Last Update : 21-August-2012, Tuesday

 

ઓળખકાર્ડની અટપટી પ્રક્રિયાથી માછીમારોમાં આક્રોશ

મત્સ્ય વિભાગમાં સ્ટાફની અછત હોય કસ્ટમ વિભાગ પણ કામગીરીમાં જોતરાયું

સમયસર ઓળખકાર્ડ નહીં મળતાં દર વર્ષે ધોલાઇ બંદરેથી જતાં માછીમારોની સંખ્યા ૫૦ ટકા જ થઇ ગઇઃ સિઝન શરૃ થઇને સપ્તાહ થયું

નવસારી, સોમવાર
નવસારી જિલ્લાના સાગર ખેડૂઓ દર વર્ષે રક્ષાબંધન બાદ દરિયામાં ધોલાઇ બંદરેથી માછીમારી કરવા જાય છે. આતંકવાદી હુમલાને ધ્યાનમાં લઇ સરકારે દરિયામાં જવા-આવનારાઓ માટે કડક નિયમો બનાવ્યા છે. જે અંતર્ગત દરિયો ખેડનારા માટે ઓળખકાર્ડ જરૃરી હોવાથી તેના સિવાય દરિયામાં જઇ શકાતું નથી. પરંતુ આ કાર્ડ માટે અટપટી વહીવટી પ્રક્રિયાના કારણે સમયસર ઓળખકાર્ડ નહી મળી શકતાં એક સપ્તાહથી વધુ સમય વિતી જવા છતાં માંડ ૫૦ ટકા જ માછીમારો દરિયામાં જઇ શક્યા છે. જેના કારણે માછીમારોમાં રોષની લાગણી ફેલાઇ છે.
બીલીમોરા નજીક આવેલા ધોલાઇ મત્સ્ય બંદરેથી દર વર્ષે ૨૦૦ થી ૨૫૦ જેટલી બોટો લઇને માછીમારો બળેવ બાદ દરિયામાં માછીમારી માટે જાય છે. બળેવ (નાળીયેરી પુનમ)ના રોજ માછીમારો દરિયાદેવને શ્રીફળ અર્પણ કરી તેની પૂજા કરી નવી સીઝનમાં પુષ્કળ મચ્છી મળવાની પ્રાર્થના કરે છે અને ત્યારબાદ સજાવેલી બોટમાં રાશન-પાણી ભરી ખલાસીઓના સંગાથે દરિયો ખેડવા નીકળે છે. પરંતુ ૨૬/૧૧ના રોજ મુંબઇ ઉપર ગુજરાતના દરિયાઇ માર્ગે પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ કરેલા હુમલા બાદ સરકારે દરિયામાં ચાલતી ગતિવિધિ પર ચાંપતી નજર રાખવાનું શરૃ કરી દરિયો ખેડનારાઓ માટે ઓળખકાર્ડ ફરજીયાત બનાવ્યા છે. ઓળખકાર્ડ વિના દરિયામાં બોટ લઇને જઇ શકાય નહીં.
નિયમ આવતાં દરિયામાં જતાં બોટ માલિક અને તેમની સાથે મજુરી કામ કરતાં ખલાસીઓએ મદદનીસ મત્સ્ય ઉદ્યોગ અધિકારીનું સહી-સિક્કાવાળું ઓળખકાર્ડ મેળવવા પોલીસ ક્લીયરન્સ સર્ટી., ઇલેકશનકાર્ડ, ફોટા અને સરપંચનો દાખલો આપવો પડે છે. જેમાં ખલાસીઓ દર સીઝને બદલાતા હોય છે. તેમજ તેમની પાસેથી સંપૂર્ણ ડોક્યુમેન્ટ નહીં મળી શકતા કાર્ડ મેળવવામાં વિલંબ થાય છે. તદ્ઉપરાંત તંત્ર પાસે સ્ટફનો અભાવ પણ વિલંબ માટે જવાબદાર છે. હાલમાં પણ સ્ટાફ નહીં હોવાથી ઓળખકાર્ડની કામગીરી કસ્ટમને સોંપાઇ છે. આમ સરળ વ્યવહાર નિયમના બદલે અટપટી વહીવટી પ્રક્રિયાના કારણે સાગર ખેડનારાઓને સમયસર ઓળખકાર્ડ મળી શક્ય ન હોવાથી સીઝન શરૃ થઇને એક સપ્તાહનો સમય વિતી જવા છતાં ધોલાઇ બંદરેથી માંડ ૫૦ ટકા બોટો જ દરિયો ખેડવા જઇ શકી છે.
આ નિયમો સરળ બનાવવા જોઇએ. એવું ધોલાઇના બોટ માલિક ડૉ. કમલભાઇ આર્કમેને જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, ધોલાઇ બંદરે આવતા ટ્રકોમાં બોટનો માલ ભરવાનો હોય ત્યારે જેટી નજીક ટ્રક જઇ શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. અન્ય બોટ માલિક રમેશભાઇ ટંડેલે સિક્યોરીટીની વ્યવસ્થા ન હોવાનો બળાપો કાઢી મચ્છીને રાખવા માટે અત્રે સુવિધા નહીં હોવાથી વલસાડ અને બીલીમોરાથી બરફ લાવવો પડતો હોવાનું જણાવ્યું હતું. આ બાબતે મદદનીશ મત્સ્યદ્યોગ અધિકારી ભીખુભાઇ પટેલે કહ્યું કે, ઓળખકાર્ડ માટે જેટલા લોકોના પુરાવા મળ્યા તેમને ક્લીયરન્સ આપી દેવામાં આવ્યું છે. સ્ટાફની કમી હોવાનું સ્વીકારી તેમણે કસ્ટમ વિભાગ પણ આ કામે જોતરાયું છે. એટલે હવે ઝડપી કામગીરી થશે એવું જણાવ્યું હતું. સરકાર સાગર ખેડનારાઓ માટે ઝડપી કામગીરી કરી નિયમોને વ્યવહાર બનાવે જેથી માછીમારો દરિયો ખેડવા જઇ શકે એવું સ્થાનિકોનું કહેવું છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમે ભારતને ટેસ્ટ શ્રેણીમાં દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ છીએ ઃ ટેલર

યોકોવિચને હરાવી ફેડરરે સિનસિનાટી ટાઇટલ જીત્યું
ભારતીય ટીમમાં પુનરાગમન માટે ઇંગ્લીશ કાઉન્ટી ઉપયોગી નીવડશે
પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલમાં
અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ હવે ભારત- ન્યુઝી. વચ્ચે સેમી ફાઇનલ
યુરો ઝોનની કટોકટી મુદ્દે યુરોપના નેતાઓની મિટિંગ પર નજર
સોના-ચાંદીમાં આરંભિક ઉંચા ભાવો અલ્પજીવી નિવડી બજાર સાંજે ફરી તૂટી
રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો સ્થિતિ વધુ વણસશે
ઘણાં બધા ગુંચવાડા બાદ દિવસના પાંચથી વધુ એસએમએસ પર પ્રતિબંધ
સરકાર અને ગૃહ પ્રધાન સમાજ અને દેશના દુશ્મન છે ઃ ઠાકરે

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો વરસાદ-પૂરને લીધે વિખૂટો પડી ગયો

વરસાદમાં રજાની મજા માણવા ગયેલા નવ સહેલાણીનાં મોત
ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ'ની રૃા. સાડાત્રણ કરોડની કમાણી
ગુવારમાં વાયદો ફરી શરૃ કરવા અંગેનો નિર્ણય ખરીફ પાકની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાશે

આકર્ષક રિટર્ન્સ મેળવવા શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરોનું ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ પ્રયાણ

 
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved