Last Update : 21-August-2012, Tuesday

 

કોલસા કૌભાંડમાં સંડોવાયેલી કંપનીઓ સામે સીબીઆઇની તપાસ

કૌભાંડમાં ભાસ્કર જૂથની ડીબી પાવર કંપની પણ લાભાર્થી

નવી દિલ્હી, તા. ૨૦
દેશભરમાં ઉહાપોજ જગાવનાર અને ૨-જી સ્કેમ કરતા પણ મોટા ૧.૮૬ લાખ કરોડના કોલસા કૌભાંડમાં દિવ્યભાસ્કર જૂથની ડીબી પાવર કંપનીની સંડોવણી બહાર આવી છે ત્યારે સીબીઆઈએ 'અયોગ્ય તરફેણ' મેળવનાર કંપનીઓ સામે કેસ કરવાનું નક્કી કરતા ડીબી પાવર પણ સીબીઆઈના સકંજામાં આવે તેવી શક્યતા છે.
સીબીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે આવી કંપનીઓ સામે વ્યક્તિગત એફઆઈઆર દાખલ કરવામાં આવશે એવું પણ બહાર આવ્યું છે કે અમુક કંપનીઓએ કોલસાની ખાણો મેળવવાની અરજી કરતી વખતે ખોટી કે અપૂરતી માહિતી આપી હતી. આ કૌભાંડમાં સીબીઆઈ રાજ્ય સરકારોની ભૂમિકા પણ ચકાસી રહી છે. કંપનીઓની અંતિમ પસંદગી કરનાર અધિકારીઓની પણ તપાસ થશે. કંપનીઓ સામે હજુ આરોપો ઘડાવાની કામગીરી ચાલુ હોવાથી તેમના નામ જાહેર થયા નથી.
ભાજપના બે સાંસદો હંસરાજ આહિર અને પ્રકાશ જાવડેકરે સેન્ટ્રલ વિજિલન્સ કમિશ્નર (સીવીસી)ને કોલસાની ખાણોની ફાળવણીમાં થયેલા મોટા ભ્રષ્ટાચાર અંગે પત્ર લખતા સીબીઆઈએ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે કેગના અહેવાલમાં જાહેર થયું હતું કે સરકારે ડીબી પાવર, ટાટા, જિંદાલ, એસ્સાર અને અન્ય કોર્પોરેટ ગ્રહોને કોલસાના બ્લોકની લ્હાણી કરી હતી જેના કારણે આ કંપનીઓને ૧.૮૬ લાખ કરોડનો ફાયદો થયો હતો.

વીજ ઉત્પાદન ક્ષેત્રે ડીબી પાવરને કોઈ અનુભવ ન હોવા છતાં
કોલસા કૌભાંડમાં ભાસ્કર જૂથને ૧૧,૦૦૦ કરોડની કોલસાની ખાણોની લ્હાણી
છત્તીસગઢના દુર્ગાપુર અને સરિયા ક્ષેત્રેમાં ૯.૧૬ કરોડ ટન કોલસાનો જથ્થો ભાસ્કર જૂથની કંપનીને ધરી દેવાયો
અમદાવાદ, તા. ૧૮
ભારતના સંભવિત સૌથી મોટા ૧.૮૬ લાખ કરોડના કોલસા કૌભાંડમાં એકલા ભાસ્કર જૂથને જ આશરે રૃ. ૧૧,૦૦૦ કરોડની કોલસાની ખાણો ફાળવી દેવાઈ છે. કેગના રિપોર્ટ અનુસાર, ભાસ્કર જૂથની કંપની ડીબી પાવર લિમિટેડને છત્તીસગઢમાં દુર્ગાપુર અને સરિયા ક્ષેત્રમાં કોલ બ્લોક (કોલસાની ખાણ) ફાળવાયો છે જેમાં સરકારી અંદાજ પ્રમાણે ઓછામાં ઓછો ૯.૧૬૭૨ કરોડ ટન કોલસાનો જથ્થો છે. હાલના કોલસાના ટનદીઠ બજારભાવ આશરે રૃ. ૧૨૦૦ છે એ જોતાં રૃ. ૧૧,૦૦૦ કરોડના કોલસાની લ્હાણી સરકાર દ્વારા ૨૫ નવેમ્બર, ૨૦૦૭માં ભાસ્કર જૂથને કરવામાં આવી હતી.
સરકારી નિયમ અનુસાર કોલસાની ખાણોની ફાળવણી કરતાં પૂર્વે જે તે કંપનીનો વીજ ઉત્પાદન ક્ષેત્રનો અનુભવ ધ્યાનમાં લેવાય છે પરંતુ ભાસ્કરના કિસ્સામાં એ નિયમ પણ ચાતરી જવાયો હતો. ભાસ્કર જૂથને વીજ ઉત્પાદન કે કોલસાના ક્ષેત્રે કોઈ જ કામગીરી ન હોવા છતાં નિયમોને સરેઆમ કોરાણે મૂકીને, ચૂંટણી વખતે ભાસ્કર જૂથની અખબારી તાકાત સરકારને મદદરૃપ થશે તેવી ગણતરી સાથે કોલસાની ખાણો ફાળવી આપવામાં આવી છે.
સાધારણ રીતે એક આદમી નાનકડી દુકાન કરે અને બે-ત્રણ લાખની લોન માટે બેંકમાં અરજી કરે ત્યારે તેને સત્તર જાતના સવાલો પૂછાય છે અને જે તે વ્યવસાયનો અનુભવ ન હોય તો કોઈ ફૂટી કોડી પણ પરખાવતું નથી પરંતુ ભાસ્કરના કિસ્સામાં સરકારે સરેઆમ તમામ નિયમોને કોરાણે મૂકીને ભાસ્કરની તરફદારી કરી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમે ભારતને ટેસ્ટ શ્રેણીમાં દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ છીએ ઃ ટેલર

યોકોવિચને હરાવી ફેડરરે સિનસિનાટી ટાઇટલ જીત્યું
ભારતીય ટીમમાં પુનરાગમન માટે ઇંગ્લીશ કાઉન્ટી ઉપયોગી નીવડશે
પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલમાં
અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ હવે ભારત- ન્યુઝી. વચ્ચે સેમી ફાઇનલ
યુરો ઝોનની કટોકટી મુદ્દે યુરોપના નેતાઓની મિટિંગ પર નજર
સોના-ચાંદીમાં આરંભિક ઉંચા ભાવો અલ્પજીવી નિવડી બજાર સાંજે ફરી તૂટી
રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો સ્થિતિ વધુ વણસશે
ઘણાં બધા ગુંચવાડા બાદ દિવસના પાંચથી વધુ એસએમએસ પર પ્રતિબંધ
સરકાર અને ગૃહ પ્રધાન સમાજ અને દેશના દુશ્મન છે ઃ ઠાકરે

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો વરસાદ-પૂરને લીધે વિખૂટો પડી ગયો

વરસાદમાં રજાની મજા માણવા ગયેલા નવ સહેલાણીનાં મોત
ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ'ની રૃા. સાડાત્રણ કરોડની કમાણી
ગુવારમાં વાયદો ફરી શરૃ કરવા અંગેનો નિર્ણય ખરીફ પાકની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાશે

આકર્ષક રિટર્ન્સ મેળવવા શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરોનું ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ પ્રયાણ

 
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved