Last Update : 21-August-2012, Tuesday

 

ઘણાં બધા ગુંચવાડા બાદ દિવસના પાંચથી વધુ એસએમએસ પર પ્રતિબંધ

મોબાઇલ ઓપરેટરોએ એકપક્ષી નિર્ણય લેવા બદલ સરકારની ઝાટકણી કાઢી

મુંબઇ તા.૨૦
એકીસાથે પાંચ એસએમએસ મોકલવા પર મૂકાયેલો પ્રતિબંધ હવે દિવસના પાંચ મેસેજીસ સુધી વિસ્તારાયો છે એવી અફવાને કારણે મોબાઇલધારકોએ રવિવારે ભારે ગૂંચવાડો અનુભવ્યો હતો. કેટલાક લોકો એમ કહેતા હતા કે પ્રતિબંધ માત્ર પ્રિ-પેઇડ ગ્રાહકોને લાગુ પડે છે. જ્યારે બીજા કેટલાકે પોતાને પોતાના ઓપરેટર તરફથી એવા મેસેજીસ મળ્યાનો ઉલ્લેખ કર્યો હતો કે સરકારે દિવસના પાંચથી વધુ એસએમએસ મોકલવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
અલબત્ત, દિવસ પુરો થવા સુધીમાં એવી સ્પષ્ટતા થઇ ગઇ હતી કે રવિવારે સરકારે એવો આદેશ બહાર પાડયો હતો કે આવતા ૧૨ દિવસ સુધી મોબાઇલ ધારકો દિવસના પાંચથી વધુ એસએમએસ/ એમએમએસ નહિ મોકલી શકે અને એ 'ડાટા'ના ૨૫ કેબીથી વધુ ન હોવા જોઇએ. ઇશાન ભારતના લોકોમાં જેને લીધે ગભરાટ ફેલાયો હતો એવી અફવાઓ અને ધિક્કારભર્યા સંદેશાઓ ફેલાતા રોકવા આ પગલુ ભરાયું છે.
મોબાઇલ ઉદ્યોગના માહિતગાર સાધનોના જણાવવા મુજબ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ (ડોટ) હેઠળના ટેલિકોમ એન્ફોર્સમેન્ટ રિસોર્સ એન્ડ મોનિટરીંગ (ટીઇઆરએમ-ટર્મ) સેલના અધિકારીઓએ રવિવારે જથ્થામાં એસએમએસ મોકલવા પર મૂકાયેલી પાબંદીનો ચુસ્ત અમલ થાય એ માટે તમામ મોબાઇલ ઓપરેશન્સના લોકેશન્સની મુલાકાત લીધી હતી. એક વરિષ્ઠ ટેલિકોમ એક્ઝિક્યુટીવે જણાવ્યું હતું કે ગયા શુક્રવારથી શરૃ થયેલા ૧૫ દિવસના પ્રતિબંધને કારણે ઉદ્યોગ લગભગ રૃા.૩૦૦ કરોડની આવક ગુમાવશે. 'ડોટ સક્રિયપણે પ્રતિબંધનો ફોલોઅપ કરતું હોવાથી અમારી પાસે એનો ચુસ્ત અમલ કરવા સિવાય બીજો કોઇ વિકલ્ય નથી.'
આ પહેલા શનિવારે સરકારે ટેલિકોમ ઓપરેટરોને વરરાશકારોને એકીસાથે પાંચથી વધુ એસએમએસ/ એમએમએસ ન મોકલવા દેવાની સૂચના આપી હતી. પરંતુ એને કારણે ઇશાન ભારતના લોકોને ધમકીઓ મળવાનું રોકી નહોતુ શકાયું. ઉપરાંત, આ આદેશનો અમલ કરવામાં ઓપરેટરોને નડતી ટેકનીકલ મુશ્કેલીને કારણે ઘણાં મોબાઇલ ધારકોએ સંદેશવ્યવહારમાં અંતરાયાનો સામનો કરવો પડયો હતો.
રવિવારે સરકારે પોતાનો આદેશ બદલવો પડયો હતો. નવા આદેશમાં દિવસના પાંચથી વધુ એસએમએસ મોકલવા પર પાબંદી મૂકાઇ હતી.
તમામ મોબાઇલ ધારકોને એકી સાથે પાંચ એસએમએસ કે એમએમએસ મોકલતા રોકવા ટેકનીકલી શક્ય નથી એવું ટેલિકોમ ઓપરેટરોએ સરકારને સ્પષ્ટપણે જણાવી દીધા બાદ નવો નિર્ણય લેવાયો હતો.
આ બાબતમાં ઓપરેટરો સાથે સલાહ-મસલત કર્યા વિના અને એમની સિસ્ટમ્સમાંની ટેકનીકલ મર્યાદાઓ સમજ્યા સિવાય એક પક્ષી નિર્ણય લેવા બદલ ઓપરેટરો એ સરકારની ટીકા કરી હતી.
શનિવારે ટેલિકોમ ઓપરેટરો અગાઉના આદેશનો માત્ર પોસ્ટ-પેઇડ મોબાઇલધારકોના એક વર્ગ માટે અને એ પણ ઘણી મુશ્કેલીથી અમલ કરી શક્યા હતા. જ્યારે પ્રિ-પેઇડ કસ્ટમરો પર પ્રતિબંધ મૂકવામાં મોટી સમસ્યા સર્જાઇ હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમે ભારતને ટેસ્ટ શ્રેણીમાં દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ છીએ ઃ ટેલર

યોકોવિચને હરાવી ફેડરરે સિનસિનાટી ટાઇટલ જીત્યું
ભારતીય ટીમમાં પુનરાગમન માટે ઇંગ્લીશ કાઉન્ટી ઉપયોગી નીવડશે
પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલમાં
અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ હવે ભારત- ન્યુઝી. વચ્ચે સેમી ફાઇનલ
યુરો ઝોનની કટોકટી મુદ્દે યુરોપના નેતાઓની મિટિંગ પર નજર
સોના-ચાંદીમાં આરંભિક ઉંચા ભાવો અલ્પજીવી નિવડી બજાર સાંજે ફરી તૂટી
રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો સ્થિતિ વધુ વણસશે
ઘણાં બધા ગુંચવાડા બાદ દિવસના પાંચથી વધુ એસએમએસ પર પ્રતિબંધ
સરકાર અને ગૃહ પ્રધાન સમાજ અને દેશના દુશ્મન છે ઃ ઠાકરે

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો વરસાદ-પૂરને લીધે વિખૂટો પડી ગયો

વરસાદમાં રજાની મજા માણવા ગયેલા નવ સહેલાણીનાં મોત
ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ'ની રૃા. સાડાત્રણ કરોડની કમાણી
ગુવારમાં વાયદો ફરી શરૃ કરવા અંગેનો નિર્ણય ખરીફ પાકની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાશે

આકર્ષક રિટર્ન્સ મેળવવા શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરોનું ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ પ્રયાણ

 
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved