો હળવા રંગના નહીં, પણ કલરફુલ વસ્ત્રો પહેરવાની ભલામણ કરે છે. આ ઉપરાંત શોર્ટ્‌સ’ની લેંથ બર્મુડા, ધૂંટણથી થોડે ઊંચે આવે એટલી લંબાઈના સ્કર્ટ બેસ્ટ ચોઈસ ગણાશે.
મટિરિયલની વાત કરીએ તો કોટન લાઇક્રાના ફૂલોની ડિઝાઇનવાળા ટી-શર્ટ, લેગંિગ ઉપરાંત પોલકા ડોટવાળા રંગબેરંગી આઉટફીટ ચોમાસાને અનુરૂપ રહેશે. તેમાં સાંજે પહેરવા માટે બોટ નેક પોલકા ડોટનું ટોપ અને શોર્ટ સ્કર્ટ પરફેક્ટ લાગશે.
આ સીઝનમાં કોરલ સાથે યેલો, લીલા રંગના લગભગ બધા શેડ, કેરેમલ બ્રાઉન અને બર્ન્ટ કોફી જેવા સેક્સી શેડ, ઘેરો-હળવો ગુલાબી, કેસરી અને પેસ્ટલ શેટ આકર્ષક દેખાય છે.
વર્ષા ૠતુમાં એવું ફેબ્રિક પસંદ કરો જે ભીંજાયા પછી ઝટપટ સુકાઈ જાય. પોલી નાયલોન અને કોટન બ્લેન્ડેડ ફેબ્રિક, સાટીન જેવાં મટિરિયલ હોટ ગણાશે.
આ દિવસોમાં શકય એટલી ઓછી જ્વેલરી પહેરો. મેટલ અને લેધરથી દૂર જ રહો, હા, બીડ્‌સ અને ફંકી જ્વેલરી બેસ્ટ ગણાશે. રંગબેરંગી પારદર્શક બંગડી, પાતળી ચેન સાથે નાજુક પેન્ડન્ટ, એક્રેલિકના બ્રેસલેટ ઉપરાંત ઇયરરંિગ સુંદર લાગશે. હા, વિવિધ રંગની છત્રીઓને પણ તમે એક્સેસરી તરીકે ઉપયોગમાં લઈ શકો છો.
વર્ષા ૠતુમાં પ્લાસ્ટિકના ફંકી શૂઝ, ફૂલોની ડિઝાઇનવાળા સ્લિપ ઓન, વોટરપ્રૂફ સ્લિપ ઓન, રંગબેરંગી સ્લિપર, ફિલપ ફ્‌લોપની વિશાળ રેન્જમાંથી તમને જે ગમે તે પસંદ કરી લો.
ધુંટણ સુધીની લંબાઈના કોઈ પણ ડ્રેસ સાથે રંગબેરંગી ફ્‌લેટ અથવા ફિ્‌લપ ફ્‌લોપ પગરખાં શોભશે. હા, સાડી, ચૂડીદાર કે પંજાબી ડ્રેસ જેવા પરંપરાગત પરિધાન સાથે થોડી ઊંચી એડીના, પાછળથી સ્ટ્રેપવાળા સેંડલ પહેરો જેથી લસપવાનો ડર ન રહે. આ સેંડલની હિલ બે ઈંચથી ઊંચી ન હોવી જોઈએ.
વર્ષા ૠતુમાં કેશની કાળજી
ચોમાસાની ૠતુમાં રિમઝિમ વરસતા વરસાદમાં ભીંજાવાનો આનંદ અનેરો હોય, પ્રાકૃતિક વૃષ્ટિ તન-મનને તરબતર કરી દે એ વાત ખરી, પણ આ વારિમાં પલળેલા તમારા વાળ નબળાં પડવાની, તેમાં ખોડો થવાની જૂ પડવાની કે ફંગસ લાગવાની પૂરેપૂરી શક્યતા રહે છે. અલબત્ત, એનો અર્થ એવો નથી થતો કે તમે વરસાદમાં ભીંજાવાનો આનંદ ન લો. તમે તમારે મન મૂકીને વર્ષાનો આનંદ માણો, પછી વાળની સારસંભાળ માટે બે ટેબલસ્પૂન વિનેગરમાં એક ટેબલસ્પૂન લીંબુનો રસ ભેળવીને માથામાં લગાવો. આ પ્રયોગ અઠવાડિયામાં બે વખત કરો.
વર્ષા ૠતુમાં હવામાં ભેજ હોવાથી વાળ બેજાન અને ચીકણા બની જાય છે. વળી ભીના વાળ બાંધવાથી તેમાં બેક્ટેરિયા પેદા થાય છે. આ દિવસોમાં વાંકડિયા તેમજ વેવી વાળ ખરબચડા થઈ જાય છે. જ્યારે સીધા કેશ બેજાન લાગે છે. આવી સ્થિતિમાં વાળની સારસંભાળ માટે મેથીની પેસ્ટમાં ત્રણ ટીસ્પૂન ઓલિવ ઓઈલ, અડઘું ટીસ્પૂન એરંડિયાનું તેલ અને નાળિયેર તેલ મિક્સ કરી વાળમાં લગાવો.
આ ઉપરાંત ત્રણથી ચાર દિવસ વાસી દહીંમાં ત્રણ ટીસ્પૂન લીંબુનો રસ ભેળવીને તેને કંડિશનરની જેમ ઉપયોગમાં લો. શેમ્પૂ કર્યા પછી આ મિશ્રણ અડધા કલાક સુધી વાળમાં લગાવી રાખો. ત્યાર બાદ કેશ ધોઈ લો.
ભેજવાળી આ મોસમમાં વાળને શક્ય એટલા કોરા રાખવાનો પ્રયાસ કરો. જો ભીના વાળમાં ખોડો થઈ ગયો હોય તો અઠવાડિયામાં એક વખત એન્ટિડેન્ડ્રફ શેમ્પૂથી કેશ ઘુઓ.
વાળ ચીકણા થઈ ગયા હોય તો જ્યારે જ્યારે કેશ ઘુઓ ત્યારે ત્યારે એન્ટિફ્રિજ પ્રોડકટનો ઉપયોગ કરો.
આ દિવસોમાં કેશમાં ડીપ કંડિશનંિગ ટ્રીટમેન્ટ કરાવવાથી વાળને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળે છે.
સામાન્ય રીતે પણ કેશ ધોવાથી પહેલા પાંચેક મિનિટ માથામાં તેલ માલીશ કરો. ચોમાસામાં વાળ કંડિશન કરવા અત્યંત આવશ્યક છે. કેશની સ્ટાઈલંિગ કરતી વખતે તેને ખેંચવા નહીં. વાળને રબરબેન્ડથી બાંધવાને બદલે હેર ક્લિપથી બાંધો.
ચોમાસામાં હેર સ્પ્રે કે હેર જેલનો ઉપયોગ કરવાનું ટાળો, આ ઉત્પાદનો માથામાં જામી જઈને વાળને ચીકણા બનાવે છે, પરિણામે કેશને લગતી બીજી ઘણી સમસ્યાઓ પેદા થઈ શકે છે.
રોજ રાત્રે સુતી વખતે કોરા વાળમાં આંગળીઓથી મસાજ કરવાથી રક્તભ્રમણ તેજ બને છે અને કેશ મજબૂત થાય છે. તેવી જ રીતે અઠવાડિયામાં એક વખત હુંફળા તેલની માલિશ પણ વાળને સ્વસ્થ રાખવામાં સહાયક બને છે. આ ઉપરાંત હેર સિરમનો ઉપયોગ કરવાથી વાળ મુલાયમ રહે છે.
સૌથી મહત્ત્વની વાત, આ ૠતુમાં ભરપૂર પ્રોટીનયુક્ત આહાર લો. પ્રોટીન વાળને સ્વસ્થ બનાવે છે. સ્વસ્થ કેશ આપોઆપ આકર્ષક
દેખાય છે.
વૈશાલી ઠક્કર

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved