Last Update : 14-August-2012, Tuesday

 

વાર્તા - બળાપો

વિશાળ આકાશમાં ઊડી રહી છું, પર્વતો જંગલો, નદીઓ, સમુદ્રો આ બધાંને ઓળંગતી હું ઊડી રહી છું. જમીન પર રહેનારા સાથેના તમામ સંબંધો તોડી કાઢ્‌યા છે અને સૌને છોડી દૂર, ખૂ જ દૂર જઈ રહી છું. હું એટલી ઊંચાઈ પર છું કે કોઈ મને અડકી પણ ન શકે.
અચાનક આકાશમાં કોલાહલ મચી ગયો. કોણ જાણે ક્યાંથી પણ પક્ષીઓનું ઝૂંડ આવી ચડ્યું. પોતાની તલવાર જેવી ધારવાળી ચાંચ સાથે તેઓ ઘણા ભયાનક દેખાતાં હતાં. જોતજોતામાં તેઓ મારી તરફ આગળ વઘ્યા અને પોતાની ચાંચથી મારી પાંખોને તોડવા લાગ્યા. જોતજોતામાં પાંખો તૂટી ગઈ. હું પણ દરિયામાં પડવા લાગી. મારું શરીર પરસેવાથી રેબઝેબ થઈ ગયું.
‘‘હું પડી રહી છું. દરિયામાં પડી રહી છું. અરે બાપરે મને બચાવી લો.’’ આંખ મીંચીને કમલા ચીસો પાડવા લાગી.
‘‘શું થયું. કમલા? ફરી પેલું ડરામણું સપનું આવ્યું કે શું?’’
‘‘હું દરિયામાં તો નથી પડી ગઈ ને?’’
કિશોરે તેને હચમચાવી જગાડી
‘‘હું દરિયામાં તો નથી પડી ગઈ ને?’’
ઊંઘમાંથી જાગૃત થયેલી કમલાએ સવાલ કર્યો.
‘‘તારું માથું આપણે વિમાનમાં છીએ કમલા અને આરામથી આકાશમાં ઊડી રહ્યાં છીએ.’’ પતિએ પ્રેમથી સમજાવી.
‘‘ઓહ.’’ તેણે નિરાંતનો શ્વાસ લેતાં કહ્યું, ‘‘આપણે તો પહેલેથી જ પડેલા છીએ. હવે કોઈ આપણને ઊભા પણ ન કરી શકે.’’ ફરી કમલાની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસવા લાગ્યા.
કિશોરે પ્રેમથી તેની પીઠ થપથપાવી ત્યારે તેને થોડી રાહત થઈ. ફરી આંખો બંધ કરીને સપનાની દુનિયામાં ખોવાઈ ગઈ. ફરી પેલાં ડરામણા સપનાથી ભયભીત બની જાગી ગઈ.
‘‘કમલા, આજ દિવસ સુધી જે બન્યું એ તમામ ડરામણાં સપનાં જેવું હતું. તેની કડવાશને ભૂલી જા. આપણે અત્યારે ભારત જઈ રહ્યા છીએ. અમેરિકી જીવનને છોડી આપણે અહીં ઊતરી જઈશું. નહીં તો આપણને શાંતિ નહીં મળે.’’ કિશોરે કહ્યું.
તે નિર્વિકાર રીતે પતિને તાકતી રહી.
‘‘પ્લીઝ, બઘું ભૂલી જા.’’
‘‘કેવી રીતે ભૂલી જાઉ? આ કોઈ આંધળાપાટાની રમત તો છે નહીં. બઘું જાણવા છતાં તેમણે આપણી સાથે દગો કર્યો. આપણા દિલને ઠેેસ પહોંચાડી.’’ દુઃખી અવાજે કમલા બોલી અને સીટ પર સરકી આરામથી બેઠી. થોડીવારમાં ફરી વિચારોમાં ખોવાઈ ગઈ.
લગ્ન પછી એક જ મહિનામાં વિઝા મળી જવો અને અમેરિકા ચાલ્યા જવું એ તેનું સૌભાગ્ય હતું. બધા લોકો કહેતા હતા કે આ તેનું ગયા જન્મનું ફળ છે. આડોશપાડોશની બધી સ્ત્રીઓની વાતો આજે તેના કાનમાં ગુંજતી હતી.
પતિ તો દેવતા સમાન છે. બરેલી નજીકના એક નાનકડા ગામમાં રહેતા હતા. ત્યાંથી ન્યૂયોર્ક સુધીની સફર ગજબની હતી. એવા સમયમાં જ્યારે અમેરિકામાં નોકરી મેળવવી એ લોકો માટે આશ્ચર્યજનક ઘટના હતી ત્યારે તે અમેરિકા ચાલી ગઈ હતી. તેનું તમામ જીવન આમ જ વીતી ગયું. હસીમજાક, આનંદથી ભરપૂર જીવન હતું તેનું. આ સમય દરમિયાન બે બાળકો પણ થયાં. એક દીકરો અને દીકરી. બંને ભણીગણીને હોશિયાર બન્યા. દીકરો એન્જિનીયર હતો તો દીકરી ડોક્ટર બની. પોતાનો દેશ તેમના માટે પરદેશ બની ગયો હતો. બે કે ત્રણ વર્ષોમાં એકાદવાર આવતાં ત્યારે સૌૈને નવું નવું લાગતું. ત્યાંના લોકો, ત્યાંના રીતરિવાજ, રહેણીકરણી, તેમને માટે બઘું જ નવું હતું. ગરમી તો તેમનાથી સહન થતી નહીં. નજીકની કોઈ હોટેલમાં જ્યાં એ.સી. હોય ત્યાં બધો સમય પસાર કરતાં.
‘‘કમલા, મેં તને કેટલીવાર કહ્યું કે આપણું ગામ, ત્યાંના લોકો તેમની રહેણીકરણી વિશે બાળકોને સમજાવતી રહે.’’ કિશોરને બાળકો પર ગુસ્સો આવતો.
કમલા સફાઈ આપવા કહેતી, ‘‘જવા દો ને, તે તો બે-ત્રણ દિવસ રહેશે. તેમને શા માટે હેરાન કરવા? તેઓ સ્વતંત્ર હોવા જોઈએ. જ્યાં સુધી સ્નાતક નહોતી થઈ ત્યાં સુધી મને પણ આ બધાનું જ્ઞાન નહોતું. મેં જે ખોયું છે એ હું જાણું છું.’’ આમ કહી તે પોેતાની જાતને સાંત્વના આપતી રહેતી.
‘‘એટલે જ તો આપણી નીતુને જેટલા પણ બોયફ્રેન્ડ્‌ઝ છે. તેના તરફ આપણા મનમાં કોઈ વિરોધ નથી. હવે અમેરિકાક જેવા દેશમાં છોેકરીઓ આટલી સ્ફૂર્તિથી નહીં રહે તો ફાયદો શોે?’’
કમલા તેના પતિની વાતને નજરઅંદાજ કરતી રહી. પુત્ર સંજુએ જ્યારે એક કડવું સત્ય કહ્યું ત્યારે તેની આંખોે ઉઘડી. એક દિવસ સવારે તે એક અંગ્રેજ છોકરી જેનીને લઈને આવ્યો.
તેનો પરિચય કરાવતાં કહ્યું કે તે એક સોફ્‌ટવેર કંપનીમાં કામ કરે છે અને તેણે તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યોે છે. કમલા અને કિશોેરની ઈચ્છા હતી કે તે કોઈ ભારતીય છોકરી સાથે લગ્ન કરે, પરંતુ તે ન માન્યો. કહેવા લાગ્યો ‘‘તમે હજુ પણ એ જૂના રીતરિવાજમાંથી બહાર નથી આવ્યા. આવું કેટલા દિવસ ચાલશે?’’
જેની વહુ બની ઘરમાં આવી. ઘણી મુશ્કેલીથી વહુ-દીકરો દસ દિવસ ઘરમાં રહ્યા. બસ, પછી જેનીએ પુત્રને જુદા રહેવા માટે દબાણ કર્યું અને બંને જુદા રહેવા લાગ્યા.
કમલાથી આ વાત સહન ન થઈ. પોતાનાં લગ્ન પછી તે અમેરિકા આવી ગઈ હતી. એક વર્ષ પછી સંજુનો જન્મ થયો હતો. ત્યારથી તેનું બઘું જ ત્યાં હતું. તેની કિલકારી, હસવાનું રડવાનું, શાળાનું ભણતર, સિનેમા, હરવાફરવાનું કોલેજના અરમાન એ બધા અરમાન તેણે પૂરાં કર્યાં હતાં. તેને જોઈને તે ફૂલી સમાતી નહોેતી. જીવનમાં તમામ સુખ, આનંદ તેની આદત બની ગયા હતા. આ બઘું વિચારીને તે થોડી ઘમંડી પણ બની ગઈ હતી. તેને લાગતું હતું કે સમયને તેણે મુઠ્ઠીમાં કરી લીધો છે, પરંતુ આજે તેનાં મેઘધનુષી સપનાં ચૂરચૂર થઈ ગયાં હતાં.
તેના જીવનનો માત્ર એક જ સહારો બચ્યો હતો. એ હતી તેની પુત્રી નીતું. તે ન્યુયોર્કમાં જ કોઈ કોર્પોરેટ હોસ્પિટલમાં ડોક્ટર છે. તેણે માતાને ટેકો આપ્યો.
ધીરે ધીરે કમલાનો ઘા ભરાવા લાગ્યો. કમલા જ્યારે પણ ભારત આવતી, તેની સાસરીમા જાણે તહેવાર બની જતો. કિશોેર અને તેના ભાઈબહેનનાં બાળકો તથા તેના મિત્રો આવતા. તેઓ તેમના માટે પરદેશમાંથી કશું ને કશું લઈ આવતાં.
એક દિવસ સાંજે જ્યારે બધા ઘરમાં બેસીને ગપ્પા ંમારતાં હતાં, ત્યારે તેમના ઘરનો નોકર શ્યામુ આવ્યો અને નીચે જમીન પર બેઠો. નમસ્કાર કરી પોતાની રામકહાણી સંભળાવવા લાગ્યો.
દીકરાના લગ્નથી ભાંગી પડેલી કમલા તથા કિશોેર પર એક વઘુ વીજળી પડી.
એક દિવસ નીતુ ઓસ્ટ્રેલિયાના બેકહેમને ઘરે લઈ આવી અને અને માબાપ સાથે પરિચય કરાવ્યો. પહેલાં તો તેમને થયું કે તે તેના ખાસ મિત્રોમાંનો એક છે, પરંતુ એક દિવસ તેણે સૌ સામે પોતાનો નિર્ણય કહ્યો, ‘‘મોમ, આઈ વોન્ટ ટૂ મેરી હિમ.’’
કમલા ક્ષણ માટે તો પથ્થર બની ગઈ. તેના પગ તળેની જમીન સરકી ગઈ. કિશોર તો હતાશ થઈ ગયો. એ રાત્રે પતિપત્ની બંને ઊંઘી શક્યા નહીં. નીતુ તો પોતાની ભાવનાઓમાં બહેકી રહી હતી. તે પોતાના વિશે, બેકહેમ માટે શું શું વાત કરતી રહી.
નીતુ સફાઈ આપતાં કહેવા લાગી, ‘‘મોમ, આમ તો હું તેની સાથે લગ્ન કરવાનું વિચારતી નહોતી પણ હું જાણું છું જ્યારે ભાઈ લગ્ન કરી ચાલ્યા ગયા ત્યારે તમને કેટલું દુઃખ થયું હતું. તમે તમારી મરજી મુજબ જે છોકરા સાથે લગ્ન નક્કી કરશો તો તેની સાથે હું લગ્ન કરીશ.’’
દીકરીની વાત સાંભળી કમલાની ખોવાયેલી આશા ફરી પાછી આવી હતી. તેણે ઝડપથી પોતાની આંખ લૂંછી, દીકરી પાસે જઈ પ્રેમથી કહ્યું, ‘‘ મારી સારી દીકરી છે ને, મારી વાત સાંભળ. તે છોકરો ન તો આપણા દેશનો છે અને નથી આપણી સંસ્કૃતિ જાણતો. ખબર નથી એ કેટલા દિવસ તારો સાથ નિભાવશે. આપણા દેશ ચાલ, ત્યાં તું જેની સાથે કહીશ તેની સાથે તારાં લગ્ન કરાવીશ અને મારી આ એક વાત સાંભળી લે.’’
‘‘મેં પણ એવો જ વિચાર કર્યો હતો, મા, પરંતુ.... ‘‘પરંતુ શું?’’
‘‘અત્યારે મારો ત્રીજો મહિનો ચાલે છે.’’
દિલ્હીનું એરપોર્ટ. ચેક ઈન પૂરું થયું. કમલા અને કિશોેર બહાર આવ્યા. તેમના આગમનના સમાચાર ભાઈના બાળકોને મળી ગયા હતાં. બહેનના બાળકો હોટેલમાં તેમની રાહ જોતાં હતાં. હવે એ લોકો પણ નોકરીધંધાના કારણે અહીં આવીને રહેવા લાગ્યાં હતા અને આરામથી જીવન વિતાવતા હતા.
કિશોેરના કહેવાના કારણે કમલાએ દુઃખને મનમાં ભંડારી રાખ્યું.
કિશોરના ભાઈભાભી ઘર પર તેની રાહ જોતાં હતા. તેમનું સ્વાગત થયું, નહાઈ, ધોઈ, ખાઈ-પી આરામ કરવા બેઠા ત્યારે બાળકો પણ આવી ગયાં. વાતમાં ને વાતમાં કિશોરે કહ્યું કે આ વખતે તે કોઈના માટે કશું લાવી શક્યા નથી. ઝડપથી આવ્યા હતા એટલે ખરીદી કરવાનો સમય મળ્યો નહોતો.
કિશોરની વાત સાંભળી પહેલાં તો સૌએ કહ્યું, ‘‘કશો વાંધોે નહીં અંકલ.’’ પરંતુ તેમના ચહેરા પર અસંતોષ સ્પષ્ટ દેખાતો હતો. પહેલાં તો અનેક કલાકો બેસીને વાતો કરતા હતા અને અત્યારે ‘કામ છે’’ કહી એક પછી એક ઊઠીને ધીરેથી જવા લાગ્યા.
તે દિવસની રાતે જ્યારે બધાં જમીપરવારીને આરામ કરતા હતા ત્યારે કમલા તેની દેરાણી પાસે પોેતાનું દુઃખ કહ્યા વિના રહી શકી નહીં. પતિની વાતોને નજરઅંદાજ કરી કમલાએ સંજુ અને નીતુનાં કારનામાં કહી સંભળાવ્યા.
કમલાના મોંએથી વાત નીકળી કે તરત જ દેરાણીના ભવાં ચડવા લાગ્યાં. ચહેરો બદલાતાં વાર ન લાગી. તેનું બીજુ રૂપ સામે આવ્યું. સવાર થતાં જ જેટલી જલદીથી થઈ શકે એટલી જલદીથી તેણે બધાંને વાત કહી સંભળાવી.
‘‘પરદેશ જવાથી કશું નથી વળતું. બાળકોનો ઉછેર પણ કરતાં આવડવો જોેઈએ. જો કોઈ એક બાળકે આ કામ કર્યું હોય તો જાણે સમજ્યા, પરંતુ બંને બાળકોએ આ શરમજનક કામ કર્યું છે. અરે! કેટલી શરમની વાત છે. આ વાત આપણાં સગાં જાણશે ત્યારે જરા વિચાર કરો કે શું થશે?’’ દેરાણી મોકો જવા દેવા તૈયાર નહોતી.
‘‘હવે જવા દો ને, એ અત્યારે દુઃખી છે. તેમના દુઃખમાં વધારો ન કર. મોટાભાઈને હું પછીથી વાત કરીશ.’’ તેણે પત્નીને સમજાવી.
‘‘પછી નહીં, અત્યારે જ વાતક કરો. હવે તેમની પાસે કશો ખજાનો રાખેલો નથી. આપણે લોકો કેટલા દિવસ તેમને અહીં રાખીશું.’’ દેરાણીએ ફરી દાવ માર્યો.
કમલા તેમની વાત સાંભળતી હતી. એક એક કરીને બધાંના અસલી ચહેરા સામે આવવા લાગ્યા હતા. તે લગભગ જાતને ઘસડતી ન હોય તે રીતે બાલ્કનીમાં આવીને બેસી ગઈ.
નીતુએ જે પણ કંઈ કર્યું તેનાથી કિશોર બહાર આવી, સામાન્ય થઈ શક્યો નહોતો. નોકરી તો પહેલેથી જ છોડી દીધી હતી. હાથમાં કશું હતું નહીં. દીકરા-દીકરી પાછળ બઘું ગુમાવીને બેઠા હતાં. પોતાના માટે બચાવીને શું રાખેલું હતું.
હવે કરે તો શું કરે? માબાપ જિવિત હોત તો ગામડે ચાલ્યા જાત. પોતાના જે પણ ઘરબાર હતાં તે તો પહેલેથી જ વેચી કાઢયા હતાં. તેમણે લાખોે રૂપિયા કમાણી કરી હતી, પરંતુ અત્યારે એ કંગાળ બપની ચૂક્યા હતાં. એકાદો જમીનનો ટુકડો પણ તેમની પાસે હતો નહીં.
એ રાત્રે કમલા ઊંઘી ન શકી. વારેવારે પડખાં બદલતી પોતાની પત્નીને જોઈ કિશોર નિશ્વાસ નાખતા રહ્યા. કમલા પોતાના મનની વાત, ભાવનાઓને પતિને કહેવા ઈચ્છતી હતી, પરંતુ કશું કહ્યા વિના તેણે તમામ કહી દીઘું હતું.
‘‘અરે મારી રાણી, હું બઘું જાણું છું, ગમે તેમ દસ દિવસ પસાર કરી કાઢ. અહીં આપણા ઘણા મિત્રો છે. કોઈને કોઈ આપણને મદદ કરશે. એક ઘર ભાડે રાખી લઈશું. તું શાંતિથી સૂઈજા.’’
ત્રણ દિવસ પછી સવારમાં તેના ઘરની સામે એક કાર આવીને ઊભી રહી. તેમાંથી એક છોકરી ઊતરી. તેણે કોલબેલ વગાડી.
દેરાણીએ દરવાજો ખોલ્યો હતો. સામે ઊભેલી છોકરી વસુધા હતી. તેને જોતાં જ દેરાણીએ મોં ફેરવી લીઘું. સામે સોેફા પર કિશોરને જોઈ વસુધાં અંદર આવી. તેના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા. કિશોર તેને ઓળખી ન શક્યો, એટલે પૂછયું, ‘‘બેટી, તું કોેણ છે?’’
ત્યાં સુધી કમલા પણ ત્યાં આવી ગઈ હતી. તેણે પણ પૂછ્‌યું, ‘‘તુ કોણ છે, બેટી?’’
‘‘અંકલજી, મારું નામ છે વસુધા. આપણે તોે માત્ર ફોન પર જ વાત કરી છે. ક્યારેય મળ્યા નથી.’’
‘‘અરે તું છે વસુધા! આવ આવ બેસ.’’ કિશોર ઉમળકાથી બોલ્યા.
‘‘અંકલ, મારી પાસે અત્યારે બેસવાનો સમય નથી.’’ કમલા તરફ જોતાં તેણે સવાલ કર્યો, ‘‘તમે જ કમલા આંટીને?’’ જવાબની રાહ જોયા વિના તેણે ચરણસ્પર્શ કર્યાં... કોઈની પણ હા-ના સાંભળ્યા વિના જબરજસ્તીથી સાથે બંનેને કારમાં બેસાડી રાજીવનગર તરફ હકારી ગઈ.
કમલાને તો આ બઘું સપના જેવું લાગતું હતું. વાતોમાં ને વાતોમાં તે એક-બે માળની ઈમારત સામે આવી ઊભા રહી ગયા. કાર ઊભી રહી. તેઓ ઉતર્યાં અને સીડી ચડતાં ફ્‌લેટ સામે આવી ઊભા રહ્યા. તે બે બેડરૂમનો ફ્‌લેટ હતો. સ્વચ્છ ઘર હતું. સજાવટ જોવાલાયક હતી.
‘‘આન્ટી, બેસોને.’’ આમ કહીને તેણે તેના પપ્પાને બૂમ મારી, ‘‘જુઓ તોે પપ્પા, કોણ આવ્યું છે?’’
રૂમમાંથી શ્યામુ બહાર આવ્યો. તેને જોતાં જ કિશોર આનંદમાં આવી ગયા. ઝડપથી નજીક આવી શ્યામુએ નમસ્કાર કર્યાં. તેની નજીક નીચે બેસવા ગયો ત્યારે કિશોરે તેને ખભા પકડી પોતાની સાથે સોફા પર પર બેસાડી દીધો.
‘‘કમલા, તેં આને ઓળખ્યો નહીં?’’ કિશોરે સવાલ કર્યોે.
‘‘ના રે.’’ કમલા બોલી.
‘‘આપણા ગામનો છે, શ્યામુ. એ જ... એક દિવસ આપણે ઘરે આવી પોતાની દીકરીના ભણતર માટે આર્થિક મદદ માંગી હતી. એજ આ શ્યામલાલ.’’
‘‘તોે શું વસુધા...’’

‘‘હા, એ શ્યામુની જ દીકરી છે. હમણા એક કંપનીમાં સોેફ્‌ટવેર એન્જિનીયર છે.’’ એ પછી કિશોર અને શ્યામુ વાતોએ વળગ્યાં. પોેતાના ગામની, ઘરબારની, ન જાણે કેટલીય વાતો કરતાં રહ્યાં. એટલામાં કમલાને એ દિવસ યાદ આવ્યો જ્યારે શ્યામુ પોેતાની દીકરીની ફી માટે પૈસા માંગવા કિશોેર પાસે આવ્યો હતો.
‘‘જોે તમે રસ્તા જતા આવતાને પૈસા આપતા રહેશો તો આપણું તો દેવાળું નીકળી જશે.’’ કમલાએ ગુસ્સામાં કહ્યું હતું.
‘‘નામ તારું કમલા છે, પરંતુ એક પણ ગુણ નથી?’’
‘‘કમલા, આ છોકરી સ્કોલરશીપની મદદથી બારમાં સુધી ભણી છે. મા વિનાની દીકરી છે. આ છોકરીએ ઘણી મહેનત કરી પરીક્ષા આપી છે અને તેને એન્જિનીયરીંગમાં સીટ પણ મળે છે. બિચારીને જોે ફી આપણે નહીં આપી શકીએ... તો!’’
‘‘તમારી મરજી. જેમ ગમે તેમ કરો. મને કશું ન કહેશો.’’ ગુસ્સામાં કમલાએ કહ્યું હતું.
હકીકતમાં તો તેની દેરાણીએ જ તેને ભડકાવી હતી.
‘‘પપ્પા, એકવાર અહીં આવો તો.’’ વસુધાએ રસોડામાંથી બૂમ મારી.
‘‘એક મિનિટ, ભાઈ.’’ આમ કહી શ્યામુ અંદર ગયો.
‘‘શું વાત છે. કમલા શું વિચારે છે? જો મેં જીવનમાં કોઈ કામ તને કહ્યા વિના કર્યું હોય તો આ કામ છે. વસુધાના અભ્યાસની ચાર વરસની ફી મેં જ આપી હતી. શું મે કશું ખોટું કર્યું છે.’’ કિશોરે કમલાને સવાલ કર્યો.
કમલા જવાબ આપે ત્યાં સુધી વસુધા ચા લઈને આવી હતી. બંનેને ચા આપી તે જાતે પણ ચા પીવા માટે ખુરશી પર બેસી ગઈ.
તે બોલી, ‘‘પરમ દિવસે સંતોષ સાહેબ મળ્યા હતા. તમારા અહીં આવી ગયાના સમાચાર તેમણે આપ્યા હતા. આજકાલ કરતાં આજે તમને મળવાનું થયું.’’
‘‘તારી નોકરી કેમ ચાલે છે, બેટા?’’
‘‘સરસ ચાલે છે, અંકલ. જ્યારે હું છેલ્લા વરસમાં અભ્યાસ કરતી હતી ત્યારે કેમ્પસ ઈન્ટરવ્યૂ થયાં હતાં તેમાંથી જ નોકરી મને મળી ગઈ. કંપની તરફથી અત્યાર સુધીમાં મને બે વાર અમેરિકા જવાની તક મળવા છતાં હું ગઈ નહીં.
‘‘શા માટે બેટા?’’
‘‘આજે હું જે કંઈ છુ ંતે તમારા કારણે છું. હું તમારી ખોટી પ્રશંસા નથી કરતી, પરંતુ તે દિવસે તમે મારી ફી ન આપી હોત તોે હું અહીં ન હોત. મને સારી નોેકરી મળી ગઈ. મારા માટે મારા પપ્પા સિવાય બીજું કોઈ છે નહીં. નાની હતી ત્યારે મને મા અને બાપ બંનેનોે પ્રેમ આપ્યો છે. તેમને એકલા મૂકીને, ત્યાં એવું તે શું છે કે હું ગાંડી થઈને જાઉં. જ્યાં સુધી તે છે ત્યાં સુધી હું તેમનોે પૂરો ખ્યાલ રાખીશ. મારી તો એ જ ઈચ્છા છે.’’ વસુધા લાગણીશીલ બની ગઈ. અંકલ, ગઈકાલે સંતોષ સાહેબ કહેતા હતા કે તમે અહીં આવી ગયા છો, પાછા અમેરિકા જવાના નથી. તમારા બાળકોએ સંબંધ તોડી નાખ્યો છે. તેઓ એવું એવું કહેતા હતા, પરંતુ તમે તેમની વાત પર ઘ્યાન ન આપો. કેટલાક લોકોને કેટલીક વાત ગમતી હોય તો કેટલાકને વળી બીજી. ‘‘મને મારા પપ્પા વ્હાલા છે. તમે ગમોે છો. આ સંસાર, આ જીવન ગમે છે. તમારા સૌૈની સાથે રહેવાનુું ગમે છે, પરંતુ ખરાબ ન લાગે તો તમે આજ ઘરમાં, અમારી સાથે રહી શકો છો. તમારે જેટલા દિવસ રહેવું હોય એટલા દિવસ. મને તમારું ૠણ ચૂકવવાનો મોકોે નહીં આપો?’’ વસુધા ભાવના સાથે બોલી. વસુધા ઉંમરમાં નાની જરૂર હતી, પરંતુ જે સહૃદયતા સાથે વાત કરી તે સાંભળીને લાગે છે કે તે ઘણી સમજદાર છે. એટલામાં કમલાને તેની દીકરી નીતુની વાત યાદ આવી. ‘‘ટૂ મચ. આ માટે આટલી ગરબડ કેમ કરો છો તમે? આજકાલ તો લગ્ન પહેલાં જ છોકરીઓ મા બને તે સામાન્ય વાત બની ગઈ છે. તમને સુખ આપવું. એ મારા હાથની વાત નથી. હું કાલે જ બેકહેમને કહીને ઓસ્ટ્રેલિયા ચાલી જઈશ. અમે લોકો ત્યાં લગ્ન કરી લઈશું. આ મારી પસંદ છે તેની સાથે જીવવું મરવું મને ગમે છે.’’ કમલા ભાવવિભોર બની ગઈ હતી. તેની ઈચ્છા હતી કે નીતુએ તેને જેટલું દુઃખ આપ્યું છે તે વસુધા પાસે રહીને ભૂલી જાય. એક સમય હતો જ્યારે તે તેના અભ્યાસ માટેની ફી આપવાના પક્ષમાં નહોતી, પરંતુ આજે એ જ વસુધાએ પોતાની વાતોથી, પોતાના આતિથ્યથી, વ્યવહાર કુશળતાથી તેનું મન જીતી લીધું હતું. વસુધાના ખોળામાં માથું રાખી એ ભૂતકાળને ભૂલી જવા ઈચ્છતી હતી. પ્રાયશ્ચિત કરવા ઈચ્છતી હતી.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved