Last Update : 14-August-2012, Tuesday

 

પ્રૌઢ પુરુષોના મોહપાશમાં ફસાતી યુવતીઓ

રમેશ અને રંજનના લગ્નને પચીસ વર્ષ થયાં, પણ આવું ક્યારેય નહોતું બન્યું. છેલ્લા કેટલાક વખતથી રમેશનું વર્તન બહુ બદલાઈ ગયું હતું. એ રંજન સાથે વાતવાતમાં ઉશ્કેરાઈ જતો. રંજન તેની સાથે કંઈ પણ વાત કરતી, તો રમેશ એને સાંભળતા સાંભળતા વિચારોમાં ખોવાઈ જતો. રંજનની ફરિયાદો પણ વધવા લાગી કે, ‘‘તું મારી એકેય વાત ઘ્યાનથી સાંભળતો જ નથી.’’ કોઈ કામ માટે એ રમેશની ઓફિસે ફોન કરતી, તો ઓફિસેથી જવાબ મળતો કે, ‘‘એ તો ક્યારના નીકળી ગયા છે.’’ ઘેર ક્યારેક કોઈનો ફોન આવે અને રંજન ઉપાડે તો તરત ફોેન કપાઈ જતો. થોડા જ દિવસો પહેલાં રંજનને ખબર પડી કે તેનો પતિ બાવીસ વર્ષની એક યુવતીનાં પ્રેમમાં પડ્યો હતો.
જે પુરુષને પોતે બઘું અર્પણ કરી દીઘું અને જેની પાછળ જંિદગીના પચ્ચીસ વર્ષ ખર્ચી નાખ્યા, એ પુરુષ આજે બીજી યુવતીના પ્રેમમાં છે? અને તે પણ પોતાની દીકરીની ઉંમર જેટલી ઉંમરની યુવતીના પ્રેમમાં? રંજનને જોરદાર આંચકો લાગ્યો.
રંજન કહે છે, ‘‘હું તો સપનામાં પણ પર પુરુષનો વિચાર નથી કરી શકતી. રમેશ આવું કરશે એવું પણ મેં ક્યારેય વિચાર્યું નહોતું. હું આ સંબંધ તોડવા નહોતી માગતી પણ મને એટલો બધો આઘાત લાગ્યો હતો કે તેમની સાથે રહી શકું એમ નહોતી, એટલે હું તેમનાથી અલગ થઈ ગઈ.’’
પ્રૌઢ પુરુષો યુવતીઓના પ્રેમમાં પડી જતા હોવાના કિસ્સા આજે સામાન્ય બની ગયા છે, કારણ કે એ વય સુધીમાં પુરુષ ઘણું ખરું પોતાના નોકરી ધંધામાં સ્થિર અને જવાબદારીઓથી મુક્ત થઈ ગયો હોય છે. ખાસ કરીને જેની પાસે તમામ ભૌતિક સાધનો હોય છે, તેવા પ્રૌઢ પુરુષો આ ઉંમરે એક પ્રકારની નવીનતા અને પરિવર્તન ઝંખતા હોય છે. વધતી જતી ઉંમરે પુરુષ માટે ઓછી ઉંમરની છોકરીનો પ્રેમ ગૌરવનો વિષય બની જાય છે. એટલું જ નહીં, પોતાનો અહમ્‌ સંતોષવાની સાથે સાથે પોતે આકર્ષક છે, એમ પણ એને લાગે છે. કોઈ યુવતી હજુ પણ પોતાની તરફ આકર્ષિત થઈ શકે છે અથવા એનામાં કોઈને આકર્ષવાની ક્ષમતા હજુ પણ છે, એ જાણીને તેને આનંદ થાય છે.
પતિએ નાની ઉંમરની છોકરી માટે પત્નીને છોડી દેવી અથવા તેને દગો દેવો એ પત્ની માટે ઊંડા ઘા સમાન છે. છૂટાછેડાના કેસો લડતા વકીલો અને માનસિક રોગના ડોક્ટરો માને છે કે, પત્નીઓ જાણતી હોવા છતાં પતિના આવા સંબંધને છુપાવે છે. પતિ થોડા સમય માટે ભટકી ગયો છે, પાછો રસ્તા પર આવી જશે, એવું માનીને તે પોતાના ઘરસંસારને સંભાળી રાખવા મથે છે.
પ્રૌઢ પુરુષો આવા સંબંધોથી પોતાની જાતને જુવાન માનવા લાગે છે. પત્ની બાળકો અને ઘર સંભાળવામાં ગૂંથાયેલી રહે છે, ત્યારે બંને વચ્ચે શારીરિક અને માનસિક રીતે અંતર વઘુ જાય છે. આવા સમયે પ્રૌઢ પતિને પત્ની પોતાની ઉપેક્ષા કરતી હોય તેવું લાગવા માંડે છે. પોતાનું મહત્ત્વ બતાવવા અને શક્તિનું પ્રદર્શન કરવા એ બીજે નજર દોડાવે છે. આવા સંજોગોમાં તેને જ્યારે ઓછી ઉંમરની યુવતી જરા જેટલો પણ ઉમળકો બતાવે છે, ત્યારે તે તરત જ તેના પ્રેમમાં પડી જાય છે.
ફ્રાયડના મતે, ‘‘ઘણીવાર માણસને મેળ વગરનું જ વધારે ગમતુ હોય છે.’’ એટલે કે જે સામે હાજર છે અથવા જે સરળતાથી મળ્યું છે તેના કરતાં કંઈક અલગ જ મેળવવામાં એને આનંદ આવે છે.
એવું નથી કે પુરુષ નવીનતા ઈચ્છે છે, પત્નીથી કંટાળી ગયો છે અથવા પત્નીને પ્રેમ નથી કરતો એટલે યુવતીઓ પ્રત્યે આકર્ષાય છે, પરંતુ આવા સંબંધો પાછળ એક પડકાર પણ રહેલો છે.
સમૃદ્ધિ અને સફળતાના શિખરે પહોંચેલા પ્રૌઢ પુરુષોમાં આવા સંબંધો વિશેષ જોવા મળે છે. તેઓ પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા માગતા હોય છે. પોતાની કુશળતાને લીધે જ તેઓ આ મુકામે પહોંચ્યા છે, એવી ભાવનાથી તેમને વધારે લેવાની ઝંખના થાય છે. વર્ષોથી સાથે રહેતી પત્ની પતિની નબળાઈઓ સારી રીતે જાણતી હોય છે, જ્યારે બીજી સ્ત્રી તેની ખૂબીઓ અને સિદ્ધિઓ બિરદાવીને તેના પુરુષત્વને પોષે છે. પોતાના વખાણ સાંભળવા કોને ન ગમે?
મોટે ભાગે પ્રૌઢ પુરુષો આવા સંબંધો ખાનગી રહે તેમ ઈચ્છતા હોય છે, જેથી પોતાનું લગ્નજીવન પણ જળવાય અને આબરૂ પણ ન બગડે. પત્ની જો આર્થિક રીતે પગભર હોય તો તે આવા સંબંધની જાણ થતાં પતિને છોેડીને ચાલી જાય છે, પરંતુ પુરુષ પોતે આ બાબતમાં પહેલ કરતો નથી. જો કે આપણા સમાજમાં એવી સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે જે ગમે તે રીતે પોતાનો સંસાર ટકાવી લે છે.
પચાસ વર્ષની સુજાતાને જ્યારે ખબર પડી કે તેનો પતિ હોસ્ટેલમાં રહેતી એક છોકરીના પ્રેમમાં છે ત્યારે એને જબરદસ્ત આંચકો લાગ્યો. એ કહે છે કે, ‘‘હું બે દિવસ સુધી મારા રૂમમાં પુરાઈ રહી. ન કોઈની સાથે વાત કરી ન કોઈનો ફોન લીધો. મારાથી અડધી ઉંમરની છોકરીનો વિચાર આવતાં જ મને એવું લાગ્યું કે, હું ઘરડી થઈ ગઈ છું. મારા પતિને એ છોકરી સાથે કેટલી હદે સંબંધ અને નિકટતા હશે એ વિચારીને મારું મગજ થાકી ગયું.’’ જો કે, દસમાંથી નવ કેસોમાં પત્ની મૌન સેવી લેતી હોવાથી છૂટાછેડાના સંજોગો ઊભા થતા નથી.
અનિલ પાસે આજે તમામ ભૌતિક સંપત્તિ છે, જેની તેને ભૂતકાળમાં ઝંખના હતી. છતાં જીવનમાં તે એક ખાલીપો અનુભવતો હતો. લગ્નને લગભગ વીસ વર્ષ થઈ ગયા હોવા છતાં ઘણી બધી બાબતમાં તે તેની પત્ની સુધાથી અસંતુષ્ટ હતો. અચાનક જ તેના જીવનમાં કોલેજમાં ભણતી એક
છોકરીનો પ્રવેશ થયો. સુધાને આ સંબંધની જાણ હતી, પણ જ્યારે અનિલ તેને વધારે પડતું જ મહત્ત્વ આપવા લાગ્યો ત્યારે પતિ-પત્ની વચ્ચે ખટરાગ પણ વધવા માંડ્યો. અનિલ ઘરમાં પણ પહેલા કરતા ઓછું ઘ્યાન આપતો હતો. વખત જતાં અનિલની પત્નીના પિયરમાં આ સંબંધની ખબર પડી. તેના પિયરિયાઓ તો ઉશ્કેરાઈ ગયાં અને આવા પતિને છૂટાછેડા આપી દેવા સમજાવવા લાગ્યા, પણ સુધાએ જાણે કશું જ બન્યું નથી તેમ વાત વાળી લીધી. છેવટે અનિલને પોતાની ભૂલ સમજાતાં એ પાછો વળી ગયો.
આ રીતે ઘણી વાર પત્નીની ધીરજ અને સહનશીલતાથી કુટુંબ વિખેરાતા બચી જતું હોય છે.
કહેવાતા ‘આબરૂદાર’ અને પૈસેટકે સદ્ધર પુરુષો માટે અનૈતિક સંબંધ જાણે પોતાનું પ્રતીક હોય છે. વળી ક્યારેક તેમની ઉંમરને ઘ્યાનમાં લઈને લોકો તેમના તરફ આંગળી ચંિધતા વિચાર કરે છે. બૌદ્ધિક કે માનસિક સમાનતા અને એકસરખી રુચિ પણ આવા સંબંધો માટે કારણભૂત બને છે. વળી તે પત્ની સાથે વ્યવસાયને લગતી વાતો નથી કરી શકતો અને આ યુવતી આવાં કામોમાં કુશળ હોય છે ત્યારે સંબંધ વઘુ ગાઢ બનતો જાય છે. એ પછી તેમની વચ્ચે શારીરિક સંબંધોની સંભાવના પણ નકારી શકાતી નથી. પ્રૌઢાવસ્થામાં સ્ત્રી પુરુષ એકધારાપણાથી કે સ્થિરતાથી કંટાળી જાય છે. અને તેમાંથી બહાર નીકળવાના રસ્તાઓ શોધે છે. પત્ની કોઈ મંજિલ સુધી પહોંચવા ઝઝૂમે છે, જ્યારે પતિ નવીનતા ઈચ્છતો હોય છે. તેનું પુરુષત્વ દરેક બાબતમાં સંમતિ મેળવવા ટેવાયેલું હોય છે. પોતાનાથી ઓછી ઉંમરની છોકરીનો સંગાથ તેના અહમ્‌ને તો પોેષે જ છે, પણ સાથે સાથે તેને પૂર્ણ પુરુષ હોવાનો અનુભવ પણ કરાવે છે.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved