Last Update : 21-August-2012, Tuesday

 
રૃ।.૨૦ હજાર આપો અમે રૃ।.૧ લાખ આપશું
કારખાનેદારે રૃ।.૧ લાખની લાલચમાં ૧૫૦૦૦ની બે વીંટી ગુમાવી

રૃમાલમાં કાગળની થપ્પી પકડાવી વીંટી સેરવનાર બંને ગઠિયા જોકે પકડાઇ ગયા..

(પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર
કિન્નરી સિનેમા પાસે ગતસાંજે જરીના કારખાનેદારને રૃ।.૧ લાખ માત્ર રૃ।.૨૦,૦૦૦માં આપીશું તેવી લાલચ આપી સોનાની બે વીંટી સેરવી જનાર બે ગઠીયાને સલાબતપુરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી બંને વીંટી કબ્જે કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ નવાપુરા ગોલવાડ માછીપુરા શેરી ઘર નં.૩/૩૭૧૯માં રહેતો કનૈયા ઉર્ફે ભૈયા મનસુખલાલ જરીવાળા ઘરમાં જરીનું કામકાજ કરે છે. ગતસાંજે ૭ વાગ્યે તે કિન્નરી સિનેમા પાસેથી પસાર થતો હતો ત્યારે ગુજરાતી, હિન્દી ભાષા બોલતા બે યુવાનો એ તેને અટકાવ્યો હતો.
બંનેએ રૃમાલમાં લપેટેલી ચલણી નોટની થપ્પી બતાવી કનૈયાને કહ્યું હતું કે અમને શેઠે નોકરીમાંથી કાઢી મૂક્યા છે અને શેઠની જાણ બહાર અમે એક લાખ લઇ લીધા છે. આ રૃપિયા તમે લઇ અમને રૃ।.૨૦,૦૦૦ આપી દો. માત્ર રૃ।.૨૦,૦૦૦માં રૃ।.૧ લાખ મળશે તે લાલચમાં ભાન ભૂલેલો કનૈયો પૈસા આપવા તૈયાર થયો હતો. તેણે બંનેને હાલ પૈસા નથી ઘરે જઇ આપું કહેતા બંનેએ ઇન્કાર કરી કનૈયાને પૈસાના બદલામાં હાથમાં પહેરેલી બે વીંટી આપી દેવા કહ્યું હતું.
આથી કનૈયાએ રૃ।.૧૫,૦૦૦ની કિંમતની સોનાની બે વીંટી કાઢી તેમને આપી દીધી હતી અને બંને યુવાન પાસેથી રૃમાલની ગડીમાં પૈસા ભરેલી થપ્પી લઇ બંને યુવાન પાસેથી રૃમાલની ગડીમાં પૈસા ભરેલી થપ્પી લઇ બંને યુવાનોની સૂચના મુજબ ઘરે જઇ રૃમાલની ગડી ખોલી હતી. જોકે, તેમાં માત્ર ઉપરની રૃ।.૫૦૦ની નોટ જ સાચી હતી જ્યારે નીચે કાગળની થપ્પી હતી. કનૈયો તરત જ સલાબતપુરા પોલીસ મથકે દોડી ગયો હતો અને ફરીયાદ નોંધાવી હતી.
પોલીસે આ બનાવમાં કનૈયાએ આપેલા વર્ણનના આધારે તપાસ શરૃ કરી હતી અને આજે સાંજે રતન ટોકીઝ પાસેથી બંને ઠગને ઝડપી લીધા હતા. ઉત્તર ગુજરાતના પાલનપુરના હરીપુરા ખાતે માનસરોવર પાસે રહેતા શ્યામ ઉર્ફે શામુ હરીઓમ બાવરી (ઉ.વ.૨૦) અને દિપક ગુમારામ સલાટ (ઉ.વ.૨૮) પાસેથી પોલીસે સોનાની બે વીંટી પણ કબ્જે કરી હતી. સુરતના નીલગીરી લિંબાયતમાં રહેતી બહેનને ત્યાં આવેલા દિપક અને તેના સાથીદારની અન્ય ગુનામાં પણ સંડોવણીની આશંકા છે. વધુ તપાસ સલાબતપુરા પોલીસમથકના પી.એસ.આઇ.બી.ટી. વાઢીયા કરી રહ્યા છે.

 
 
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમે ભારતને ટેસ્ટ શ્રેણીમાં દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ છીએ ઃ ટેલર

યોકોવિચને હરાવી ફેડરરે સિનસિનાટી ટાઇટલ જીત્યું
ભારતીય ટીમમાં પુનરાગમન માટે ઇંગ્લીશ કાઉન્ટી ઉપયોગી નીવડશે
પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલમાં
અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ હવે ભારત- ન્યુઝી. વચ્ચે સેમી ફાઇનલ
યુરો ઝોનની કટોકટી મુદ્દે યુરોપના નેતાઓની મિટિંગ પર નજર
સોના-ચાંદીમાં આરંભિક ઉંચા ભાવો અલ્પજીવી નિવડી બજાર સાંજે ફરી તૂટી
રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો સ્થિતિ વધુ વણસશે
ઘણાં બધા ગુંચવાડા બાદ દિવસના પાંચથી વધુ એસએમએસ પર પ્રતિબંધ
સરકાર અને ગૃહ પ્રધાન સમાજ અને દેશના દુશ્મન છે ઃ ઠાકરે

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો વરસાદ-પૂરને લીધે વિખૂટો પડી ગયો

વરસાદમાં રજાની મજા માણવા ગયેલા નવ સહેલાણીનાં મોત
ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ'ની રૃા. સાડાત્રણ કરોડની કમાણી
ગુવારમાં વાયદો ફરી શરૃ કરવા અંગેનો નિર્ણય ખરીફ પાકની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાશે

આકર્ષક રિટર્ન્સ મેળવવા શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરોનું ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ પ્રયાણ

 
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved