Last Update : 14-August-2012, Tuesday

 

કામિનીઓમાં ‘કોર્સેટ’નું કામણ

 

કોર્સેટ એકમાત્ર એવું પરિધાન છે જે જીન્સ, સ્કર્ટ અને સાડી ઉપર ખૂબ સુંદર લાગે છે. સાડીની સાથે પહેરવામાં આવતા બ્લાઉઝને બદલે આજે કોર્સેટ પહેરવાની ફેશન ચાલે છે. તે જ પ્રમાણે વિવિધ પ્રકારના જીન્સ અને સ્કર્ટની ઉપર પણ તે શોભે છે. એટલે જ અભિનેત્રી પ્રીટી ઝિન્ટાથી માંડીને કોલેજની કન્યાઓ સુધી સહુ કોઈનો કોર્સેટ પ્રિય પોશાક થઈ ગયો છે.
વીજે સોફિયા પણ ડિઝાઈનર કોર્સેટ પહેરીને નાના પડદે ચમકે છે. તે ઉપરાંત જીન્સ અને કોર્સેટ સાથે મોટો બેલ્ટ તથા સાડીની સાથે પણ કોર્સેટ પહેરે છે. જે સ્ત્રીનું ફિગર સુંદર હોય છે તેમને કોર્સેટ સેક્સી અને સુંદર લાગે છે. એવું સોફિયા માને છે. અમૃત અરોરા જેવી ઘણી અભિનેત્રીઓ છાતીનો ઉભાર દેખાડીને સેક્સી ઈમેજ ઊભી કરવા કોર્સેટ પહેરે છે.
એક સમયે કોર્સેટ રાજવી અને શ્રીમંત વર્ગની સ્ત્રીઓનો મનપસંદ ડ્રેસ ગણાતો હતો. અને જેમનું ફિગર એકદમ સેક્સી હોય તેમના ઉપર તે ખૂબ જ શોભે છે. જે સ્ત્રીઓ પોતાના દેહ પ્રત્યે ખૂબ જ જાગૃત હોય અને સેક્સી ઈમેજ બાંધવા માટે તલપાપડ હોય તેઓ સામાન્ય પ્રસંગે સાડી સાથે અને કલબમાં જતી વખતે ટ્રાઉઝર સાથે કોર્સેટ પહેરે છે. બપોરના લંચ વખતે જીન્સ અથવા સ્લીમ સ્કર્ટ સાથે પહેરે છે. અરે, હવે તો બ્રાઈડલ ડ્રેસમાં પણ કોર્સેટે સ્થાન મેળવી લીધું છે.
આજકાલ જાણીતા ડિઝાઈનરો દ્વારા ડિઝાઈન કરવામાં આવેલાં કોર્સેટ ચપોચપ વેચાય છે. આ માટે તેઓ કહે છે કે, હવે સાડીને બ્લાઉઝ અથવા ચોલી સાથે પહેરવાને બદલે કોર્સેટ સાથે પહેરવાથી વઘુ સેક્સી લાગે છે. તેથી ક્યારેક શોર્ટ સ્લીપ, એંબ્રોઈડરી, પેઈન્ટીંગ તથા ક્યારેક દેવ-દેવીઓની પ્રીન્ટવાળા કોર્સેટ ડિઝાઈન કરવામાં આવે છે. ને આજકાલ કોર્સેટની વધતી જતી માંગને ઘ્યાનમાં રાખીને જ ડિઝાઈનરો ભારે બ્રોકેડ્‌સ, સિલ્ક, લેસ અને મેટાલીકના કોર્સેટ ટોપ બનાવે છે.
ઐતિહાસિક રીતે કોર્સેટ બે જુદા- જુદા યુગમાં પહેરતા હતા. ફ્રેંચ શબ્દ ‘કોપર્સ’ એટલે કે શરીરમાંથી કોર્સેટ શબ્દ આવ્યો છે. રાણી વિકટોરિયા અને એડવર્ડના સમયમાં સ્ત્રીઓ શરીરની વધારાની ચરબીનો ઉપયોગ કરતી હતી. વિક્ટોરિયન યુગમાં આંતરવસ્ત્ર તરીકે વાપરવામાં આવતા કોર્સેટને આગળથી કે પાછળથી ખોલવાનું રાખવામાં આવે છે. તે ઉપરાંત તેમાં લેશ મૂકવામાં આવે છે. કોર્સેટથી કમર પાતળી દેખાય છે. ૧૯મી સદીમાં પેરીસમાં કોર્સેટને થોડી જુદી રીતે અપનાવવામાં આવ્યું હતું. તેમાં કમરને બદલે છાતી ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. તેથી લો બસ્ટેડ કોર્સેટ બનાવ્યા હતા. જેનાથી સ્તનોનો સંપૂર્ણ ગોળ આકાર આવે તેને ‘એસ બેન્ડ તરીકે ઓળખવામાં આવતું હતું.
આજે તો આપણે ત્યાં પાશ્ચાત્ય ફેશનની દેખાદેખી થઈ રહી છે એટલે કોર્સેટ ડિસ્કોથેકમાં તથા કોલેજોમાં ફંકશનમાં જેકેટની અંદર પહેરવામાં આવે છે. વિક્ટોરિયન યુગમાંથી આપણને કોર્સેટ પ્રેરણા મળી છે અને મુલીન રુજ, શિકાગો અને કેટ લીઓ પોલ્ડ પાસેથી આ ફેશન પૂર્વીય દેશોમાં આવી છે. આ પહેલા પીઝન્ટ ટોપ અને રફલ્સ આવ્યા હતા અને હવે કોર્સેટની ફેશન ફરી શરૂ થઈ છે. જોકે વિક્ટોરિયન યુગના કોર્સેટ ઘેરા અને ગોથીક હતા અને આજે તેને વઘુ સુંદર અને આકર્ષક બનાવીને સામાન્ય લોકોમાં પ્રિય બનાવવામાં આવે છે.
કેટ વીન્સ્લેટે પણ ટાઈટેનીકમાં કોર્સેટ પહેર્યો છે. તેથી હવે તે ફરી ધીમે-ધીમે લોકપ્રિય થઈ રહ્યો છે. ઘણા કોર્સેટથી છાતીનો ઊભાર સુંદર દેખાય છે, જ્યારે ઘણા ફિગર સુંદર દેખાય તે રીતે બનાવવામાં આવે છે. કેટલાક ડિઝાઈનરોએ બ્લોક પ્રીન્ટેડ, લેન્ડ સ્કેપ પ્રિન્ટ, ફિલ્મી ટાઈટલ સાથે કોર્સેટ બનાવ્યા છે. અને તેનું કપડું શરીર ઉપર ચપોચપ ફીટ બેસી જાય તેવું સ્ટ્રેચેબલ હોવું જોઈએ. તેમાં લેસ તથા અન્ય બીડ્‌સ આગળ કે પાછળ ઝીપ (ચેઈન) મૂકીને અથવા દોરી મૂકીને તેને સેક્સી બનાવી શકાય છે. કોલેજ જતી પહોળા ખભા અને પાતળી કમર ધરાવતી કિશોરીઓમાં કોર્સેટનું ચલણ ખૂબ વધી ગયું છે. કોર્સેટ બિભત્સ દેખાડવાને બદલે તમને સેક્સી બનાવે છે. જે સ્ત્રીઓનું ફિગર શેપમાં ન હોય તેમણે કોર્સેટ પહેરીને હાસ્યાસ્પદ બનવું નહીં.
ડિઝાઈનરોનંુ માનવું છે કે કોર્સેટની ફેશન ચાલશે જ. એક અગ્રણી ડિઝાઈનરે તેની પ્રેટ લાઈનને લીનનમાં બનાવી છે જે અઢી હજાર રૂપિયામાં વેચાય છે. બીજા એક ફેશન ડિઝાઈનરે બનાવેલા કોર્સેટ બારસો રૂપિયામાં વેચાય છે. તેઓ જ્યોર્જટ, મ્યુલ અને વોયલમાં બે પ્રિન્ટ અને કલર કોન્ટ્રાસ્ટમાં બનાવે છે. તેમજ સિલ્ક અને કોટનમાં બ્લોક પ્રિન્ટમાં કોર્સેટ બનાવે છે. જે અઢી હજાર રૂપિયામાં બનાવે છે. તેમાં પાછળની બાજુ ઇલાસ્ટીક, અને બન્ને બાજુ ઝીપ (ચેઈન) હોય છે જે કારણે તે બધાને જ બરોબર થાય છે.
ઇવનીંગ વેર તરીકે પ્રખ્યાત થયેલા કોર્સેટ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડે અંડરવાયરીંગ અને કોર્સેટ બ્લાઉઝને ‘હોટ સ્ટફ અને ફાસ્ટ મુવીંગ’ કેટેગરી હેઠળ કાઢી છે, અઢારસોથી ત્રણ હજારની વચ્ચેની કંિમતના કોર્સેટ છે. લેસ, બટન, ચેઈન વગેરે લગાડેલા કોર્સેટ ખૂબ જ લોકપ્રિય છે.
હસીના જેઠમલાની અને લારાદત્તા પણ કોર્સેટના દિવાના છે. અને તેમના વોર્ડ રોબમાં પણ ડિઝાઈનર કોર્સેટ જોવા મળે છે.
વર્ષા

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved