Last Update : 14-August-2012, Tuesday

 
ગુલછડી
 

કોઈના અભાવને લઈને પોતાના સૂનકારને ભરી દેવાની નવતર વાત કવયિત્રી લક્ષ્મી ડોબરિયા પોતાની એક ગઝલના મત્લામાં કરે છે. આ પ્રકારની રમતનો કવયિત્રીએ લીધેલો દાવ અંતે તો બંનેના અભાવને સભર કરવાની જ એક પ્રયુક્તિ છે -

 

એમ અંતે મેં દાવ લઈ લીધો,
એક જણનો અભાવ લઈ લીધો.

 

કોઈ પોતાના આનંદને વ્યક્ત કરવામાં પણ સંયમ રાખે એને કારણે બીજાને તણાવ થાય એ સ્વાભાવિક છે. આવું અવાંછિત સંયમ અજંપો જન્માવનાર હોય છે -

 

એ ખુશી પર લગામ રાખે છે,
એટલે બસ, તનાવ લઈ લીધો.

 

એ ‘આવજો’ કહીને ચાલ્યા જાય ત્યાર પછી તો પ્રતીક્ષાની તીવ્રતા ઓર વધી જતી હોય છે. સાંજના ઈન્તેજારમાં વિહ્‌વળ મન ક્યાંય ઠરતું નથી -

 

એમણે ‘આવજો’ કહ્યું, ત્યાં તો -
સાંજનો મેં સ્વભાવ લઈ લીધો.

 

પ્રિયતમા પાનખરમાં પણ વસંતનો પ્રભાવ પાથરી દેવાની ક્ષમતા ધરાવે છે. એની હાજરી માત્રથી વાતાવરણ હર્યુંભર્યું થઈ જાય છે. એની અવાજની માદકતા આબોહવાને તરબતર કરી મૂકે છે -

 

એક ટહુકાને ડાળ પર મુકી
પાનખરનો પ્રભાવ લઈ લીધો

 

આંખ ને હૈયામાં ઘરબાયેલો પ્રેમ અછતો રહેતો નથી. પણ કવિ આવા ભાવને-ઊર્મિના ઉછાળાને શબ્દમાં વ્યક્ત કરે છે. અને એ કવિતાનું રૂપ ધારણ કરે છે -

 

જે હતો આંખમાં ને હૈયામાં,
શબ્દમાં એ લગાવ લઈ લીધો.

 

- ડૉ. રશીદ મીર

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved