Last Update : 21-August-2012, Tuesday

 

ભારતીય મૂળના ઉદ્યોગપતિઓ
લક્ષ્મી મિત્તલ અને હિંદુજા બંધુઓ પાસે બ્રિટનની ૨૦ ટકા સંપત્તિ

બ્રિટનના ટોચના પંદર ધનિકોની યાદીમાં મિત્તલ બીજા ક્રમે

લંડન, તા.૨૦
બ્રિટનમાં તાજેતરમાં પ્રગટ થયેલી તાજા સમૃધ્ધ લોકોની યાદીમાં ભારતીયો ૨૨ ટકા સમૃધ્ધિ પર કબજો ધરાવે છે. તાજેતરમાં રજુ થયેલી યાદીમાં આ બાબત દર્શાવવામાં આવી છે. રાષ્ટ્રીય જુથોની દ્રષ્ટીએ વિચારવામાં આવે તો રશિયનો પછી ભારતીયો બીજુ સ્થાન ધરાવે છે.
સિંગાપોર સ્થિત 'વેલ્થ એક્સ ગુ્રપ' નામની સંસ્થા ધ્વારા બ્રિટનની સમૃધ્ધિ અંગે કરવામાં આવેલી મોજણી અનુસાર આર્સેલર મિત્તલના ચેરમેન લક્ષ્મી મિત્તલને સમૃધ્ધિની દ્રષ્ટિએ બીજુ સ્થાન મળ્યું છે. તેમની સંપત્તિ ૧૫.૮ અબજ ડોલરની આકારવામાં આવી છે. એક રશિયન ઉદ્યોગપતિ અલીશર બુર્ખાનોવીચ ઉસ્માનોવે આ વર્ષે લક્ષ્મી મિત્તલને બીજા સ્થાન પર ધકેલી દીધા છે. અલીશર બુર્ખાનોવીચની સમૃધ્ધિ ૧૬.૪ અબજ ડોલર માનવામાં આવે છે.આર્સેલર મિત્તલના શેરમાં થયેલા ભાવ ઘટાડાને કારણે મિત્તલને તેમનું સ્થાન ગુમાવવું પડયું છે. આર્સેલર મિત્તલના શેર સ્ટોકની કિંમતમાં તાજેતરના વર્ષમાં ૩૦ અબજ ડોલરનો ઘટાડો થવા પામ્યો હતો. તેવું અહેવાલમાં જણાવ્યું છે. પ્રથમ પંદર ધનવાનોની યાદીમાં અન્ય બે ભારતીયો પણ સ્થાન પામ્યા છે. જેમાં હિન્દુજા બ્રધર્સના શ્રીચંદ હિન્દુજાને ૭.૬ અબજ ડોલરની સંપત્તિ સાથે નવમાં સ્થાને જ્યારે ગોપીચંદ હિન્દુજા ૬ અબજની સંપત્તિ સાથે ૧૨માં સ્થાને છે. આમ સમૃધ્ધોની યાદીમાં સ્થાન પામેલા આ ત્રણે ભારતીયોની સમૃધ્ધિનો સરવાળો કરવામાં આવે તો ૧૩૩.૩ અબજ ડોલર એટલે કે બ્રિટનની કુલ સમૃધ્ધિના ૨૨ ટકા થાય છે.
જ્યારે રશિયાના અનુસંધાને જોઈએ તો ઉસ્માનોવ ઉપરાંત બે અન્ય રશિયનો પણ આ યાદીમાં સામેલ છે. જેમાં રોમન અબ્રાનોવિચની સંપત્તિ ૧૨.૧ અબજ ડોલર અને યાદીમાં ત્રીજુ સ્થાન ધરાવે છે. જ્યારે લીઓનાર્દ બ્લેવેટનીક ૯.૫ અબજ ડોલરની સંપત્તિ અને યાદીમાં પાંચમું સ્થાન ધરાવે છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમે ભારતને ટેસ્ટ શ્રેણીમાં દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ છીએ ઃ ટેલર

યોકોવિચને હરાવી ફેડરરે સિનસિનાટી ટાઇટલ જીત્યું
ભારતીય ટીમમાં પુનરાગમન માટે ઇંગ્લીશ કાઉન્ટી ઉપયોગી નીવડશે
પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલમાં
અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ હવે ભારત- ન્યુઝી. વચ્ચે સેમી ફાઇનલ
યુરો ઝોનની કટોકટી મુદ્દે યુરોપના નેતાઓની મિટિંગ પર નજર
સોના-ચાંદીમાં આરંભિક ઉંચા ભાવો અલ્પજીવી નિવડી બજાર સાંજે ફરી તૂટી
રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો સ્થિતિ વધુ વણસશે
ઘણાં બધા ગુંચવાડા બાદ દિવસના પાંચથી વધુ એસએમએસ પર પ્રતિબંધ
સરકાર અને ગૃહ પ્રધાન સમાજ અને દેશના દુશ્મન છે ઃ ઠાકરે

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો વરસાદ-પૂરને લીધે વિખૂટો પડી ગયો

વરસાદમાં રજાની મજા માણવા ગયેલા નવ સહેલાણીનાં મોત
ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ'ની રૃા. સાડાત્રણ કરોડની કમાણી
ગુવારમાં વાયદો ફરી શરૃ કરવા અંગેનો નિર્ણય ખરીફ પાકની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાશે

આકર્ષક રિટર્ન્સ મેળવવા શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરોનું ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ પ્રયાણ

 
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved