Last Update : 14-August-2012, Tuesday

 

વાચકની કલમે

 

છોડી દીધી
તમને મળવાની ચાહત
છોડી દીધી,
કાયમ બળવાની આદત
છોડી દીધી.
અમને પણ મળશે
આશ્રય એકદી’ એવી,
પાયા વિનાની,
ઈમારત એ છોડી દીધી.
બોલ મારા બધા
અથડાય બહેરા કાનેથી,
તમને સમજાવવાની કોશીશ છોડી દીધી.
સાગર છું સ્વભાવની ખારાશ દૂર કેમ કરૂં?
મિલનથી મીઠાશની ખેવના છોડી દીધી.
દુર્દશા જોઈ મારી મને પણ આવી તરસ,
ઉગારશો તમે એવી અપેક્ષા જ છોડી દીધી.
ચાંદની સુંદરતા પર ‘પાગલ’ આજીવન ફિદા,
જીવન મળશે ત્યાં એવી ઝંખના છોડી દીધી.
ડૉ.પ્રણવ ઠાકર- ‘પાગલ’ (વઢવાણ)

 

 

ન કહી શક્યો
તારા દિલમાં એટલી નફરત હતી,
કે તને નાદાન પણ ન કહી શક્યો...
તારી સ્મીત બેહદ ગમગીન હતી,
કે તને બેહયા પણ ન કહી શક્યો...
તારા ઈન્તઝારની આહત કંઈક અલગ હતી,
કે તને અજનબી પણ ન કહી શક્યો...
તને ખ્વાહીશ મારા મૌતની હતી,
કે તને કફન પણ ન કહી શક્યો...
તારી જુદાઈ પણ કેટલી અજીબ હતી,
કે તને અલવિદા પણ ન કહી શક્યો...
તારી સાદગીમાં એટલી ફરેબી હતી,
કે ‘નીરવ’ તને બેવફા પણ ન કહી શક્યો.
પ્રજાપતિ નરસંિહ આઈ ‘નીરવ’
(મું.પો. પાનોલ. તા-ઈડર))

 

દોસ્તી
વિશ્વાસ તમે રાખજો,
ભરોસો અમે રાખશું,
દોસ્ત છીએ... દોસ્તી નિભાવશું...
વરસાદ બની વાદળથી વરસો,
ચાતક બની ભંિજાશું,
દોસ્ત છીએ... દોસ્તી નિભાવશું...
સપનું સવારનું થઈ આવો,
બંધ આંખોથી આવકારશું,
દોસ્ત છીએ... દોસ્તી નિભાવશું...
દઝાડે ક્યારેક દુઃખની જ્વાળાઓ,
‘પવન’ સુખનો થઈ વંિઝાશું,
દોસ્ત છીએ... દોસ્તી નિભાવશું...
ડૉ.પ્રવિણગિરિ ગોસ્વામી ‘પવન’ (પોરબંદર)

 

 

હારી ચૂક્યો છું...!
જીવનમાં નિષ્ફળતાથી, નોંઘારું થયું મન,
ખોટી આશા સવુળતાની, મારી ચૂક્યો છું.
જીવનમાં અંધકારથી, ટેવાઈ ગયું તન,
ખોટી પ્રીતનાં પ્રકાશને, વારી ચૂક્યો છું.
જીવનનાં હસીન મોડ પર,
વધી ગઈ ધડકન,
ખોટી અંગત અપેક્ષાઓને,
તારી ચૂક્યો છું.
જીવનમાં પ્રેમ પંથે,
વધી ગઈ તડપન,
ખોટી મિલનની પ્યાસને,
નકારી ચૂક્યો છું.
જીવનમાં રડી રડીને,
છીનવાઈ ગયું ચમન,
ખોટાં હરખનાં આંસુને, ઠારી ચૂક્યો છું.
જીવનમાં રક્ત ભીનાં, દર્દોનું થયું દમન,
ખોટાં અરમાનોથી ‘સ્વયં’, હારી ચૂક્યો છું.
પ્રવીણભાઈ એમ.પટેલ ‘સ્વયં’ (મુ.પો.ગડત. તા.ગણદેવી)

 

અરમાન
આંખો મળીને એક નવી સફર મળી,
તારા ઈશારાએ રણને તરસ મળી.
નથી કોઈ ખુદા હવે ફરિયાદ મારી,
તમે ખુશ રહો એ જ બંદગી મારી.
દૂર વગડાંમાં મળ્યા હતા ખુશીથી,
હાથમાં હાથ લઈ ફર્યા હતા હસીથી.
ભવોભવનાં સાથનાં વચને બંધાયા હતા,
સિન્દૂરનાં લાજની પ્રાર્થના કરી હતી.
લાગણીમાં ભોમમાં વર્ષા ખુબ વરસી,
સંબંધની સીમાને વિસ્તરતી જોઈ.
ગુલઝાર ધરામાં પુષ્પો મ્હેંક્યા હતા,
મારી ખુશીની ઈર્ષા ‘રબ’ને થઈ હશે.
મને મારી મર્યાદાની ખબર નહોતી,
અમીરોનાં દરવાજે ભુલથી દસ્તક થઈ ગઈ.
મારું દર્દ ભલે! ધબકતું એકાન્તમાં,
જખમ બીજા ખુશીથી આપજો.
તમારી સુખી જંિદગીને ખુબ સજાવજો,
તમે ભલે! શીલા, ને શીલા સમજો.
તમારા માર્ગમાં હંમેશાં ફૂલો બિછાવીશ,
મારા અંતિમ સમયનાં શ્વાસ સુધી.
મારા દર્દની ગઝલ ‘સહિયર’માં વાંચતો હશે,
‘‘શીલા’’નાં ‘‘અરમાનો’’ની અસ્થિ ઊઠતી હશે.
શીલા વસાવા (સુરત)

 

એક બુંદ
મળ્યા નહી બે પળ કદી આપણે,
ને ભીડમાં તને જોઈ’તો
આંખ મારી ઠરી ગઈ!
રાત્રીએ અંધારી દ્રષ્ટિ’માં નજરે ચડી નહી તું,
ને ગઈ રાત્રે સ્વપ્નમાં આવીને મળી ગઈ!
જોવ છું જ્યારે તારી તસ્વીરમાં એક તલાશ છે,
તું શું જોઈને મારો સાથ છોડી ગઈ!
દિલે તો તારું ભર્યું હતું,
દરિયા સમું ખાલી ક્યાં થવાનું,
છતાં આ તરસ્યાને એક બુંદ પાર ન આપી ગઈ!
તારાએ દરિયાનાં એક બુંદને પામવા આ ‘‘શૈલેષ’’
થયો છે આતુર હવે, છતા તું તેનિ પ્રિતને તોડિ ગઈ!!!
શૈલેષ વિરાશ (પાલીતાણા)

 

 

બેઠો છું...
દીલમાં દર્દ નો દરિયો લઈ બેઠો છું.
તું આવીશ ક્યારેક એ ઝંખનામાં.
ઉદાસ થઈ બેઠો છું,
ભલે વેરી છે પ્રેમની આ દુનિયા.
હું તો પાગલ તારો દીવાનો થઈ બેઠો છું.
અઘુરાં છે કેટલાય ઓરતા અને અરમાનો એને પુરાં કરવાની
કોશીશ લઈ બેઠો છું,
તારી યાદમાં વરસેલી આંખો
અને રીસાયેલા મનના મનામણાં
લઈ બેઠો છું.
તારા પ્રેમના વમળો અને પ્રિતના
નશામાં નશીલો થઈ બેઠો છું,
તું છે મારાથી કોસો દૂર છતાંય
તું આવીશ એવો વિશ્વાસ લઈ બેઠો છું,
બસ હું ‘જેડી’ ફક્ત તારી
વાટ જોઈ બેઠો છું’.
જસ્ટીન જે.ડાભી ‘જેડી’ (છાપરા)

 

 

યાદોની વણઝાર
ફાડશે જો મારા દિલને તેઓ
એમાંથી તું સરેઆમ નીકળશે
તારી છબી, તારી ચાહત,
તારી યાદોની વણઝાર નીકળશે.
તારા વગર તારા પર લખી કવિતા
એમાં શું સાર નીકળશે
ચાલ ખુદને ધરું તારી સામે
એમાંથી તું આરપાર નીકળશે.
ખુલ્લી આંખે ખાલી ઘર મારું
બારી ખોલું અંધકાર નીકળશે
સપનાં દેખાડે અરમાન દિલનાં
લાવ, આંખ મીચું સંસાર નીકળશે.
હોઠ પર તારા રાખું ગુલાબ
એમાંથી કોઈ રસધાર નીકળશે
મન તારું રાખજે મનમાં
હસરત દિલની બહાર નીકળશે.
દિલથી દિલને મનાવી તો જો
મિલન કોઈ મજેદાર નીકળશે
બેસ સામે, લખું એક શાયરી
મનમાં ‘જીનું’ ના ખયાલ હજાર નીકળશે.
જીતેન્દ્ર કુમાર ‘જીનું’ (માંડોત્રી-પાટણ)

 

 

લાગણી હોય
પ્રેમમાં ના કોઈ માંગણી હોય,
પ્રેમમાં તો માત્ર લાગણી હોય.
પ્રેમને ઊગવા જોઈએ હૃદરૂપી જમીન,
ને પછી એમાં લાગણીની વાવણી હોય.
પ્રેમમાં હોય ના કોઈ ભેદભાવ,
ને પ્રેમમાં ના કોઈ સરખામણી હોય.
પ્રેમ તો વિષય છે હૃદયની ભાવનાનો,
એક બીજાના સ્નેહની એમાં સાચવણી હોય.
પ્રેમમાં કોઈ
સ્થાન નથી હોતું
શરતનું,
પ્રેમમાં તો ત્યાગની
વિચારસરણી હોય.
રંગી દે સૌને એકબીજાનાં રંગમાં,
પ્રેમમાં એવો કોઈ પારસમણી હોય.
સુનિલ સી. પટેલ
(તા.જિ.વલસાડ, ઊંટડી)

 

 

પ્રેમ
હળહળતા વિષનો એક જામ છે તું
તરતા મનવાના ડૂબવાનો સામાન છે તું
દુઃખ પર ચઢાવેલો સુખનો ઢોળ છે તું
પણ મારો પ્રેમ છે તું
દ્રષ્ટા માનવીની આંખનો અંધકાર છે તું
હસતા માનવીના દિલનું રૂદન છે તું
ઉડતા પંખીની કપાયેલી પાંખ છે તું
ઉનાળાની ભરબપોરનું એક કિરણ છે તું
પણ મારો પ્રેમ છે તું
મરજીવાને મળેલું ખાલી છીપ છે તું
બીડી પેટાવવા લીધેલ આગ છે તું
તરસ્યા માટે ઝાંઝવાનું જળ છે તું
પંખીના કલરવની કર્કશતા છે તું
પણ મારો પ્રેમ છે તું
સુખમાં મળેલી લાગે છે વિવશતા તું
છતાં... પણ...
પાનખરમાં આવેલ વસંત છે તું.
પણ મારો પ્રેમ છે તું
રૂપલ સંદિપ શાહ (બોરીવલી)

 

 

સ્વપ્ન
આશાની શાખે, સપનાની પાંખે,
ચાલ, દૂર- દૂર ઊડી જઈએ...
શ્વાસના લય અને હૃદયનાં તાલે,
જીવન-ગીત નવું ગાઈએ...
ચાલ, દૂર- દૂર ઊડી જઈએ...
ઉડતાં વાદળની રૂપેરી કિનાર પકડીએ,
સુખ-દુઃખનાં હંિચકે, ધીરે-ધીરે હંિચકીએ,
ચાલ, દૂર- દૂર ઊડી જઈએ...
ફૂલોની ફોરમ બની, ગગનમાં ફેલાઈએ,
આકાશ તો શું? તારાંઓને ચૂમીએ,
ચાલ, દૂર- દૂર ઊડી જઈએ...
ડૉ.પ્રવિણગિરિ ગોસ્વામી ‘પવન’
(પોરબંદર)

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved