Last Update : 21-August-2012, Tuesday

 

'વાઇબ્રન્સી'ની વાતો વચ્ચે ગ્રામીણ ગુજરાતની વિષમ પરિસ્થિતિ
ગુજરાતમાં ૧૦ ખેડૂતોની આત્મહત્યા

નહેરોના આયોજનના અભાવે નર્મદાનું પાણી સૌરાષ્ટ્રમાં પહોંચતું નથી, દરિયામાં વહી જાય છે

ગાંધીનગર, તા.૨૦
સૌરાષ્ટ્ર-કચ્છમાં ચાલું વરસે નહીવત્ વરસાદ થતાં ખરીફ પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતો દેવામાં ડુબી ગયા છે અને આજીવિકાના નામે કશું રહ્યું નથી. વળી ઉપરથી જીવથી વ્હાલું પશુધન ઘાસચારાથી રીબાઈ રહ્યું છે ત્યારે હિંમત હારી ચુકેલા ૧૦ ખેડૂતોએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત ૧૦ વર્ષ સારા ગયા બાદ ચાલુ વર્ષે દુષ્કાળના ઓળા ઉતર્યા છે. નજીવા વરસાદના કારણે ખેતરમાં કરાયેલું વાવેતર બચાવી શકાયું નથી. મોંઘા ભાવના બિયારણો, મોંઘા ભાવની જંતુનાશક દવાઓ અને ઉંચો મજુરી ખર્ચ ભોગવીને કરેલું વાવેતર વરસાદના અભાવે સુકાઈ ગયું છ. તે જોઈને જગતનો તાત હામ હારવા માંડયો છે. આ ઉપરાંત પોતાના જીવથી વહાલા પશુઓ ઘાસચારા માટે ટળવળી રહ્યા છે. આ સ્થિતિમાં સરકાર સમક્ષ મદદની અનેક ગુહાર લગાવવા છતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તેની સરકારનું પેટનું પાણી હલ્યું નથી. અને ખેડૂતોને કોઈ રીતે મદદ માટે સરકાર હજુ આગળ આવી નથી.
ખેતરમાં સુકાતો ઉભો મોલ અને આંગણે રીબાતું પશુની સ્થિતિ જોઈ ન શકનાર સૌરાષ્ટ્રના ખેડૂતોએ અંતે મજબુર થઈને આત્મહત્યાનો રસ્તો અખત્યાર કર્યો છે. માત્ર એક માસના સમયમા સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, જૂનાગઢ અને જામનગર જિલ્લાના ૧૦ ખેડૂતોએ પાક નિષ્ફળ જવાથી આત્મહત્યા કરી લીધી છે. એક પછી એક માનવ જીંદગી હિંમત હારી મૃત્યુનું શરણું લઈ રહી હોવા છતાં સરકારે સૌરાષ્ટ્રના કોઈ જિલ્લા, તાલુકા કે ગામમાં ઘાસચારાની વ્યવસ્થા કરી નથી. એટલું જ નહીં નિષ્ફળ ગયેલા પાક સામે ખેડૂતોને સહાય મળી રહે તેવા કોઈ પગલાં પણ ન ભરાતાં મોદી સરકારના આ વલણ સામે ચોમેરથી ટીકા થઈ રહી છે.
પાક નિષ્ફળ જતાં જીવ દઈ દેનારા કમભાગીઓ

તારીખ

ખેડૂતનું નામ

ગામ

૧૯/૮/૧ર

કોળી દેવચંદભાઈ ઠાકરશીભાઈ વનાળિયા(ઉ.૩૬)

ચભાડિયા, જિ.અમરેલી

૧૮/૮/૧ર

કિશોરભાઈ પોપટભાઈ પેથાણી(ઉ.૩૮)

પાટણવાવ, તા.ધોરાજી

૧૬/૮/૧ર

સગર મોહનભાઈ નાનજીભાઈ ગોહિલ(ઉ.૮પ)

માચિયાળા, તા.અમરેલી

૧૪/૮/૧ર

વિક્રમ ભીખાભાઈ સાકરિયા(ઉ.ર૮)

રૈયા, તા.રાજકોટ

૧૧/૮/૧ર

વાલાભાઈ જીવાભાઈ મોઢ(ઉ.૮૦)

ખોરાણા, જિ.રાજકોટ

૬/૮/૧ર

હમીર રણછોડભાઈ કવાડ(ઉ.રપ)

રબારિકા, તા.સાવરકુંડલા

પ/૮/૧ર

જયપાલસિંહ બટુકસિંહ જાડેજા(ઉ.૪૪)

રાતૈયા, તા.લોધિકા

૧/૮/૧ર

નિખીલ ભગવાનજી રામોલિયા(ઉ.૧૮)

લાલપુર, જિ.જામનગર

રપ/૭/૧ર

કેશવ ભીખા વાઢેર(ઉ.૩પ)

સરવા, જિ.જૂનાગઢ

૧૪/૭/૧ર

બાબુ પુનાભાઈ પાઘડાળ(ઉ.૪પ)

ઢુંઢિયા-પીપળિયા, અમરેલી

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમે ભારતને ટેસ્ટ શ્રેણીમાં દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ છીએ ઃ ટેલર

યોકોવિચને હરાવી ફેડરરે સિનસિનાટી ટાઇટલ જીત્યું
ભારતીય ટીમમાં પુનરાગમન માટે ઇંગ્લીશ કાઉન્ટી ઉપયોગી નીવડશે
પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલમાં
અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ હવે ભારત- ન્યુઝી. વચ્ચે સેમી ફાઇનલ
યુરો ઝોનની કટોકટી મુદ્દે યુરોપના નેતાઓની મિટિંગ પર નજર
સોના-ચાંદીમાં આરંભિક ઉંચા ભાવો અલ્પજીવી નિવડી બજાર સાંજે ફરી તૂટી
રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો સ્થિતિ વધુ વણસશે
ઘણાં બધા ગુંચવાડા બાદ દિવસના પાંચથી વધુ એસએમએસ પર પ્રતિબંધ
સરકાર અને ગૃહ પ્રધાન સમાજ અને દેશના દુશ્મન છે ઃ ઠાકરે

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો વરસાદ-પૂરને લીધે વિખૂટો પડી ગયો

વરસાદમાં રજાની મજા માણવા ગયેલા નવ સહેલાણીનાં મોત
ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ'ની રૃા. સાડાત્રણ કરોડની કમાણી
ગુવારમાં વાયદો ફરી શરૃ કરવા અંગેનો નિર્ણય ખરીફ પાકની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાશે

આકર્ષક રિટર્ન્સ મેળવવા શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરોનું ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ પ્રયાણ

 
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved