Last Update : 21-August-2012, Tuesday

 
ઘરનું ઘર યોજનાના ફોર્મ લેવા ધક્કા મુક્કી, મારામારી, અંધાધૂંધી

મહિલાઓ બાખડી પડી, કેટલીકને લાકડીઓ ફટકારી, ચપ્પલો ઉછાળ્યા, એકને ફ્રેકચર થયુ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
ગુજરાત પ્રજા વિકાસ દર્શન ૨૦૧૨ અંતગર્ત કોંગ્રેસ દ્વારા ઘરનું ઘર યોજના માટે ફોર્મનું વિતરણ વડોદરામાં૨૫ સ્થળોએ શરૃ કરાયુ ત્યારે ભારે ધક્કામુક્કી, અફડાતફડી અને ઝપાઝપીના માહોલ સાથે અંધાધૂંધી સર્જાયો હતો. આ ફોર્મ માત્ર મહિલાઓને જ આપવાના હોવાથી મહિલાઓ વચ્ચે મારામારીના દ્રશ્યોપણ સર્જાયા હતા. ધક્કા મુક્કીમાં પડી જતાં એક મહિલા ઘાયલ થઇ હતી. અને એક મહિલાને ફ્રેકચર થઇ ગયુ હતુ.
ઘરનું ઘર યોજના માટે કોંગ્રેસ તરફથી વડોદરામાં વિવિધ વિસ્તારોમા ૨૫ ઠેકાણે ફોર્મનું વિતરણ સવારે ૧૦ વાગ્યેથી શરૃ કરાયું હતુ. પરંતુ મહિલાઓએ સવારથી જ લાઈનો લગાવી દીધી હતી જેના કારણે ઠેકઠેકાણે ઝપાઝપી, ધક્કામુક્કી સાથે અફડાતફડી સર્જાઈ હતી. જોતજોતામાં ચપોચપ ફોર્મ ખાલી થવા માંડતા 'અમે રહી જઈશું' તેવા ભય સાથે મહિલાઓના ધસારાથી સ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી હતી અને એક વાગ્યા પહેલાં તો ૧૮ સ્થળોએ વિતરણ જ બધ કરી દેવાયું હતું. કિશનવાડી વિસ્તારમાં ધક્કામુક્કી સાથે અરાજકતા સર્જાતા મહિલાઓ ગબડી પડી હતી જેમાં એકને ફ્રેકચર થઈ જતાં દવાખાને લઈ જવાઈ હતી. નિઝામપુરા વિસ્તારમાં ફોર્મ વિતરણ ટાણે ચપ્પલો ઉછળ્યા હતા. જ્યારે માંજલપુરમાં તો ફોર્મનં વિતરણ શરૃ થયું એ પછી ભારે ધક્કામુક્કી અને પડાપડી થઈ હતી અને અમુક મહિલાએ તો કેટલીકને લાકડીઓ ફટકારતા ઉહાપોહ મચી ગયો હતો. ૨૫ વોર્ડમાંથી માંજલપુરમાં સૌથી વધુ ૮ હજાર ફોર્મ ભરાયા હતા.
કોંગ્રેસે ઘરનું ઘર આપવાની જે યોજના બનાવી છે તેમાં એક રૃમ રસોડું, બે રૃમ રસોડું અને ત્રણ રૃમ રસોડું સાથે મકાન અપાશે. ત્રણ કેટેગરીના આ મકાન માટે અનુક્રમે શરૃમાં રૃા.૭૦ હજાર, એક લાખ અને ૧.૮૦ લાખ ભરવાના થશે અને પછી હપતાઓ ભરવા પડશે.
દરમિયાન વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે વડોદરાના ૨૫ વોર્ડના વિસ્તારોને લઇ ૨૫ હોલમાં માત્ર મહિલાઓને ફોર્મ વિતરણની વ્યવસ્થા કરેલી હતી. સવારે ૧૦ વાગે તમામ વિસ્તારોમાં સેન્ટરો પર લગભગ ૫૦૦૦ ફોર્મ પહોંચાડયા હતા.
મોટાભાગના સેન્ટરો પર સવારે ૫ વાગ્યાથી મહિલાઓની ફોર્મ મેળવવા લાંબી લાઇનો લાગી હતી. કોંગ્રેસ ત્રણ કેટેગરીના ઘરો આપવાની છે. તે માટે ગરીબ, મધ્યમવર્ગના અને સોસાયટી વિસ્તારની મહિલાઓ પણ ફોર્મ લેવા આવેલી હતી. ૨૫ સેન્ટરોમાં લગભગ સવા લાખ ફોર્મ વહેચાયા બાદ ઘણી મહિલાઓને ફોર્મ મળવાના બાકી રહી જતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસને વધુ ફોર્મ મોકલવાની રજુઆત કરાતા ત્યાંથી બીજા તબક્કામાં ફોર્મ વધુ મોકલાશે તેવી બાંયધરી આપતા તે ફોર્મના તેના વિતરણ અંગેની તારીખો આગામી દિવસોમાં જાહેર કરાશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમે ભારતને ટેસ્ટ શ્રેણીમાં દબાણ હેઠળ લાવવા માટે સક્ષમ છીએ ઃ ટેલર

યોકોવિચને હરાવી ફેડરરે સિનસિનાટી ટાઇટલ જીત્યું
ભારતીય ટીમમાં પુનરાગમન માટે ઇંગ્લીશ કાઉન્ટી ઉપયોગી નીવડશે
પાકિસ્તાનને એક વિકેટથી હરાવીને ભારત અંડર-૧૯ વર્લ્ડકપની સેમિફાઈનલમાં
અંડર-૧૯ વર્લ્ડ કપ ઃ હવે ભારત- ન્યુઝી. વચ્ચે સેમી ફાઇનલ
યુરો ઝોનની કટોકટી મુદ્દે યુરોપના નેતાઓની મિટિંગ પર નજર
સોના-ચાંદીમાં આરંભિક ઉંચા ભાવો અલ્પજીવી નિવડી બજાર સાંજે ફરી તૂટી
રાજ્ય સરકારો વીજદરમાં ભાવ વધારો નહીં કરી આપે તો સ્થિતિ વધુ વણસશે
ઘણાં બધા ગુંચવાડા બાદ દિવસના પાંચથી વધુ એસએમએસ પર પ્રતિબંધ
સરકાર અને ગૃહ પ્રધાન સમાજ અને દેશના દુશ્મન છે ઃ ઠાકરે

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો વરસાદ-પૂરને લીધે વિખૂટો પડી ગયો

વરસાદમાં રજાની મજા માણવા ગયેલા નવ સહેલાણીનાં મોત
ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ'ની રૃા. સાડાત્રણ કરોડની કમાણી
ગુવારમાં વાયદો ફરી શરૃ કરવા અંગેનો નિર્ણય ખરીફ પાકની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાશે

આકર્ષક રિટર્ન્સ મેળવવા શ્રીમંત રિટેલ ઈન્વેસ્ટરોનું ડેટ્ મ્યુચ્યુઅલ ફન્ડસ તરફ પ્રયાણ

 
 

Gujarat Samachar Plus

ગુજરાતના ગામડાને મોડર્ન લૂક
હૈયામાં હામ અને જીગરમાં જોમ તો ALL is well...!
બાળકો મને કહે છે સર તમારા અક્ષર સારા છે
વ્યક્તિત્વ વિકાસ માટે સ્પોટ્‌ર્સ જરૂરી છે
શહેરની ગર્લ્સમાં સિઝનનો ફેવરીટ કલર છે પર્પલ
 

Gujarat Samachar glamour

પાક.માં ‘એક થા....’ની પાયરેટેડ સીડીનું વેચાણ
એકતાની ધરપકડ માટે રાજ્યસભામાં માંગણી કરાઈ
વીણા મલિક કન્નડની ‘ધ ડર્ટી પિક્ચર’માં ગીત ગાશે
‘ઈંગ્લિશ-બંિગ્લિશ’ ગૌરી શંિદેની માતાથી પ્રેરીત
ગૈરી બાર્લો પરિવાર સાથે ‘એક્સ ફેક્ટર’ માણશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved