Last Update : 21-August-2012, Tuesday

 

કોંગ્રેસના કાર્યક્રમમાં મહિલાઓની બેકાબૂ ભીડ
સૌરાષ્ટ્રમાં 'ઘરના ઘર' માટે ફોર્મ લેવા ધસારો, અંધાધૂંધીઃ જૂનાગઢમાં ૮ને ઈજા

જૂનાગઢમાં કોંગી નગરસેવિકા અને તેના પતિ સહિત ટોળા સામે ફરિયાદઃ બગસરામાં કોંગી પ્રમુખને ધક્કે ચડાવાયા

રાજકોટ, સોમવાર
સમગ્રા સૌરાષ્ટ્રમાં આજે અનેક સ્થળે કોંગ્રેસની ઘરના ઘરની યોજના હેઠળ ફોર્મ મેળવવા માટે મહિલાઓની પડાપડી થઈ હતી. પોરબંદરમાં કોંગ્રેસની આ યોજના હેઠળ ફોર્મ મેળવવા માટે હજારો મહિલાઓ ઉમટી પડતા સુદામા ચોકમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. જયારે બગસરામાં ઉશ્કેરાયેલા લાભાર્થીઓએ કોંગ્રેસ પ્રમુખને ધક્કે ચડાવ્યા હતા જયારે જેતપુરમાં ૩૦ હજાર મહિલાઓ ફોર્મ લેવા માટે ઉમટી પડતા અંધાધુધીના દ્રશ્યો સર્જાયા હતાં. જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડનં. ૧૭માં 'ઘરના ઘર'ના ફોર્મ વિતરણમાં બઘડાટી બોલતા ૮ વ્યક્તિઓને ઈજા થઈ હતી.
આજે સવારે જૂનાગઢના વોર્ડ નં. ૧૭માં કોંગ્રેસના 'ઘરનું ઘર' ફોર્મ વિતરણ શરૃ થયું હતું ત્યારે પ્રદીપ ટોકીઝ વિસ્તારમાં રહેતો સિધ્ધરાજ મુળજી સોલંકી કુતરાને બિસ્કીટ ખવડાવતો હતો ત્યારે વિસ્તારના કોંગી મહિલા નગરસેવકના પતિ રાજુ બાવજી સોલંકીએ કુતરાને પથ્થર માર્યો હતો. આ મામલે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બાબતના મનદુઃખના કારણે બપોર બાદ કોંગ્રેસના મહિલા નગરસેવક ગીતાબેન સોલંકી, તેના પતી રાજુ સોલંકી તથા સંજય અને સુરેશ સહિત ૫૦ શખ્સોના ટોળાએ તલવાર, ધારીયા અને પાઈપથી હુમલો કર્યાની સિધ્ધરાજ સોલંકીએ ફરિયાદ કરી છે. જ્યારે સામા પક્ષે નિરજ ઉર્ફે ટારઝન ડાયા પરમારે સિધ્ધરાજ મુળજી, લખન હીરા, હીરા મુળજી, ભોલા હીરા સહિત પાંચ સામે ઘરનું ઘર માટેના ફોર્મની તથા સમીયાણાની તોડફોડ કરી તલવાર, ધારીયાથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં આઠ શખ્સો ઘવાયા હતા.
આજે પોરબંદરમાં સુદામા ચોકમાં વહેલી સવારથી ફોર્મ મેળવવા માટે હજારો મહિલાઓ ઉમટી પડતા ટ્રાફિક જામ થઈ ગયો હતો લાંબી લાઈનો લાગતા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બોલાવવી પડી હતી. રાણાવાવ અને કુતિયાણામાં પણ આ પ્રકારના ફોર્મ માટે મોટી સંખ્યામાં મહિલા લાભાર્થીઓ ઉમટી પડયા હતાં. પોરબંદરમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉપસ્થિત રહ્યા ન્હોતા પરંતુ મોટા પડદા ઉપર લાઈવ સંબોધન તેઓએ કર્યું હતું. ધોરાજીમાં આજે બગીચા ચોક અને જનાના હોસ્પિટલ ખાતે ઘરના ઘરના અરજી ફોર્મ માટે વહેલી સવારથી લાંબી કતારો લાગી હતી. એક જ દિવસમાં ૧૦ હજાર ફોર્મનું વિતરણ થયું હતું.
બગસરામાં ઘરના ઘરની યોજના હેઠલ અરજી ફોર્મ લેવા આવનારા લાભાર્થીઓને વિનામુલ્યે આપવાના ઘરને બદલે ત્રણ વિકલ્પો આપી પૈસા ભરીને મકાન યોજનાના ફોર્મ અપાતા લાભાર્થીઓ વિફર્યા હતા તેઓએ કોંગ્રેસ પ્રમુખને ધક્કે ચડાવ્યા હતાં. સાવરકુંડલામાં વહેલી સવારતી ફોર્મ મેળવવા માટે ભારે ધસારો રહ્યો હતો. ફોર્મ વિતરણના પાંચ કાઉન્ટર શરૃ કરી દેવાથી દિવસ દરમિયાન અંદાજે ૭ હજાર ફોર્મ મહિલા લાભાર્થીઓએ મેળવ્યા હતાં. ઉપલેટામાં પણ આજે વલ્લભ વિદ્યાલય ખાતેથી ૭ હજાર, અને રાજુલામાં ૪ હજાર મહિલાઓને અને ગોંડલમાં ૯ હજાર ફોર્મ અપાયા હતાં. જેતપુરમાં આજે ચાર જગ્યાએ ફોર્મ વિતરણની કામગીરી શરૃ કરવામાં આવી હતી. પરંતુ આ યોજના માત્ર શહેરી વિસ્તારના નાગરીકોને લાગુ પડતી હોવાથી ગામડાના લાભાર્થીઓને ધક્કો થયાનું જણાતાં આંધાધુધી ફેલાઈ હતી.
અમરેલીમાં પણ 'ઘરના ઘરની' યોજનાના ફોર્મ લેવા માટે ગજેરાપરામાં આવેલી પટેલ વાડીમાં બહેનો ઉમટી પડયા હતા.

 

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમે ભારતને ટેસ્ટ શ્રેણીમાં દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ છીએ ઃ ટેલર

યોકોવિચને હરાવી ફેડરરે સિનસિનાટી ટાઇટલ જીત્યું
ભારતીય ટીમમાં પુનરાગમન માટે ઇંગ્લીશ કાઉન્ટી ઉપયોગી નીવડશે
પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલમાં
અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ હવે ભારત- ન્યુઝી. વચ્ચે સેમી ફાઇનલ
યુરો ઝોનની કટોકટી મુદ્દે યુરોપના નેતાઓની મિટિંગ પર નજર
સોના-ચાંદીમાં આરંભિક ઉંચા ભાવો અલ્પજીવી નિવડી બજાર સાંજે ફરી તૂટી
રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો સ્થિતિ વધુ વણસશે
ઘણાં બધા ગુંચવાડા બાદ દિવસના પાંચથી વધુ એસએમએસ પર પ્રતિબંધ
સરકાર અને ગૃહ પ્રધાન સમાજ અને દેશના દુશ્મન છે ઃ ઠાકરે

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો વરસાદ-પૂરને લીધે વિખૂટો પડી ગયો

વરસાદમાં રજાની મજા માણવા ગયેલા નવ સહેલાણીનાં મોત
ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ'ની રૃા. સાડાત્રણ કરોડની કમાણી
ગુવારમાં વાયદો ફરી શરૃ કરવા અંગેનો નિર્ણય ખરીફ પાકની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાશે

આકર્ષક રિટર્ન્સ મેળવવા શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરોનું ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ પ્રયાણ

 
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved