Last Update : 21-August-2012, Tuesday

 
ઊંઝામાં એરંડા બજારમાં તેજીથી ૩૫ ટકા વાવેતર વધ્યું

વેપારીઓ દ્વારા સરેઆમ ઉઘાડી લૂંટ

ઊંઝા,તા.૨૦
આજકાલ એરંડા બજાર ટોક ઓફ માર્કેટ બની ગયું છે. ગવારને પગલે એરંડા બજાર ચાલી રહ્યું હોવાની ભીતિથી વાયદા પંચે આજથી એરંડા વાયદા ઉપર ૨૦ ટકા વિશેષ કેશ માર્જીત લાદીને ભાવો કંટ્રોલ કરવા માટે પ્રયાસ હાથ ધર્યો છે.
સામાન્ય રીતે ૨૫૦૦ થી ૩૦૦૦ની આસપાસ રહેતી એરંડા બજાર આજકાલ તેજીના ઉછાળાથી ૪૫૦૦ થી ૪૮૦૦ની ઉંચી રેન્જ પકડતાં એરંડામાં લાલચોળ તેજીના દર્શન થઈ રહ્યા છે. આ વર્ષે એરંડાનું વાવેતરમાં ૩૦ થી ૩૫ ટકાના વધારા સાથે ગત વર્ષના ૮.૬ લાખ હેક્ટરથી વધીને ૧૧.૫ લાખ હેક્ટર થતાં આગામી પાક લગભગ ૨૪ થી ૨૫ લાખ ટન એરંડાનું ઉત્પાદન અંદાજ છે. એરંડાનું વિપુલ ઉત્પાદનની ધારણા છતાં એરંડાનું બજાર તેજી પકડતાં વાયદા પંચ ચોંકી ઉઠયું છે. એરંડામાં રોકાણકારોને છેલ્લા એક માસમાં લગભગ ૩૦ ટકા જેટલું રિટર્ન મળતાં વેપારી વર્ગ એરંડાના વેપાર તરફ ફંટાયો છે. આ વર્ષે પ્રથમ ત્રિમાસિક ગાળા દરમ્યાન એરંડાની નિકાસમાં ૧૫ ટકાનો વધારો થયો છે. હજીપણ વિદેશી માંગ સતત વધી રહી છે. આ ઉપરાંત સટ્ટાખોરોનો પણ સક્રિય ભૂમિકા હોવાની વાતોએ એરંડા બજારમાં તેજી લાવી દીધી છે. એરંડામાં સતત માંગ રહે તેમજ તેજી પાર વાતાવરણ રહે તો આગામી દિવસોમાં એરંડા બજાર ક્વિન્ટલે ૫૫૦૦ થી ૫૭૦૦ની સપાટી કુદાવે તેવા અનુમાનોના કારણે એરંડા બજારમાં ટાઈમ પોઝીશન જોવા મળી રહી છે. આ સંજોગોમાં એરંડામાં ગવાર જેવી આઉટ ઓફ કંટ્રોલ પરિસ્થિતિ થાય નહી તે માટે એરંડા વાયદા ઉપર કુલ ૨૦ ટકા વિશેષ માર્જીન લાદ્યુ છે. છેલ્લા એક મહિના દર આંતરે દિવસે ચાર ટકાની ઉપલી સર્કીટોનો દોર ચાલી રહ્યો છે. વિશેષ માર્જીન બાદ પણ અંરેડા બજાર સતત ઉછળશે તો વાયદા પંચ એરંડા વાયદા ઉપર પ્રતિબંધનો ચાબુક પણ ફટકારી શકે તેમ છે. જો કે, હાલમાં ખેંચાઈ રહેલા વરસાદ જેવા પરિબળો પણ તેજીને સપોર્ટ કરતા બની રહ્યા છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમે ભારતને ટેસ્ટ શ્રેણીમાં દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ છીએ ઃ ટેલર

યોકોવિચને હરાવી ફેડરરે સિનસિનાટી ટાઇટલ જીત્યું
ભારતીય ટીમમાં પુનરાગમન માટે ઇંગ્લીશ કાઉન્ટી ઉપયોગી નીવડશે
પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલમાં
અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ હવે ભારત- ન્યુઝી. વચ્ચે સેમી ફાઇનલ
યુરો ઝોનની કટોકટી મુદ્દે યુરોપના નેતાઓની મિટિંગ પર નજર
સોના-ચાંદીમાં આરંભિક ઉંચા ભાવો અલ્પજીવી નિવડી બજાર સાંજે ફરી તૂટી
રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો સ્થિતિ વધુ વણસશે
ઘણાં બધા ગુંચવાડા બાદ દિવસના પાંચથી વધુ એસએમએસ પર પ્રતિબંધ
સરકાર અને ગૃહ પ્રધાન સમાજ અને દેશના દુશ્મન છે ઃ ઠાકરે

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો વરસાદ-પૂરને લીધે વિખૂટો પડી ગયો

વરસાદમાં રજાની મજા માણવા ગયેલા નવ સહેલાણીનાં મોત
ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ'ની રૃા. સાડાત્રણ કરોડની કમાણી
ગુવારમાં વાયદો ફરી શરૃ કરવા અંગેનો નિર્ણય ખરીફ પાકની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાશે

આકર્ષક રિટર્ન્સ મેળવવા શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરોનું ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ પ્રયાણ

 
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved