Last Update : 14-August-2012, Tuesday

 

આરોગ્ય પ્રશ્નોત્તરી

સફેદ દાગ મટે ખરા ?

પ્રસૂતિ પછી ધાવણ પૂરતા પ્રમાણમાં આવતું નથી. પેટ ફૂલી ગયું છે. થાક લાગે છે. લૂખા સફેદ વાળ

 

પ્રશ્ન ઃ હું ત્રીસ વર્ષનો પરણિત પુરુષ છું. નાનપણથી જ મારા પગમાં થોડાક ભાગમાં સફેદ ડાઘ છે. જેમ જેમ મારી ઉંમર વધતી ગઈ તેમ તેમ ડાઘ વધતા નહતા. પરંતુ છેલ્લા બે વર્ષથી મારા પગમાં તેમજ હાથમાં સફેદ ડાઘ વધતા જાય છે. તેથી મને ટેન્શન થઈ ગયું છે. વધતી ઉંમરે ડાઘ મારા આખા શરીરમાં ન ફેલાય તે માટે યોગ્ય ઉપચાર બતાવવા વિનંતી.
- એક ભાઈ, મુંબઈ

 

ઉત્તર ઃ નાનપણમાં કે કોઈ પણ ઉંમરમાં શરીર પર નાનો એવો સફેદ દાગ દેખાય, ભલે પછી તત્કાળ એ ફેલાતો ન હોય તો પણ એના તરફ બેદરકાર ન રહેવું.
એજ રીતે બાવચીનો બીજો એક ઔષધ પ્રયોગ પણ યાદ રાખવા જેવો છે. પહેલા દિવસે બાવચીના પાંચ દાણા ગળવા. બીજા દિવસથી એમાં એક એક દાણો ઉમેરતા જવો. એ રીતે એકવીસ દાણા સુધી પંદર દિવસમાં પહોંચી, સોળમાં દિવસથી એક એક દાણો ઘટાડવા થઈ ફરી પાછું પાંચ દાણા પર આવી જવું. આ રીતે ચડઉતરનો ક્રમ રોગ મટે ત્યાં સુધી ચાલુ રાખવો.
શાસ્ત્રમાં સફેદ દાગને મટાડવા માટેના બાવચીના બીજા પણ અનેક પ્રયોગ આપેલા છે. આભ્યંતર પ્રયોગો બધા એકી સાથે કરી ન શકાય. આથી બાહ્ય પ્રયોગોમાં વિશ્વાસુ ફાર્મસીનું બાવચીનું તેલ લાવી સફેદ દાગ પર લગાવી પંદરથી વીસ મિનિટ તડકામાં બેસવું. બાવચીની જેમજ તુવરક તેલ પણ લગાવી શકાય. તુવરક તેલને કેપસૂલમાં ભરી બે બે કેપસૂલ સવાર સાંજ ગળી જવાથી પણ લાભ થાય છે.
બાવચીની ઘનવટી બે બે સવાર સાંજ ગળવી. આ સિવાય પંચનિમ્બાદિ ઘનવટી, કિશોર ગૂગળ, આરોગ્ય વર્ધિની અને ગંધક રસાયનની બે બે ગોળી સવાર સાંજ પાણી સાથે લેવાથી પણ પરિણામ મળવામાં ઝડપ આવશે.
બાવચીની જેમજ ખદિર એટલે કે ખેર પણ સફેદ દાગને મટાડનારું એક ઉત્તમ ઔષધ છે. ચાર ચમચી ખદિરારિષ્ટમાં ચાર ચમચી પાણી મેળવી જમ્યા બાદ પીવાથી સફેદ દાગ કાબૂમાં આવવા લાગશે. બજારમાંથી ‘ખદિરાષ્ટક ચૂર્ણ’ લાવી સવાર સાંજ એક એક ચમચી ફાકવાથી લાભ થશે.
કુષ્ઠહર સોગઠી અથવા તો કુષ્ઠહર લેપ લાવી પાણી અથવા તો તુવરક તેલમાં લસોટી સફેદ દાગ પર લગાવી દેવું.
સફેદ દાગની વ્યવસ્થિત સારવાર આયુર્વેદમાં છે. અને સમય બગાડ્યા વિના સફેદ દાગ દેખાય કે એક જ વર્ષની અંદર તેની સારવાર શરૂ કરી દેવામાં આવે તો ચોક્કસ પરિણામ મળે છે.
તમારા માટે પરેજી આ પ્રમાણ સૂચવું છું. સફેદ રંગની લગભગ તમામ વસ્તુ બંધ કરવી જેમ કે, ખાંડ, સાકર, મીઠું, દહીં, દૂધ અને બીજી પણ સફેદ વસ્તુને ઘ્યાનમાં લેવી. ચોખા માટે અમે છૂટ આપીએ છીએ. મીઠા વિના ફાવે નહીં તો મીઠાને બદલે અલ્પ પ્રમાણમાં ‘સાંચુ’ સંિઘવ વાપરી શકાય. દહી, શિખંડ, છાશ, મઠો, ગોળ તમામ પ્રકારના મીઠાઈ, તમામ ફળ બંધ કરી દેવા આથો આવીને તૈયાર થતી હોય તેવી તમામ વાનગી સફેદ દાગના દરદી માટે ત્યાજય છે.
લીલી-સૂકી હળદર વઘુ વાપરવી. પરવળ, કારેલા, તાંદળજો, મેથી, દૂધી, ગલકા, કંટોલા જેવા દ્રવ્યો સફેદ દાગના દરદી માટે પથ્ય છે.

 

પ્રશ્ન ઃ મારી ઉંમર ૨૬ વર્ષની છે. લગ્નને અઢી વર્ષ થયા છે. હાલ મને સિઝેરિયન ઓપરેશનથી એક તંદુરસ્ત બાબો આવ્યો છે. જે હાલમાં છ માસનો થવાનો છે મારા પ્રશ્નો નીચે મુજબ છે.
(૧) પ્રસૂતિ પછી દૂધ-ધાવણ પૂરતા પ્રમાણમાં આવતું નથી. મને ભરપૂર દૂધ આવે અને દીકરાનું પેટ ભરાય તથા ઉપરના દૂધની જરૂર ન પડે તેવી દવા તથા ખોરાક સૂચવશો.

(૨) બાળક તદ્‌ન સ્વસ્થ, તંદુરસ્ત અને નીરોગી છે. બસ તેને જરા ગેસ અને કબજિયાતની તકલીફ રહે છે. ઝાડો સખત થાય છે. તથા પેશાબમાં બળતરા થાય છે. પેશાબ કરતી વખતે ખુબ જ રડે છે તો તેનો કોઈ ઉપાય સૂચવશો.
(૩) મારા બાબાનું હાલનું વજન સાડા છ કિલોગ્રામ છે. હવે તેનો શારીરિક તથા માનસિક વિકાસ થાય તે માટે શું કરવું ?
(૪) પ્રસૂતિ પછી મારું વજન પણ વધી ગયું છે. અને શરીર તથા પેટ પણ ફૂલી ગયેલું છે. તો મારું શરીર ફરી પહેલા જેવું થાય તે માટે કોઈ દવા બતાવશો.
(૫) પ્રસૂતિના સવા મહિના પછી માસિક બંધ છે. તો શું આ સમય ગાળામાં સંબંધ રાખવાથી ગર્ભ રહે ખરો ?
(૬) બીજું કે મને થાક અને અશક્તિનો અનુભવ ખૂબ જ થાય છે. ચક્કર પણ થોડા થોડા સમયે આવ્યા કરે છે. પીઠ અને કમરનો દુખાવો પણ સખત થતો હોય છે તો તેની કોઈ દવા તથા જરૂરી પરેજી સૂચવશો.
-રુહાની શેખ (વલસાડ)

 

ઉત્તર ઃ તમારા પોતાના દૂધ સિવાય તમારા બાળક માટે ઉત્તમ બીજો કોઈ આહાર નથી. જો માતાનું દૂધ ન મળે કે અલ્પ પ્રમાણમાં મળે તો બાળકની રોગ પ્રતિકાર શક્તિ (ઈમ્યુનિટી)નો વિકાસ પૂરતા પ્રમાણમાં થતો નથી.
તમારા ખોરાકમાં પણ તમે દૂધ, ચોખા, માંસ રસ, માછલી, તલ, લસણ, ડુંગળી, કોપરું, રસાળ ફળો, લીલા શાકભાજી તથા પોષક આહાર પૂરતા પ્રમાણમાં લો. રોજ ગરમ ગરમ ખોરાક ખાવ. અઠવાડિયામાં એકાદ બે વાર અડદની દાળ પણ લેવી. ઔષધો આ પ્રમાણે શરૂ કરશો. શતાવરી, જેઠીમધ, જીવંતી, કમળ કાકડી અને અશ્વગંધા સરખા ભાગે લઈ તેનો ક્ષીરપાક બનાવી સવાર સાંજ લેવો. અથવા તો એક ચમચી જેટલું ચૂર્ણ કાફી ઉપર ગરમ ગળ્યું દૂધ પી જવું.
સૂકા મેવામાં કોપરું, અખરોટ, કાજુ, પિસ્તા, ખજૂર લેવાય. શતાવરી અને ખસખસનું ચૂર્ણ દૂધ સાથે લેવાથી પણ ધાવણ વધે છે. ખીર, દૂધપાક, બાસૂદી જેવા દૂધમાંથી બનતા ખાદ્ય પદાર્થો ખાસ ખાવા.
જીવંતી ઘનવટી તથા લેફટાડિન ટીકડી બે બે સવાર સાંજ લેવાથી પણ ધાવણમાં વૃદ્ધિ થશે.
તમારા બાબાને બહારનું દૂધ કદાચ બરાબર પચતું નહીં હોય. રોજ સવારે એને મોટી હરડેનો ઘસારો આપો. મધમાં દીવેલ મેળવી ચટાડી દેવાથી પણ કબજિયાત દૂર થશે અને જાડો પણ કઠણ નહીં આવે.
તમે લખો છો કે તમારો બાબો પેશાબ કરતી વખતે ખૂબ જ રડે છે. બહારનું દૂધ આપો તેમાં થોડુંક ગાયનું ઘી નાખીને આપશો તો પણ પેટ સાફ આવશે. તમે પોતે ભાજી, કાળી દ્રાક્ષ અને પપૈયું લેશો તો પણ તમારા બાળકને પેટ સાફ આવવામાં મદદ મળશે.
પેશાબ કરતી વખતે બાબો રડે ત્યારે ખાસ નિરીક્ષણ કરશો કે પેશાબ શું ગરમ હોય છે ? બાળકના શિશ્ન પર જો ચામડી એકદમ ચોંટી ગઈ હોય, વધારે પડતી ચામડી હોય અને પેશાબ માંડમાંડ બહાર આવી શકતો હોય તો પણ બાળક રડે છે. બાળકના શિશ્નમણિ પરની ચામડી સરળતાથી ઉપર નીચે થવી જોઈએ અને રોજ એની સફાઈ પણ થવી જોઈએ.
એનો શારીરિક તથા માનસિક વિકાસ બરાબર થાય તે માટે રોજ સવારે નરણા કોઠે પાંચ ટીપાં સુવર્ણ પ્રશાનના આપો. બાલ ચાતુર્ભદ્ર સિરપ તથા બલામૃત પણ અનુકળ માત્રામાં આપી શકાય. માનસિક વિકાસ થાય અને સ્મરણશક્તિ વધે તે માટે સુવર્ણયુક્ત સારસ્વતારિષ્ટ (સારસ્વત ગોલ્ડ)ના પાંચેક ટીપાં સવાર સાંજ થોડુ પાણી મેળવીને પાવા.
પ્રસૂતિ પછી બાળકને દૂધ પૂરતા પ્રમાણમાં મળી શકે એ માટે માસિક બંધ રહેતું હોય છે. જો માસિક શરૂ થઈ જાય અને સમાગમ કરવામાં આવે તો પ્રેગનન્સી રહેવાની શક્યતા છે. આથી પ્રેગનન્સી ન રહે તેનું ખાસ ઘ્યાન રાખવું. પ્રેગનન્સી રહેતાં જ દૂધ બંધ થઈ જશે. પ્રસૂતિ પછી ટૂંકા ગાળામાંજ જો કામેચ્છા અને એ પ્રકારની પ્રવૃત્તિ વધે તો પણ ધાવણ ઘટી શકે છે. પ્રસૂતિ પછી માસિક બંધ હોય તે દરમિયાન સમાગમ કરવામાં આવે તો ગર્ભ રહેવાની શક્યતા નહીંવત છે.
પ્રસૂતિ પછી પેટ ફૂલીન જાય અને વજન વધે નહીં તે માટે ત્રિફલા ગૂગળ, મેદોહર ગૂગળ અને આરોગ્ય વર્ધિની બે બે ગોળી સવાર સાંજ લઈ શકાય.
ચાર ચમચી દશમૂલારિષ્ટમાં એટલું જ પાણી મેળવી જમ્યા બાદ પીવાથી કમરનો દુખાવો દૂર થશે અને સ્ફૂર્તિ તથા શક્તિનો અનુભવ થશે. મહાવાતવિઘ્વંસન રસ તથા ત્રયોદશાંગ ગૂગળની બે બે ગોળી સવાર સાંજ લેવાથી પણ કમરનો દુખાવો દૂર થશે.

 

પ્રશ્નઃ મારી ઉંમર ૩૫ વર્ષની છે. મને ખંજવાળની તકલીફ છે. છેલ્લા આઠ વર્ષથી આ સમસ્યા છે. ખંજવાળવાથી આખા શરીર પર લીસોટા થઈ ગયા છે. હાથ પર ખંજવાળવાથી જે લીસોટા થયા તે કાળા પડી જવાથી ખૂબ જ ખરાબ લાગે છે. ઘણી વખત તો શરીર ઉપરની રુંવાટી ઊભી થઈ જાય અને કાંટાની જેમ વાગે (કરડે) છે. કોટનના કપડા પહેરવાથી આવું વધારે થાય છે. જ્યારે પણ ખૂજલી ઉપડે ત્યારે ખૂબજ હેરાન થઈ જાઉં છું. મારું વજન પણ વધારે છે. ૭૩ કિલો થોડું ઓછું કરવાનું છે પણ ભૂખ્યા નથી રહેવાતું.
આટલું વજન હોવા છતાં ચહેરો સાવ નિસ્તેજ લાગે અને ગાલ સાવ બેસી ગયા છે. ચહેરા ઉપર કરચલિઓ છે અને ડાઘા પડી ગયા છે. વાળ સફેદ અને સાવ રુક્ષ થઈ ગયા છે. મારી આ બધી તકલીફને ઘ્યાનમાં રાખી દવા સૂચવવા વિનંતી.
બીજું મને ભૂખ પણ વધારે લાગે છે. તમારી જાણ ખાતર લખું છું. હું સ્લેટમાં લખવાના પેન અને કાળી માટી ખૂબજ ખાઉં છું.
મારી આ તકલીફને ઘ્યાનમાં રાખી દવા સૂચવવા વિનંતી.
- વીણા એમ. શાહ (સાબરકાંઠા)

 

ઉત્તર ઃ સૌથી પહેલાં તો સ્લેટમાં લખવાના પેન અને કાળી માટી ખાવાનું સદંતર બંધ કરો. ભૂખ લાગે ત્યારે અને શરીર માટે હિતકર હોય એટલું જ ખાવ. પરેજી પાળ્યા વિના પરિણામ નહીં જ મળે. માટે દહીં, શિખંડ તમામ પ્રકારની મીઠાઈ, કેળા-કેરી જેવા ફળો ગોળ, આઈસક્રીમ, ઠંડા પીણાં વગેરે બંધ કરો. આથો આવીને તૈયાર થતાં હોય તેવા તમામ પદાર્થ જેવા કે હાંડવો, ઢોકળા, ખમણ, બ્રેડ, પાઉં, ઈડલી, ઢોંસા, ઉત્તપમ, દહીં વડા, ખાંડવી, ખમણી વગેરે હાલ તુરત બિલકુલ બંધ કરી દેવું. તળેલા પદાર્થો અને ફરસાણ પણ બંધ. ઔષધોમાં
(૧) આરોગ્ય વર્ધિની, કિશોર ગૂગળ, ગંધક રસાયન અને ત્રિફલા ગૂગળની બે બે ગોળી ભૂકો કરીને સવાર સાંજ લેવી.
(૨) મહા મરિચ્યાદિ તેલની આખા શરીરે માલિશ કરવી.
(૩) ચાર ચમચી ખદિરારિષ્ટમાં ચાર ચમચી મંજિષ્ઠાદિ કવાથ મેળવી એટલું જ સામે પાણી ઉમેરી જમ્યા બાદ પીવું.
(૪) વજન ઓછું કરવું હોય તો ખાવાની કોઈ મનાઈ નથી. માત્ર મીઠાઈ, તળેલું, ફરસાણા, ચીઝ, બટર, ઘી, પનીર, દહીં વગેરે બંધ કરવાનું છે. ખાખરા, મમરા, બાફેલા દૂધીના મૂઠિયા, મગની ફોતરાવાળી દાળનું ઢોકળું, જવની રોટલી-ભાખરી, બાફેલા મગ ખવાય.
(૫) વાળ સારા કરવા કેશસંવર્ધન તેલ નાખવું અને ‘નસ્ય’ કરાવી લેવું.
(૬) માટી ખૂબ ખાધી છે આથી નિષ્ણાત પંચકર્મ ચિકિત્સકજે મળી વિધિવત્‌ વિરેચન કરાવી લો.
(૭) તમે જો રોગને મટાડવાનો નિર્ણય કરો અને ચૂસ્ત પરેજી પાળી સારવાર લો તો ‘મટતું નથી’ એવું કહેવાનો વખત નહીં આવે.
વૈદ્ય વત્સલ વસાણી

 

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved