Last Update : 21-August-2012, Tuesday

 

ભાવવધારાનો મને આનંદ છે
કેન્દ્રીય સ્ટીલ મંત્રી બેનીપ્રસાદ વર્માએ છેડેલો વિવાદનો મધપુડો

આ વ્યક્તિને સરકારમાંથી હટાવોઃ સ.પા.
કોંગ્રેસના નેતાઓને ભાવવધારો નડતો નથીઃ ભાજપ

(પી.ટી.આઇ.) બારાબંકી, તા. ૨૦
કેન્દ્રીય સ્ટીલ મંત્રી બેનીપ્રસાદ વર્માએ ઉત્તર પ્રદેશના બારાબંકી ખાતે એક સમારોહમાં હાજર રહીને વિવાદનો વંટોળ ઉભો કર્યો છે. આ સમારોહ દરમ્યાન તેમણે એવું વક્તવ્ય આપ્યું હતું કે અત્યારે જે ભાવવધારો, ફુગાવો થઇ રહ્યો છે તેનાથી તેઓ ખુશ (હેપ્પી) છે કેમકે તેનાથી ખેડુતોને ફાયદો થઇ રહ્યો છે. તેમણે સરકારને બહારથી ટેકો આપતી સમાજવાદી પાર્ટીના વડા મુલાયમસિંહ સંદર્ભે અણછાજતી ટીપ્પણી કરતા સ.પા.એ પણ તલવાર ખેંચી જંગ જાહેર કર્યો છે.
બારાબંકી ખાતેના એક સમારોહમાં હાજર રહેલા કેન્દ્રીય સ્ટીલ મંત્રી બેનીપ્રસાદ વર્માએ પત્રકારોને જણાવ્યું હતું કે 'દાલ, આટા, ચોખા ઔર સબ્જી મહેંગી હો રહી હૈ ઉસસે મૈં ખુશ હું'' જેમ આ વસ્તુઓ મોંઘી થાય તેમ ખેડુતોને વધુ લાભ મળે અને અમારી સરકાર ખેડુતોના હિતને વરેલી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમાજવાદી પાર્ટીના વડા મુલાયમસિંહ યાદવના હસ્તક્ષેપ (ઇન્ટરફિયરન્સ)ને કારણે કેન્દ્ર સરકાર બરાબર કામ કરી શકતી નથી અને ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના વડા પણ તેઓ હોવાથી ઉત્તર પ્રદેશની સરકાર પણ બરાબર કામ નહીં કરી શકે. જોકે તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન અખીલેશ યાદવ તેમને મન પુત્ર સમાન હોવાના દાવા સાથે તેમની કાર્ય પ્રણાલી સંદર્ભે કંઇ કહેવાનું ટાળ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ભાવ વધારાનો દેકારો મિડિયા મચાવે છે. 'મિડીયા કહેતી હૈ કી ખાનેકી થાલી મહેંગી હો ગઇ હૈ. ઇસે ફાયદા કિસાનો કા હૈ ઔર સરકાર કિસાનો કે ફાયદેકી પક્ષધર હૈ' તેમના આ વિધાનોએ સરકારના વિપક્ષ તેમજ સાથી પક્ષોમાં પણ ખળભળાટ મચાવી દીધો છે.
જે સૌથી વધુ ભોગ બન્યા છે તે સમાજવાદી પાર્ટીએ બહુ ટુંકમાં સ્પષ્ટતા કરી દીધી છે કે 'આ માણસને હટાવો અન્યથા અમે ટેકો ખેંચી લઇશું. જ્યારે ભાજપ અને જે.ડી.(યુ)એ પણ બેનીપ્રસાદ પર આકરા પ્રહારો કર્યા છે.
બેનીપ્રસાદના વક્તવ્યને 'તદ્દન બેજવાબદાર' ગણાવતા સમાજવાદી પાર્ટીના મોહનસિંહે માગણી કરી છે કે જો આ વ્યક્તિને સરકારમાંથી હટાવવામાં નહીં આવે તો અમારે યુ.પી.એ. સરકારને આપેલા ટેકા અંગે ફેર વિચારણા કરવી પડશે.
વિપક્ષ ભાજપના શાહનવાઝ હુસેને કહ્યું હતું કે 'કોંગ્રેસના નેતાઓને ભાવવધારો કે ફુગાવો નડતો નથી. વધતા ભાવોને કારણે લોકોની શું હાલત છે તેની વાસ્તવિકતાનો તેમને અંદાજ નથી. આ બાબત તેમની માનસિકતાનો પરિચય આપે છે. જ્યારે ભાજપના જ મુરલી મનોહર જોશીએ જણાવ્યું હતું કે વર્તમાન ભાવવધારામાં ખાતર, બિયારણ, વીજળી અને પાણીના દરમાં થયેલા વધારાને કારણે ખેડુતોને જ સહન કરવાનું આવ્યું છે. જ્યારે મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે સટોડીયા અને કાળા બજારીયાઓ ભાવ વધારી રહ્યા છે અને સરકાર તમાશો જોઇ રહી છે. બલ્કે ખુશ થઇ રહી છે. સરકાર આમ આદમીની વાત કરે છે પણ તે તેનાથી યોજનો દુર પહોંચી ગઇ છે.
જ્યારે બેનીપ્રસાદ વર્માએ તેમના બચાવમાં કહ્યું હતું કે મારા કહેવાનો અર્થ એવો હતો કે જ્યારે ખેત ઉત્પાદનના ભાવ વધે ત્યારે તેને ચગાવવામાં આવે છે. પણ જ્યારે સીમેન્ટ, લોખંડ કે કાપડના ભાવ વધે તો તેની નોંધ લેવાતી નથી. પણ ખેત ઉત્પાદનના ભાવ વધે ત્યારે મને આનંદ થાય છે. તેમ મેં ત્યારે પણ કહ્યું હતું અન અત્યારે પણ કહુ છું. જ્યારે કાનૂન મંત્રી સલમાન ખુરશીદે પણ બેનીપ્રસાદનો બચાવ કરતા કહ્યું હતું કે તેમના વિધાનને યોગ્ય પૂર્વાપર સંબંધ સાથે મુલવવું જોઇએ.

મુલાયમના હસ્તક્ષેપના કારણે

ઉ.પ્ર. સરકાર બરાબર કામ કરી શકતી નથીઃ બેનીનો વધુ બફાટ
(પી.ટી.આઇ.) બારાબંકી, તા. ૨૦
કોંગ્રેસી સ્ટીલ મંત્રી બેનીપ્રસાદ વર્મા ફુગાવાનો વિવાદ જગાવીને અટકી નથી ગયા. તેમણે યુ.પી.એ. ગઠબંધનના બહારથી ટેકો આપતા મહત્વના સાથી પક્ષ સમાજવાદી પાર્ટીના તંબુમાં પણ ઉંબાડીયું ચાંપ્યું છે. તેમણે એવી ટીકા કરી છે કે આ મુલાયમસિંહ યાદવના હસ્તક્ષેપને કારણે સરકાર બરોબર કામ કરી શકતી નથી. તેમના આ વિધાનથી સ.પા.ના પેટમાં તેલ રેડાયું છે.
અખિલેશ યાદવને પુત્રવત્ ગણાવી તેમના વખાણ કરતા સ્ટીલ મંત્રી
વર્માએ તેજ મુદ્દે ઉમેર્યું છે કે ઉત્તર પ્રદેશની સરકાર પણ તેમના હસ્તક્ષેપને કારણે યોગ્ય રીતે કાર્ય કરી શકશે નહીં. જોકે તેમણે કહ્યું હતુ કે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખીલેશ યાદવ તેમના પુત્ર સમાન છે. અને તેમને બદનામ કરવા વાજબી જણાતું નથી. ૨૦૧૪માં ત્રીજા મોરચાની રચના અને સ.પા. દ્વારા ૬૦ બેઠકો જીતવાની મુલાયમને તાજેતરમાં કરેલી ચર્ચા અંગે તેમણે ઉમેર્યું હતું કે યાદવ વડાપ્રધાન બનવાના સ્વપ્ના જુએ છે પણ તે બનશે નહીં. આમ વર્માએ મિત્રોમાં પણ વિવાદ જગાવ્યો છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમે ભારતને ટેસ્ટ શ્રેણીમાં દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ છીએ ઃ ટેલર

યોકોવિચને હરાવી ફેડરરે સિનસિનાટી ટાઇટલ જીત્યું
ભારતીય ટીમમાં પુનરાગમન માટે ઇંગ્લીશ કાઉન્ટી ઉપયોગી નીવડશે
પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલમાં
અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ હવે ભારત- ન્યુઝી. વચ્ચે સેમી ફાઇનલ
યુરો ઝોનની કટોકટી મુદ્દે યુરોપના નેતાઓની મિટિંગ પર નજર
સોના-ચાંદીમાં આરંભિક ઉંચા ભાવો અલ્પજીવી નિવડી બજાર સાંજે ફરી તૂટી
રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો સ્થિતિ વધુ વણસશે
ઘણાં બધા ગુંચવાડા બાદ દિવસના પાંચથી વધુ એસએમએસ પર પ્રતિબંધ
સરકાર અને ગૃહ પ્રધાન સમાજ અને દેશના દુશ્મન છે ઃ ઠાકરે

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો વરસાદ-પૂરને લીધે વિખૂટો પડી ગયો

વરસાદમાં રજાની મજા માણવા ગયેલા નવ સહેલાણીનાં મોત
ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ'ની રૃા. સાડાત્રણ કરોડની કમાણી
ગુવારમાં વાયદો ફરી શરૃ કરવા અંગેનો નિર્ણય ખરીફ પાકની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાશે

આકર્ષક રિટર્ન્સ મેળવવા શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરોનું ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ પ્રયાણ

 
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved