Last Update : 21-August-2012, Tuesday

 

ઝેરી કેમિકલ ખુલ્લામાં ડિસ્ચાર્જ કરવા
કંપનીઓનાં સંચાલકો તેમજ કેટલાક એજન્ટોની સાંઠગાંઠ

ગયા વર્ષે દેણાં ગામે પણ ખુલ્લામાં ઝેરી કેમિકલ ડિસ્ચાર્જ કરવા આવેલો ટેમ્પો ઝડપાયો તેમાં એજન્ટ સાથેની સાંઠગાંઠ ખુલ્લી પડી હતી

ચોમાસાનુ ઋતુ દરમિયાન ઝેરી કેમિકલને ગમે ત્યાં ડિસ્ચાર્જ કરનારા એજન્ટોની બોલબાલા વધી જાય છે
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
કંપનીઓમાં ઉત્પાદિત વિવિધ ઝેરી કેમિકલ જે વૈજ્ઞાાનિક પધ્ધતિથી ડિસ્ચાર્જ કરવાનું હોય છે તેના બદલે કેટલીક કંપનીઓ ઉંચા ખર્ચમાંથી બચવા માટે તેને ગમે તે સ્થળે ડિસ્ચાર્જ કરવા માટ કેટલાક એજન્ટોનો સંપર્ક કરતી હોય છે. ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન ઝેરી કેમિકલ ડિસ્ચાર્જ કરતા એજન્ટોની બોલબાલા વધી જતી હોય છે. ગઇરાત્રે નંદેસરી જીઆઇડીસીમાં ઝેરી કેમિકલ ડિસ્ચાર્જ કરવા આવેલો એક ટેમ્પો ઝડપાયો હતો તેવીજ રીતે ગયા વર્ષે પણ શહેર નજીક દેણાં ગામે એક ખેતરમાં એક ટેમ્પાને લોકોએ ઝેરી કેમિકલ ડિસ્ચાર્જ કરતો ઝડપી પાડયો હતો.
ઉલ્લેખનિય છે કે ગઇરાત્રે હાઇલી એસીડીક મટીરીયલ(વેસ્ટ)ને ખુલ્લામાં અથવા કોઇ કોતરોમાં ડિસ્ચાર્જ કરવા માટે આવેલો એક ટેમ્પો ઝડપાઇ ગયો હતો. આ ટેમ્પામાં ૩૫ બેરલો કેમિકલના ભરેલા હતા જેને જો વૈજ્ઞાાનિક પધ્ધતિથી શુધ્ધીકરણ કર્યા વગર ગમે તે સ્થળે જાહેરમાં ડિસ્ચાર્જ કરવામાં આવે તો કિમતી જમીનને નુકસાન ઉપરાંત જાહેર આરોગ્ય સામે પણ ખતરો સર્જાય છે. આવી રીતે કેમિકલને જાહેરમાં છોડવું તે ગેરકાયદેસર હોવા છતા પણ અનેક કંપનીઓ આવી રીતે ઝેરી કેમિકલને જાહેરમાં છોડવા માટે સક્રિય છે.
સુત્રોના જણાવ્યા મુજબ કંપનીમાં ઉત્પાદિત આ ઝેરી કેમિકલનુ શુધ્ધીકરણ કર્યા બાદ તેનું ડિસ્ચાર્જ કરવાનું હોય છે પરંતુ તે ખર્ચની દ્રષ્ટીએ ઘણું મોંઘુ પડતું હોવાથી અનેક કંપનીઓ આવું ઝેરી કેમિકલ શુધ્ધીકરણ કર્યા વગરજ ડિસ્ચાર્જ કરતી હોય છે. કંપનીઓને આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માટે કેટલાક એજન્ટો પણ સક્રીય હોય છે જેનો ઉપયોગ કંપનીના સંચાલકો દ્વારા થતો હોય છે. ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન આવા એજન્ટોની બોલબાલા વધી જાય છે.
ગયા વર્ષે જુલાઇ માસ દરમિયાનજ દેણાં ગામની સીમમાં એક ખેતરમાં ગેરકાયદેસર રીતે એક ટેમ્પામાંથી ઝેરી કેમિકલ ડિસ્ચાર્જ કરતા લોકોને ગ્રામજનોએ ઝડપી પાડયા હતાં. આ ઝેરી કેમિકલ છોડવા માટે ટેમ્પો છેક પલસાણા ખાતેની કંપનીમાંથી આવ્યો હતો. આ ઉપરાંત ગઇકાલે જે ટેમ્પો નંદેસરી જીઆઇડીસી કંપનીમાંથી ઝડપાયો તે ટેમ્પાનું કેમિકલ પણ દહેજ ખાતેની કંપનીમાંથી ભરીને તેને ડિસ્ચાર્જ કરવા માટે આવ્યુ હતું. આ કિસ્સામાં પણ ટેમ્પો જ્યાંથી ભરાયો ત્યાંથી વડોદરા આવ્યા બાદ તેને વડોદરા ખાતેના એક એજન્ટનો સંપર્ક કરવાનો હતો. અગાઉ દેણા ગામેથી ટેમ્પો ઝડપાયો ત્યારે પણ એજન્ટોના નામો ખુલ્યા હતાં. કંપનીઓ અને એજન્ટોની મીલીભગતના કારણે અનેક સ્થળોએ આ પ્રકારનું ઝેરી કેમિકલ ગમે તે સ્થળે ડિસ્ચાર્જ કરવામાં આવતું હોય છે. જીપીસીબીની નજર હોવા છતા પણ આ તત્વો તેમાં સફળ રહે છે. વડોદરા નજીકના સ્થળેા આ પ્રકારનું ઝેરી કેમિકલ છોડવા માટે હોટસ્પોટ હોવાથી વારંવાર આવુ થતુ હોય છે. કેટલીક વખત ઇસીજી કેનાલમાં પણ કેટલીક ટેન્કરો ડાયરેક્ટ ડિસ્ચાર્જ કરતી હોય છે. આ ઉપરાંત નંદેસરી પાસેના કોતરોમાં પણ આવુ ઝેરી કેમિકલ ડિસ્ચાર્જ થતું હોય છે. વૈજ્ઞાાનિક પધ્ધતિના બદલે આડેધડ ઝેરી કેમિકલ ડિસ્ચાર્જ થતુ હોવાથી પાદરા પંથકની અનેક જમીનોના ભુગર્ભના પાણી પણ લાલ થઇ ગયા છે.
ઇંટોના ભઠ્ઠામાં આ ઝેરી કેમિકલની ખુબ ડિમાન્ડ છે
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
કંપનીઓમાં ઉત્પાદિત ઝેરી કેમિકલનો ઉપયોગ વધારે ઇંટોના ભઠ્ઠામાં થતો હોય છે ચોમાસાની ઋતુ દરમિયાન આ ભઠ્ઠામાં કાચો રસ્તો હોવાથી પાણી ભરાયેલા રહેતા હોય છે જેના કારણે કંપનીઓનો ઉત્પાદિત ઝેરી કેમિકલનો પુરવઠો એજન્ટો દ્વારા અન્ય સ્થળે છોડવામાં આવતો હોય છે. ટેમ્પામાં ભરાયેલા બેરલો કાચા રસ્તે જતા નથી જેના કારણે તેને ડિસ્ચાર્જ કરવા માટે બીજો રસ્તો શોધવો પડતો હોય છે અને તે માટે કંપનીના સંચાલકો તેમજ એજન્ટોનો સંપર્ક કરતા હોય છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમે ભારતને ટેસ્ટ શ્રેણીમાં દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ છીએ ઃ ટેલર

યોકોવિચને હરાવી ફેડરરે સિનસિનાટી ટાઇટલ જીત્યું
ભારતીય ટીમમાં પુનરાગમન માટે ઇંગ્લીશ કાઉન્ટી ઉપયોગી નીવડશે
પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલમાં
અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ હવે ભારત- ન્યુઝી. વચ્ચે સેમી ફાઇનલ
યુરો ઝોનની કટોકટી મુદ્દે યુરોપના નેતાઓની મિટિંગ પર નજર
સોના-ચાંદીમાં આરંભિક ઉંચા ભાવો અલ્પજીવી નિવડી બજાર સાંજે ફરી તૂટી
રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો સ્થિતિ વધુ વણસશે
ઘણાં બધા ગુંચવાડા બાદ દિવસના પાંચથી વધુ એસએમએસ પર પ્રતિબંધ
સરકાર અને ગૃહ પ્રધાન સમાજ અને દેશના દુશ્મન છે ઃ ઠાકરે

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો વરસાદ-પૂરને લીધે વિખૂટો પડી ગયો

વરસાદમાં રજાની મજા માણવા ગયેલા નવ સહેલાણીનાં મોત
ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ'ની રૃા. સાડાત્રણ કરોડની કમાણી
ગુવારમાં વાયદો ફરી શરૃ કરવા અંગેનો નિર્ણય ખરીફ પાકની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાશે

આકર્ષક રિટર્ન્સ મેળવવા શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરોનું ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ પ્રયાણ

 
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved