Last Update : 14-August-2012, Tuesday

 
સહિયર સમીક્ષા
 

હું ૨૧ વરસનો છું. ૧૯ વરસની એક છોકરી સાથે મને પ્રેમ છે. આ કારણે હું અભ્યાસમાં પણ ઘ્યાન આપી શકતો નથી. એ છોકરી મારી સાથે માત્ર મૈત્રી જ બાંધવા તૈયાર છે. મેં એનો પણ વાંધો ઉઠાવ્યો નહોતો. હું તેની રાહ જોવા તૈયાર છું. હવે તે મારી જરા પણ પરવા કરતી નથી. તેણે કોલેજના બીજા યુવકો સાથે મૈત્રી બાંધી છે અને મને જોઈને તે અને તેની બહેનપણી કોઈને કોઈ કોમેન્ટ કરીને મારી મજાક ઉડાવે છે. મારે શું કરવું તે સમજ પડતી નથી. યોગ્ય સલાહ આપશો.
એક યુવક (અમદાવાદ)

 

* મારી સલાહ તો એ છે કે એ છોકરીને ભૂલીને તમે તમારા જીવનમાં આગળ વધો. આ ઉંમર અભ્યાસ કરીને સારી કારકિર્દી બનાવવાની છે. તમારા પત્ર પરથી લાગે છે કે એ છોકરીને તમારામાં જરા પણ રસ નથી. હવે તેને બીજા મિત્રો મળી ગયા છે. આથી તમે તેને ભૂલીને બીજા મિત્રો શોધીને જીવનમાં આગળ વધો. આમા જ તમારી ભલાઈ છે. આમ પણ લગ્ન માટે હજુ તમારી ઉંમર ઘણી નાની છે.

 

હું ૨૩ વરસની અપરિણીત તેમજ નોકરિયાત યુવતી છું. મારી પાડોશમાં રહેતા ૨૭ વરસના એક યુવક સાથે મારી મૈત્રી છે. જો કે અમારી મૈત્રી પ્લેટોનિક છે. પરંતુ, એ યુવકની વાગ્દત્તાએ અમારી વચ્ચે અફેર હોવાનો મારા પર આક્ષેપ લગાડ્યો હતો. તે સમયે સ્પષ્ટતા કરીને મારી મદદ કરવાને બદલે તે ચૂપ રહ્યો હતો. આ કારણે મને ઘણો ગુસ્સો ચઢ્‌યો છે. જો કે હું આનો બદલો લેવાનો વિચાર કરતી નથી. આ પરિસ્થિતિમાંથી મારે કેવી રીતે બહાર નીકળવું?
એક યુવતી (મુંબઈ)

 

* બદલો ન લેવાની તમારી ભાવનાની હું કદર કરું છું. આ સમય બરબાદ કરવાનું એક કારણ છે. એ યુવકથી દૂર રહો. અને આમ પણ બે સ્ત્રીની લડાઈમાં પુરુષ વચ્ચે પડે એવી અપેક્ષા રાખી શકાય તેમ નથી. તેણે જે કર્યું તે કાયરતાની નિશાની છે. આથી તેને તેની વાગ્દત્તા સાથે છોડી દો અને તમે એ યુવકને ભૂલીને તમારા જીવનમાં આગળ વધો તમને આના કરતા પણ સારો પુરુષ જાવનસાથી તરીકે મળશે.

 

મારી કોલેજમાં મારા વર્ગમાં ભણતી એક છોકરી મારી ખાસ બહેનપણી છે. અમારી વચ્ચે ઘણી દલીલો થાય છે. અમે એકબીજા પ્રત્યે ઘણા પઝેઝિસ હોવાને કારણે આ ઝઘડા થાય છે. તે બીજી કોઈ છોકરી સાથે વાત કરે તો મને ઘણી ઈર્ષા થાય છે. હું કોઈ બીજા સાથે વાત કરું તો તેને પણ આ જ લાગણી થાય છે. અમારી સમસ્યાનો કોઈ ઉપચાર દેખાડવા વિનંતી.
એક યુવતી (રાજકોટ)

 

* એકબીજા પ્રત્યેની તમારી પઝેઝિવનેસ આ સમસ્યા પાછળનું મૂળ કારણ છે. એ તમે બંને સમજો છો અને આ કારણને જડમૂળથી ઉખાડી ફેંકી દેવાની જરૂર છે. તમે એકબીજાને ખરા દિલથી પ્રેમ કરતા હો તો બીજી વ્યક્તિ ખુશ હોય ત્યારે તમને પણ આનંદ થવો જોઈએ. આ પ્રકારની મૈત્રી સંબંધ બગાડવાનું કામ પણ કરી શકે છે. સાચા મિત્રો બીજાના સમય અને આઝાદી પર તરાપ મારતા નથી. તમારે તમારા મિત્ર વર્તુળમાં બીજી છોકરીઓને પણ સામેલ કરવી જોઈએ. આ કારણે તમે બીજામાં રસ લેતા થશો અને તમારી મૈત્રી કાયમ રહેશે તેમજ મિત્ર વર્તુળ વિસ્તરતા તમે બીજાને સમય પણ આપી શકશો.

 

હું ૧૮ વરસની છું. મને એક યુવક સાથે પ્રેમ છે. પરંતુ તે બીજા શહેરમાં રહે છે. તેને મારી સાથે લગ્ન કરવા છે. પરંતુ હજુ તેનો અભ્યાસ પૂરો થયો નથી. તેણે હજુ બે વર્ષ સુધી અભ્યાસ કરવો છે અને એ પછી નોકરીમાં સ્થાયી થઈને લગ્ન કરવા છે. આ માટે તે મને પાંચ વરસ રાહ જોવા માટે કહે છે. પરંતુ મારા પિતા બે વર્ષની અંદર મારા લગ્ન કરવા માગે છે. મારે શું કરવું એ સમજ પડતી નથી.
એક યુવતી (વડોદરા)

 

* એકાદ-બે વરસમાં પરિસ્થિતિ કેવો વળાંક લે છે એના પર બધો આધાર છે. તમારા પરિવારજનો તમારા લગ્ન કરવા ઈચ્છે છે અને તમારો પ્રેમી પાંચ વર્ષ રાહ જોવાનું કહે છે. શું તમે પાંચ વર્ષ રાહ જોવા તૈયાર છો? તમારો પ્રેમી તમારી સાથે લગ્ન કરવા મક્કમ છે? આવા પ્રશ્નો પણ મહત્ત્વના છે. શક્ય હોય અને તમારો પ્રેમી લગ્ન કરવા મક્કમ હોય તો તેની તમારા માતા-પિતા સાથે મુલાકાત કરાવો. જો કે રાહ જોવા માટે પાંચ વરસનો ગાળો ઘણો મોટો છે. હમણા આ ચંિતા છોડી દો અને એકાદ-બે વરસ પછી તમારા ઘરમાં તમારા લગ્નનો વિષય નીકળે ત્યારે પરિસ્થિતિ જોઈને નિર્ણય લેજો.

 

હું ૨૦ વરસની છું. મને એક યુવક સાથે પ્રેમ હતો. પરંતુ હવે એ સંબંધ તૂટી ગયો છે. હવે મને મારી પાડોશમાં રહેતા ૨૮ વરસના એક પરિણીત પુરુષ સાથે પ્રેમ થયો છે. એ પતિ-પત્ની એકબીજાને ઘણો પ્રેમ કરે છે. મેં તેને મારી લાગણીઓની જાણ થવા દીધી નથી. પરંતુ હું મારી લાગણીઓને રોકી પણ શકતી નથી. મારે શું કરવું એની દુવિધા મને પરેશાન કરે છે.
એક યુવતી (મુંબઈ)

 

* ધારું છું કે તમને કોઈનો સુખી સંસાર ભાંગવામાં રસ નહીં જ હોય. તમારી પાસે એક જ માર્ગ છે અને એ તમારી લાગણીઓ પર કાબુ મેળવીને એ પુરુષથી અંતર જાળવવાનો. શક્ય છે તમારા તૂટી ગયેલા સંબંધના પ્રત્યાઘાત રૂપે તમને આ પુરુષ તરફ આકર્ષણ થયું છેય તમે હજુ ૨૦ વર્ષના જ છો અને તમારી સામે આખી જીંદગી પડી છે આથી પરિણીત પુરુષનો વિચાર છોડીને કોઈ કુંવારા અને યોગ્ય સાથી શોધીને લગ્ન કરી લેવામાં જ સૌની ભલાઈ છે.

 

નીના

 
 
Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved