Last Update : 21-August-2012, Tuesday

 

ઠાસરા તાલુકાના મરઘાકૂઈ ગામે નામંજુર એન્ટ્રી મંજુર કરવાનું કૌભાંડ

એક વર્ષ પહેલાં સર્કલ ઓફિસરે નામંજૂર કરેલી જમીન મામલતદારે મંજુર કરતા આશ્ચર્ય

નડિયાદ ,તા. ૨૦
ઠાસરા તાલુકા મરધાકૂઈ ગામે બ્લોક નં. ૧૯૫ વાળી જમીનની એન્ટ્રી જે કચેરીએ ના મંજૂર કરી હતી. એજ કચેરીના મામલતદારે પ્રાંત અધિકારી સમક્ષ અપીલ ચાલુ હોવા છતાં આર ટી એસના કેસમાં એન્ટ્રી મંજૂર કરતા ભારે આશ્ચર્ય સર્જાયું છે. આ કૌભાંડ કોઈ મળતીયાને લાભ કરાવી આપવા માટે આચરવામાં આવ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ બાબતે ઉચ્ચકક્ષાએથી સધન તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.
આ અંગે મળતી માહિતી મુજબ ઠાસરા તાલુકાના મરધાકૂઈ ગામે બ્લોક નં. ૧૯૫માં ૧૮ વીધા ખેતી લાયક જમીન આવેલી છે. આ જમીનના વેચાણના કિસ્સામાં લગભગ એક વર્ષ પહેલાં ઠાસરા તાલુકાના સર્કલ ઓફિસરે નમૂના નં૬માં એન્ટ્રી ના મંજુર કરી હતી. જેનો નંબર છે. ૧૪૫૮ ઉપરોક્ત બ્લોક નંબર જમીનની વેચાણ અરજી ના મંજૂર કરવામાં આવતા બાલાસિનોર ખાતે પ્રાંત અધિકારી સમક્ષ અપીલ અરજી કરવામાં આવતી હતી. આથી સદર જમીન બાબતે વિવાદ થયો હતો.
દરમ્યાન ઠાસરાના મામલતદાર સમક્ષ સદર જમીન બાબતે અરજી કરવામાં આવી હતી. તેથી મરધાકૂઈ ગામની બ્લોક નં. ૧૯૫ વાળી જમીન તકરારી બની હતી. ઠાસરાના મામલદાર સમક્ષ જે અપીલ કરવામાં આવી તે ૨૭/૧૧ નંબરની આરટીએસ અપીલની થોડા સમય સુનાવણી કર્યા બાદ મામલદારે તેને મંજૂરીની મ્હોલ-મારી હતી.
આ ઘટનાક્રમથી નાગરિકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. એટલું જ નહિ આમાં કંઈક રંધાયુ હોવાનું પણ જોરશોરથી ચર્ચા છે. કેમ કે બાલાસિનોર પ્રાંત અધિકારી સમક્ષ સદર જમીનની અપીલ અરજી પેન્ડીગ છે ત્યારે મામલતદારે આરટીએસની અપીલ અરજી ચલાવી તેને કઈ રીતે મંજૂર કરી છે? આ બાબતે એવું પણ ચર્ચાય છે. કે બ્લોક નં. ૧૯૫ વાળી જમીનને એક વર્ષ અગાઉ જે મામલતદાર કચેરીએ ના મંજૂર કરી હતી, તે જમીનની અપીલ જ્યારે પ્રાંત અધિકારી સમક્ષ પેન્ડીંગ હોય ત્યારે તેમની નીચેના મામલતદાર આરટીએસની અપીલ અરજીને મંજૂરી ના મ્હોર કેવી રીતે મારી શકે?
લગભગ એક વર્ષ અગાઉ ૧૪૫૮ નંબરની અરજી ઠાસરાના સર્કલ ઓફિસરે ના મંજૂર કરી હતી. એજ કચેરીના મામલતદારે પ્રાંત અધિકારી સમક્ષ અપીલ પેન્ડીંગ હતી ત્યારે ૨૭/૧૧ નંબરના આરટીએસમાં અપીલને મંજૂર કરી દીધી છે. જેનો નંબર ૧૫૪૭ છે.
આ ઘટના ક્રમથી તંત્ર અને અન્ય નાગરિકો વચ્ચે કંઈક રંઘાયું હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. આ મામલે ઉચ્ચકક્ષાએથી તપાસ કરવામાં આવે તો આખું કૌભાંડ બહાર આવે એમ હોવાનું પણ ચર્ચાય છે. સમગ્ર કિસ્સામાં ઠાસરાના મામલતદાર સમક્ષ જે ઈસમોએ અપીલ અરજી કરી તેઓના નામ આ જમીનના ૭/૧૨ ના ઉતારામાં છે કે કેમ? અને હોય તો તે ક્યારે દાખલ કરાયા ? વગેરે જેવી બાબતો પણ તપાસ માંગી લે છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમે ભારતને ટેસ્ટ શ્રેણીમાં દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ છીએ ઃ ટેલર

યોકોવિચને હરાવી ફેડરરે સિનસિનાટી ટાઇટલ જીત્યું
ભારતીય ટીમમાં પુનરાગમન માટે ઇંગ્લીશ કાઉન્ટી ઉપયોગી નીવડશે
પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલમાં
અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ હવે ભારત- ન્યુઝી. વચ્ચે સેમી ફાઇનલ
યુરો ઝોનની કટોકટી મુદ્દે યુરોપના નેતાઓની મિટિંગ પર નજર
સોના-ચાંદીમાં આરંભિક ઉંચા ભાવો અલ્પજીવી નિવડી બજાર સાંજે ફરી તૂટી
રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો સ્થિતિ વધુ વણસશે
ઘણાં બધા ગુંચવાડા બાદ દિવસના પાંચથી વધુ એસએમએસ પર પ્રતિબંધ
સરકાર અને ગૃહ પ્રધાન સમાજ અને દેશના દુશ્મન છે ઃ ઠાકરે

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો વરસાદ-પૂરને લીધે વિખૂટો પડી ગયો

વરસાદમાં રજાની મજા માણવા ગયેલા નવ સહેલાણીનાં મોત
ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ'ની રૃા. સાડાત્રણ કરોડની કમાણી
ગુવારમાં વાયદો ફરી શરૃ કરવા અંગેનો નિર્ણય ખરીફ પાકની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાશે

આકર્ષક રિટર્ન્સ મેળવવા શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરોનું ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ પ્રયાણ

 
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved