Last Update : 14-August-2012, Tuesday

 
સૌંદર્ય સમસ્યા
 

હું ૨૧ વરસની યુવતી છું. ત્વચાની ચમક વધારવા ફળોના રસ ફાયદાકારક છે તેવું મેં સાંભળ્યું છે. તો આ વિશે વઘુ માહિતી આપશો.
એક યુવતી (મુંબઇ)

 

તૈલીય ત્વચા પર ખીલ થવાની શક્યતા વઘુ રહે છે. તેથી ટામેટાનો રસ પીવાનું લાભદાયક છે. ટામેટાનો રસ અલ્ટ્રાવાયોલેટ કિરણોથી ત્વચાને સુરક્ષિત રાખશે. ટામેટામાં વાઇકોપીન હોવાથી શરીરની આંતરિક સફાઇ પણ સારી થાય છે. આંતરિક રીતે શરીર સાફ રહેશે તો ત્વચા ચમકીલી થશે.
સાધારણ અથવા તો થોડી રૂક્ષ ત્વચા પર ધાબાની તકલીફ હોય તો લાંબી કાકડી (ખીરા)નો રસ લાભદાયક છે. લાંબી કાકડીની સાથે એલોવીરાનો રસ પણ ફાયદાકારક સાબિત થાય છે. એલોવીરા ઔષધીગુણથી ભરપૂર છે.
નાજુક ત્વચા એટલે કે જે વઘુ ગરમી-ઠંડી સહન ન કરી શકતી હોય તે લોકો લેમન જ્યૂસ મધની સાથે લેવાથી ફાયદાકારક સાબિત થાય છે.એક ગ્લાસ હુંફાળા પાણીમાં અડધો અથવા આખા લીંબુનો રસ એક ચમચા મધ સાથે ભેળવી નિયમિત પીવું. તેનાથી રંગ સાફ થાય છે. લીંબુના રસમાં મધ ભેળવીને ત્વચા પર લગાડી પણ શકાય છે.આ મિશ્રણ ૧૫ મિનિટ ચહેરા પર લગાડી રાખીને ધોઇ નાખવાથી ત્વચાની ચમક જળવાઇ રહે છે.
શુષ્ક ત્વચા પર કરચલી જલદી પડે છે. ત્વચાની રૂક્ષતા દૂર કરવા ગાજરનો જ્યૂસ લાભકારી નીવડે છે.ગાજરમાં વિટામિન ‘એ’નીમ ાત્રા ભરપૂર હોય છે. જે ત્વચાની રૂક્ષતા દૂર કરવામાં ઉપયોગી છે. ગાજરમાં એન્ટી-ઓક્સિડન્ટ હોવાથી ત્વચાની માંસપેશીઓને મજબૂતી પ્રદાન થાય છે અને વય સાથે ત્વચામાં વધતા પિગમેન્ટેશનને રોકવામાં પણ ઉપયોગી છે.

 

 

મારી દીકરીના માથામાં વારંવાર જૂ પડે છે એની આ સમસ્યાથી હું કંટાળી ગઇ છું. મારી આ સમસ્યાનું નિવારણ કરશો.
એક મહિલા (મુંબઇ)

 

લીંબુના અડધિયા વાળની જડમાં રગડો અને અડધો કલાક બાદ વાળ ધોઇ નાખવા. લીંબુના રસથી વાળમાં માલિશ કરવાથી પણ ફાયદો થાય છે. લસણને વાટી લીંબુના રસ સાથે ભેળવી રાતના સૂતી વખતે વાળમાં લગાડવું સવારે સાબુથી વાળ ધોઇ નાખવા. થોડા દિવસ સતત કરવાથી જૂનો નાશ થશે. લીમડાના પાનને વાટી પાણીમાં ઉકાળી વાળ ધોવાથી લાભ થાય છે. બીટના પાનને પાણીમાં ઉકાળી વાળ ધોવાથી લાભ થાય છે. બથુઆ (એક પ્રકારની ભાજી)ને ઉકાળી તે પાણીથી વાળ ધોવાથી વાળ સાફ થાય છે તેમજ જૂથી છૂટકારો મળે છે. આ ઉપાયની સાથેસાથે વાળમાંથી લીખ કાઢવી જરૂરી છે.જૂના ઇંડાનો નાશ ન થાય તો તેમાંથી જૂ ફૂટ્યા જ કરશે.

 

હું ૨૪ વરસની યુવતી છું. લિપસ્ટિક લગાડ્યા પછી તરત જ ફેલાઇ જાય છે. આમ ન થાય તે માટેના ઉપાય જણાવશો.
એક યુવતી (સુરત)

 

સામાન્ય રીતે હોઠની કિનારી પરની પતલી લાઈન પર આ પ્રકારની સમસ્યા જોવા મળે છે એ એક સામાન્ય બાબત છે. તેનાથી બચવા લિપસ્ટિક લગાડતા પૂર્વે આઉટલાઇન કરવી. મેટ અથવા લોન્ગ-લાસ્ટંિગ કલર્સની અપેક્ષા કરતા ગ્લોસી લિપસ્ટિક વઘુ ફેલાતી હોય છે તેથી શક્ય હોય ત્યાં સુધી મેટ લિપસ્ટિકનો ઉપયોગ કરવો.

 

હું ૨૭ વરસની યુવતી છું . મને અવનવી ફેશનનો શોખ છે. તેથી મેં થોડા સમય પહેલાં ડૂંટી વંિધાવી હતી. હવે ડૂંટી પર ઘા થઇ ગયો છે. મારી આ સમસ્યાના નિવારણનો ઉપાય જણાવશો.
એક યુવતી (અમદાવાદ)

 

પોતાના શરીરને તકલીફ થાય તેવી ફેશન પાછળ ઘેલા શા માટે લોકો થાય છે તે જ સમજ પડતી નથી. ડૂંટી એ આપણા શરીરનો સંવેદનશીલ ભાગ છે. ડૂંટી સુકી રહે તે બાબતે ઘ્યાન આપશો. સેપ્ટિક ન થાય તેનું ઘ્યાન રાખશો સ્નાન બાદ ે મેડિકેટેડ પાવડર તથા ક્રીમ લગાડશો.ઘાને જેમ બને તેમ જલદી રુઝ આવે તેમ કરશો.

 

હું ૨૮ વરસની યુવતી છું.મારા સાથળના અંદરના ભાગની ત્વચા રફ થઇ ગઇ છે. તેમજ બ્લેકહેડ્‌સની તકલીફ પણ છે. મુલાયમ ત્વચાના ઘરગથ્થુ ઉપાય જણાવશો.
એક યુવતી (વડોદરા)

 

સાથળને દરિયાઇ મીઠાથી સ્ક્રબ કરવા,તમે જવના લોટની પેસ્ટ પણ વાપરી શકો. સાથળને સ્ક્રબ કરવા લુફાનો ઉપયોગ કરશો. સ્નાન પહેલાં સ્ક્રબ લગાડી લુફાથી ઘસવું. જેથી ત્વચા મુલાયમ થશે તેમજ બ્લેકહેડ્‌સ પણ દૂર થશે.
સુરેખા મહેતા

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved