Last Update : 14-August-2012, Tuesday

 
મૂંઝવણ
 

મારી ઉંમર ૧૭ વર્ષની છે, મારો જમણો અંડકોષ ડાબાથી ૩૫ ટકા મોટો છે. સ્પર્શ થતાં પીડા થાય છે. સલાહ આપશોે?
- એક કિશોર (સુરત)

 

૦ તમે કદાચ અંડકોષની બીમારીથી પીડાવ છો. એવું પણ બની શકે કે ટેસ્ટિજ સાથેનું અંગ એપીડિડુમસ પણ આ ચેપથી અસર પામેલું હોય. તમે આ ભાગનો અલ્ટ્રાસાઉન્ડ કરાવી સારા ડોક્ટર પાસેથી એન્ટિબાયોટિક કોર્સ કરો.

 

મને છેલ્લાં ચાર વર્ષથી ગુટકા તથા પાન ખાવાની ટેવ છે. મારું મોં નાનુ થઈ ગયું છે. ત્યાં સુધી કે બે આંગળી પણ અંદર જઈ શકતી નથી. કોઈ ઉપાય બતાવશો
- એક યુવક (ચોટીલા)

 

૦ મોં નાનું થઈ જવાનું મુખ્ય કારણ અંદર પડેલા ચાંદા તથા મોનાં હાડકાં સંકોચાઈ જવાનું હોઈ શકે. આ કારણ જાણવા માટે તપાસ કરાવવી જરૂરી છે, જેમાં મોંના સાંધાનો એક્સ-રે પણ સામેલ છે. તમે ગુટકા ખાવાનું બંધ કરી દો, કારણ કે તે ખાવાથી અનેક પ્રકારની બીમારી થઈ શકે છે. તેનાથી કેન્સર થવાની શક્યતા પણ છે.

 

મારી ઉંમર ૨૦ વર્ષની છે. મને હસ્તમૈથુનની ટેવ પડી ચૂકી છે. દિવસમાં ત્રણચાર વાર હસ્તમૈથુન કરી લઉં છું. શરીર નબળું થઈ ગયું છે. આના કારણે હું નંપુસક તો નહી થઈ જાઉં ને?
- એક યુવક (ડાકોર)

 

૦ હસ્તમૈથુનને નબળાઈ કે નપુંસકતા સાથે કશી લેવાદેવા નથી. હસ્તમૈથુન દ્વારા ઉત્તેજિત થયેલી સેક્સવૃત્તિને સંતોષી શકાય છે, પરંતુ એની માનસિક અસર થાય છે અને મગજ નબળું પડે છે. સેક્સની ક્રિયા પર તેની ખરાબ અસર પડી શકે છે. અમારી તોે સલાહ છે કે હસ્તમૈથુન છોડી દેવું અને સમતોલ ભોજન કરવું.

 

મારી ઉંમર ૨૮ વર્ષની છે. મારે બે બાળકો પણ છે. મારી કમરમાં દુખાવો રહે છે. હું હવે વઘુ બાળકો ઈચ્છતી નથી. સલાહ આપશો?
- એક યુવતી (ખંભોળજ)

 

૦ ગર્ભ રોકવા માટે ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ જરૂર કરશો. કોપર-ટી અથવા કોન્ડોમ વગેરેનોે ઉપયોગ કરી શકો છો. સ્ત્રી કે પુરુષ બંને નસબંધી દ્વારા પણ ગર્ભાધાન રોકી શકે છે.

 

પ્રશ્ન ઃ હું ૨૪ વર્ષની પરિણીતા, એક બાળકની માતા છું. લગ્નને પાંચ વર્ષ થઈ ગયાં છે. પતિ નૌકાદળમાં છે. હું તેમને બહુ ચાહું છું. પરંતુ તેઓ તેમના ઘરના લોકોને મારા કરતાં વધારે ચાહે છે. આ બાબતે જ ઘણીવાર મનદુઃખ થઈ જાય છે. કૃપા કરી મારી સમસ્યાનું સમાધાન કરો.
એક પત્ની (મુંબઈ)

 

ઉત્તર ઃ તમે એક સૈનિકનાં પત્ની છો અને સૈનિક તો આખા રાષ્ટ્રને સમર્પિત હોય છે. તમને તો એમની પત્ની હોવાનો ગર્વ હોવો જોઈએ. આવી સંકુચિત માનસિકતા તમને શોભતી નથી. જો પતિ તમને પ્રેમ કરવાનો દાવો કરતા હોય, તો તેમનો વિશ્વાસ કરો. તેઓ તમને વધારે ચાહે કે તેમનાં ઘરવાળાંને એ બંનેની સરખામણી કદી ન કરો.

 

પ્રશ્ન ઃ હું બી.કોમ.ના છેલ્લા વર્ષનો વિદ્યાર્થી છું. મુંબઈમાં રહું છું. હું જ્યાં જ્યાં નોકરી માટે જાઉં છું. ત્યાં ત્યાં ખૂબ જ નર્વસ થઈ જાઉં છું. મને લાગે છે કે અમુક કામ મારાથી નહીં જ થાય. આ જ કારણે બહુ સારી સારી નોકરીઓની તક મેં ગુમાવી દીધી. મને કંઈક માર્ગદર્શન આપો.
એક યુવક (મુંબઈ)

 

ઉત્તર ઃ તમારામાં આત્મવિશ્વાસની ઉણપ છે. તમે તમારી અસફળતાઓ ભૂલીને પોતાની યોગ્યતાઓ જુઓ. તમારામાં યોગ્યતા છે એટલે જ તમે બી. કોમના છેલ્લા વર્ષમાં પહોંચી ગયા છો. હવે જ્યારે પણ મોકો મળે, ત્યારે દ્રઢ સંકલ્પ કરો કે તમે તે કામ માટે યોગ્ય જ છો, એટલે જ તમને મોકો મળ્યો છે અને તમે એમાં જરૂર સફળ થશો. જો એક વાર આત્મવિશ્વાસ ટકાવી રાખશો, તો ધીરે ધીરે તે વધતો જશે.

 

પ્રશ્ન ઃ મને હજી ૧૬ વરસ થયાં છે. મારાં માતાપિતા અને ભાઈઓ મારી સાથે ઓરમાયું વર્તન રાખે છે. હું ૧૧માં ધોરણમાં ભણું છું. આ બધાં હવે મને આગળ ભણાવવા નથી માગતા, પણ મારે આગળ ભણવું છે. તેઓ મારાં લગ્ન કરી દેવા માગે છે. હું હમણાં પરણવા નથી ઇચ્છતી. કોઈ રસ્તો દેખાતો નથી. છોકરી છું, એટલે ઘર છોડીને નથી જઈ શકતી. આત્મહત્યા સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો નથી. શું કરું?
એક કન્યા (સુરત)

 

ઉત્તર ઃ તમારા ઘરવાળા જેમની સલાહ માને તેમ હોય તેવા તમારા કોઈ સગાસંબંધીને મળીને તમારી ઇચ્છા ઘરનાંને કહેવડાવો કે ૧૮ વર્ષનાં ન થાવ, ત્યાં સુધી લગ્ન નથી કરવા અને તમારે આગળ ભણવું છે. ઓછામાં ઓછું ૧૨મા સુધી તો તમને ભણાવે જ એવી વિનંતી કરો. આત્મહત્યા કોઈ તકલીફનો ઉકેલ નથી, એટલે એવા વિચારો મનમાંથી કાઢી નાખો.

 

પ્રશ્ન ઃ હું ૨૨ વર્ષની છું. મારે એક ભાઈ અને એક બહેન છે. અમારા માબાપ અમારા ત્રણેમાંથી કોઈને પ્રેમ નથી કરતાં. મારા લગ્ન થવાનાં છે. સાંભળ્યું છે કે મારા સસરાના લોકો સારા છે. મારાં લગ્ન તો થઈ જશે, પણ મારા પછી મારાં ભાઈબહેનનું કોણ જાણે શું થશે? હંમેશાં એમનો જ વિચાર આવ્યા કરે છે.
એક યુવતી (આણંદ)

 

ઉત્તર ઃ માબાપનો પોતાના બાળકો પર કુદરતી પ્રેમ હોય છે. તમારાં માબપને પણ હશે જ. એવું જરૂરી નથી કે તેઓ પોતાનો પ્રેમ પ્રદર્શિત કર્યા જ કરે. તમે તમારા ભાઈ-બહેનની ચંિતા છોડી ભાવિ જીવનનાં સુંદર સપનાં જુઓ.

 

પ્રશ્ન ઃ મારી પત્નીની ઉંમર પચીસ વર્ષ છે. તેને અનિયમિત માસિક આવે છે. શું પપૈયું ખાવાથી માસિક નિયમિત આવે ખરું? માસિક અનિયમિત હોય તો ગર્ભ રહેવામાં સમસ્યા ઊભી થાય?
એક પતિ (વેરાવળ)

 

ઉત્તર ઃ ઘણાં વર્ષોથી એવી માન્યતા છે કે પપૈયું ખાવાથી માસિક નિયમિત આવે છે, પરંતુ આ મિથ્યા ધારણા છે. આયુર્વેદમાં આના ઉપચાર તરીકે કુમારીઆસવ (કુંવારપાઠું)ને લાભદાયી ગણાવી છે. જમ્યા પછી સવાર, બપોર, સાંજ કુમારીઆસવનું સેવન હિતકારી કહ્યું છે. માસિક નિયમિત હોય તો ગર્ભ રહેવાની શક્યતા વઘુ રહે છે, પણ અનિયમિત હોય તો ગર્ભાધાનની શક્યતા ઓછી રહે છે એવું નથી. બે-ત્રણ મહિના કુમારીઆસવનો પ્રયોગ કરી જુઓ, સફળ ન રહે તો સારા ઇન્ફર્ટિલિટી એક્સપર્ટની સલાહ લેવી.

 

પ્રશ્ન ઃ સ્ત્રીને પ્રેગ્નન્સી કેવી રીતે રહે છે. સ્ત્રી અને પુરુષ બેઉ જણમાં ડિસ્ચાર્જ થાય તો જ ગર્ભાધાન રહે? શું સ્ત્રી હસ્તમૈથુન દ્વારા ક્લાઇમેક્સ પર પહોંચી ગયા પછી પુરુષ યોનિપ્રવેશ કરીને સ્ખલન કરે તો પ્રેગ્નન્સી રહે ખરી?
એક પુરુષ (વડોદરા)

 

ઉત્તર ઃ સ્ત્રી અને પુરુષ બેઉ જણ એકસાથે પરાકાષ્ઠા અનુભવે તો જ ગર્ભાધાન રહે એ મિથ્યા ધારણા છે. પુરુષમાં વીર્યસ્ખલન થાય એ જરૂરી છે, પણ સ્ત્રી માટે એવું કંઈ જરૂરી નથી હોતું. સ્ખલન બાદ વીર્યમાંના શુક્રજંતુ સ્ત્રીની ફેલોપિયન ટ્યુબમાં રહેલા સ્ત્રીબીજને મળવા દોડી જાય છે. શુક્રજંતુ સ્ત્રીબીજને મળી જાય તો ગર્ભ રહે છે અને એને ગર્ભાશયમાં પોષણ મળે છે. એમ કહેવાય છે કે સ્ત્રીબીજ નીકળ્યા પછી ૪૮ કલાકમાં સમાગમ કરવામાં આવે તો ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે. મુનિ વાત્સ્યાયને કામસૂત્રમાં ઉત્ફુલ્લક આસન બતાવ્યું છે જેમાં સ્ત્રી કમર નીચે તકિયો રાખે અને સ્ખલન પછી પોતાના બન્ને ધૂંટણ છાતીસરસા ચાંપીને અડધો કલાક પડી રહે તો ગર્ભાધારણ કરવાની શક્યતા વધે છે.
ડૉ. અનિમેષ

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved