Last Update : 21-August-2012, Tuesday

 

વડોદરા શહેર - જિલ્લામાં મૂશળધાર વરસાદ
ડભોઈ અને પાવીજેતપુરમાં સાત ઈંચ, વડોદરામાં ચાર ઈંચ

મેઘરાજાએ ધરા તૃપ્ત કરતા ખેડૂતોમાં ખુશાલી

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
રવિવારનાં દિવસ દરમિયાન તો શહેર અને જિલ્લામાં મેઘરાજાએ પોતાની કૃપા વરસાવવાનું ચાલુ રાખ્યુ હતું પણ રવિવારની રાત્રિએ પણ મેઘરાજાની મહેરબાની અવિરત ચાલુ રહી હતી. રાત્રિ દરમિયાન જ જેતપુરપાવી પંથકમાં ચાર ઈંચ વરસાદ પડયો હતો. સોમવારે ડભોઈમાં સાત ઈંચ વરસાદ તૂટી પડયો હતો.
શનિવારના દિવસથી શરૃ થયેલા વરસાદ માટે પ્રચલિત માન્યતા સાચી પડતી હોય તેમ વરસાદ અટકવાનું નામ લેતો નથી. સૂર્યનારાયણના દર્શન થયે બોતેર કલાકથી વધુ સમય વીતિ ગયો છે પણ વાદળોના પ્રભુત્વ સામે સૂરજદાદાએ નમતું જોખીને રજાના મૂડને કેળવી લીધો ચે.
રવિવારનો દિવસ પણ કૃષિપુત્રો માટે આશિર્વાદ સમાન નીવડયો હતો અત્યંત ધીમી ગતિથી અવિરત પડતો વરસાદ ખેતી માટે ઉત્તમ નીવડયો હતો. વાતાવરણમાં શીતળતા અને ખેતીને પાણી એમ બેવડો લાભ થઈ રહ્યો હતો.
પરંતુ, મેઘરાજાની મહેરબાની પાવીજેતપુર તાલુકા પર સૌથી વધુ ઊતરી હતી. રાત્રી દરમિયાન જ જેતપુર-પાવીમાં ૧૦૪ મિમિ એટલે કે ચાર ઈંચ વરસાદ ઝીંકાયો હતો. તેજ પડોશમાં આવેલા છોટાઉદેપુરમાં બે ઈંચ વરસાદ પડયો હતો.
નૈઋત્ય દિશાએથી આવતા વરસાદે માર્ગમાં આવતા પાદરા પંથકને રાતોરાત સવા ઈંચ અને વડોદરાને લગભગ બે ઈંચ પાણી પુરું પાડયું હતું. રાત્રિ દરમિયાન શિનોરમાં ૩૨ અને વાઘોડિયામાં વધુ ૨૫ મિમિ વરસાદ પડયો હતો.
સોમવારે સવારે ૮ વાગ્યા સુધીમાં તો સમગ્ર જીલ્લાને મેઘરાજાએ તૃપ્ત કરી દીધો હતો. સવારે ૮ વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન જેતપુર-પાવીમાં પૂરા સાત ઈંચ તથા સંખેડા તાલુકા અને વડોદરા શહેરમાં ચાર ચાર ઇંચ વરસાદ નોંધાઇ ચૂક્યો હતો.
સોમવારે પણ દિવસ દરમિયાન વરસાદ ચાલુ રહ્યો હતો. ડભોઇ પંથકમાં સાંજના ૬ વાગ્યા સુધીના દસ કલાકમાં સાત ઇંચ વરસાદ તુટી પડયો હતો. જેતપુર પાવીમાં અને સંખેડામાં વધુ બે બે ઇંચ વરસાદ પડયો હતો. કરજણમાં સાંજ સુધીમાં ૩૧ મિમિ વરસાદ પડતા નગરના નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતા. સાવલીમાં પણ એક ઇંચ વસાદ પડયો હતો.
જિલ્લાના ગ્રામિણ વિસ્તારોમાં ધુવાધાર વરસાદ ચાલુ રહેતા ખેતીકામ ખોરવાયેલુ રહ્યું હતુ. ઘણા નગરો પાણીથી જળબંબાકાર થઇ ગયા હતા. નાળાઓ અને કોતરોમાં જોરદાર પ્રવાહથી પાણી વહેતા રહેતા બાળકોએ શાળામાં જવાની હિંમત ન કરતા શાળાઓમાં સંખ્યા પાંખી જણાતી હતી. મોટાભાગની શાળાઓમાં રજાનો માહોલ સર્જાયો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમે ભારતને ટેસ્ટ શ્રેણીમાં દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ છીએ ઃ ટેલર

યોકોવિચને હરાવી ફેડરરે સિનસિનાટી ટાઇટલ જીત્યું
ભારતીય ટીમમાં પુનરાગમન માટે ઇંગ્લીશ કાઉન્ટી ઉપયોગી નીવડશે
પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલમાં
અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ હવે ભારત- ન્યુઝી. વચ્ચે સેમી ફાઇનલ
યુરો ઝોનની કટોકટી મુદ્દે યુરોપના નેતાઓની મિટિંગ પર નજર
સોના-ચાંદીમાં આરંભિક ઉંચા ભાવો અલ્પજીવી નિવડી બજાર સાંજે ફરી તૂટી
રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો સ્થિતિ વધુ વણસશે
ઘણાં બધા ગુંચવાડા બાદ દિવસના પાંચથી વધુ એસએમએસ પર પ્રતિબંધ
સરકાર અને ગૃહ પ્રધાન સમાજ અને દેશના દુશ્મન છે ઃ ઠાકરે

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો વરસાદ-પૂરને લીધે વિખૂટો પડી ગયો

વરસાદમાં રજાની મજા માણવા ગયેલા નવ સહેલાણીનાં મોત
ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ'ની રૃા. સાડાત્રણ કરોડની કમાણી
ગુવારમાં વાયદો ફરી શરૃ કરવા અંગેનો નિર્ણય ખરીફ પાકની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાશે

આકર્ષક રિટર્ન્સ મેળવવા શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરોનું ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ પ્રયાણ

 
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved