Last Update : 14-August-2012, Tuesday

 

શ્વસુરપક્ષે કેવી ‘ગીફ્‌ટ’ આપવી

 

ગિફ્‌ટ આપવાની પરંપરા તો ખૂબ જ જૂની છે જે તમારી મનોભવાનાઓને એકબીજા પ્રત્યે પ્રદર્શિત કરે છે.
ગિફ્‌ટ તો કોઈને પણ આપી શકાય છે, પરંતુ પુત્રીની સગાઈ અને લગ્ન વચ્ચે આવતા જન્મદિન, તહેવારો તથા અન્ય પ્રસંગ નિમિત્તે કેવા પ્રકારની ગિફટ આપી શકાય?
સગાઈ લગ્ન પહેલાંનો એક એવો નાજુક સમય છે જેમાં ખૂબ જ સમજીવિચારીને ગિફ્‌ટ આપવી પડે છે. દરેક કુટુંબ એવી મૂંઝવણમાં રહે છે કે કેવી ભેટ આપવામાં આવે કે જે સામેની વ્યક્તિને પસંદ આવે.
સંગીતાએ પોતાની પુત્રીની સગાઈ કરી તો સગાઈ અને લગ્ન વચ્ચે વેવાઈ પક્ષમાં જન્મદિનની અને એક મેરિજ એનિવર્સરીની પાર્ટી રાખવામાં આવી હતી.
સંગીતા કહે છે, ‘‘એક તો આમ પણ લગ્નનો ખર્ચ અને ઉપરથી આવી પાર્ટીઓ, શું કરું, શું નહીં’ તેની મૂંઝવણ હતી. બર્થડે પાર્ટી હતી અને તે પણ પુત્રીની ભાવિ સાસુની, હું ખૂબ જ મોંઘી ગિફ્‌ટ આપવાની સ્થિતિમાં નહોતી.
આથી એક બેંગલ બોક્સ ખરીદ્યું તેમાં રંગબેરંગી બંગડીઓ મૂકી તેને પેક કર્યું. એક બૂકે સાથે આ નાની ગિફ્‌ટ આપી મેં મારી વેવાણને કહ્યું કે તમને બંગડીઓનો ખૂબ શોખ છે એટલા માટે આ નાની એવી ગિફ્‌ટ આપી રહી છું. પુત્રીનાં લગ્ન તો થઈ ગયાં, પરંતુ તે હજુ પણ જ્યારે મળે ત્યારે વખાણ કરે છે કે મને લગ્નમાં મેચંિગ બંગડીઓ ખરીદવાની જરૂર જ ન પડી કેમ કે તમારી ગિફ્‌ટમાં આપેલી બંગડીઓ ખૂબ જ સુંદર હતી!
સાચે જ ગિફ્‌ટની કંિમત ન આંકવી જોઈએ. કંિમત આંકવી હોય તો તેની પાછળ રહેલી ભાવના અને તેની ઉપયોગિતાની. ઉષાને જ લો. તેણે પોતાના પુત્રના લગ્ન તેની સાથે જ કામ કરતી છોકરી સાથે નક્કી કર્યાં. સગાઈ બાદ અચાનક જ તેના પગમાં ફ્રેક્ચર થયું. તેની ભાવિ વહુને જ્યારે ખબર પડી તો તરત જ તે પોતાની ભાવિ સાસુની ખબર કાઢવા ગઈ. તેની સાથે તેણે પોતાના હાથેથી બનાવેલા બ્રેડપુડંિગને પારદર્શક ડબ્બામાં મૂકી તેને સારી રીતે સજાવી પેક કરી તેને એક ફોલ્ડંિગ ટ્રેમાં મૂકીને લઈ આવી.
ઉષા હવે સારી થઈ ગઈ છે અને જલદીથી પોતાના પુત્રના લગ્ન કરવાની છે, પરંતુ પોતાની ભાવિ પુત્રવઘૂએ ગિફ્‌ટને ખૂબ જ સુંદર રીતે પેક કરી તેમાં સુંદર સંદેશ લખ્યો હતો, ‘સ્વસ્થ થવાની કામનાઓ સાથે મા જેવી સાસુમાને સપ્રેમ ભેટ.’
સાચું છે, ગિફ્‌ટની ઉપયોગિતા અને તેના પર લખેલા થોડા શબ્દોએ ઉષાને અંદર સુધી લાગણીથી ભીંજવી દીધી. તેમની વહુએ લગ્ન પહેલાં જ સાસુને પોતાનાં બનાવી લીધાં. આમ જોવા જોઈએ તો એ સાચું છે કે પહેલાંના જમાનામાં પરિવારમાં બર્થડે, મેરિજ એનિવર્સરી વગેરેને ઘરમેળે કોઈ પણ જાતના ભપકા વિના ઉજવવામાં આવતાં હતાં, પરંતુ આજકાલની બદલાતી લાઇફ સ્ટાઇલ સાથે ગિફ્‌ટ આપવાનો રિવાજ ખૂબ જ પ્રચલિત બન્યો છે. ઘણીવાર વેવાઈ પક્ષવાળા ગિફ્‌ટમાં કંિમતી વસ્તુની આશા રાખતા હોય છે અને તે ન મળે તો પણ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ બાબતમાં સંઘ્યા કહે છે કે મારી સગાઈ અને લગ્ન વચ્ચે માત્ર એક મહિનાનો જ સમય હતો. એ દરમિયાન જ સાસુની બર્થડે આવતી હતી. અમને શું કરવું એ સમજણ જ નહોતી પડતી. મારી મા ફૂલોનો બૂકે અને બર્થડે કાર્ડ લઈ ત્યાં પહોંચી ગઈ હતી. આજે લગ્નને એક વર્ષ થઈ ગયું છે, પરંતુ સાસુ એટલા નારાજ છે કે વાત જ ન પૂછો. મહિનામાં બેત્રણવાર સંભળાવે છે કે છોકરીવાળા કેવા છે જન્મદિન નિમિત્તે કાર્ડ તો આપ્યું અને તે પણ માત્ર ૨૦ રૂપિયાનું... ખૂબ જ ખરાબ લાગે છે, પરંતુ શું કરી શકાય?
હવે પ્રશ્ન એ થાય છે કે ગિફ્‌ટ કેવી હોવી જોઈએ? તેના માટે કોઈ નિયત માપદંડ નથી છતાં પણ જેને ગિફ્‌ટ આપવામાં આવે છે તેની ઉંમર, જાતિ, શોખ અને જરૂરિયાત મુજબ જ ગિફ્‌ટ આપવી જોઈએ.
છોકરીની સગાઈ બાદ તેના સાસરા પક્ષમાં આવતી બર્થડે, મેરિજ એનિવર્સરી અને તહેવારોનું એક લિસ્ટ તૈયાર કરો. ત્યાર બાદ એ તપાસો કે સગાઈ અને લગ્નની વચ્ચે કેટલા લોકોની બર્થડે, મેરિજ એનિવર્સરી અને અન્ય તહેવારો આવશે.
સામન્ય સંજોગોમાં એવું કહી શકાય કે જો સગાઈ અને લગ્ન વચ્ચે છ મહિના કે તેના કરતાં વઘુ સમયનું અંતર હોય તો પરિવારના જેટલા સભ્યો હોય તેનાથી અડધા સભ્યોની તો બર્થડે આવતી જ હશે. તેના માટે તમારે એક નિયત રકમ અલગ રાખવી જોઈએ. તે તમારી આર્થિક સ્થિતિ પર આધાર રાખે છે. પછી તેમાંથી જ પ્રસંગો પ્રમાણે ખર્ચ કરતા રહો અને જો ન બોલાવવામાં આવ્યા હોય તો પણ ફોન પર જ શુભેચ્છાનો સંદેશ આપી દો અને ટોકન ગિફટ કુરિયર દ્વારા મોકલી આપો. આ વાત છોકરાછોકરી બંનેના પરિવારો માટે લાગુ પડે છે. ગિફ્‌ટ પસંદ કરતી વખતે તમે શોખ વગેરેની સાથે એ પણ જુઓ કે શું આપવું સારું રહેશે. ખાસ કરીને ગિફ્‌ટની પસંદગી ત્રણ વર્ગમાં કરી શકાય છે ઃ વ્યક્તિગત ઉપયોગી વસ્તુ, સજાવટની વસ્તુ કે સૌને ઉપયોગી વસ્તુ.
તેમાં એવી વસ્તુઓ ગિફ્‌ટમાં આપી શકાય જેનો ઉપયોગ માત્ર જેને આપવામાં આવે તે જ વ્યક્તિ કરી શકે. સુવિધા માટે એક સામાન્ય બજેટવાળા માટે એક યાદી રજૂ કરવામાં આવી છે.
પર્સ, બ્રેસલેટ, ટાઇ, ટાઇપિન, પફ્‌ર્યુમ અને ડિયોડરેન્ટનો સેટ, બટન અને કફલંિક્સ, કેમેરા કે દૂરબીન, રાઇટંિગ પેડ, પ્લાનર ડાયરી કે આલબમ, સુંદર ટુવાલ કે હાથરૂમાલ સેટ, ડ્રેસંિગ ગાઉન, સુંદર નાઇટ ડ્રેસ, ચાદરનો સેટ, શેવંિગ કિટ, કેસેટ્‌સ, કેસેટ બોક્સ, ઘડિયાળ, વ્યક્તિની પસંદ પ્રમાણનું કોઈ સાહિત્યિક કે અન્ય પુસ્તક, શર્ટ કે કુરતા, ફોટોફ્રેમ વગેરે.
સુંદર ફ્રેમમાં લટકાવેલ અરીસો, કોસ્ચ્યુમ જ્વેલરી, પફ્‌ર્યુમસ કોસ્મેટિક કિટ, સુંદર હેન્ડબેગ, પર્સ, એરંિગ, વીંટી, પેન્ડલ, કલાત્મક કડું, સુંદર છત્રી, ડિઝાઇનર ચાંદલાઓ, ઝાંઝર, ચાંદીનો ઝૂડો, સિલાઈ બોક્સ, સાડી કે સલવાર કુરતા, બેંગલ બોક્સ, ફોટોફ્રેમ, કોઈ પસંદગીનું મેગેઝિન અથવા સબ્સક્રિપ્શન વગેરે. આ સામાન ઘરની સજાવટ માટે હોવો જોઈએ જેમ કે, બેડસાઈડ લેમ્પ, બેડસાઈડ કાર્પેટ, પડદાનો સેટ, વોલ હેંગંિગ, વોલ ક્લોક, પેઇન્ટંિગ, શો પીસ, કુશન કવર, ટીવી કવર, પિત્તળ અને કાળી ધાતુની મોટી મૂર્તિ વગેરે અનેક વસ્તુઓ છે જે ઘરની સજાટવમાં સારી લાગે છે તથા ગિફ્‌ટમાં પણ આપી શકાય છે.
જો શોખની ખબર ન હોય તો એવી વસ્તુ પણ આપી શકાય છે જેનો ઉપયોગ દરેક વ્યક્તિ કરી શકે. મેરિજ એનિવર્સરી પર પણ આવી ગિફ્‌ટ આપવી જોઈએ. જે બંને માટે ઉપયોગી બને. જેમાં પોકેટ ટ્રાન્ઝિસ્ટર, ફોલ્ડંિગ ટ્રે, ટ્રેમાં સજાવેલ છ મગોનો સેટ, કાચનો કટ ગ્લાસ, ચાંદીના બાઉલ, પ્લેટ, થર્મોસ, ફોલ્ડંિગ રેક વગેરેનો સમાવેશ થાય છે.
આ બધી વસ્તુઓ ઉપરાંત ચોકલેટ, કુકીઝ, ડ્રાયફ્રૂટ, મીઠાઈ વગેરેને પણ સુંદર રીતે પેક કરી શકાય છે. બસ, જરૂર છે માત્ર એકબીજાના શોખને સમજવાની. સુંદર ફૂલોનો ખૂબસુરત બૂકે પણ આપી જ શકાય છે.
હવે તમે તમારા બજેટને ઘ્યાનમાં રાખીને તમારા વેવાઈ પક્ષમાં સુંદર મજાની ગિફ્‌ટ આપી દરેકનું દિલ જીતી શકશો. બીજા પાસેથી મળેલી ગિફ્‌ટને ક્યારેય કોઈ બીજાને આપવી નહીં કેમ કે ઘણી મહિલાઓને એવી આદત હોય છે કે જ્યારે તેમને કોઈ વસ્તુ પસંદ ન આવે તો તે પોતાની ગિફ્‌ટ ‘પાસઓન’ કરી દે છે. આવી આદતને કારણે તે પુત્રીના ભાવિ સસરા પક્ષમાં પણ આવી હરકતો કરી શકે છે. એથી ઘ્યાન રાખો કે જે પણ ગિફ્‌ટ આપો સારી આપો જેથી સામેનો પક્ષ તમને લાંબા સમય સુધીયાદ રાખી શકે.
વારિણી

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved