Last Update : 21-August-2012, Tuesday

 

આણંદ-વિદ્યાનગરમાં ડિજિટલ મ્યુઝિકનો લાખો રૃપિયાનો કારોબાર

૪૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ હોવાથી ગીતો ડાઉનલોડ કરવાનો સૌથી વધુ ક્રેઝ

આણંદ,તા.૨૦
સંગીત અબાલ-વૃધ્ધોને સાંભળવુ ગમતુ હોય છે. પોતાના મનગમતા ગીતો ગુન-ગુન કરવાનું સારૃ લાગતું હોય છે. થોડા વર્ષો પહેલા રેડીયો અને ટેપરેકોર્ડરનું માર્કેટ ખુબ જ હતું. પરંતુ મોબાઈલ અને આઈપોર્ડ આવી જતાં સંગીત હાથવગુ સાધન બની ગયું છે. આજે દરેક વ્યક્તિ પાસે મોબાઈલ જોવા મળે છે. પોતાના મનપસંદ ગીતો ડાઉનલોડ કરાવતા હોય છે. કેટલાક ગીતોનું ગેરકાયદસેર રીતે ડાઉનલોડીંગ કરવામાં આવતું હોય છે. આણંદ-વિદ્યાનગરમાં લગભગ ૧૫૦થી વધુ દુકાનોમાં મોબાઈલમાં ગીતો ડાઉનલોડ કરવામાં આવી રહ્યા હોવાનો અંદાજ છે. ગીતો ડાઉન લોડ કરવા માટે યુવાધન ખુબ જ રૃપિયા ખર્ચે છે. હાલ પોપ ગીતો તથા નવા ગીતો યુવાનો વધારે ડાઉનલોડ કરાવે છે. તેમ છતાં કેટલાક લોકો આજે પણ જુના ગીતોનો ક્રેઝ ધરાવે છે. પરિણામે ડિજિટલ મ્યુઝિક ડાઉન લોડનો ધંધો તેજીમાં જોવા છે. જિલ્લામાં કટ, કોપી અને પેસ્ટ થનાર ડિજિટલ મ્યુઝિકનું બજાર વધારેને વધારે ટર્ન ઓવર કરી રહયું છે. ૨ જીબીનું મેમરી કાર્ડ ડાઉનલોડ કરવાના હાલ બજારમાં ૫૦ થી ૭૦ રૃપિયા વસુલવામાં આવી રહ્યા છે ત્યારે આવા ગેરકાયદેસર રીતે કરવામાં આવતા ડાઉનલોડીંગ સામે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ છે.
આ અંગે કેટલાક જાગૃતોના જણાવ્યા અનુસાર આણંદ-વિદ્યાનગરમાં શૈક્ષણિક શાળા-કોલેજો વધારે હોવાથી વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. આ વર્ષે લગભગ ૪૫,૦૦૦થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા છે. હવે તો ધોરણ-૮થી જ ઉચ્ચશિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ જોવા મળે છે. જેમાંથી ૭૦ થી ૮૦ ટકા મોબાઈલ વાપરતા વિદ્યાર્થીઓ ડિજિટલ મ્યુઝીક ડાઉનલોડ કરે છે. જેના પર મહિને ૮ થી ૧૦ લાખ જેટલો ખર્ચ વિદ્યાર્થીઓ તથા લોકો કરતા હોય છે. મોટાભાગનું ડાઉનલોડીંગ મોબાઈલમાં થઈ રહયું છે. આજના યુવાનો નવી ફિલ્મોના ગીતો સૌથી વધુ ડાઉનલોડ કરાવી રહયા છે. તો ૩પ થી ૪૦ વર્ષ ઉપરના લોકો જુના ગીતો, ધાર્મિક ગીતો તથા ભજનો ડાઉનલોડ કરાવે છે. આધુનિક મહિલાઓને ગીતોના સ્થાને વિવિધ ફિલ્મોની ટયુન વધારે ગમતી હોય છે. તદ્ઉપરાંત ૭૦ થી ૯૦ના દાયકાના રોમેન્ટીક ગીતો વધારે પસંદ હોય છે. આઈપોડ તથા મોબાઈલ જેવા ડિજિટલ મ્યુઝીક ઉપકરણોના કારણે સીડીના વેચાણમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું એક વેપારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે. સીડીની જગ્યા ડીવીડીએ લઈ લીધી છે પરંતુ હાથવગુ સાધન તો મોબાઈલ જ હોવાથી લોકો અલગ-અલગ પ્રકારના મોબાઈલ લેતા હોય છે. મોબાઈલ કસ્ટમર સર્વિસમાં સૌથી વધુ મ્યુઝિક સાથે સંકળાયેલ સર્વિસનો જ વધુ ઉપયોગ કરે છે. કંપનીઓ પણ પોતાના ગ્રાહકોનો ખ્યાલ રાખતી હોય તે રીતે ગ્રાહકોની પસંદગીના ગીતોની સાથે સાથે હેલો ટયુનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવે છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમે ભારતને ટેસ્ટ શ્રેણીમાં દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ છીએ ઃ ટેલર

યોકોવિચને હરાવી ફેડરરે સિનસિનાટી ટાઇટલ જીત્યું
ભારતીય ટીમમાં પુનરાગમન માટે ઇંગ્લીશ કાઉન્ટી ઉપયોગી નીવડશે
પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલમાં
અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ હવે ભારત- ન્યુઝી. વચ્ચે સેમી ફાઇનલ
યુરો ઝોનની કટોકટી મુદ્દે યુરોપના નેતાઓની મિટિંગ પર નજર
સોના-ચાંદીમાં આરંભિક ઉંચા ભાવો અલ્પજીવી નિવડી બજાર સાંજે ફરી તૂટી
રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો સ્થિતિ વધુ વણસશે
ઘણાં બધા ગુંચવાડા બાદ દિવસના પાંચથી વધુ એસએમએસ પર પ્રતિબંધ
સરકાર અને ગૃહ પ્રધાન સમાજ અને દેશના દુશ્મન છે ઃ ઠાકરે

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો વરસાદ-પૂરને લીધે વિખૂટો પડી ગયો

વરસાદમાં રજાની મજા માણવા ગયેલા નવ સહેલાણીનાં મોત
ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ'ની રૃા. સાડાત્રણ કરોડની કમાણી
ગુવારમાં વાયદો ફરી શરૃ કરવા અંગેનો નિર્ણય ખરીફ પાકની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાશે

આકર્ષક રિટર્ન્સ મેળવવા શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરોનું ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ પ્રયાણ

 
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved